શુક્રનીતિ મુજબ રાજાએ પોતાની આસપાસ કડક સુરક્ષા રાખવી જોઇએ |Sukraniti|

શુક્રનીતિ એ શુક્રચાર્ય દ્વારા કહેવાયેલ નીતિ છે. શુક્રાચાર્યના મતે દરેક રાજાએ નીતિમાન હોવું જોઇએ. નીતિમાન રાજા જ એની પ્રજાને સારી રીતે સાથે લઇને ચાલી શકે છે. આવો રાજા પ્રજાને પ્રિય હોય છે. પોતાનાં પ્રદેશનો રાજા નીતિમાન હોય અને સદાચારી હોય એવો ભાવ દરેક પ્રજા રાખતી હોય છે. આવી પ્રજા માટે રાજાએ હંમેશા નીતિશાસ્ત્રનો અભ્યાસ કરવો જોઇએ. શુક્રાચાર્યની વિદ્યા (શુક્રનીતિ) ને કારણે દેવો હંમેશા એમનાથી દૂર રહેતા હતા કેમકે શુક્રાચાર્ય દાનવોનાં ગુરૂ હતા. શુક્રાચાર્ય સાથેનું કમ્યુનિકેશન દેવો સારી રીતે કરતા હતા. દાનવોના પ્રિય શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા હોવાને કારણે દેવો અને દાનવો એમનો પડતો બોલ ઝીલી લેતા હતા. શુક્રાચાર્ય દ્વારા રાજા કેવો હોવો જોઇએ અને રાજાએ કેવા સમયે કેવો નિર્ણય લેવો જોઇએ, એ આપ સૌને ઉપયોગી થશે. Ghanubadhu નાં પ્રકલ્પબીજરૂપે શુક્રનીતિના અભ્યાસથી આપ આપના સ્નેહીજનો અને મિત્રોમાં પ્રિય કેમ થઇ શકશો એ આપને જાણવા મળશે. રાજાએ કેવા દુરાચારીઓથી દૂર રહેવું અને આવા લોકોને કઇ રીતે પોતાની પક્ષે રાખવા એ શુક્રાચાર્યએ શુક્રનીતિમાં સમજાવ્યું છે. આપે ઘણું બધું જાણવા ઘણું બધું વાંચવું જ પડશે..

રાજાએ ભયંકર વેશધારી, નમ્રતાવાળા,નીતિકુશળ તથા અસ્ત્રવિદ્યા-કુશળ, સીપાહીઓને હંમેશા ઉઘાડાં હથિયાર (ખુલ્લી તલવાર, મ્યાનમાં ન હોય એવા હથિયાર) સાથે બન્ને બાજું પર અને આગળ પાછળ રાખવા; અને હાથીએ ચઢીને નિત્યનગરમાં ફરવું ને પ્રજાનું રંજન કરવું. (369-370)

અર્થાત – રાજાએ હંમેશા સુરક્ષીત રહેવું જોઇએ. રાજાએ પોતાની આસપાસ એમનાં વિશ્વાસુ સૈન્યનાં માણસોને રાખવા જોઇએ. આ સીપાહીઓ નમ્રતાવાળા હોવા જોઇએ. જે રાજાનું કહ્યું માનતા હોય. રાજાએ વેશધારી એટલે કે વિવિધ કપડા-લત્તાઓ અને સ્વરૂપમાં સજ્જ, નીતિકુશળ એટલે કે નીતિઓનો જેને પાઠ કરેલો હોય, જેને રાજાની આસપાસ શું બનવાનું છે એની જાણ હોય એવા માણસો (સૈન્ય સીપાહી) ને પોતાની આગળ પાછળ રાખવા જોઇએ. અસ્ત્રવિદ્યામાં જે નિપૂણ હોય એવા સીપાહીઓ એટલે કે સૈન્યને પોતાની પાસે રાખવા જોઇએ. રાજાએ પોતાની શક્તિ બતાવવા સિપાહીઓને પોતાનાં હથિયાર ખુલ્લા રાખીને પોતાની આસપાસ રાખવા જોઇએ. તેમજ રાજાએ રોજ હાથી પર બેસીને રાજ્યમાં ફરવું જોઇએ. પોતાની પ્રજામાં વિચરવું જોઇએ.

શુક્રનીતિ
શુક્રનીતિ

લોકોને તમારી શક્તિનો પરિચય કરાવવો જોઇએ


શુક્રનીતિમાં આજે જે વાત છે એ વાત શૌર્યકળાની છે. તમે પોતે શક્તિશાળી છો તેનો પરિચય લોકોને થવો જોઇએ. રાજા બનનારે હંમેશા પોતાની આસપાસ એવા મિત્રો રાખવા જોઇએ જે તાકાતવાર હોય, બુદ્ધીશાળી હોય. આજે આપણે આપણી આસપાસ તલવારધારી કે હથિયારધારી મિત્રો ખુલ્લામાં ન રાખી શકીએ. પરંતું અહીં વાત એ છે કે લોકોને લાગવું જોઇએ કે તમે રાજા છો. તમારા દુશ્મનો કે પછી તમારા નામને નાનું કરી દેનારા માણસોને ધ્યાને રાખવા જોઇએ. આવા લોકોને તમારી શક્તિનો પરિચય કરાવવો જોઇએ. જો આપ આવા લોકોને તમારી શક્તિનો પરિચય નહીં આપો તો એ તમારા નામને ડુબાડી દેશે. આવા લોકોને તમારે ઓળખવા જોઇએ.

તમે નોકર નથી એ રીતે કામ પાર પાડવું જોઇએ


આજે ઘણાં લોકો તમને અમુક કામ બતાવતા હશે. હવે આ કામ કેવા શબ્દો દ્વારા સોંપવામાં આવ્યું છે એ તમારે જાણવું પડશે. ઘણાં લોકો તમને પહેલાંથી જ તમને નોકર માનવા લાગ્યા હોય છે. આવી જગ્યાએ તમારે તમે નોકર નથી એ રીતે કામ પાર પાડવું જોઇએ. ઘણી જગ્યાઓ પારિવારિક હોય ત્યાં તમે પારિવારિક કામ કરતા અચકાવવું ન જોઇએ. રાજા બનવા માટે વ્યક્તિએ જગ્યાનું મહત્વ સમજવું વધારે જરૂરી છે. તમને તમારું સન્માન વધારે મહત્વનું લાગતું હોવું જોઇએ અને એવી જગ્યાએ ન રહેવું જોઇએ જ્યાં તમારું સન્માન ન હોય. રાજા બનવા માટે સંયમ પણ એટલો જ મહત્વનો હોય છે.

તમારા દુશ્મનોની નજર તમારા મિત્રો પર વધારે હોય છે


રાજા બનવું હોય તો તમારે વ્યક્તિત્વ વિકાસ શિખવો જોઇએ. પોતાની જ જાતને કેળવવી જોઇએ. વધારે મિત્રો અને સારા મિત્રો તમને રાજા જેવા બનવામાં મદદરૂપ થશે. આજે શુક્રનીતિનો મહત્વનો વિષય છે એ છે કે, તમારી આસપાસ રહેનારો વ્યક્તિ શોર્યશાળી હોવો જોઇએ. અહીં ગુરુ શુક્રાચાર્ય કહે છે કે, રાજાની આસપાસ ખુલ્લી તલવારવાળા સૈનિકો હોવા જોઇએ. જેથી રાજા પર હુમલો કરતા પહેલા માંણસ 100 વાર વિચારે. આજે આપણી પાસે આવા મિત્રો છે કે જેઓ આપણી પડખે ઉભા હોય અને લોકોની નજરે હોય? તો હો, તમારી જાણમાં ન હોય પરંતું તમારા દુશ્મનોની નજર તમારા મિત્રો પર વધારે હોય છે. તમારા મિત્રોને કારણે જ તમારા દુશ્મનો બે કદમ પાછળ ચાલતા હોય છે. ઘણી વાર તમને જાણ પણ ન હોય કે તમારો દુશ્મન તમને મળવા આવવાનો હતો પરંતું એ તમારા મિત્રને મળીને ચાલ્યો ગયો હોય. તમારે જાણવાનું છે કે તમારી આસપાસ એવા મિત્રો કે માણસો હોવા જોઇએ જેનાંથી તમારા દુશ્મનો ભયભીત રહે અથવા તમારા પર હુમલો કરતા 100 વખત વિચાર કરે.

ગુજરાતી લેક્સિકન મુજબ શુક્રનીતિ એટલે નીતિ શાસ્ત્રનો એક ગ્રંથ. આ ગ્રંથમાં રાજા, રાજપત્ની, રાજકુમારોનો મુખ્ય ધરમે અને સેનારચના તથા રાજપ્રબંધ ઉત્તમ રીતે વર્ણન કરેલ છે. આ ગ્રંથમાં રાજા, રાણી, રાજપત્નિ, રાજકુમારોનો મુખ્યધર્મ અને ધર્મ પાલન તથા રાજપ્રબંધ ઉત્તમ રીતે વર્ણવેલ છે

યોગવિદ્યાનાં પ્રકાંડ આચાર્ય શુક્રાચાર્યની શુક્રનીતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. શુક્રાચાર્ય અસૂરોનાં ગુરુ હોવા છતાં તેમનાં દેવો પણ ભક્તો હતા. શુક્રાચાર્યમાં તપસ્યા, યોગસાધના, અધ્યાત્મજ્ઞાન તથા નીતિનું બળ હતુ. જો તમારે રાજ્યનીતિ શીખવી હોય તો તમારે શુક્રાચાર્ય લિખીત આ શુક્રનીતિ વાંચવી જોઇએ. શુક્રનીતિ વિશે આજે સૌ કોઇ અજાણ છે. શુક્રાચાર્યની શુક્રનીતિ વિશે મહાભારત તથા પુરાણોમાં રાજાએ રાજ્ય કેવી રીતે ચલાવવું તે જાણવા મળે છે. આજે શુક્રનીતિ ઉપલબ્ધ છે. શુક્રનીતિમાં પાંચ અધ્યાય અને 200 જેટલાં શ્લોક છે. શ્લોકમાં લોક વ્યવહારની વાતો તથા જ્ઞાન છે. મૂળમાં રાજાનું કર્તવ્ય, રાજધર્મ, દંડવિધાન, મંત્રી પરિષદ વગેરેની વાતો વિશેષ છે. રાજાની વાણી, વર્તન અને વિચારની સરવાણી એટલે શુક્રનીતિ. બ્રહ્માજીનાં પુત્રોમાં ભૃગુનું નામ પ્રથમ હતુ. ભૃગુનાં પુત્ર અસુરગુરુ મહર્ષિ શુક્રાચાર્ય. ઘણું બધુંનાં પ્રકલ્પરૃપે શુક્રનીતિ એ રાજા જેવા બનાવશે. જો તમારે રાજા બનવું હોય તો દર શુક્રવારે શુક્રનીતિ વાંચવા પધારો.

વાંચો – રાજાએ પોતાનું રાજ્ય શુક્રનીતિ પ્રમાણે ચલાવવું જોઇએ |Sukraniti by Sukracharya|

વાંચો – ગુરુ શુક્રાચાર્ય કહે છે, રાજાએ કદી પરસ્ત્રીને પ્રેમ કરવો જોઇએ નહીં |Sukraniti by Sukracharya|

વાંચો – રાજાએ પોતે રાજા છે એ પ્રમાણે વર્તવું જોઇએ |Sukraniti by Sukracharya|

Leave a Reply

Your email address will not be published.