કોંગ્રેસ નેતા અનંત પટેલ નજર કેદ! AAP નેતા ચૈતર વસાવા ના સમર્થનમાં લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Facebook
Twitter
Telegram
WhatsApp

વાંસદા વિધાનસભા ના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ને નજરકેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલનું કહેવું છે કે મેં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું એટલે મને નજર કેદ કરવામાં આવ્યો છે. આદિવાસી સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે પોલીસ મારા પર નજર રાખવામાં આવી હતી. મેં ચૈતર વસાવાના સમર્થનમાં મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા પર જંગલ વિભાગના અધિકારીઓ દ્વારા FIR કરવામાં આવી છે. આ ફરીયાદ બાદ આ આદિવાસી સંગઠનોએ આ ફરીયાદ ખોટી છે તેને રદ કરોની માંગણી કરી છે. વાંસદાના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા અનંત પટેલ આ મામલે ચૈતર વસાવાના સમર્થનમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

અનંત પટેલ

વિષય: આદિવાસી સમાજના નેતા અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ દાખલ કરાયેલો ખોટો કેસ

માનનીય મુખ્ય મંત્રીશ્રી,

સસ્નેહ નમસ્કાર.

ડેડીયાપાડા વિધાનસભ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આખી ઘટના એવી છે કે,જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો. વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજુઆત ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા પાસે આવી.

શ્રી ચૈતરભાઈ વસાવાએ અસરગ્રસ્ત ખેડૂતો અને જંગલ વિભાગના કર્મચારીઓને સાથે બેસાડી સમાધાનનો રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. સમાધાન રૂપે રાજીખુશીથી નક્કી થયું કે, જંગલ વિભાગના કમર્ચારીઓએ શરતચુક કે અન્ય જે કોઇ કારણથી ખેડૂતોને નુક્શાન કર્યું છે તે ભરપાઇ કરી આપે અને સામે ખેડૂતો એમની ઉપર કોઈ કાનૂની પગલા નહિ ભરે.

જંગલ વિભાગના કમર્ચારીઓએ નુક્શાનની સહમતીથી નક્કી થયેલી રકમ ચૂકવી આપી અને મામલો ત્યાં જ પૂરો થયો એમ માનવામાં આવ્યું.

પાછળથી જંગલ વિભાગના કર્મચારીઓએ કોઈના દબાણથી કે કાવતરાના ભાગ રૂપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી. જે રમ સહમતીથી નુક્શાનની ભરપાઇ તરીકે ચૂકવાઇ હતી તેને બળજબરીથી લેવાયેલી ખંડણી’ તરીકે ફરિયાદમાં દર્શાવવામાં આવી. પોલીસે શ્રી ચૈતરભાઇ વસાવા, એમના પત્ની અને અસરગ્રસ્ત ખેડૂતોને આરોપી તરીકે દર્શાવ્યા છે.

આ આખી ઘટના, ચૈતરભાઈ જે રીતે લોકપ્રતિનિધિ તરીકે સક્રિય છે. નર્મદા પૂરની માનવ સર્જિત આફત વખતે એમણે જે રીતે લોકોના પડખે ઉભા રહી સેવાઓ આપી અને નાનામાં નાના લોકોના પ્રશ્નો જે રીતે ઉઠાવે છે એની ઇર્ષાથી ઉભી થઇ હોય એવું દેખાય છે. અથવા, ધારાસભ્ય તરીકે શ્રી ચતરભાઇની સક્રિયતાથી સ્થાનકી વહીવટી તંત્રના ભ્રસ્ટાચાર અને ગેરરીતિઓ ઉપર જે અંકુશ આવ્યો છે. નાના મોટા રાજકીય આગેવાનોની કારકિર્દી જોખમાઈ છે તેવા લોકોએ ઉપજાવેલુ આ પડમંત્ર દેખાય છે.

આપને અમારી વિનંતી છે કે, આ બાબતે એ રાજ્યના વડા તરીકે તાત્કાલિક દરમ્યાનગીરી કરો, મામલાની ન્યાયિક તપાસ કરવી અને ત્યાં સુધી ઘરપકડો ઉપર રોક લગાવો.

જે રીતે આયોજનબદ્ધ આખો મામલો ઉપજાવવામાં આવ્યો છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પૂર્વ પટ્ટીના આદિવાસી સમાજમાં મહત્વનો મુદ્દો બનશે. આ માત્ર ચૈતરભાઇ વસાવાને નથી ફસાવાઈ રહ્યા, ગુજરાતના વંચિંત આદિવસી સમાજને ખોટી રીતે ચીતરવામાં આવી રહ્યો છે, બદનામ અને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે અને એના સ્વાભાવિક રાજકીય પ્રત્યાઘાતો પડશે.

આપને અમારી વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક આપ દરમ્યાનગીરી કરો, અન્યથા અમારે આ મુદ્દાને લઇને ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરવું પડશે જે કોઈને માટે શોભતું નહિ હોય.

આપનો વિશ્વાસુ (અનંત પટેલ)
ધારાસભ્યશ્રી ૧૭૭-વાંસદા મતદાન વિભાગ

ધારાસભ્ય અનંત પટેલે લખેલો પત્ર

અનંત પટેલ નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયામાં આ પત્ર વાયરલ થયા બાદ આદિવાસી સમાજના યુવાનોએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પત્ર અપલોડ કર્યો હતો. ધારાસભ્ય અનંત પટેલનું કહ્યું હતુ કે : જળ, જંગલ અને જમીન બચાવવા માટે વિરોધ ચાલુ રહેશે.

Anant Patel એ એક ઈન્ટરવ્યુંમાં એવું પણ જણાવ્યું હતુ કે, ચૂંટણી સમયે મારી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. મારા માથા પર હુમલો કરવામાં આવ્યો હતો.

અનંત પટેલ
સમાચાર : AAP નેતા ચૈતર વસાવા ગેરકાયદે ખેડાણની પ્રવૃત્તિ અટકાવવાનું કામ કરી રહેલા વન વિભાગના બિટગાર્ડને ઘરે બોલાવીને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં જ ધારાસભ્ય ગાયબ થઈ ગયા છે. પોલીસે હાલ તેમની પત્નીની અટકાયત કરી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાની શોધખોળ કરી રહી છે.

આદિવાસી વિરોધમાં કેજરીવાલનો ખૌફ, હતાશામાં ચૈતર વસાવા વિરુદ્ધ ખોટી ફરીયાદ દાખલ કરાવાઈ

આદિવાસી એકતા પરિષદ 2023 નો આજથી શુભારંભ

ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના નેતા અનંત પટેલના સમર્થન મામલે આદિવાસી સમાજના હોદ્દેદારોએ પણ અનંત પટેલનું સમર્થન કર્યા હોવાના અહેવાલ છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ-આપના નેતાઓ સમર્થનમાં જોવા મળી રહ્યા છે. આગામી લોકસભા 2024 ની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ ગઠબંધન સાથે ચૂંટણી લડશે કે કેમ એ આવનારા સમયમાં જાણ થશે.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો