જાણવા જેવું | ભારતમાં પોપટ પક્ષી જોવા મળતા નથી

જાણવા જેવું એ આપણું જાણવું જરૂરી છે એ અભિગમ છે. વૈજ્ઞાનિકોના સંશોધનો અને પક્ષીવિદ્દોને કારણે કેટકેટલા પક્ષીઓ વિશે આપણે જાણી શક્યા છીએ. પક્ષીઓ પોતાના માળાને અવનવી રીતે બનાવે છે જેમકે દરજીડો. લાકડું ખોદતું અને લાંબી ચાંચવાળા પક્ષીનો ફોટો આપણને બતાવવામાં આવે ત્યારે આપણને ખબર જ હોય કે આ તો ભાઇ લક્કડખોદ પક્ષી છે. એ જ રીતે ચીં..ચીં કરતી ચકલી, કા..કા…કા કરતા કાગડો, ટેહુક ટેહુંક કરતો મોર, કુક કુક કુડકે કુક બોલતો કુકડો. જેવાં પક્ષીઓથી આપણે સૌ પરીચિત છીએ. પરીચિત નહીં હોવ તો પણ તમે ધીમે ધીમે પરીચિત થઇ જશો. આજે આપણે જાણવા જેવુંમાં એવા પક્ષીઓની જાણીતી છતાંય થોડી અજાણી વાતો દ્વારા જાણીશું કે પક્ષીઓ અવનવા છે.

મોટેભાગે ખેતરોમાં રહેતી ટીંટોડી એનાં અવાજમાં બોલે છે ત્યારે અંગ્રેજીમાં ‘ડી ડ યુ ડુ ઈટ’ જેવો અવાજ સંભળાય છે. did you do it શું તમે આ કર્યું. જેવો પ્રશ્નાર્થ થાય છે. આ અવાજ પાછળનું ગણિત કદાચ એ હોઇ શકે કે રાજા રજવાડાઓ જેમ શિકારી પ્રાણીઓનો શિકાર કરતા હતા. એમ ખેતરોમાં ઘણા લોકો ટીંટોડોનો શિકાર કરતા જોવા મળતા હોય છે. આમ તો ટીંટોડી વિશે ઘણું બધું છે એના વિશે રીસર્ચ કરીને આપને વધારે જણાવીશું. આપ પાસે ટીંટોડી વિશેની કોઇ વાત હોય તો અમને ચોક્કસ જણાવશો. આપ જો કોઇ વિષય ઉપર લેખ લખી શકતા હોય જે ગુજરાતી પ્રજાએ વાંચવા જેવો હોય તો અમને આપનો તલસ્પર્સી લેખ મોકલી આપશો અમને ગમશે. ચાલો જાણીએ પક્ષીઓનું અવનવું.

હનીબર્ડ નામનું પક્ષી મધ ખાય છે. હનીબર્ડ મધપૂડાને તોડી શક્તું નથી એટલા માટે તે બીજા મોટા પ્રાણીઓને અવાજ કરીને મધપૂડા તરફ બોલાવે છે. અને બુદ્ધીથી મધ મેળવે છે.

દરજીડો નામનું પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે. પાંદડાને જોડવા માટે તે પ્લાસ્ટીક કે દોરીનો ઉપયોગ કરતું નથી. પરંતું દરજીડો કરોળિયાના જાળાના તારનો ઉપયોગ કરીને બે પાંદડા સીવે છે.

આલ્બાટ્રોસ વિશ્વનું સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી માનવામાં આવે છે. તેની પાંખોનો ઘેરાવો વિશાળ હોવાને કારણે આલ્બાટ્રોસ આકાશમાં પાંખો હલાવ્યા વિના જ 10000 કિલોમીટર જેટલું અંતર કાપી શકવાની શક્તિ ધરાવે છે.

ગીતો ગાતા પક્ષીઓ ઘણા બધા છે. પરંતું ભારતના પક્ષીઓમાં હીલ મેના નામનું પક્ષી સૌથી વધુ ગીત ગાતું પક્ષી છે.

પક્ષીઓને પણ મગજ હોય છે. પોપટનું મગજ એના શરીરના કદના પ્રમાણ કરતા પણ સૌથી વજનદાર હોય છે. પક્ષીઓમાં આ માત્ર પોપટમાં જોવા મળે છે. આફ્રિકાનો ગ્રે પેરોટ સૌથી વધુ શબ્દ યાદ રાખી શકતું પોપટ છે.

આપને જાણીને નવાઇ લાગશે. ભારત દેશમાં પોપટ જોવા મળતાં નથી. પોપટ જેવા લીલા રંગના દેખાતા પક્ષીઓ સૂડો અને તૂઈ પક્ષી હોય છે. હોય છે. જેને પેરોટ તરીકે નહીં પરંતું પેરાકિટ તરીકે ઓળખવામાં આવે છે.

કવિ. દલપતરામની કવિતા ઉંટ સમા વાંકા અંગવાળા ભૂંડાની કવિતા આપ સૌએ વાંચી હશે. પક્ષીઓમાં પણ પ્રાણીઓના સ્વભાવની વાતો થાય છે. શાહમૃગ એકમાત્ર એવું પક્ષી છે કે જેના લક્ષણો ઊંટની જેવા જોવા મળે છે. ઉંટના અઢારે અંગ વાંકાની જેમ શાહમૃગ પણ વાંકું હશે?

1 Comment

Leave a Reply

Your email address will not be published.