શુક્રનીતિ કહે છે, રાજા શૂરવીર, શસ્ત્રવિદ્યામાં નિપુણ અને બુદ્ધીમાન હોય છે |sukraniti 200 slok|

Facebook
Twitter
Telegram
WhatsApp

યોગવિદ્યાનાં પ્રકાંડ આચાર્ય શુક્રાચાર્ય લિખિત શુક્રનીતિ એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. શુક્રાચાર્ય અસૂરોનાં ગુરુ હોવા છતાં તેમનાં દેવો પણ ભક્તો હતા. શુક્રાચાર્યમાં તપસ્યા, યોગસાધના, અધ્યાત્મજ્ઞાન તથા નીતિનું બળ હતુ. જો તમારે રાજ્યનીતિ શીખવી હોય તો તમારે શુક્રાચાર્ય લિખીત આ શુક્રનીતિ વાંચવી જોઇએ. શુક્રનીતિ વિશે આજે સૌ કોઇ અજાણ છે. શુક્રાચાર્યની શુક્રનીતિ વિશે મહાભારત તથા પુરાણોમાં રાજાએ રાજ્ય કેવી રીતે ચલાવવું તે જાણવા મળે છે. આજે શુક્રનીતિ ઉપલબ્ધ છે. શુક્રનીતિમાં પાંચ અધ્યાય અને 200 જેટલાં શ્લોક છે. શ્લોકમાં લોક વ્યવહારની વાતો તથા જ્ઞાન છે. મૂળમાં રાજાનું કર્તવ્ય, રાજધર્મ, દંડવિધાન, મંત્રી પરિષદ વગેરેની વાતો વિશેષ છે. રાજાની વાણી, વર્તન અને વિચારની સરવાણી એટલે શુક્રનીતિ. બ્રહ્માજીનાં પુત્રોમાં ભૃગુનું નામ પ્રથમ હતુ. ભૃગુનાં પુત્ર અસુરગુરુ મહર્ષિ શુક્રાચાર્ય. ઘણું બધુંનાં પ્રકલ્પરૃપે શુક્રનીતિ એ રાજા જેવા બનાવશે. જો તમારે રાજા બનવું હોય તો દર શુક્રવારે શુક્રનીતિ વાંચવા પધારો.

જે રાજા પોતાના દુર્ગુણોનો ત્યાગ કરીને બીજાનાં કઠોર વચનોને સહન કરતો હોય, નિત્ય દાન,માન અને સત્કાર કરી પોતાની પ્રજાને રંજન કરતો હોય, જીતેન્દ્રિય હોય, શૂરવીર હોય, શસ્ત્રવિદ્યામાં અને અસ્ત્રવિદ્યામાં કુશળ હોય, મંત્રના હથિયાર જેવાં કે નારાયણાસ્ત્ર વગેરેમાં કુશળ હોય, શત્રુઓનો નાશ કરવાને શક્તિમાન હોય, નીતિશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આચરણ કરતો હોય, બુદ્ધીમાન હોય, આત્મજ્ઞાનમાં તથા લૌકિક-વ્યવહાર જ્ઞાનમાં કુશળ હોય, નીચ લોકોનો સંગ કરતો ન હોય, દીર્ધદર્શી હોય, વૃદ્ધ પુરૃષના વિચાર પ્રમાણે વતર્તો હોય, સુનીતિમાન હોય અને ગુણોને પોતાની પાસે રાખતો હોય તેવા રાજાને દેવાંશી જાણવો. એટલે કે તેવા રાજામાં દેવનો અંશ છે, એમ સમજવું. (84,85,86)

શુક્રનીતિ
શુક્રનીતિ

ગુજરાતી લેક્સિકન મુજબ શુક્રનીતિ એટલે નીતિ શાસ્ત્રનો એક ગ્રંથ. આ ગ્રંથમાં રાજા, રાજપત્ની, રાજકુમારોનો મુખ્ય ધરમે અને સેનારચના તથા રાજપ્રબંધ ઉત્તમ રીતે વર્ણન કરેલ છે. આ ગ્રંથમાં રાજા, રાણી, રાજપત્નિ, રાજકુમારોનો મુખ્યધર્મ અને ધર્મ પાલન તથા રાજપ્રબંધ ઉત્તમ રીતે વર્ણવેલ છે.

દાનને કારણે જ પશુઓને પશુચારો મળે છે


શુક્રનીતિ મુજબ જા પોતાનામાં રહેલા દુર્ગુણોને દૂર કરતો હોય છે. રાજાની કોઇ નીંદા કરતુ હોય ત્યારે પણ રાજા એ નીંદાને પી જતો હોય છે. રાજા ઘણા કઠોર શબ્દોને સહન કરતો હોય છે. જેમ પરિવારમાં પિતાની સામે ઘણી વાર પુત્રો પોતાની જીભનો સંયમ ગુમાવી દેતા હોય છે એવે સમયે ઘરનો રાજા એટલે પિતા એ શબ્દોને શાંતિથી સાંભળી લેતો હોય છે. રાજાને પોતાનાં ગુણો પ્રત્યે હંમેશા માન હોય છે. રાજા નિયમિત દાન કરવામાં માને છે. દાન એ વસ્તુનો વ્યય થતો અટકાવે છે. દાનપ્રથાને કારણે જ આજે ઘણા ભંડારાઓમાં લોકો વિનામૂલ્યે ભોજન લેતા હોય છે. દાનને કારણે જ ભોજનશાળાઓ ચાલે છે. દાનને કારણે જ પશુઓને પશુચારો મળે છે.

પોતાનાથી નાના લોકોને પણ માનપૂર્વક બોલાવે છે


મહાન માણસો રાજા જેવા હોય છે કેમકે એ લોકો દાનધર્મમાં માનતા હોય છે. શુક્રનીતિમાં ગુરૂ શુક્રાચાર્ય સમજાવે છે કે, લોકોને માન આપવું એ રાજાનું કર્મ મનાય છે. આજે માન-મર્યાદા સમાજમાં રહ્યા નથી. ગમે તે વ્યક્તિ આજે ગમે તે બોલે છે. જાહેર સ્થળોમાં ઉભેલી સ્ત્રીની પણ શરમ ભર્યા વિના પુરૃષો અપશબ્દો બોલતા હોય છે. ઘરમાંથી મળેલા સંસ્કારોનું જ આ અર્થઘટન હોય છે. રાજા જેવો વ્યક્તિ પોતાની જીભ પર સંયમ રાખે છે. પોતાનાં વડિલો, ગુરૂજનો તેમજ પોતાનાથી નાના લોકોને પણ માનપૂર્વક બોલાવે છે. રાજા પોતાનાં ગુણોને કારણે જ પોતાની પ્રજા સાથે સન્માન પૂર્વક વર્તતો હોય છે. પોતાનાં ઘરે આવેલા મહેમાનને જેમ આપણે સત્કાર કરીએ છીએ એમ રાજા પણ પોતાની પ્રજાને સત્કારતો હોય છે.

ખરાબ માણસો અને દુરાચારોથી રાજા દુર રહેતો હોય છે


શુક્રનીતિ પ્રમાણે રાજા જીતેન્દ્રીય એટલે કે સર્વ જગ્યાએ જીતતો હોય છે. જેમ કુટુંબમાં આવેલી મુશીબતો કે પછી આવનારા સમયમાં આવનાર અતાર્કિંક નિર્ણયને ઘરની સ્ત્રીનાં ધ્યાન હોય છે. એમ રાજા પણ દરેક આવનારી પરીસ્થીતિ વિશે અજાણ હોતો નથી. એ બાદ એ પરિસ્થિતી સામે લડીને જીતે છે. રાજા કોઇથી ડરતો નથી કેમકે રાજા શૂરવીર હોય છે. રાજા શસ્ત્ર વિદ્યા અને અસ્ત્રવિદ્યામાં નિપૂણ હોય છે. સાથે રાજા નારાયણાસ્ત્રનો પણ જાણકાર હોવો જોઇએ. નારાયણસ્ર એટલે એવું શસ્ત્ર કે જે કદી પરાજીત થતું નથી. શુક્રનીતિ પ્રમાણે શત્રુઓનો નાશ કરવા માટે રાજા શક્તિમાન હોય છે. જે શક્તિને પ્રતાપે રાજાને હરાવવો મુશ્કેલ હોય છે. રાજા નીતિશાસ્ત્રનો જાણકાર હોય છે. નીતિશાસ્ત્રનો જાણકાર રાજા નીતિ પ્રમાણે વર્તતો હોય છે. રાજા બુદ્ધીમાન હોય છે. રાજાને અગાઉથી જાણ થઇ જતી હોય છે મારે હવે આગળ શું કરવાનું છે. જો કોઇ અન્ય રાજા પોતાનાં પર ચઢાઇ કરવાનો છે કે પછી કોઇ ભાઇબંધુ પોતાની સાથે ગેરવર્તન કરશે એ અગાઉથી સક્રિય હોય છે. ખરાબ માણસો અને દુરાચારોથી રાજા દુર રહેતો હોય છે. રાજાને જાણ હોય છે કે કોનો સંગ મને લાભદાયી છે.

દુર્ગુણોનો સંગ રાજાને અનીતિના માર્ગે દોરે છે

રાજા આત્મમંથન કરતો હોય છે. આ આત્મમંથનને કારણે રાજા પોતાને જાણી શકતો હોય છે, રાજાની કોઇ ભૂલ થઇ છે તો માંફી માંગવી કે પછી સામે વાળા વ્યક્તિએ અવ્યવહાર કર્યો છે તો સજા કરવી એ ધ્યાનમાં રાખતો હોય છે. રાજા પોતે વ્યવહારજ્ઞાનમાં પણ કુશળ હોય છે. રાજા કદી પણ દુર્ગુણોનો સંગ કરતો નથી. કેમકે દુર્ગુણોનો સંગ રાજાને અનીતિના માર્ગે દોરે છે એ રાજાને જાણ હોય છે. રાજા હંમેશા પોતે સુરક્ષીત રહેતો હોય છે અને એમાં જ પ્રજા કલ્યાણ હોય છે. શુક્રનીતિનું વર્ણન કરતા ગુરૂ શુક્રાચાર્ય કહે છે, રાજા દેવાંશી એટલે કે દેવનો અંશ હોય છે. કેમકે રાજા પોતે પોતાનાં કાજે જીવતો નથી પરંતું રાજા પ્રજા માટે જીવતો હોય છે. કોઇ વ્યક્તિ સ્વયંને ભૂલીને લોકકલ્યાણ માટે જીવતો હોય તો એને રાજા માનવો જોઇએ. એક નીતિવાન રાજા જ પોતાની પ્રજાનું રક્ષણ સારી રીતે કરી શકે છે.

ગુરુ શુક્રાચાર્ય લિખિત શુક્રનીતિ લોકકલ્યાણ શીખવે છે. લોક કલ્યાણનો અર્થ એ જ કે લોકોનું કલ્યાણ. રાજા બનવા માંગતા વ્યક્તિએ સેવા ભાવના શીખવી જોઇએ. જો તમે પણ કોઇને રાજા બનાવવા માંગતા હોય તો શેર કરી દો આ લેખ.

વાંચોરાજાએ પોતાનું રાજ્ય શુક્રનીતિ પ્રમાણે ચલાવવું જોઇએ |Sukraniti by Sukracharya|

વાંચો – ગુરુ શુક્રાચાર્ય કહે છે, રાજાએ કદી પરસ્ત્રીને પ્રેમ કરવો જોઇએ નહીં |Sukraniti by Sukracharya|

વાંચો – રાજાએ પોતે રાજા છે એ પ્રમાણે વર્તવું જોઇએ |Sukraniti by Sukracharya|

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના