ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે ભાજપ , કોંગ્રેસ , આપ માંથી કોનું સંગઠન મજબૂત?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
Facebook
Twitter
Telegram
WhatsApp

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભા ની ચૂંટણીને લઇને સમગ્ર ભારતભરમાં ચર્ચાઓ જામી છે કે આ વખતે ગુજરાતમાં બરાબરનો જંગ જામવાનો છે. કેમકે આ વખતે સૌ કોઇની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 પર છે. આ વખતની ચૂંટણી જે જીતશે એનાં વિજયનાદ પાંચ વર્ષ સુધી રહેશે અને બીજા રાજ્યોની સરખામણી માટે પણ ગુજરાતની આ ચૂંટણી મહત્વ પૂર્ણ રહેશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભારતીય જનતા પાર્ટીનાં ગઢ ગણાતા ગુજરાતમાં દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલનાં આંટાફેરા વધી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી પણ હવે ગુજરાત પ્રવાસે છે. ગુજરાતની 182 વિધાનસભાની સીટ પર આ વખતે ત્રીપાંખીયો જંગ જામવાની તૈયારી છે. ભાજપ પાસે યુવાનોની મજબૂત ટીમ તેમજ વિશાળ નેત્રૃત્વસેવી સંગઠન છે. કોંગ્રેસ પાસે પણ આ વખતે યુવાઓની એક ટુકડી સૌને નજરે છે. ત્રીજો પક્ષ ગણાતા આમ આદમી પાર્ટીનો જંગ આ વખતે નવેસવો હશે. આપ પાસે ન તો નેતૃત્વશાળી કોઇ ગુજરાતનો ચહેરો છે કે ન તો તેમની પાસે સંગઠન. તે છતાંય આપ પાર્ટીનાં વિવિધ ગેરંટીને કારણે ગુજરાતમાં એક હવા ફેલાઇ રહ્યી છે એવું કહેવાય છે.

સરકારને લઇને હવે ડબલ એન્જિન સરકાર નામકરણ અપાયું

182 વિધાનસભાની સીટ પર આ વખતે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ તો હશે જ સાથે ઔવેસીની પણ પાર્ટી જોડાશે. ગુજરાત વિધાનસભા 2022 પર આ વખતે ભારતભરનાં લોકો નજર રાખીને બેઠા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને લઇને હવે ડબલ એન્જિન સરકાર નામકરણ અપાયું છે. ડબલ એન્જીન એટલે ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં મુખ્યમંત્રી. જો કે ગુજરાતમાં બેઉ ગુજરાતી છે એમ પણ કહી શકાય.

કર્મશીલ ગણાતા નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા

કોંગ્રેસની હાલત આ વખતે સૂડી વચ્ચે સોપારી જેવી થઇ છે. મોટા ભાગનાં કર્મશીલ ગણાતા નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. જાણીતા નેતાઓ અન્ય પાર્ટીમાં જવાથી નવા લોકોને ચાન્સ મળે છે એ કહેવત અહીં સાચી ઠરી શકે છે. હાલ કોંગ્રેસની કમાન જીગ્નેશ મેવાણીનાં હાથમાં છે. એક ટ્વિટથી ધરપકડ પામેલા નેતાને રાતોરાત કોંગ્રેસનાં નેતાઓ અને સંગઠનનો સપોર્ટ મળ્યો હતો. જીગ્નેશ મેવાણી અપક્ષમાં હોત તો એ વખતે સપોર્ટમાં કદાચ ઓછા લોકો હોત એવું લોકોનું કહેવું છે. એ બનાવ બાદ નેશનલ ન્યુઝે નોંધ લેતા જીગ્નેશ લાઇમલાઇટમાં હતા.

ઓછો સમય છે કે સંગઠન બનાવવા માટે જ સમય નિકળી જશે

આમ આદમી પાર્ટીનાં મુખ્ય લીડર એવા દિલ્હીનાં મુખ્યમંત્રી કેજરીવાલ ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં જ એમનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. દિલ્લી અને પંજાબમાં સરકાર બનતા આપનું સપનું છે કે ગુજરાતમાં પણ સરકાર બનાવીએ. ગુજરાતમાં આપનું નેતૃત્વ વધી રહ્યું છે એવું વાતાવરણની વાતોથી કહી શકાય. બીજી તરફ આપ પાસે એટલો ઓછો સમય છે કે સંગઠન બનાવવા માટે જ સમય નિકળી જશે. લોકશાહી દેશમાં મહત્વનો વોટ હોય છે. વોટબેંક સુધી પહોંચવા આપે હજું કોઇનાં ઘરે જવાની શરુઆત કરી છે કે કેમ એ જાણવું પડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ભાજપ , કોંગ્રેસ , આપ વચ્ચે જંગ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની રસાકસી જોવા માટે આ વખતે વિશ્વ આખાની નજર રહેશે. એક તરફ ગુજરાતી વડાપ્રધાન અને ગુજરાતી મુખ્યમંત્રીની સરકાર અને બીજી તરફ નવી જોડાયેલી, તૈયાર થઇ રહેલી આમ આદમી પાર્ટી વચ્ચે બરાબરીનો જંગ જામશે. આ બંને વચ્ચે કોંગ્રેસનું યુથ ત્રીજી જ રણનીતિ રમી રહ્યું છે જે એનાં વિધાનસભા ક્ષેત્રોમાં પહોંચી ગયું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 તારીખ નજીકમાં છે. વાતો તો ઘણી બધી છે જ, છે જ.. આવી જ વિધાનસભાની વાતો માટે જોડાયેલા રહો ઘણું બધું સાથે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 | Gujarat Vidhansabha |gujarat election 2022 date|ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 તારીખ

Gujarat University ખાતે Women’s Equality Day નિમિત્તે 26 મીએ પરિસંવાદનું આયોજન

This section is transcluded from List of chief ministers of Gujarat.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો