guru shukracharya કહે છે, રાજાએ કદી પરસ્ત્રીને પ્રેમ કરવો જોઇએ નહીં. | શુક્રાચાર્યની શુક્રનીતિ|sukraniti

Facebook
Twitter
Telegram
WhatsApp

શુક્રનીતિ|sukraniti|shukracharya | શુક્રાચાર્ય (shukracharya) દ્વારા લખવામાં આવેલ નીતિ એટલે શુક્રનીતિ (sukraniti). શુક્રનીતિ એ રાજાઓ માટેનું શાસ્ત્ર છે. રાજા કેવો હોવો જોઇએ. રાજાએ શું કરવું જોઇએ. રાજાએ શું ન કરવું જોઇએ. રાજા એ કોનો સંગ કરવો જોઇએ. રાજાએ કોનો સંગ ન કરવો જોઇએ. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જો આપે રાજા બનવું હોય તો આ શુક્રનીતિ વાંચવી જોઇએ.

તમે ટીવી સિરિયલમાં તો જોયું જ હશે કે ઘણી વાર રાજા ઇન્દ્ર પોતાની સભામાં દેવો સાથે બેઠા હોય અને ગુપ્તચર માહિતી લઇને આવે કે ઇન્દ્રદેવ.. ઇન્દ્રદેવ. અસૂરો આપણા પર આક્રમણ કરવાના છે. ત્યારે ત્યાં હાજર તમામ દેવો આ આક્રમણમાં બચવાની રણનીતિ બનાવતા લાગ્યા હતા. આ રણનીતિ વિચારતા સુધીમાં અસૂરો આક્રમણ કરીને ઇન્દ્રનગરી પોતાનાં કંટ્રોલમાં કરી લેતા હતા. એટલે કે એ અસૂરો એટલેકે દાનવોનો વિજય થયો. આ વિજય પાછળનું સત્ય જણાવવા જ અમે ઘણું બધુંનાં માધ્યમ થકી શરુ કરી છે. આ શુક્રનીતિની સિરીઝ. કેટલું દાનવો જીતી જતા હતા એટલા માટે કે તેમની સાથે હતા તેમનાં ગુરુ (shukracharya). આમ તો ગુરું દેવો પાસે પણ હતા જ પરંતું દાનવો પાસે હતા શુક્રાચાર્ય (shukracharya).

શુક્રનીતિ|sukraniti|shukracharya
શુક્રનીતિ|sukraniti|shukracharya

શુક્રાચાર્ય (shukracharya) એ એ જ ગુરુ કે જેઓ દર વખતે મૃત્યુ પામેલા દાનવોને જીવતા કરી દેતા હતા. હા, દેવો-દાનવોનાં યુદ્ધમાં મોટા ભાગે દાનવોનો પરાજય જ થયો હતો. દાનવો પરાજય થતા હતા પરંતું એમની હિંમત કદી પણ તુટતી નહોતી. આજે આપણે પરીક્ષામાં માર્ક ઓછા આવવાથી કે પછી કોપી કેસમાં પકડાવાથી આત્મહત્યા કરવા સુધી પહોંચી જતા હોઇએ છીએ. ઘણી વખત નોકરીમાં માનસિક રીતે અસ્વસ્થ મનને પણ મનાવતા નથી. ઘણી વખત આપણે આપણા સારા મિત્રો સાથે પણ મન સ્વસ્થ ન રહેતા અયોગ્ય રીતે વર્તન કરતા હોઇએ છીએ. આજે આ તમામ કુવિચારો દૂર કરવાની જરૂર છે. આ વિચારો સામે ટકવા આપણી બુદ્ધી સ્થિર હોવી જોઇએ. આ સ્થિર બુદ્ધી જેવું શાસ્ત્ર કે નીતિ એટલે શુક્રનીતિ.

નીતિ એટલે નિયમિત વર્તન, સદાચારણ, સત્ય સ્થિર રહેણીકરણી. પ્રત્યેક મનુષ્યની વહેવાર નીતિ ઉચ્ચ અને મર્યાદામાં હોય છે. દરેક માણસની મહત્તા તેના ઘરમાં, ગામમાં કે દેશમાં જુદી-જુદી હોય છે. વ્યક્તિ ઘરમાં રહેતો માણસ પોતાની જાતને રાજા માણતો હોય છે. આ રાજા માનવું મનાવવું એનાં વર્તન પર આધારિત હોય છે. ઘણી વાર આપણે સરકારી કામ માટે કચેરીમાં જઇએ ત્યારે અમુક પ્રકારની નીતિ અને વર્તન આપણા કામને અટકાવી દે છે. આવા કામ માટે વ્યવહાર કુશળતા જરૂરી છે.

જાણો રામાયણની ઉત્પતિ કેવી રીતે થઇ ? Link

પ્રજાની રક્ષા માટે પૃથ્વી લોક પર બ્રહ્માએ એક જીવની ઉત્પતિ કરી. આ જીવ એટલે રાજા

શુક્રચાર્ય(shukracharya) કહે છે,

જ્યારે સર્વ પૃથ્વી ઉપર એક પણ પ્રજાપાલક રાજા ન હતો ત્યારે પ્રજા માત્ર ભયથી ત્રાસ પામીને ચારે તરફ ભટકતી ફરતી હતી. પછી બ્રહ્માએ આ સર્વની રક્ષા કરવા માટે ઇંન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, અગ્નિ, વરૂણ, ચંદ્ર અને કુબેર આ આઠ દિગ્પાળોના તૈજસશરીરમાંથી તેજસ્વી પરમાણુઓ લઇને એકઠા કર્યા અને તેમાંથી રાજાને ઉત્પન્ન કર્યો.


અર્થાત, એક સમય એવો હતો કે પૃથ્વીનું નેતૃત્વ કરનારું કોઇ નહોતુ. પૃથ્વી પર સર્વે પ્રજા ભયનાં ઓથાર નીચે જીવતી હતી. આ ભય એટલે એ જ ભય કે અમીર લોકો ગરીબનું શોષણ કરે. ડરપોક ઉપર શક્તિશાળી લોકો હુકમ કરે. આ સમય એવો સમય હશે કે ચારેય બાજું દરેક માણસ ડરનો માર્યો સંતાઇ જતો હશે. મદદ માંગવા જતો હશે તો પણ મદદગારને કોઇ બંદી બનાવી લેતુ હશે. આ સમયે પ્રજાની રક્ષા માટે પૃથ્વી લોક પર બ્રહ્માએ એક જીવની ઉત્પતિ કરી. આ જીવ એટલે રાજા. એક રાજા જ પૃથ્વીનું રક્ષણ કરી શકે છે અને કોઇ મનુષ્ય અવતાર રૂપે રાજાનાં સ્વરૂપનું મહત્વ ઘણું વધી જાય છે. તેજસ્વી સ્વરૂપ સમાન રાજાને ઉત્પન્ન કરવામાં તેજસ રહેલું હતુ. આ રાજામાં પ્રજાકલ્યાણકનો રાજા.

shukracharya જણાવે છે શુક્રનીતિ (sukraniti) પ્રમાણે વર્તો

શુક્રનીતિ(sukraniti) વાંચતા મને જણાયું કે આપણે ત્યાં રાજા રજવાડાની વાતો ઘણી છે આપણે રાજાઓનાં પરાક્રમોની વાતો અને વાર્તાઓ પણ વાંચવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે રાજા રજવાડાનો ઇતિહાસ અમે આપને પહોંચાડી શકીએ. 123માં શ્લોકમાં ગુરુ શુક્રાચાર્ય (shukracharya) જણાવે છે,

વિજયાર્થી રાજાએ પ્રજાનું પાલન કરતી વખતે પ્રેમ(કામ) નો ઉપયોગ કરવો જોઇએ. શત્રુનો નાશ કરતી વખતે ક્રોધનો ઉપયોગ કરવો જોઇએ. સેનામાં વધારો કરતી વખતે લોભનો ઉપયોગ કરવો જોઇએ એટલે કે સેનામાં વધારો થાય તેવું ઇચ્છવું જોઇએ. રાજાએ ક્યારેય પરસ્ત્રીનો સંગ કરવામાં પ્રેમનો ઉપયોગ કરવો જોઇએ નહીં. પરધન એટલે કે બીજાઓનું ધન ચોરી કરવાનો લોભ રાખવો જોઇએ નહીં. રાજાએ પ્રજાની શિક્ષા કરવામાં કદી ક્રોધનો ઉપયોગ કરવો જોઇએ નહીં.


અર્થાાત રાજા અને પ્રજાએ શાંતિથી રહેલું જોઇએ. શુક્રાચાર્ય (shukracharya) ઘણા દેવો અને દાનવો વચ્ચે રહેતા ગુરુ હતા. જેમ દાનવો એમને ગુરુ ગણતા એમ દેવો પણ ગુરુ શુક્રાચાર્યને ગુરુતુલ્ય જ માનતા હતા. ઉપરનાં શ્લોક મુજબ રાજાએ પોતાનાં દુશ્મનોનો સામે ક્રોધપૂર્વક નાશ કરવો જોઇએ. જ્યારે પ્રજાને પ્રેમપૂર્વક રાખવી જોઇએ. જેમ આજે જુદા જુદા દેશની સહરહ ઉપર સૈનિકોની દેખરેખ વધારે હોય છે જે માટે જે-તે દેશ સેનામાં ભરતી કરતી હોય છે. રાજાએ પણ પોતાની સેનાનો વધારો થાય એવું ઇચ્છું જોઇએ. જો આજની વાત કરીએ તો આપણે જેમ બને એમ મેક્સિમમ આપણી આજું બાજું એવા મિત્રો બનાવવા જોઇએ કે જે આપણી સાથે સેનાની જેમ ઉભા રહ્યા હોય. જરૂરતને સમયે કામ આવી જાય એવા મિત્રો. દા.ત. કેયુરનું બાઇકમાં પ્રેટ્રોલ ખાલી થઇ જતા પ્રેટોલ પુરાવવા પૂછપરછ કરતો હતો કે નજીકમાં પેટ્રોલપંપ ક્યા? હવે આવે જ વખતે કેયુરને યાદ આવ્યું કે વિજય અહીં નજીકમાં જ રહે છે ને. લાવ જરા એને ફોન કરી દઉં. અને પેટ્રોલની સુવિધા માટે વિજય દસ મિનિટમાં કેયુર પાસે આવી જાય છે. મહત્વનું છે સંબંધ. દરેક દેશે પોતાના દેશની સેનામાં ભરતી કરવાનો લોભ રાખવો જોઇએ. જેથી દેશની સુરક્ષાનાં પ્રશ્નો સોલ્વ થાય.

શુક્રાચાર્ય (shukracharya) શુક્રનીતિ (sukraniti) માં કહે છે કે, રાજાએ પરસ્ત્રીનો સંગ કરવામાં કદી પ્રેમ ન કરવો જોઇએ. એટલે કોઇ વ્યક્તિ પોતાની પ્રેમિકાને પ્રેમ કરતો હોય અને અચાનક બીજું નવું અજાણ્યું પાત્ર પોતાનાં જીવનમાં આવે તો એ ટાળવું જોઇએ. આ કામને કારણે વિશ્વાસની મર્યાદા જતી રહેશે. શુક્રાચાર્ય રાજા બનવા માંગતા લોકોને જણાવે છે કે પરસ્ત્રીનો સંગ કરવો જોઇએ નહીં. ભૂલથી જો પરસ્ત્રીનો કોન્ટેક્ટ થાય તો પ્રેમમાં પડવું જોઇએ નહીં. આનું કારણ એ જ કે આ સમયનો વ્યય છે. પરસ્ત્રી કે જે તમારી નથી કે તમારી કદી થવાની નથી. ભૂતકાળમાં ઘણા રાજાઓ સાથે પરસ્ત્રીનાં સંબંધમાં પ્રેમને કારણે પોતાનું રાજપાઠ ખોઇ બેઠા છે. રાજાનું રાજપાઠ ખોવું એટલે રાજ્ય હારી જવું. જો રાજા હારી જશે તો પ્રજાનું શું થશે. રાજા અને પ્રજા જ રાજ્ય છે. માટે શુક્રાચાર્યની વાતો માનીને રાજા બનવા માંગતા વ્યક્તિ એ કદી પોતાનું કોઇ ન બનવાનું હોય તો એની પાછળ સમય બગાડવો જોઇએ નહીં.

અપડેટ શાસ્ત્ર - આજે ઘણા બોય એક ગર્લને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવામાં પોતાનો કિંમતી સમય બગાડે છે. ગર્લ પણ ઘણી વખત પોતાનાં સાચા જીવનસંગીની શોધમાં બીજે ખાંખાંખોળા કરે છે. આવા સમયે આ બંનેએ પોતાની ભીતર તપાસવું જોઇએ. ચારેય બાજું નિરખવાને બદલે નજીકમાં જોવું જોઇએ. લવ મેરેજ અને એરેન્જ મેરેજ જુદા છે. છતાંય જ્યાં સમજણ છે ત્યાં ડગ માંડવો જોઇએ. નહીં કે 10 વર્ષના લવશીપ બાદ જીવનનું બ્રેકઅપ થઇ જાય.

સંકલન – સત્યજીત ગુલાબવાલા

શુક્રનીતિ ભાગ 1 વાંચો Link

Do you know Sukracharya? read more Link

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના