કરવા ચોથ 2023 : કરવા ચોથ વ્રત કથા સાથે જાણો કરવા ચોથ વ્રત વિધિ

Facebook
Twitter
Telegram
WhatsApp

કરવા ચોથ 2023 : આસો મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થી 31 ઓક્ટોબર ના રોજ 9:30 કલાકે શરૂ થશે અને આ તિથી 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9:15 કલાકે સમાપ્ત થશે આપણા ધર્મમાં ઉદયા તિથિ પ્રમાણે તિથિઓ માન્ય ગણવામાં આવે છે જે પ્રમાણે આ કરવા ચૌથ 1 લિ નવેમ્બરના 2023 ના રોજ બુધવારે આ વ્રત ઉજવવામાં આવશે.

કરવા ચૌથ એ હિંદુ ધર્મનો પ્રમુખ તહેવાર છે. મુખ્યત્વે ભારતના જમ્મુ , હિમાચલ, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ તહેવાર વધુ ઉજવામાં આવે છે. જોકે હવે ગુજરાતમાં પણ આ તહેવારની મહત્તા વધી છે. આ તહેવાર કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીએ મનાવામાં આવે છે. આ વ્રત મુખ્યત્વે પરણીત મહિલાઓ કરે છે. જોકે હવે આજના યુગમાં સારો જીવનસાથી મેળવવા માટે પણ કુંવારી યુવતીઓ પણ વ્રત કરતી હોય છે. આ વ્રત સવારે સૂર્યોદય પહેલાં શરૂ થાય છે અને રાત્રે ચંદ્રમા જોઈને તેની પૂજા કરી પાણી પીને પુરુ કરવામાં આવે છે.

કરવા ચોથ

આજે ગ્રામીણ સ્ત્રીઓથી લઇ શહેરી આધુનિક સ્ત્રીઓ સુધી બધીજ મહિલાઓ કરવા ચૌથનું વ્રત ખુબ ઉત્સાહ અને શ્રદ્ધા પૂર્વક કરે છે. પતિની દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે આ દિવસે ભાલચંદ્ર ગણેશજીની પૂજા કરવી જોઈએ. કરવા ચૌથમાં પણ સંકટ ચૌથ ની જેમ ચદ્રમાને અર્ધ્ય આપ્યાં પછી જ ભોજન ગ્રહણનું વિધાન છે. વર્તમાન સમયમાં કેટલાક મહેલો પોતાના પરિવારમાં ચાલતી પ્રથાઓ પ્રમાણે કરે છે, જ્યારે મોટી ઉંમરની મહિલાઓ આજે પણ નિર્જલા ઉપવાસ કરી ચંદ્રની ચંદ્રોદય સુધી પ્રતિક્ષા કરે છે.

આ વ્રતની વિશેષતા એ છે કે કોઈ પણ જાતની વર્ણની મહિલા આ ઉપવાસ કરી શકે છે. પોતાની પતિની દીર્ઘાયુષ્ય અને સૌભાગ્યવતી માટે આનાથી સર્વોચ્ચ કોઇ વ્રત નથી મનાતું. સુહાગણ સ્ત્રીઓ પોતનાં પતિની લાંબી આયુષ્ય અને રક્ષા માટે પણ આ વ્રત કરતી હોય છે.

ભરતમાં આમ તો ચૌંથ માતાનાં ઘણાં મંદિર સ્થિત છે, પરંતુ સૌથી જૂનું અને પૌરાણિક મંદિર પ્રચલિત રાજસ્થાનનાં સવાઈ માધોપુરા જીલ્લાનું ચૌથનાં બરવાડા ગામમાં સ્થિત છે.

  • હાથોં મેં પૂજા કી થાલી આયી રાત સુહાગો વાલી.
  • મહિલાઓ સદાસુહાગન માટે અને અખંડ સૌભાગ્યવતી માટે આ વ્રત સર્વોચ્ચ.
  • હાથોં મેં પૂજા કી થાલી આયી રાત સુહાગો વાલી ઓ ચાંદ કો દેખું, હાથ મેં જોડું, કરવાં ચૌથ કા વ્રત મેં તોડું તેરે હાથ સે પીકર મેં પાની, દાસી સે બન જાઉં રાની આજકી રાત જો માંગે કોઇ વો પા જાયે રે…

કરવા ચોથ વ્રત વિધિ

સવારે વહેલા સ્નાન આદિ કરી આખો દિવસ આહાર વિના રહેવું અને પતિના આયુષ્ય માટે તથા નિરોગી જીવન માટે સંકલ્પ કરવો. આ દિવસે ભગવાન શિવ,પાર્વતી, ગણેશ, કાર્તિકેય અને ચંદ્રમાનું પૂજન કરવું. પૂજા માટે બાલુ અથવા સફેદ માટીથી ઉપરોક્ત સર્વ દેવોનું સ્થાપન કરવું.

કરવા ચોથ નૈવેધ

શુદ્ધ ઘીમાં લોટને શેકી તેમા ખાંડ મિશ્ર કરી લાડુ બનાવવો.

કરવાં બનાવવા

કાટી માટીમાં ખાંડની ચાસણી મિશ્ર કરી ભીની માટીથી બનાવવામાં આવતા કરવાં અથવા તાંબાના લોટાં .

કરવા ચોથ વ્રત પૂજા વિધિ

સફેદ માટીના વેદી પર શિવ,પાર્વતી, ગણેશ અને ચંદ્રમા ની સ્થાપના કરવી.

મૂર્તિ ન હોય તો આખી સોપારી પર નાડાછડી બાંધી શ્રદ્ધાથી સ્થાપના કરવું, ત્યારબાદ યથાશક્તિ દેવોની પૂજા કરવી.

કરવા ચોથ વ્રત વિધિ

કરવા ચોથ 2023 – કરવા ચોથ ક્યારે છે ?

31 ઓક્ટોબર ના રોજ 9:30 કલાકે શરૂ થશે અને આ તિથી 1 નવેમ્બર 2023 ના રોજ રાત્રે 9:15 કલાકે સમાપ્ત થશે

લેખક – વિશાલ નાઈ, અમીરગઢ

(સિનિયર રિપોર્ટર)

જાણો અખંડ સૌભાગ્યવતી વ્રત ‘કરવા ચોથ’ની પૂજ-વિધિ, મૂહુર્ત અને ચંદ્રોદયનો સમય

કરવા ચોથ 2022 : પતિના દીર્ઘાયુષ્ય માટે પતિવ્રતા પત્નીઓ સુખ અને સમૃદ્ધિ માટે વ્રત કરે છે

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના