રાજાએ પોતાનું રાજ્ય શુક્રનીતિ પ્રમાણે ચલાવવું જોઇએ

Facebook
Twitter
Telegram
WhatsApp

શુક્રનીતિ

શુક્રનીતિ વિશે આજે સૌ કોઇ અજાણ છે. શુક્રાચાર્યની શુક્રનીતિ વિશે મહાભારત તથા પુરાણોમાં રાજાએ રાજ્ય કેવી રીતે ચલાવવું તે જાણવા મળે છે. આજે શુક્રનીતિ ઉપલબ્ધ છે. શુક્રનીતિમાં પાંચ અધ્યાય અને 200 જેટલાં શ્લોક છે. શ્લોકમાં લોક વ્યવહારની વાતો તથા જ્ઞાન છે. મૂળમાં રાજાનું કર્તવ્ય, રાજધર્મ, દંડવિધાન, મંત્રી પરિષદ વગેરેની વાતો વિશેષ છે. રાજાની વાણી, વર્તન અને વિચારની સરવાણી શુક્રનીતિ છે. બ્રહ્માજીનાં પુત્રોમાં ભૃગુનું નામ પ્રથમ છે. ભૃગુનાં પુત્ર અસુરગુરુ મહર્ષિ શુક્રાચાર્ય.યોગવિદ્યાનાં પ્રકાંડ આચાર્ય શુક્રાચાર્યની શુક્રનીતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. શુક્રાચાર્ય અસૂરોનાં ગુરુ હોવા છતાં તેમનાં દેવો પણ ભક્તો હતા. શુક્રાચાર્યમાં તપસ્યા, યોગસાધના, અધ્યાત્મજ્ઞાન તથા નીતિનું બળ હતુ. જો તમારે રાજ્યનીતિ શીખવી હોય તો તમારે શુક્રાચાર્ય લિખીત આ શુક્રનીતિ વાંચવી જોઇએ.

શુક્રનીતિ.

જે રાજા નીતિનો ત્યાગ કરીને સ્વતંત્રાથી પોતાની ઇચ્છા પ્રમાણે અનીતિને માર્ગે આચરણ કરે છે, તે દુ:ખી થાય છે. આવા સ્વેચ્છાચારી રાજાની સેવા કરવી, તે જીભથી તલવારની ધારને ચાટવા જેવું છે. (કેમકે પરિણામે મૃત્યું નિપજાવે છે)

નીતિ એટલે સત્ય. સત્યનું આચરણ કરવું એટલે નીતિમાન બનવું. શુક્રાચાર્ય એવું કહેવા માંગે છે કે, રાજામાં નીતિ હોવી જોઇએ. નીતિવાન રાજા જ પોતાનું રાજ્ય સુખચેનથી ચલાવી શકે છે. રાજાએ પોતાનું સર્વસ્વ પોતાનાં રાજ્ય માટે સમર્પિત કરવાનું હોય છે. સમર્પણ એ વીર લોકોનું ઘરેણું છે. આજે ઘણાં લોકો પોતાની જાત સમર્પિત નથી કરી શકતા. આજે દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા જોઇએ છે. આ સ્વતંત્રતાને કારણે જ સંયુક્ત કુટુંબો વિભક્ત બન્યા છે. હા, પરિસ્થિતી મુજબ જોડાણ ટુંકું કર્યું હોય તો એ નીતિ છે. પરંતું ભાઇચારાને તોડીને અનીતિને માર્ગે જઇને સ્થાવર કે જંગમ મિલ્કતોને પોતાને નામે કરવી એ અનીતિ છે. હા, રાજાએ સામ, દામ, દંડ અને ભેદની નીતિનું પાલન કરવું જોઇએ પરંતું પોતાનાં દુશ્મનો માટે.નહીં કે દોસ્ત માટે. શિવ જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ શિવ છે.

અનીતિને માર્ગે જનાર રાજા દુખી થાય છે. માટે જ શુક્રાચાર્ય શુક્રનીતિમાં કહે છે કે, જે રાજા નીતિવાળો ન હોય એની સેવા કરવી એ તલવારની ધારને જીભથી ચાટવા બરાબર છે. આ તલવાર ચાટવી એટલે પોતાની સ્વતંત્રતાને બીજાને સોંપી દેવી. આજે અનીતિને માર્ગે જનાર વ્યક્તિને કારણે એનું પરીવાર જોખમમાં મુકાય છે. શુક્રાચાર્ય રાજાને રાજનીતિ શીખવતા કહે છે કે, રાજાએ પોતાની ઇચ્છા પ્રમાણે નીતિપૂર્વક વર્તવું જોઇએ. રાજાએ કદી પરસ્ત્રીને પ્રેમ કરવો જોઇએ નહીં. – વાંચો શુક્રાચાર્યની શુક્રનીતિ

આજે ઘણા લોકોને પોતાનાં સમૂહનાં સારા વ્યક્તિને રાજા તરીકે સ્વીકારી લેતા હોય છે. પોતે રાજા ન હોવા છતાં સમૂહ એ વ્યક્તિને માન, પ્રતિષ્ઠા અને પદ આપે છે. આ વ્યક્તિ અત્યારે નીતિમાન છે. પરંતું સમય જતા આ વ્યક્તિ લોભ અને લાલચમાં આવી જઇને પોતાનાં સમૂહનો વિરોધ કરે છે. આ વ્યક્તિને જે લોકો રાજા માનતી હતી એ અનીતિને રસ્તે જવાને કારણે પોતાના સમૂહ સાથે દુર્વ્યવહાર કરતો થાય છે. નશો અને લાલચ રાજાને માટે હાનીકારક હોય છે. પોતાનાં સમૂહથી દૂર જઇને દુશ્મનોની ટોળકીમાં જઇને ઘુંટણે બેસી જનાર વ્યક્તિ રાજા ન હોઇ શકે. શુક્રનીતિ પ્રમાણે રાજા બનવા માટે પોતે સ્થિર રહેવાનું હોય છે. કોઇ રાજા પોતાનાં રાજ્યને રાજદ્રોહી કહીને સંબોધતો નથી. પોતાનાં રાજ્યનાં લોકોને જ અપશબ્દો બોલનાર રાજા અનીતિને માર્ગે જઇને નર્કે જાય છે. તેનાં માટે નર્કનાં દ્વાર ખુલી જાય છે. રાજાએ પોતે રાજા છે એ પ્રમાણે વર્તવું જોઇએ. | શુક્રનીતિ

આજે વિશ્વભરમાં રાજનીતિની વાતો થઇ રહ્યી છે ત્યારે શુક્રાચાર્ય લિખીત શુક્રનીતિનું પઠન જરૂરી બન્યું છે. કોઇ દેશને ચલાવનારો વડો પોતે સ્વચ્છ હોવાની છાપ ઉભી કરે છે. રાજ્ય ત્યારે જ ટકી રહે છે જ્યારે રાજા નીતિવાળો હોય. એમ જે દેશનો વડો સ્વચ્છંદી હોય એ દેશ સુખી બને છે. આજે રાજનીતિને કારણે ઘણાં યુવાનો પોતાની જાતને નેતા માની બેસે છે. પોતાનાં ઘરનાં સભ્યોને જ અપશબ્દો બોલીને કે પછી પથ્થર મારીને નાસી છૂટેલો યુવાન સાચો નેતા ન બની શકે. નેતાગીરી કરવા પોતાનાં લોકોનો સાથ-સહકાર જોઇએ. સાચા નેતા એ પક્ષ પલટો ન કરવો જોઇએ. શિયાળની ટોળકીમાં સિંહનો પ્રવેશ થતાં જ એ શિયાળનાં રાજ્યમાં શ્વાન બની રહે છે. આજે આવી જ પરિસ્થિતિ છે. વિશ્વનાં નેતાઓ આવું જ કરી રહ્યા છે.

વાંચો પક્ષીઓ વિશે જાણવા જેવું. Click

વાંચો ફળો વિશે જાણવા જેવું. Click

શુક્રાચાર્ય હતા દૈત્યોના ગુરુ અને મહાન નીતિકાર, આજે પણ કામ આવી શકે છે તેમની જણાવેલી નીતિઓ, પોતાની ઉંમર અને રૂપિયા વિશે કોઈને ન જણાવવી જોઈએ

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો