Arvind Kejriwal એ અમદાવાદ માં સરકારી ભરતીનું સંપૂર્ણ કેલેન્ડર જણાવ્યું અને ભરતી કરવાનું વચન આપ્યું | અરવિંદ કેજરીવાલનું વિધાનસભા ચૂંટણી કેલેન્ડર

Arvind Kejriwal નાં ચૂંટણી કેલેન્ડરમાં યુવાનાં રોજગારની વાત

Arvind Kejriwal : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આજે અમદાવાદમાં દિલ્લીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી આવ્યા છે. યુવાનોને સંબોધતા અરવિંદ કેજરીવાલે યુવાનોને આકર્ષવા માટે એક ભરતી પ્રક્રિયાનું કેલેન્ડર જાહેર કર્યું હતુ.

Arvind Kejriwal
અરવિંદ કેજરીવાલનું ભરતી કેલેન્ડર

અરવિંદ કેજરીવાલે રોજગાર વિશે વાત કરતા ભાજપ પર પ્રહાક કરતા કહ્યું કે, 27 વર્ષ થઇ ગયા ભાજપના શાસનમાં. હું તમને સૌને પૂછવા માંગુ છું કે 27 વર્ષમાં ભાજપે યુવાનોને કેટલી નોકરીઓ આપી? જો તેમણે એક પણ નોકરી નથી આપી, જો તેમના પરીક્ષાનાં પેપરો ફૂટી જાય છે, જો કોઈનું મૃત્યુ થાય છે અને બાળકોને કંપૈશનેટ તરીકે નોકરી નથી મળતી, જો તેમની સરકારી શાળાઓની હાલત ખરાબ હોય, પ્રાઇવેટ શાળાઓ ફી વધારી રહ્યા છે, વેઇટીંગ લિસ્ટ ક્લિયર નથી કરતા.

તો પછી તમે આ લોકોને વોટ કેમ આપો છો? અત્યાર સુધી તમે તેમને વોટ એટલા માટે આપતા હતા કારણ કે જો તમે તેમને વોટ નહીં આપો તો કોંગ્રેસને આપવો પડશે. કોંગ્રેસ તો એનાથી પણ વધારે ખરાબ છે તેથી મજબૂરીમાં તમારે એમને વોટ આપવો પડ્યો પણ આ વખતે કોઈ મજબૂરી નથી. આ વખતે એક ઈમાનદાર પાર્ટી છે, નવી પાર્ટી છે, નવો ચહેરો છે, નવી રાજનીતિ છે, આ રાષ્ટ્રવાદી પાર્ટી છે. આ વખતે તેમની સરકાર બદલી દો, રોજગારી પણ મળશે,, વેઇટિંગ લિસ્ટ પણ મળશે અને કંપૈશનેટ તરીકે નોકરી પણ મળશે.

ફેબ્રુઆરીમાં તલાટી ,મે મહિનામાં TAT અને TET-1, TET-2 એમ ત્રણેય પરીક્ષા લેવાશે – અરવિંદ કેજરીવાલ

ભરતી કેલેન્ડર વિશે વાત કરતા Arvind Kejriwal એ કહ્યું, આજે હું ભરતી કેલેન્ડર બહાર પાડવા જઈ રહ્યો છું. ડિસેમ્બરમાં સરકાર બનશે, ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા યોજાશે , એપ્રિલ સુધીમાં રિઝલ્ટ આવી જશે અને ત્યાર બાદ ભરતી શરૂ થઇ જશે. મે મહિનામાં TAT અને TET-1, TET-2 એમ ત્રણેય પરીક્ષા લેવાશે અને રિઝલ્ટ જુલાઈમાં આવી જશે. જુલાઈ મહિનામાં, શિક્ષકો અને અન્ય તમામ સરકારી કર્મચારીઓને પૂછવામાં આવશે કે તમારે કયાં જિલ્લામાં પોસ્ટીંગ જોઇએ છે, તમે જે જિલ્લામાં કહેશો તે જિલ્લામાં તમારી પોસ્ટીંગ કરવામાં આવશે.

કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ઓગસ્ટ મહિનાથી શિક્ષક ભરતીનો કાર્યક્રમ શરૂ થશે અને ઓક્ટોબર સુધીમાં તમામ શિક્ષકોની ભરતી કરી શિક્ષકોને પોસ્ટિંગ આપવામાં આવશે. સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા આવતા વર્ષે નવેમ્બર મહિનામાં શરૂ થશે અને તેમની પોસ્ટિંગ ડિસેમ્બર મહિનામાં કરવામાં આવશે. દરેક પરીક્ષા માટે 1 વર્ષ સુધીની વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને પછી જેમ જેમ વેકેન્સી આવશે તેમ તે વેઇટિંગ લિસ્ટ ભરવામાં આવશે. પહેલા સિનિયર પોસ્ટ અને પછી જુનિયર પોસ્ટ ભરવામાં આવશે. સરકારી પરીક્ષા આપવા જવા માટે તમારા માટે બસ ભાડું મફત રહેશે. ગુજરાતમાં 80% પ્રાઇવેટ નોકરીઓ ગુજરાતના લોકો માટે અનામત રાખવામાં આવશે.

10,00,000 સરકારી નોકરી કેવી રીતે આપીશું? – Arvind Kejriwal

વધુંમાં કેજરીવાલે જણાવતા કહ્યું, દિલ્હીની સરકારી શાળાઓને શાનદાર કરવામાં આવી, તેમ પંજાબમાં પણ કામ શરૂ થઈ ગયું છે, તેવી જ રીતે ગુજરાતની સરકારી શાળાઓને પણ શાનદાર બનાવવામાં આવશે. ગુજરાતની ઘણી બધી શાળાઓમાં હજુ પણ સરકારી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને આ લોકો પૂછે છે કે અમે 10,00,000 સરકારી નોકરી કેવી રીતે આપીશું. અમે એટલી બધી સરકારી શાળાઓ ખોલીશું, કે ઘણા બધા સરકારી શિક્ષકોની જરૂર પડશે, એમાં ઘણા બધા બીજા નવા સ્ટાફની જરૂર પડશે, સપોર્ટ સ્ટાફની જરૂર પડશે, એમાં જ અમુક લાખ સરકારી નોકરીઓ મળી જશે.

જો આપણે સુવર્ણ ગુજરાત બનાવવું હોય તો સૌ પ્રથમ શિક્ષણને સારું કરવું પડશે. એ જ રીતે આપણને ઘણી બધી કોલેજો ખોલવી પડશે અને તેમાં પણ પ્રોફેસરો, અને અન્ય સ્ટાફની જરૂર પડશે. એનાં પછી એટલા બધા મોહલ્લા ક્લિનિક્સ ખોલવા પડશે, તે માટે પણ સ્ટાફની જરૂર પડશે. પંજાબમાં સરકાર બન્યાને હજુ 6 મહિના નથી થયા અને ભગવંત માનજીએ 100 મોહલ્લા ક્લિનિક્સ શરૂ કરી દીધા છે. તેવી જ રીતે, ગુજરાતમાં પણ આપણે ઓછામાં ઓછા 20,000 મોહલ્લા ક્લિનિક ખોલવાના છે અને જો દરેક મોહલ્લા ક્લિનિકમાં ઓછામાં ઓછા 5 લોકોની પોસ્ટ કરવામાં આવે તો અહીંથી પણ એક લાખ નોકરીઓ મળી રહેશે. અત્યારે જે સરકારી હોસ્પિટલ છે તેને પણ અમે સારી કરીશું, તેમાં પણ ઘણા બધા સ્ટાફની જરૂર પડશે.

Raghav Chadha એ ગુજરાત મુલાકાતમાં કહ્યું, ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે.

રેવડી કલ્ચર વચ્ચે તમારા ઘરે બનાવો તલની રેવડી : જાણવા જેવું | તલની રેવડી

Arvind Kejriwal, Punjab CM Bhagwant Mann to meet sanitation, contractual workers and youth in Gujarat