Raghav Chadha એ ગુજરાત મુલાકાતમાં કહ્યું, ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે. | રાઘવ ચઢ્ઢા : આપ

Raghav Chadha એ ગુજરાત મુલાકાતમાં કહ્યું, ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે

Gujarat Election 2022 પહેલાં ગુજરાતમાં ઘણાં આંદોલનો ચાલી રહ્યા છે

Raghav Chadha : Gujarat Election 2022 ને ગણતરીનાં જ દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં ચૂંટણીની જંગ જામી છે. ભાજપ સામે કોંગ્રસ અને આપ સક્રીય થતી જોવા મળી રહ્યી છે. આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભામાં મુકાબલા સાથે ઉભી છે ત્યારે રાજ્ય સભાનાં સાંસદ અને આપ પાર્ટી ગુજરાતનાં સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગુજરાતની મુલાકાત કરી હતી.

Raghav Chadha
Raghav Chadha in Gujarat Election 2022

રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મીડિયાને સંબોધતા કહ્યું કે, મને ગુજરાતનો સહ-પ્રભારી બનાવીને અરવિંદ કેજરીવાલજીએ યુવાન ખભા પર મોટી જવાબદારી મૂકી છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું સાચા માર્ગ પર ચાલીને અને પ્રમાણિકતાના માર્ગે ચાલીને મારી જવાબદારી નિભાવી શકું. અને પોતાની પાર્ટીની અપેક્ષાઓ પર ખરો ઉતરી શકું. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની જ સરકાર છે. હું યુવા પેઢીમાંથી આવું છું અને મારી ઉંમરના જેટલા પણ લોકો હશે એમણે અત્યાર સુધી ભાજપનું શાસન જોયું છે.

ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે

ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ લોકો ભાજપથી કંટાળી ગયા છે. અને આજે દરેક ગુજરાતીના મનમાં ત્રણ વસ્તુઓ છે. એમાં પહેલી વસ્તુ પરિવર્તન છે, બીજી વસ્તુ પરિવર્તન છે અને ત્રીજી વસ્તુ પણ પરિવર્તન છે. આ પરિવર્તન કોંગ્રેસ પાર્ટી આપી શકશે નહીં. જે કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ભાજપને નથી હરાવી શકી તે હવે શું હરાવશે? તેથી જ લોકો ઘણી અપેક્ષાઓ સાથે અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી તરફ જોઈ રહ્યા છે.

કેજરીવાલજીએ એક મોડલ ઓફ ગવર્નન્સ દિલ્હીમાં બતાવ્યું, પંજાબના લોકોએ તેને અપનાવ્યું અને હવે વારો ગુજરાતનો છે: રાઘવ ચઢ્ઢા

અરવિંદ કેજરીવાલજીએ એક મોડલ ઓફ ગવર્નન્સ દિલ્હીમાં બતાવ્યું, પંજાબના લોકોએ તેને અપનાવ્યું અને હવે એને અપનાવવાનો વારો ગુજરાતનો છે. હું ગુજરાતમાં આવ્યો અને ગુજરાતના લોકો સાથે વાત કરી ત્યારે મને જાણ થઈ કે આજે ગુજરાતમાં દરેક જગ્યાએ લોકો ઉદાસ છે. દરેક જગ્યાએ આંદોલન થઇ રહ્યા છે, દરેક જગ્યાએ સરકારનો વિરોધ થઇ રહ્યો છે. મેં એ જાણવાનો પ્રયત્ન કર્યો કે ગુજરાતમાં આ આંદોલન કરનારા લોકો કોણ છે?

મને મને ખબર પડી કે ગુજરાતના સરકારી કર્મચારીઓ, વર્ગ 3 નાં કર્મચારીઓ, વર્ગ 4ના સરકારી કર્મચારીઓ, ફિક્સ પગારદાર સરકારી કર્મચારીઓ, કરાર આધારિત અને આઉટસોર્સ કર્મચારીઓ, વિદ્યા સહાયકો, આંગણવાડી કાર્યકરો, મિડ ડે મીલનાં સ્ટાફ વર્કર્સ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનાં કર્મચારીઓ, VCE, મનરેગા વર્કર્સ, મિશન મંગલમ વર્કર્સ, સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, ભૂતપૂર્વ CRPF જવાનો, ભૂતપૂર્વ CISF જવાનો, હોમગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ, GISF ના જવાન, આશા વર્કરો, સરકારી ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ, ક્ષય રોગ કાર્યક્રમનાં કાર્યકરો, ખેડૂતો, માલધારીઓ, સરકારની સેવા કરતા-કરતા જે લોકો એ પોતાનાં જીવ ગુમાવનારાઓના પરિવારના પીડિત લોકો, લોકરક્ષક દળના ઉમેદવારો, શિક્ષકની પરીક્ષા પાસ કરી ચૂકેલા ઉમેદવાર, ગ્રામ સેવક ઓફિસ અધિકારી ની ભરતીનાં ઇચ્છુક ઉમેદવારો એમ આ તમામ લોકો આંદોલન કરી રહ્યા છે. ગુજરાતમાં દરેક જગ્યાએ લોકો ભાજપ સરકારથી નારાજ છે.

હું તમામ આંદોલનકારીઓને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જ છે જે તમને ન્યાય અપાવશે,અધિકારોને પાછા અપાવશેઃ Raghav Chadha

હું તમામ આંદોલનકારીઓને કહેવા માંગુ છું કે તમારા માટે માત્ર અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી જ છે જે તમને ન્યાય અપાવશે અને તમારા અધિકારોને પાછા અપાવશે. અમે આંદોલનકારીઓને એ પણ કહ્યું કે, તમે તમારી વાત ભાજપ સરકાર સમક્ષ મુકો. ચૂંટણી આવી રહી છે, એટલે કદાચ તમારી વાત સાંભળી લે. તેમણે કહ્યું કે, અમારું કોઈ સાંભળતું નથી એટલા માટે અમે ભાજપ વિરુદ્ધ નારાઓ તૈયાર કર્યા છે. ‘એક કચોરી, એક સમોસા, ભાજપ તેરા ઝીરો ભરોસા’. આમ આ પ્રકારે ભાજપનાં વિરુદ્ધ આંદોલનકારીઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાતની જનતા 27 વર્ષ જૂની પાર્ટીને ઉખાડીને ફેંકી દેશે : રાઘવ ચઢ્ઢા

આજે આ પવિત્ર ધરતી પર, સરદારની, બાપુની ધરતી પર આપ સૌ સાથે વાત કરતા હું એક મહત્વની વાત કહેવા માંગુ છું કે, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષ સુધી એક જ પાર્ટીની સરકાર હતી, જ્યારે 15 વર્ષ પછી જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણી લડી હતી અને દિલ્હીની જનતાએ 15 વર્ષ જૂની પાર્ટીને નકારીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. એનાં પછી દિલ્હીવાસીઓ કેજરીવાલજીને આઈ લવ યુ કહે છે અને ‘ઝાડુ’ નું બટન દબાવે છે. પંજાબમાં પણ લોકોએ 50 વર્ષથી ચાલતી પાર્ટીને બાજુ પર મૂકીને ‘આપ’ની સરકાર બનાવી. મને વિશ્વાસ છે કે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા 27 વર્ષ જૂની પાર્ટીને પણ ઉખાડીને ફેંકી દેશે. આગામી દિવસોમાં સામાન્ય ઘરના છોકરા-છોકરીઓ ગુજરાતની કમાન સંભાળશે.

મફતમાં વીજળી આપવાનું વરદાન ભગવાને માત્ર એક જ વ્યક્તિને આપ્યું છે, તે છે અરવિંદ કેજરીવાલઃ રાઘવ ચઢ્ઢા

અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના યુવાનોને રોજગારની ગેરંટી આપી છે, 10 લાખ સરકારી નોકરીઓ અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી દર મહિને રુપિયા 3000 બેરોજગારી ભથ્થું આપવાની ગેરંટી આપી છે. અરવિંદજીએ વીજળીની ગેરંટી વિશે પણ વાત કરી છે, જેમ દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ વીજળી મફત મળે છે, તેવી જ રીતે ગુજરાતની જનતાને પણ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે અને સૌને 24 કલાક વીજળી મળશે. મફતમાં વીજળી આપવાનું વરદાન ભગવાને માત્ર એક જ વ્યક્તિને આપ્યું છે, તે છે અરવિંદ કેજરીવાલ

મહિલાઓ માટે પણ ગેરંટી છે, 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે દર મહિને ₹ 1000 ની ગેરંટી આપી છે. ખેડૂતો માટે પણ ગેરંટી છે, ખેડૂતોને MSP મળશે, પાણી મળશે અને ખેતીવાડી માટે ઓછામાં ઓછા 12 કલાક વીજળી પણ મળશે. સૌથી મહત્વની શિક્ષણની ગેરંટી પણ આપવામાં આવી છે, આજે દિલ્હીમાં પ્રાઇવેટ શાળાઓ કરતા સરકારી શાળાઓ સારી છે, અમીર ઉદ્યોગપતિઓ પણ પોતાના બાળકોને પ્રાઇવેટ શાળામાંથી કાઢીને સરકારી શાળામાં મોકલી રહ્યા છે, આવી વ્યવસ્થા ગુજરાતમાં પણ બનાવવીશું. જેઓ અત્યાર સુધી જાહેર કરાયેલ ગેરંટીમાં આવરી લેવામાં આવ્યા નથી, તેઓ માટે સંપૂર્ણ પ્લાન બનાવીને આગામી સમયમાં ફરી આવીશું.

આ ચૂંટણીનો વાયદો નથી, આ કેજરીવાલની ગેરંટી છેઃ રાઘવ ચઢ્ઢા

હું તમને લોકોને એટલું કહીશ કે ધ્યાન રાખજો કે આ કોઈ ચૂંટણીનો જુમલો નથી, આ કોઈ ચૂંટણીનો વાયદો નથી, કેજરીવાલની ગેરંટી છે. આ અમારું તમારી સાથેનું એગ્રીમેન્ટ છે કે અમે તમને આપીને રહીશું. દિલ્હી અને પંજાબે જે કહ્યું તે કર્યું. પંજાબમાં લોકો કહેતા હતા કે પંજાબમાં સરકાર મફત વીજળી કેવી રીતે આપશે? પંજાબ પર તો ત્રણ લાખ કરોડનું દેવું છે. પંજાબમાં પણ ત્રણ લાખ કરોડનું દેવું હોવા છતાં અરવિંદ કેજરીવાલજીની સરકાર,આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપી રહી છે. પૈસાની વાત નથી, રાજકારણની વાત નથી વાત નિયતની છે. જે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીમાં એ ચોખ્ખી નિયત છે.

જે માહોલ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મેં જોયો હતો તેવો જ માહોલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પહેલા નજર આવી રહ્યો છે : રાઘવ ચઢ્ઢા

હું પંજાબનો પણ સહ-પ્રભારી હતો, એ જ જવાબદારી મને ગુજરાતમાં પણ આપવામાં આવી છે. પંજાબમાં પણ દરેક ગલીમાં, દરેક પિંડમાં, દરેક કસ્બામાં, દરેક શહેરમાં, દરેક જીલ્લામાં જોવા મળ્યો હતો. માહોલ પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મેં જોયો હતો તેવો જ માહોલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પહેલા નજર આવી રહ્યો છે. જે પણ કૈં થવાનું છે ખૂબ જ રોમાંચક થવાનું છે. હું આજે એવી સ્થિતિમાં નથી કે આંકડાઓ વિશે વાત કરી શકું અને આંકડાઓ વિશેની વાત કરવી બેઇમાની હશે, કારણ કે હજું ચૂંટણીનો રંગ ચડ્યો નથી. ચૂંટણીનો રંગ હજું ચઢ્યો નથી તો પણ આજે ગ્રાઉન્ડ લેવલનો સપોર્ટ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીને મળી રહ્યો છે, આ એ જ દિશામાં ઇશારો કરે છે કે દિલ્લીમાં 2015 અને 2020માં જે નજારો જોવા મળ્યો હતો, જે સ્વાદ પંજાબની ચૂંટણીમાં આવ્યો હતો, તેવું જ કંઈક આજે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીનું બજેટ 3 ગણું વધ્યું: રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી જાહેરાતની અમે બ્લુપ્રિન્ટ બનાવી છે. અમે ડેટાના આધારે શક્ય હોય તેટલી જાહેરાત કરી છે. અમે પહેલા પણ આવા વચનો આપ્યા છે અને અમે તે વચનો પાળ્યા છે. જ્યારે અમે પહેલા કહ્યું હતું કે અમે દિલ્હીમાં વીજળી મફત, પાણી મફત, સારવાર મફત, શિક્ષણ મફત કરીશું. તેથી બધા કહેતા હતા કે અમારી સરકાર ખોટમાં આવશે પણ એવું બિલકુલ થયું નહીં. અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીનું બજેટ 3 ગણું વધ્યું. આજે તે 3 ગણા બજેટના તમામ નાણાં લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવે છે. અમે ગુજરાતના લોકો માટે પણ આવું જ કરીશું કારણ કે સરકારો પાસે પૈસાની કોઈ કમી નથી, પરંતુ સારા ઈરાદાનો અભાવ છે. અમે 180 કરોડના આલીશાન એરોપ્લેન ખરીદવાની વાત નથી કરી રહ્યા, અમે જનતાને મફત વીજળી અને પાણી આપવાની વાત કરી રહ્યા છીએ.

હવે લોકોએ પસંદ કરવાનું છે કે તેઓ અરવિંદ કેજરીવાલની રેવડી લેશે કે ભાજપની રેવડીઃ Raghav Chadha

હું આમ આદમી પાર્ટીનો સાંસદ છું અને આખા દેશમાં મારા જેવા ઘણા બધા સાંસદો અને નેતાઓ છે, એવા નેતાઓને વીજળીથી વિમાન સુધીની મુસાફરી મફતમાં મળવી જોઈએ, પણ ગરીબ માણસ જો અરવિંદ કેજરીવાલ જી પાસે વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય આપો. કે તે તેના પરિવાર સાથે સન્માનજનક જીવન જીવી શકે, તો આ લોકો તેને રેવડી કહે છે. અમે કોઈ ઉદ્યોગપતિની 10 લાખ કરોડની લોન માફ નથી કરી રહ્યા, અમે સામાન્ય માણસના ખિસ્સામાં પૈસા નાખી રહ્યા છીએ. હવે લોકોએ પસંદ કરવાનું છે કે તેઓ અરવિંદ કેજરીવાલજીની રેવડી લેશે કે ભાજપની રેવડી. ભાજપની રેવડી કોર્પોરેટ વેવરની 10 લાખ કરોડની લોન માફ કરવાની છે અને અરવિંદ કેજરીવાલ જીની રેવડી ગરીબ લોકોને મફત વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય આપવાની છે.

આપ’ની સરકાર બન્યા બાદ નકલી દારૂનો ધંધો બંધ થશેઃ રાઘવ ચઢ્ઢા

ગુજરાતમાં નકલી દારૂના વેચાણના મુદ્દે Raghav Chadha એ કહ્યું કે, ગુજરાતમાં જે પણ નકલી દારૂનો કારોબાર ચાલી રહ્યો છે તેમાં મારો પોતાનો અંદાજ છે કે ગુજરાતમાં 10,000 કરોડથી વધુનો આ ધંધો ચાલી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધીને વધુ મજબૂત કરવાની જરૂર છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ આમ આદમી પાર્ટી આ નકલી દારૂનો ધંધો બંધ કરશે. ભાજપના ઘણા મોટા નેતાઓ આમાં સામેલ છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને જેલમાં ધકેલી દેવામાં આવશે.

રેવડી કલ્ચર વચ્ચે તમારા ઘરે બનાવો તલની રેવડી : જાણવા જેવું | તલની રેવડી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે કોનું સંગઠન મજબૂત?

Gujarat Assembly Election 2022: गुजरात में बदलाव लाएंगेः राघव चड्ढा

આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ અને ‘આપ’ ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢા સહિત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા.