કરવા ચોથ 2022 : પતિના દીર્ઘાયુષ્ય માટે પતિવ્રતા પત્નીઓ સુખ અને સમૃદ્ધિ માટે વ્રત કરે છે

Facebook
Twitter
Telegram
WhatsApp

આજે કરવા ચોથ વ્રત પતિના દીર્ઘાયુષ્ય માટે પતિવ્રતા પત્નીઓ સુખ અને સમૃદ્ધિ માટે વ્રત કરે છે

કરવા ચોથ 2022 : કરવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપીની ચોથના દિવસે કરવામાં આવે છે. સૌભાગ્યવતી મહિલાઓ કે પતિવ્રતા મહિલાઓ માટે ખૂબજ મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે આ દિવસે સોભગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તથા ઘરમાં સુખ સમૃદ્ધિ માટે વ્રત કરે છે

કરવા ચોથ

કરવા ચોથ ક્યારે છે અથવા કરવા ચોથ વ્રત વિશે

હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના રોજ કરવા ચોથનું આ વ્રત ઉજવવામાં આવે છે. આ વખતે કરવા ચોથ 13 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 01:59 વાગ્યે શરૂ થશે અને 14 ઓક્ટોબરે બપોરે 03:08 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ 13 ઓક્ટોબરે આવતી હોવાથી કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબરે જ રાખવું જોઈએ.

કરવા ચોથ પૂજા મુહૂર્ત – સાંજે 06.17 થી 07.31 સુધી

સમયગાળો – 01 કલાક 13 મિનિટ

કરવા ચોથ વ્રતનો સમય – સવારે 06.32 થી 08.48 સુધી

કરવા ચોથના રોજ ચંદ્રોદય – 08:48 PM

ચતુર્થી તિથિ શરૂ – 13 ઓક્ટોબર, 2022 સવારે 01:59 વાગ્યે

ચતુર્થી તારીખ સમાપ્તિ – 14 ઓક્ટોબર, 2022 સવારે 03:08 વાગ્યે

વાંચો : શુક્રનીતિ કહે છે, રાજા શૂરવીર, શસ્ત્રવિદ્યામાં નિપુણ અને બુદ્ધીમાન હોય છે

નીતિશાસ્‍ત્રનો એક ગ્રંથ. તેમાં રાજા, રાજપત્‍ની, રાજકુમારોનો મુખ્‍ય ધર્મ અને પ્રજાપાલન, સેનારચના તથા રાજપ્રબંધ ઉત્તમ રીતે વર્ણવેલ છે.

કરવા ચોથ વ્રત માં મહિલાઓને સવારથી રાત્રે ચાંદ ન ઊગે ત્યાં સુધી ભુખા પેટે અન્ન વગર રેહવાનું હોય છે ચાંદ દેખ્યા બાદ તેની વિધિવત પ્રમાણે તેની પૂજા કરી પતિના હાથથી પાણી પીને વ્રત ખોલતા હોય છે ત્યારે જોઈએ સંપૂર્ણ વિધિવ્રત.
 • દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો.
 • શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો
 • પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.
 • ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.
 • પાણીથી ભરેલો લોટો મુકો.
 • ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.
 • કરવા પર સ્વસ્તિક બનાવો.
 • ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો.
 • કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.
 • કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.
 • તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.
 • રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.
 • ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.

– વિશાલ નાઈ, અમીરગઢ

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે