Aam Aadmi Party Gujarat : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા પહેલાં ગુજરાતની રાજનીતિની હવા બદલાઇ ગઇ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે તો ગયા અઠવાડિયે અરવિંદ કેજરીવાલ ગુજરાત હતા. ગઇ કાલે એક આમ આદમી પાર્ટી ગુજરાતનાં નેતા દક્ષિણ છારાએ ભાજપ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.
Aam Aadmi Party Gujarat નાં NTDNT વિંગના પ્રદેશ અધ્યક્ષ દક્ષિણ છારાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, મને કહેતા બહુ આનંદ થાય છે કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીએ આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે એક અલગ વિંગ બનાવી છે અને એમના પ્રશ્નોને સન્માન આપ્યું છે અને એમના પ્રશ્નોનો હલ આવે તે માટે પ્રયત્ન કર્યો છે તે માટે હું ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને ગુજરાતના પ્રભારી સંદીપ પાઠકજી નો આભાર માનું છું.
જ્યારથી મને NTDNT વિંગનો પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો છે. ત્યારથી અમે સમગ્ર ગુજરાતમાં NTDNT વિંગના ઘણા બધા હોદ્દેદારો જાહેર કર્યા છે અને બધાને એક સાથે લાવ્યા છીએ. જ્યારે બધા એક સાથે આવે ત્યારે સામાન્ય વાત છે કે ભાજપને ન ગમે કેમ કે ભાજપ એ વિચરતી અને વિમુક્ત જનજાતિઓને ક્યારેય કશું આપ્યું નથી.
- અરવિંદ કેજરીવાલનું વિધાનસભા ચૂંટણી કેલેન્ડર
- Raghav Chadha એ ગુજરાત મુલાકાતમાં કહ્યું, ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે.
- ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે કોનું સંગઠન મજબૂત?
ગુજરાતમાં આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની કુલ જનસંખ્યા સવા કરોડની આસપાસ : Aam Aadmi Party Gujarat નાં દક્ષિણ છારા
ગુજરાતમાં આ વિચરતી અને વિમુક્ત જનજાતિઓની કુલ જનસંખ્યા સવા કરોડની આસપાસ થાય છે અને આ સવા કરોડમાં ડફેર જાતિ પણ છે. આ ડફેર જાતિ માટે અત્યારે કેટલાક દિવસો પહેલા જ આપણા ટુરિઝમ અને એવીએશન મિનિસ્ટર અરવિંદ રૈયાણીએ બહુ જ અપશબ્દ રીતે આ જાતિનું નામ ઉચ્ચાર્યું હતું. તેમણે અરવિંદ કેજરીવાલજી માટે એવા શબ્દો વાપર્યા કે ‘બહારગામ થી ડફેરો આવે છે, અને અહીંયા આવીને રેવડી વહેચવાની વાતો કરે છે.’
આમ એમણે એક પ્રજાતિને અપશબ્દ રીતે ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ 40 વિચરતી અને વિમુક્ત જનજાતિ ના લોકો એમ અમે સવા કરોડ લોકો ભેગા થઈને અરવિંદ રૈયાણી પાસે માંગ કરીએ છીએ કે તેમણે અમારી માફી માંગવી પડશે કેમ કે તમે કોઈ પણ જાતિનું નામ આવી રીતે ઉચ્ચારી ન શકો.
મોદીજીએ દાહોદમાં કહેલું, આદિવાસીઓ તો મોજમાં રહે છે
ગઈકાલે પણ રૂપાલા સાહેબે આદિવાસી સમાજ માટે અપશબ્દો વાપર્યા હતા. તેમણે કહ્યું હતું કે પોટલીયો વગર આદિવાસી સમાજને ન ચાલે. આ પહેલા પણ જ્યારે મોદીજી દાહોદમાં આવ્યા હતા ત્યારે પણ એમને કહેલું કે આદિવાસીઓ તો મોજમાં રહે છે. જેમ ભાજપવાળા આવા અપશબ્દો આદિવાસી સમાજ અને 40 વિચરતી અને વિમુક્ત જનજાતિઓ માટે વાપરે છે તેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ.
અમે તમને ખાતરી આપીએ છીએ કે જેમ પહેલી વખત 40 વિચરતી અને વિમુક્ત જનજાતિના લોકો એક સાથે આવી રહ્યા છે ત્યારે આવનારી ચૂંટણીમાં અમે અમારા વોટનો પાવર અવશ્ય બતાવીશું, ત્યારે તમને ખબર પડશે કે અમારી જાતિ માટે તમે કેવા અપશબ્દોનો ઉપયોગ કરતા હતા. આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફેરેન્સમાં આમ આદમી પાર્ટી NTDNT વિંગના પ્રદેશ અધ્યક્ષ દક્ષિણ છારા સહિત આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.