ડૉ બાબાસાહેબ આંબેડકર ના વિચારો | 39 Motivational Ambedkar Quotes in Gujarati

Baba Saheb Ambedkar
Facebook
Twitter
Telegram
WhatsApp

ડૉ બાબાસાહેબ આંબેડકર ના વિચારો | બાબા સાહેબ આંબેડકર નું નામ કાને પડતા આજે સમાજનું પ્રતિબિંબ છતું થાય છે. બંધારણના નિર્માતા ડૉ બાબાસાહેબ આંબેડકર સમગ્ર ભારતના સમાજ સુધારક તરીકે ગણના થાય છે. 14 એપ્રિલના રોજ સમગ્ર ભારત મહાનુભાવ ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવે છે. 6 ડિસેમ્બરનાં રોજ તેઓનું અવસાન થયું હતુ. એક વિશાળ વર્ગનું નેતૃત્વ કરનાર ડૉ બાબાસાહેબ આંબેડકરના વિચારો સૌને પ્રભાવિત કરે છે. બાબાસાહેબ આંબેડકર ના વિચારો |39 Motivational Ambedkar Quotes in Gujarati|

ડૉ બાબાસાહેબ આંબેડકર નાં મનોબળશાળી વિચારો

ડૉ બાબાસાહેબ આંબેડકર ના વિચારો

ભારતીય સંવિધાનના રચયિતા, સમાજ સુધારક અને મહાન નેતા ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના નાનકડા ગામ મહુમાં થયો હતો. બાબાસાહેબના નામથી લોકપ્રિય ભીમરાવ આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ નાણા અને ન્યાય મંત્રી હતા. ભારતીય સંવિધાનના જનક ડૉ બાબાસાહેબ આંબેડકર પોતાનું સમગ્ર જીવન દેશ માટે અર્પણ કરી દિધું હતુ. સમાજમાં દલિત જાતિને સમાનતા અપાવવા માટે જીવનભર સંઘર્ષ કરતા રહ્યા હતા. આંબેડકરના વિચારોને કારણે લાખો એવા યુવાનોએ પોતાનું નેતૃત્વ શિખ્યું છે. આજે ડૉ બાબાસાહેબ આંબેડકરના વિચારો જે આપને જીંદગીના દરેક પડાવ પર પ્રેરણા આપશે.

મને એવો ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઇચારો શિખવે. – ડૉ બાબાસાહેબ આંબેડકર (B. R. Ambedkar)

હું એક સમુદાયની પ્રગતિને મહિલાઓએ મેળવેલી સફળતાને આધારે માપુ છું. -ડૉ બાબાસાહેબ આંબેડકર (B. R. Ambedkar)

એ લોકો ઇતિહાસ નથી બનાવી શકતા જે લોકો ઇતિહાસ ભૂલી જાય છે. ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

બાબાસાહેબ આંબેડકર ના વિચારો
બાબાસાહેબ આંબેડકર ના વિચારો

શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. – ડૉ બાબાસાહેબ આંબેડકર (B. R. Ambedkar)

ધર્મ માણસ માટે છે, નહીં કે માણસ ધર્મ માટે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

મનુષ્યનો જીવ નશ્વર છે, એવી રીતે વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર અને પ્રસારની જરૂરત પડે છે, જેવી રીતે એક છોડને પાણીની, નહીંતર બંને સુકાઇને મરી જાશે. – ડૉ બાબાસાહેબ આંબેડકર (B. R. Ambedkar)

એક મહાન માણસ એક પ્રતિષ્ઠિત માણસથી એટલો અલગ હોય છે જે સમાજનો નોકર બનવા પણ તૈયાર હોય છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

સમાનતાની કલ્પના થઇ શકે છે. પરંતુ કાયદાના સિદ્ધાંતની રીતે પણ સ્વિકાર કરવો જોઇએ. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

બુદ્ધીનો વિકાસ માનવના અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઇએ. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

રાજનીતિમાં ભાગ ન લેવો એ સૌથી મોટો ગુનો ત્યારે બને છે, જ્યારે અયોગ્ય વ્યક્તિ તમારા પર રાજ કરવા લાગે છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

ઝુંટવી લેવામાં આવેલો અધિકાર ભીખમાં નથી મળતો, અધિકારની કિંમત પાછી લીધી એવું હોય છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

હું ઘણી બધી મુશ્કેલીઓથી આ પ્રતિષ્ઠાને અહીં સુધી લાવ્યો છું. જો મારા લોકો, મારા સેનાપતિ આ પ્રતિષ્ઠા કે આબરુને આગળ ન લઇ જઇ શકે તો પાછળ તો ન જ જવા દેતા. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

મહાત્મા આવ્યા અને ચાલ્યા ગયા. પરંતું અશ્પૃશ્ય, અશ્પૃશ્ય બની રહ્યા છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

વર્ગ નાબૂદીવાળો સમાજ બનાવતા પહેલા જાતિઓની નાબૂદી કરવી પડશે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

પાણીનું ટીપું જ્યારે સાગરમાં મળે છે ત્યારે પોતાની ઓળખ ભૂલી જાય છે. જ્યારે સમાજમાં રહેલો વ્યક્તિ ક્યારેય પણ પોતાની ઓળખ નથી ભૂલતો. મનુષ્યનું જીવન સ્વતંત્ર છે. જે માત્ર સમાજના વિકાસ માટે નથી મળ્યું પરંતું પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે પણ મળ્યું છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

રાજનીતિક અત્યાચાર, સામાજિક અત્યાચારની તુલનામાં કશું જ નથી. સમાજને ખરાબ કરનારા સુધારક સરકારને નકાર ભણનારો રાજનેતાની સરખામણીમાં સૌથી સારો વ્યક્તિ છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

હું સમજું છું કે કોઇ સંવિધાન ભલે ગમે તેટલો સારો હોય, પરંતું એ ખરાબ પણ સાબિત થઇ શકે છે, એને ચલાવનારા લોકો ખરાબ હોય. એક સંવિધાન ગમે તેટલું ખરાબ હોય પરંતું સારું સાબિત થઇ શકે છે, જો એનું પાલન કરાવનારા સારા હોય. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

રાષ્ટ્રવાદ ત્યારે ઉંચા પદે હોઇ શકે છે, જ્યારે લોકોની વચ્ચે જાતિ, રંગ કે પ્રદેશનું અંતર ભુલાવીને સામાજિક ભાઇચારાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

મહાન પ્રયત્નોથી વધારે દુનિયામાં કંઇ અમુલ્ય નથી. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

એક સફળ ક્રાંતિ માટે જરૂરી નથી કે અસંતોષ હોય. જે આવશ્યક છે એ ન્યાય, આવશ્યકતા, રાજનીતિક અને સામાજિક અધિકારો માટે મહત્વના વિચારો પર વિશ્વાસ. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

જો તમે મનથી સ્વતંત્ર છો તો તમે સાચી રીતે સ્વતંત્ર છો. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

જેમને પોતાના દુખોથી મુક્તિ જોઇએ છે એ લોકોએ લડવું જોઇએ. લડતા પહેલા ભણવું જોઇએ. કેમકે જ્ઞાન વિના લડવા જશો તો તમારી હાર નિશ્ચિંત છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

જો આપણને આધુનિક વિકસિત ભારત જોઇએ છે તો દરેક ધર્મોએ એક હોવું જોઇએ. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

બંધારણ એ માત્ર વકીલોનું દસ્તાવેજ નથી, પરંતુ જીવન જીવવાનું માધ્યમ છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

જે નમી શકે છે તે નમાવી પણ શકે છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

સારું દેખાવવાને બદલે, સારા બનવા જીવવું જોઇએ. – ડૉ બાબાસાહેબ આંબેડકર (B. R. Ambedkar)

બાબાસાહેબ આંબેડકર ના વિચારો
Baba Saheb Ambedkar
ambedkar images
Baba Saheb Ambedkar
બાબાસાહેબ આંબેડકર ના વિચારો
Baba Saheb Ambedkar

39 Motivational Ambedkar Quotes in Gujarati

જે વ્યક્તિ પોતાનું મૃત્યુ યાદ રાખે છે એ વ્યક્તિ સારા કાર્યમાં લાગી જાય છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

અન્યાયથી લડતા તમારું મૃત્યુ થઇ જશે તો, તમારી આવનારી પેઢી એનો બદલો જરૂર લેશે. જો અન્યાય સહન કરતા તમારું મૃત્યુ થશે તો, તમારી આવનારી પેઢી ગુલામ બનીને રહેશે. – ડૉ બાબાસાહેબ આંબેડકર (B. R. Ambedkar)

આપણને જે સ્વતંત્રતા મળી છે એના માટે આપણે શું કરી રહ્યા છીએ? આ સ્વતંત્રતા આપણને આપણી સામાજિક વ્યવસ્થાને સુધારવા માટે મળી છે. અસમાનતા, ભેદભાવ અને અન્ય વસ્તુઓથી સામાજીક વ્યવસ્થા બંધાયેલી છે, જે આપણા મૌલિક અધિકારોની સાથે સંઘર્ષ કરે છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

મારા દ્વારા લખાયેલા બંધારણનો જો દુરુપયોગ થવા લાગશે, ત્યારે હું સૌથી પહેલા એને બાળી નાખીશ. – ડો. બી.આર.આંબેડકર (Baba Saheb Ambedkar)

સ્વતંત્રતાનો અર્થ સાહસ છે. આ સાહસ દ્વારા સંગઠન એકરૂપ થાય છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

શિક્ષણ મહિલાઓ માટે એટલું જ જરૂરી છે જેટલું પુરૂષો માટે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

જ્ઞાન દરેક વ્યક્તિઓનો આધાર છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

બાબાસાહેબ આંબેડકર ના વિચારો
Baba Saheb Ambedkar

આપણે જો આપણા પગ ઉપર ઉભા રહેવું હોય તો આપણા અધિકાર માટે લડવું પડશે. માટે પોતાની તાકાત અને બળને ઓળખો. શક્તિ અને પ્રતિષ્ટા સંઘર્ષથી મળે છે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

હું એવું કદી નહીં માનું કે ભગવાન બુદ્ધ વિષ્ણુના અવતાર હતા. હું આને ગાંડપણ અને જુઠો પ્રચાર-પ્રસાર માનું છું. –ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

મંદિર જનારા લોકોની સંખ્યા જે દિવસે પુસ્તકાલય તરફ વળશે, તે દિવસે મારા આ ભારત દેશને મહાશક્તિ બનવા કોઇ નહીં રોકી શકે. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

આ દુનિયામાં ગરીબ એ જ છે જે શિક્ષિત નથી. એટલા માટે અડધી રોટલી ખાઓ પરંતું પોતાના બાળકને જરુર ભણાવો. – ડો. બી.આર.આંબેડકર (B. R. Ambedkar)

જ્ઞાની લોકો પુસ્તકોની પૂજા કરે છે, જ્યારે અજ્ઞાની લોકો પત્થરોની પૂજા કરે છે. – B. R. Ambedkar

ડો.આંબેડકરે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. વાંચો બૌદ્ધ ધર્મ વિશે. Link

કોણ હતા ડૉ બાબાસાહેબ આંબેડકર? Link Baba Saheb Ambedkar

બાબા સાહેબ આંબેડકરનું સમગ્ર જીવન વંચિતો, દલિતો અને પીડિતોના વિકાસ માટે એમણે સંઘર્ષમાં રહ્યું હતુ. આજે સમગ્ર ભારત આ વિચારોને સંગ્રહિત કરી રહ્યું છે. ગુજરાતી સુવિચારો અને મહાનુભાવોના વિચારોનું સરવૈયું ઘણું બધું. 
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો