Who is Shiva ? | શિવ જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ શિવ છે ? જાણો શિવ વિશે ઘણું બધું

Facebook
Twitter
Telegram
WhatsApp

શિવ (shiva) સ્વરૂપ અને શિવ કોણ છે એ જાણવાની ઉત્સુક્તા ઘણાની હોય છે. પરમાત્માનાં ત્રણ સ્વરૂપો પૈકીનું ત્રીજું સ્વરૂપ એટલે શિવ (shiva). વેદોમાં પણ કહ્યું છે કે, જેનાથી પ્રાણી-ભૂતો ઉદ્ભવ પામે છે, જન્મ ધારણ કરીને જેના કારણે જીવિત રહે છે અને નષ્ટ થતાં જેમાં લીન થઇ જાય છે, તે જ જિજ્ઞાસા યોગ્ય છે. તે જ બ્રહ્મ છે અને એ પ્રમાણે શિવ (shiva) જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ શિવ છે. Shiva is one of the main deities of Hinduism. His name is also spelled Śiwa or Śiva.

પરમાત્મા એ જગતની સૃષ્ટિ(સર્જન), સ્થિતિ(સંવર્ધન) અને લય(સંહાર)નું કારણ છે. આ ત્રણ ક્રિયાને કારણે શાસ્ત્રોમાં ત્રણ સ્વરૂપો આલેખ્યા છે


(1) બ્રહ્મા
(2) વિષ્ણુ
(3) શિવ (મહેશ)

બ્રહ્માની ભાવના વેદનાં બ્રહ્મન્ માંથી ઉદ્ભવી છે. વિશ્વને વૃદ્ધિ પમાડનાર તત્ત્વના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા છે. આ બ્રહ્મા જેમાં બીજ સ્વરૂપે રહેલા છે તે બ્રહ્મનું અંડ બ્રહ્માંડ કહેવામાં આવે છે. આ બ્રહ્માંડને આદિ આકાર શાસ્ત્રમાં શિવલિંગ જેવો કલ્પેલો છે. એટલે કે બ્રહ્માંડનો આકાર શિવલિંગ જેવો છે. જે પરમાત્માના શબ્દમાંથી આખુ બ્રહ્માંડ સર્જન પામ્યું છે તે જ પરમાત્મા એમાં પોતાનું સ્વરુપ લઇ જઇને (વિશ્ —પેસવું ધાતુ ઉપરથી) એની સ્થિતિ (સર્વંધન – પાલન) કરે છે તે રૂ૫ ‘વિષ્ણુ’ કહેવાય છે.

who is shiva

પરમાત્માનું ત્રીજું સ્વરૂપ રુદ્ર’ એટલે કે ‘શિવ’ કહેવાય છે

પ્રાચીન પરંપરા પ્રમાણે પરમાત્માનું ત્રીજું સ્વરૂપ રુદ્ર’ એટલે કે ‘શિવ’ કહેવાય છે. તોફાની પવનમાં પ્રગટ થતી પરમાત્માની ઉગ્ર મૂર્તિને વેદમાં રુદ્ર’ નામ આપવામાં આવેલું હતું. એની અગ્નિ સાથે એકતા કરવામાં આવી હતી. અગ્નિ સર્વ વસ્તુને ભસ્મ કરી નાખે છે અને સંહારના દેવ છે તેથી રુદ્ર પણ પરમાત્માની સંહારની મૂતિ મનાય છે. અગ્નિની ઊભી જ્વાળા એ એની મૂર્તિ એટલે કે શિવલિંગ બને છે.

શિવનું એક નામ ‘નીલલોહિત’ એવું થયું છે

અગ્નિની વેદિ એટલે દિવેટ એ એની જળાધારી, અગ્નિમાં હોમાતી આજ્ય (ધૃત)ધારા એ શિવલિંગ ઉપર થતી જળની અભિષેકધારા, અગ્નિની ભસ્મ તે શિવ (shiva) ના ઉપાસકાએ ધારણ કરવાનું ચિહ્ન, અગ્નિની શિખાની આસપાસ વીંટાતા ધૂમ તે શિવની જટા, તથા અગ્નિ અને ધૂમ મળી તે નીલલેાહિત (શ્યામરક્ત) વર્ણ થાય છે તે ઉપરથી શિવનું એક નામ ‘નીલલોહિત’ એવું થયું છે.

અગ્નિ એ દરેક ઘરે વસવાટ કરતું પરમાત્માનું તેજ છે

અગ્નિ એ દરેક ઘરે વસવાટ કરતું પરમાત્માનું તેજ છે. ઘરનું કલ્યાણ અગ્નિ ઉપર આધાર રાખે છે. તેથી એ ‘શિવ’ કહેતાં મંગળ અને ‘શંકર’ કહેતાં સુખકર પણ કહેવાય છે. એ જ શિવ (shiva) તત્ત્વદૃષ્ટિએ, સાંખ્યનાં પ્રકૃતિ અને પુરુષ રૂપે બે તત્વો પૈકી પુરુષ તત્ત્વ છે અને એ તત્ત્વ અવિકારી હોવાથી બહુધા શિવના વિષ્ણુ જેવા અવતારો ગણાતા નથી.

જ્યાં જ્યાં શિવ (shiva) છે, ત્યાં ત્યાં શક્તિ છે

આમ સાંખ્યદર્શીનને પુરુષ એ શિવરૂપે અને પ્રકૃતિ એ શક્તિરૂપે છે. જ્યાં જ્યાં શિવ (shiva) છે, ત્યાં ત્યાં શક્તિ છે. તેથી જ એ શક્તિને શિવની અર્ધાંગના કહે છે. શિવશક્તિની એકરૂપતા સૂચવતાં લિંગપુરાણ કહે છે કે ‘લિંગ એ શિવનુ જ્યોતિસ્વરૂપ હોઈ, વેદી (યોનિ) ઉમા સ્વરૂપે વ્યક્ત થતાં લિંગ અને વેદીના સમાયોગથી અર્ધનારીશ્વર સ્વરૂપ ઉદ્ભવ્યું.’

અંગ્રેજીમાં આજે લોકો શિવને Shiva કહે છે. બોલચાલમાં શિવા. આમ તો ગુજરાતીમાં પૂછીએ કે who is shiva ? એટલે કે શિવ (shiva) કોણ છે ? તો આનો જવાબ શિવને વિવિધ વાર્તાઓથી જાણનારો વર્ગ તેમજ શૈવ ઉપાસક વિવિધ રીતે આપી શકશે અથવા મૌન રહીને શિવ (shiva) વિશેનો પોતાનો ખ્યાલ રજૂ કરશે.

who is shiva ?

આજે શિવ વિશેની સત્યતા દર્શાવવા અને ગુજરાતી ભાષા અને ગુજરાતનાં સ્થાપત્યોને અનુસરીને શિવ (shiva) વિશેની માહિતી એકઠી કરી છે. આપને શિવ (shiva) વિશે જાણવાની જીજ્ઞાસા હોય તો આપ ghanubadhu.com ની ચોક્કસ મુલાકાત લેશો.

કુંવારી કન્યાઓ માટે ગૌરી વ્રત અને મોટી ઉંમરની સ્ત્રી માટે જયા પાર્વતી વ્રત નો અનોખો મહિમા

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો