Sukraniti એ શુક્રાચાર્ય દ્વારા કહેવાયેલ નીતિ છે. શુક્રાચાર્ય(Sukracharya) ના મતે દરેક રાજાએ નીતિમાન હોવું જોઇએ. નીતિમાન રાજા જ એની પ્રજાને સારી રીતે વર્તે છે. આવો રાજા પ્રજાને પ્રિય હોય છે. પોતાનાં પ્રદેશનો રાજા નીતિમાન હોય અને સદાચારી હોય એવો ભાવ દરેક પ્રજા રાખતી હોય છે. આવી પ્રજા માટે રાજાએ હંમેશા નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ. શુક્રાચાર્યની વિદ્યા (નીતિ) ને કારણે દેવો હંમેશા એમનાથી દૂર રહેતા હતા કેમકે શુક્રાચાર્ય દાનવોનાં ગુરૂ હતા. શુક્રાચાર્ય(Sukracharya) સાથેનું કમ્યુનિકેશન દેવો સારી રીતે કરતા હતા. દાનવોના પ્રિય શુક્રાચાર્ય(Sukracharya) પાસે સંજીવની વિદ્યા હોવાને કારણે દેવો અને દાનવો એમનો પડતો બોલ ઝીલી લેતા હતા. શુક્રાચાર્ય દ્વારા રાજા કેવો હોવો જોઇએ અને રાજાએ કેવા સમયે કેવો નિર્ણય લેવો જોઇએ, એ આપ સૌને ઉપયોગી થશે. Ghanubadhu નાં પ્રકલ્પબીજરૂપે શુક્રનીતિ (Sukraniti) ના અભ્યાસથી આપ આપના સ્નેહીજનો અને મિત્રોમાં પ્રિય કેમ થઇ શકશો એ આપને જાણવા મળશે. રાજાએ કેવા દુરાચારીઓથી દૂર રહેવું અને આવા લોકોને કઇ રીતે પોતાની પક્ષે રાખવા એ શુક્રાચાર્યએ શુક્રનીતિમાં સમજાવ્યું છે. આપે ઘણું બધું જાણવા ઘણું બધું વાંચવું જ પડશે..
શુક્રનીતિ(Sukraniti) - 371, 372 - કવિ લોકો રાજાની પાલખી કે હાથીની પીઠ ઉપર બેઠેલા શ્વાનને, રાજા સમાન શું ગણતા નથી? રાજાતુલ્ય ગણે છે. તેમ યોગ્ય પાસવાનો વિનાના રાજાને પણ શું શ્વાન સમાન ગણતા નથી? ગણે છે. માટે રાજાએ પોતાના જેવા ગુણવાન પોતાના બાંધવો, મિત્રો અને પ્રકૃતિમંડળોની સાથે સંબંધ રાખવો, પરંતુ કોઇ દિવસ નીચ પુરુષોની સાથે સંબંધ રાખવો નહીં.
શુક્રાચાર્ય(Sukracharya) કહે છે કે,
પહેલાના સમયમાં બીજા દેશનાં કવિઓની સેવા-ચાકરી કરતા રાજાએ રોકેલા કવિઓ રાજાનાં ગુણગાન ગાવા માટે રાખ્યા હોય છે. આ ગુણગાનને કારણે રાજાને પોતાનાં સાહસ, બુદ્ધી અને પરાક્રમની જાણ થાય છે. કવિઓ રાજાનાં ગુણગાન ગાતા થાકતા હોતા નથી. રાજાનાં ગુણગાન ગાવામાં જ કવિનું હિત હોય છે અને રાજા જ કવિને ભેટ-સોગાદો આપીને ખુશ કરી દેતા હોય છે. પહેલાનાં સમયમાં કોઇ કવિ બીજા દેશમાં જાય તો એને આદર, સત્કાર આપવામાં આવતો હતો. આ આદર સત્કાર એટલે એવો આદર સત્કાર કે રાજમહેલનાં મહેમાન ગણાય. રાજા પરદેશથી આવેલા કવિને ખુશ રાખવા પોતાનાથી થાય એટલી સેવા-ચાકરી કરતા. આ સેવા ચાકરી પાછળ રાજા પોતાનું હિત જોતો હતો. આ હિતનું કારણ એ જ કે પરદેશથી આવેલો કવિ પોતાનાં રાજ્યની માન, મર્યાદા અને પરાક્રમની વાતો અન્ય નગરે પહોંચાડી રાજ્યનાં ગુણગાન ગાય.
રાજમહેલનાં કવિઓ રાજા માટે મહાકાવ્યો લખતા
પોતાનાં રાજ્યનાં ગુણગાન અને પોતાના રાજાનાં પરાક્રમની વાતો રાજ્યભરમાં પહોંચે તે માટે રાજા કવિઓ રોકતા હતા. કવિઓને સારા આભૂષણો, વસ્ત્રો અને ભેટ-સોગાદો આપીને ખુશ કરતા હતા. કવિઓ પણ આને બદલે રાજાનાં ગુણગાન માટે નિત્ય કવિતાપાઠ કરતા. પોતાનાં રાજ્યનાં પ્રશ્નોનું નિરાકરણ કરતા રાજાનાં પરાક્રમોની વાતો પણ કરતા. એક રાજાને શું ગમે છે એનું ધ્યાન પણ કવિઓ રાખતા હતા. રાજા સિહાસન પર બેઠો હોય અને કવિઓ રાજાનાં મૂડને ફ્રેસ કરવા માટે સાયકોલોજીસ્ટ બની જતા હતા. રાજાનાં મનને સમજીને જ રાણી પણ કવિઓ પાસે રાજાની સ્તુતી કરવાનું કહેતા. રાજમહેલનાં કવિઓ રાજા માટે મહાકાવ્યો લખતા હતા. આ મહાકાવ્યોમાં રાજાની દિનચર્યાથી લઇને નગરચર્યા અને સાહસકથાઓનું વર્ણન કરેલું હોતુ હતુ. કોઇ કવિ રાજાને નીચું જોવું પડે કે પછી રાજા દુ:ખી થાય એવું સાહિત્યસર્જન કરતા નહોતા.
રાજાએ રોકેલો, રાજમહેલનો કવિ કોની સ્તુતી કરે છે ?
શુક્રનીતિ(Sukraniti) માં આ વખતે શુક્રાચાર્ય(Sukracharya) કહે છે કે, રાજાની પાલખી પર બેઠેલા શ્વાનને (કૂતરાને) પણ કવિ પોતાની કવિતાઓમાં સ્થાન આપતો હોય છે. કવિનું કામ 100% કવિતા કરવાનું છે. રાજાની કવિતા કરવાનું છે. રાજાના મહેમાનો, રાજમહેલના મોટા હોદ્દેદારો, રાજમહેલનાં મહાપુરુષો વગેરેની સ્તુતી માટે જ કવિ રાજમહેલમાં માન-પાન મેળવતો હોય છે. પણ અહીં રાજાની વાત છે. કવિનો રાજધર્મ છે કે રાજા અને રાજાની આસપાસ રહેતા દરેક લોકોનાં ગુણગાન ગાય. ગુરુ શુક્રાચાર્ય (Sukracharya) કહે છે કે, રાજાએ ધ્યાન રાખવું જોઇએ કે રાજાએ રોકેલો, રાજમહેલનો કવિ કોની સ્તુતી કરે છે ? કોની પ્રસંશા કરે છે? શું આ કવિ કોઇ નીચ માણસની તો સ્તુતી કરતો નથી!
શુક્રનીતિ (Sukraniti) - 373 - મિથ્યા સદાચારણ પાળનારાને નીચ મનુષ્ય સમજવો અને સત્ય સદાચારીને સજ્જન સમજવો, કારણકે નીચ મનુષ્યો સત્પુરુષના કરતા પણ અત્યંત કોમળતા દર્શાવે છે.
શુક્રનીતિ (Sukraniti) માં શુક્રાચાર્ય(Sukracharya) કહે છે, જે વ્યક્તિ હંમેશા મિથ્યાભિમાની હોય જે સદાચારણનું પાલન ન કરતો હોય એવો માણસ નીચ ગણવો. નીચ માણસ એટલે એવો માણસ કે જે એનાં મન,વચન અને કર્મથી ન બંધાયેલો હોય. જે વ્યક્તિ રાજમહેલમાં રહેતો હોય, રાજાની જ ભેટ-સોગાદો મેળવતો હોય અને રાજા દ્વારા જ સુરક્ષા મેળવતો હોય છતાંય રાજાનું અહિત ઇચ્છતો હોય એ વ્યક્તિને નીચ ગણવો. પોતાનાં પરીવારનું જ અહિત ઇચ્છનાર વ્યક્તિને રાજાએ ઓળખવા જોઇએ. રાજાએ જાણવું જોઇએ કે જીભમાં ગણપણ રાખનારા ઘણા લોકો નીચ હોય છે. બીજી તરફ સજ્જન વ્યક્તિ સદાચારી હોય છે. દરેક વ્યક્તિનું હિત ઇચ્છતો હોય છે. એની જીભ પણ સંયમી હોય છે. રાજાની ભૂલો પણ રાજાને બતાવે છે કે ભલે એ ભૂલને કારણે રાજા એને રાજમહેલની બહાર નિકાળી દે. રાજાએ કોણ સદાચારી (સારા આચરણ વાળો) છે? અને કોણ દુરાચારી (ખરાબ આચરણ વાળો)? એ જાણવું જોઇએ. માટે જ શુક્રાચાર્ય (Sukracharya) શુક્રનીતિમાં કહે છે કે, મનુષ્યો સત્પુરુષના કરતા પણ વધારે કોમળતા (જીભ-વર્તનમાં ગળપણ) રાખતા હોય છે. આવા નીચ મનુષ્યોને રાજાએ ઓળખવા જોઇએ.
રાજાએ સારા મિત્રો બનાવવા જોઇએ
શુક્રાચાર્ય(Sukracharya) લિખિત શુક્રનીતિ(Sukraniti)નાં 371 અને 372 શ્લોકમાં કહ્યું છે કે, રાજાનાં ગુણગાન કવિઓ ગાતા હોય છે. કવિઓ રાજાની સાથે ફરતા એમનાં સ્નેહીજનો, મિત્રો અને મહેમાનોનાં પણ ગુણગાન ગાતા હોય છે. એક રાજાને પોતાની પ્રશંસા કરાવવી ખૂબ ગમતી હોય છે. રાજાની આસપાસ એનાં મિત્રો પણ એની પ્રસંશા કરે એવું જ ઇચ્છતો હોય છે. પરંતું અહીં કવિને જાણ હોતી નથી કે એ કોની પ્રશંસા કરી રહ્યો છે. રાજાની અંબાડી પર બેઠેલા કુતરા વિશે પણ કવિ કવિતા બોલીને રાજાને ખુશ રાખતો હોય છે. રાજા જ્યારે નગરચર્યા માટે નિકળે ત્યારે એ કૂતરાને પણ સાથે લઇને નિકળતો હોય અને રાજ્યભરમાં એ કૂતરાનો આતંક હોય તો!
અહીં શુક્રાચાર્ય(Sukracharya)ની નીતિમાં કવિ વિશે વાત નથી પરંતું રાજા વિશેની વાત છે. રાજાએ એની સાથે સારા મિત્રો રાખવા જોઇએ જેથી રાજ્યભરમાં એનાં સારા મિત્રોની પણ વાત થાય. જો રાજાની સાથે ખરાબ મિત્રો ભળી જશે તો કવિ દ્વારા પહોંચેલો શબ્દ સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. એક કવિનો શબ્દ રાજાને પાયમાલ પણ કરી દે છે. જો કવિ રાજાની સાથે ફરનાર દુશ્મનની પ્રસંશા કરીને રાજ્યનો વિશ્વાસુ બની જશે તો રાજાનું પતન નિશ્ચિત સમજવું.
એક રાજાએ એની આસપાસ રહેનારા સારા માણસો રાખવા જોઇએ. મૂળે વ્યક્તિએ સમાજમાં સારી નામના કેળવવી હોય તો સારા લોકોનો સંગ કરવો જોઇએ. કોઇ વ્યક્તિ વધારે ફેમસ થવા કોઇ સેલિબ્રેટી ગણાતા ખરાબ વ્યક્તિને મિત્ર બનાવે અને સોશિયલ મીડિયામાં ક્રેઝ ઉભો કરે કે મેં નામના મેળવી છે તો એ ખોટી જગ્યાએ નામના મેળવી કહેવાય. વ્યક્તિની મહત્તા ત્યારે જ જણાય છે જે લોકબોલીએ હોય. લોકબોલીમાં હંમેશા સારી વાતો હોવી જોઇએ. તમે કોઇનું ખોટું કરશો તો તમારું ખોટું થવાનું. તમે જો તમારી આસપાસ અજગર પાળશો તો સિંહ જેવા તમારા શુભ ચિંતકો તમારાથી દૂર રહેશે. તમારે ધ્યાન રાખવું જોઇએ કે તમારે કેવા મિત્રો જોઇએ છે. શું તમારે એવા મિત્રો બનાવવા છે કે તમારી પીઠ પાછળ તમને છરો ઉગામે. કે પછી તમારે એવા મિત્રો જોઇએ છે જે તમને આગાહ કરે કે, દોસ્ત પેલો વ્યક્તિ તારા માટે સારો નથી, સાચવજે હોં. અને આવા સારા મિત્રો તમને ગંધ પણ નથી આવવા દેતા કે તમારી નામના ડૂબતી હતી અને આ મિત્ર ત્યાં હાજર હતો તો આબરું બચી ગઇ. માટે જ,
મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં ભલે પાછળ રહે, પણ દુ:ખમાં આગળ હોય.
યોગવિદ્યાનાં પ્રકાંડ આચાર્ય શુક્રાચાર્ય(Sukracharya)ની શુક્રનીતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. શુક્રાચાર્ય (Sukracharya) અસૂરોનાં ગુરુ હોવા છતાં તેમનાં દેવો પણ ભક્તો હતા. શુક્રાચાર્ય (Sukracharya) માં તપસ્યા, યોગસાધના, અધ્યાત્મજ્ઞાન તથા નીતિનું બળ હતુ. જો તમારે રાજ્યનીતિ શીખવી હોય તો તમારે શુક્રાચાર્ય લિખીત આ શુક્રનીતિ(Sukraniti) વાંચવી જોઇએ. શુક્રનીતિ વિશે આજે સૌ કોઇ અજાણ છે. શુક્રાચાર્યની શુક્રનીતિ વિશે મહાભારત તથા પુરાણોમાં રાજાએ રાજ્ય કેવી રીતે ચલાવવું તે જાણવા મળે છે. આજે શુક્રનીતિ ઉપલબ્ધ છે. શુક્રનીતિ(Sukraniti)માં પાંચ અધ્યાય અને 200 જેટલાં શ્લોક છે. શ્લોકમાં લોક વ્યવહારની વાતો તથા જ્ઞાન છે. મૂળમાં રાજાનું કર્તવ્ય, રાજધર્મ, દંડવિધાન, મંત્રી પરિષદ વગેરેની વાતો વિશેષ છે. રાજાની વાણી, વર્તન અને વિચારની સરવાણી એટલે શુક્રનીતિ(Sukraniti). બ્રહ્માજીનાં પુત્રોમાં ભૃગુનું નામ પ્રથમ હતુ. ભૃગુનાં પુત્ર અસુરગુરુ મહર્ષિ શુક્રાચાર્ય(Sukracharya). ઘણું બધુંનાં પ્રકલ્પરૃપે શુક્રનીતિ(Sukraniti) એ રાજા જેવા બનાવશે. જો તમારે રાજા બનવું હોય તો દર શુક્રવારે શુક્રનીતિ વાંચવા પધારો.
વાંચો – રાજાએ પોતાનું રાજ્ય શુક્રનીતિ પ્રમાણે ચલાવવું જોઇએ |Sukraniti by Sukracharya|
વાંચો – ગુરુ શુક્રાચાર્ય કહે છે, રાજાએ કદી પરસ્ત્રીને પ્રેમ કરવો જોઇએ નહીં |Sukraniti by Sukracharya|
વાંચો – રાજાએ પોતે રાજા છે એ પ્રમાણે વર્તવું જોઇએ |Sukraniti by Sukracharya|