2024 ના વર્ષના પ્રથમ દિવસે ગુજરાતે સર્જ્યો સામૂહિક સૂર્ય નમસ્કાર નો વિશ્વ વિક્રમ

Facebook
Twitter
Telegram
WhatsApp

ગુજરાતમાં એક સાથે 108 સ્થળોએ કુલ 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર દ્વારા 2024ના વર્ષનો ભારતનો પ્રથમ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવવાની જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમત ગમત રાજયમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લાના પ્રાચીન સૂર્યમંદિર મોઢેરાના પરિસરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સામુહિક સૂર્ય નમસ્કારના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયુ.

સૂર્ય નમસ્કાર

રમત ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને નગર મહાનગર કક્ષાએ એક માસ સુધી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત યોજવામાં આવી. આ સ્પર્ધાઓના વિજેતા સાધકો દ્વારા મોઢેરા ખાતે સામૂહિક આયોજીત રાજ્યકક્ષાના સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરસ્કાર રાશિ અર્પણ કરીને સન્માન કર્યું.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકો-સૂર્ય નમસ્કાર કરનારા લોકોને પ્રેરણા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવગાન થયું છે. તેમણે યોગની પ્રાચીન પરંપરાને વિશ્વસમક્ષ ઉજાગર કરીને 21 મી જૂનને વિશ્વયોગ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી અને યોગ સાધનાથી વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે.

નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે

મુખ્યમંત્રીએ સૂર્યની ઉપાસના અને આરાધના કરવાનો અનેરો અવસર સૂર્યમંદિર ખાતેથી પ્રાપ્ત થયો છે તે નવા વર્ષમાં નવી ઉર્જા અને ઉષ્મા સાથે દરેકના જીવનમાં આનંદ અને ઉન્માદ લાવશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આજે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી છે બીમારીના ઇલાજ કરતાં બીમારી આવે જ નહિ તેવી આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ, સૂર્ય નમસ્કાર જેવી ક્રિયાઓને લોકોએ નિયમતપણે અપનાવી છે.

15 લાખથી વધુ નાગરિકો સૂર્ય નમસ્કાર અભિયાનમાં જોડાયા

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં સામૂહિક સૂર્યનમસ્કારની પ્રથમ ઘટના મોઢેરા સહિત રાજ્યના 108 સ્થળોએ નોંધાઇ છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા એક માસમાં 15 લાખથી વધુ નાગરિકો સૂર્યનમસ્કાર અભિયાનમાં જોડાયા છે જે સ્પર્ધા થકી આજે રાજ્ય કક્ષાના સન્માન સમારોહથી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છીએ.

2024 ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ 51 સ્થળોએ વિશ્વ વિક્રમ નોંધાયો

2024 ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યના વિવિધ 51 સ્થળોએ વિશ્વ વિક્રમ નોંધાયો છે. સમગ્ર દેશમાં 2024 ના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારની ગુજરાતની સિદ્ધીની ઐતિહાસિક નોંધ લેવાઇ છે. ભારતની સંસ્કૃતિ ઓળખ યોગ છે. આજે ગુજરાત યોગમાં રોલ મોડેલ બન્યું છે. તેમણે નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સૂર્નમસ્કારને અપનાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યકક્ષાની સ્પર્ધાના વિજેતા ત્રણ પુરૂષ અને ત્રણ સ્ત્રી સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પુરૂષ સ્પર્ધકોમાં પ્રથમ ક્રમે સાબરકાંઠાના કલ્પેશભાઇ સવજીભાઇ, બીજા ક્રમે ગીર સોમનાથના અનીલકુમાર બાંભણીયા અને ત્રીજા ક્રમે છોટાઉદેપુરના રાઠવા કરશનભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા.

રાજ્યકક્ષાની સ્પર્ધાના સ્ત્રી ઉમેદવારોમાં પ્રથમ ક્રમે બનાસકાંઠાના પટેલ યાના વિનોદકુમાર. બીજા ક્રમે રાજકોટના વખારીયા દષ્ટી ચેતનકુમાર અને ત્રીજા ક્રમે મહેસાણાના પટેલ પૂજા ઘનશ્યામભાઇને સન્માનીત કરવામાં આવ્યા હતા. રાજ્યક્ષાના વિજેતાઓને અનુંક્રમે 2.50 લાખ, 1.75 લાખ અને 1 લાખનુ્ં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વર્ષ 2018, 2019 અને 2021 એમ સતત 3 વર્ષથી સ્ટાર્ટઅપ રેન્કિંગ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું ગુજરાત

2જી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇના બજેટમાં વિક્રમી 50 હજાર કરોડનો વધારો થવાની ધારણા

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો