આદિવાસી એકતા પરિષદ 2023 નો આજથી શુભારંભ | Adivasi Ekta Parishad 2023

આદિવાસી એકતા પરિષદ
Facebook
Twitter
Telegram
WhatsApp

આદિવાસી એકતા પરિષદ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી

30 એકરમાં ભવ્ય ડોમ તૈયાર કરાયો

રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દાદરાનગર અને હવેલી, ગુજરાતમાંથી એકતા પરિષદનાં કાર્યકરો હાજર

આદિવાસી એકતા પરિષદ
આદિવાસી એકતા પરિષદ

આદિવાસી એકતા પરિષદ (Adivasi Ekta Parishad 2023) નો આજ તારીખ 13 જાન્યુઆરીથી શુભારંભ થઇ ચૂક્યો છે. આદિવાસી એકતા પરિષદનું આ 30મું મહાસંમેલન છોટા ઉદેપુરનાં ક્વાંટ ના હમીરપુરા ખાતે 13થી15 જાન્યુઆરી સુધી યોજાવનારું છે. ચાલો જાણીએ શું છે આ સંમેલનમાં.

છોટાઉદેપુર જિલ્લાનાં ક્વાંટ તાલુકાના હમીરપુરા ખાતે 30 એકર જમીનમાં આદિવાસી એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી એકતા પરિષદના સાંસ્કૃતિક એકતા મહાસંમેલનની તૈયારીના ભાગરૂપે આદિવાસી સમાજનાં વિવિધ સંગઠનો, કાર્યકરો દ્વારા આ આયોજનને એક નવીન રુપ આપવામાં આવ્યું છે. સમાજનાં વિવિધ સંગઠનો અને કાર્યકરોનાં સમાજનાં કાર્યક્રમો અને એકતાને અખંડિત રાખવા માટે દાનનું સમન્વય સાધ્યું છે.

ડેડિયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાની ટ્વિટ – લખ્યું #आप_की_जय #जय_आदिवासी

આદિવાસી એકતા પરિષદ અગાઉની તૈયારી

Adivasi Ekta Parishad 2023


આદિવાસી એકતા પરિષદ (Adivasi Ekta Parishad 2023) ના આયોજન માટે 13 જાન્યુઆરી તારીખ નક્કી કરાઇ એ જ દરમિયાન આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલું થઇ ગઇ હતી. આજે આ તૈયારીને કારણે 13થી 15 જાન્યુઆરી સુધી આ સંમેલનનું આયોજન થનાર છે. હમીરપુરા ખાતે 30 એકર જમીનમાં ઊભા કરાયેલાં વિશાળ ડોમમાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન માટેની તૈયારીનાં ભાગરૂપે દરરોજ સ્થળ બેઠક યોજાતી હતી.

આ બેઠકમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દાદરાનગર અને હવેલી, સુરત સહિત છોટાઉદેપુર ઉપરાંત ગુજરાતમાંથી આદિવાસી એકતા પરિષદનાં કાર્યકરો હાજર રહીને પોતાનાં મંત્વ્યો અને સેવાદાન આપતા હતા.

Youtube video

આદિવાસી એકતા પરિષદ મહા સંમેલનમાં શું છે ?


આજે 13 જાન્યુઆરી થી 15મી જાન્યુઆરી સુધી યોજાઇ રહેલાં આદિવાસી એકતા પરિષદમાં દેશભરમાં વસતો આદિવાસી સમાજ સહિત તમામ રાજકીય, સામાજિક આગેવાનો પણ આ મહા મંચ પર એક સાથે જોવા મળશે. ત્રિદિવસીય યોજાવવા જઇ રહેલા સંમેલનમાં અંદાજિત બે લાખથી વધુના આગમનનાં પગલે હમીરપુરામાં આશરે 30 એકર જેટલી જમીનનો ઉપયોગ કરાયો છે.

આદિવાસી સમાજ યુથ દ્વારા જણાવાયું હતુ કે, આદિવાસી સમાજ પોતાનાં સમાજનું ઉત્થાન કરવા માટે હંમેશાથી અગ્રેસર રહ્યું છે.આદિસમાજમાં પ્રકૃતિ પુજા હોય,પોતાના હકની વાત હોય, સ્ત્રી સશક્તિકરણ હોય કે પછી યુવાનોની એકતાની વાત હોય ત્યારે હંમેશા એક જ હાકલથી ભળી જતો હોય છે. આજે આદિવાસી એકતા સંમેલન મારફતે માત્ર રાજકિય રીતે જ નહીં પરંતું સમાજ ઉત્થાનનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય તેવો આ પ્રયાસ છે. આ સંમેલનમાં વધુંમાં વધું યુવાનો જોડાવવાનાં છે.

People also ask
FAQ

  • आदिवासी एकता परिषद क्या है?

આદિવાસી એકતા પરિષદ એ આદિવાસી સમાજ દ્વારા યોજાતો કાર્યક્રમ છે. સમાજ ઉત્થાન માટે દરેક સમુદાય ભેગા મળે અને આવનારા સમયમાં કયા કામોની તૈયારી કરવી તે માટે આગોતરા આયોજન રુપે મળે છે. વર્ષ 2023માં 13થી 15 જાન્યુઆરી સુધી ગુજરાતનાં ક્વાંટ ખાતે આદિવાસી એકતા પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

  • आदिवासी परिषद की क्या भूमिका है?

આદિવાસી પરિષદની મહત્વની ભૂમિકા એ જ છે કે આદિવાસી સમાજનો વિકાસ થાય. સમાજને સંગઠિત કરવા દર વર્ષે વિવિધ સ્થળે આવા સંમેલનોનાં આયોજન કરવાથી એકતામાં વધારો થાય. નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે સામ્યતા જળવાય અને શહેરીકરણની દોટ પાછળ જવાથી બચે અને આદિવાસી સમાજની લોકસંસ્કૃતિ જળવાય એ જ આદિવાસી પરિષદની મુખ્ય ભૂમિકા રહેલી છે.

Read to This link : ડૉ બાબાસાહેબ આંબેડકર ના વિચારો

જો આ સમાચાર આપને પસંદ પડ્યા હોય તો વધુંમાં વધું શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના