World Zoonoses Day 6 July : પ્રાણીઓ દ્વારા ઝૂનોસીસ રોગ ફેલાય છે

ZOONOSES (ઝૂનોસીસ)
Facebook
Twitter
Telegram
WhatsApp

World Zoonoses Day : આજે વર્લ્ડ ઝૂનોસીસ (ZOONOSES) ડે છે. પ્રાણીઓ દ્વારા ફેલાતા રોગને ઝૂનોસીસ કહેવામાં આવે છે. માનવજીવનમાં પ્રાણીઓનો મોટો સહકાર રહેલો છે. દરેક વ્યક્તિ જાણે-અજાણે પ્રાણીજીવન સાથે સંકળાયેલ હોય છે. સવારની ચા કૉફીથી શરૂ કરીને રાત્રે પીવાતાં દૂધ સુધી, જીવનમાં દૂધાળાં પ્રાણીઓનો સહયોગ વ્યક્તિને મળેલો હોય છે.

માંસાહારીનું ભોજન, ચામડાનાં પટ્ટાના બંધન કે મહિલાનાં લટકતા પર્સ -પાકીટ પ્રાણીજ પેદાશનાં ઉદાહરણ ગણાય છે. પગનું રક્ષણ કરતાં પગરખાં, કે કડરડતી ઠંડીમાં શરીરને હૂંફ આપતાં સ્વેટર-શૉલ માટે પ્રાણીઓનો જ આભાર માનવો પડે છે. અખંડ સૌભાગ્યવતીના હાથીદાંતના ચૂડલા કે પછી માથાના વાળની જૂને કાઢવા માટે શીંગડાંમાંથી બનાવેલ લીખિયા(લીખ) માં પણ પ્રાણીઓ પરોક્ષ રીતે મનુષ્યજાતને સહયોગ આપતાં આવ્યા છે.

ZOONOSES (ઝૂનોસીસ)|World Zoonoses Day
ZOONOSES (ઝૂનોસીસ)| World Zoonoses Day

પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા મનુષ્યને થતા રોગોને અંગ્રેજીમાં ZOONOSES (ઝૂનોસીસ) કહે છે

પશુપાલનનો પ્રારંભ આશરે 10,000 વર્ષ પહેલા પથ્થરયુગથી થયો હતો. ઈજીપ્તની સંસ્કૃતિનાં અવશેષો ઉપરથી પાલતું પ્રાણીનાં જેમકે કૂતરાથી મંડાયા હોવાનું સમર્થન સાંપડે છે. ઇજીપ્તથી માંડી આજ દિન સુધી અસંખ્ય પ્રાણીઓ માનવ સંસ્કૃતિ સાથે કદમથી કદમ મેળવી સહજીવન ગુજારતાં આવ્યાં છે.

આ રીતે પ્રાણીઓ એક પછી એક માનવનાં સંપર્કમાં આવતા ગયા તેમ તેમ પ્રાણીજન્ય રોગો પણ માનવ જીવનનાં સંપર્કમાં આવવા લાગ્યા હતા. પાળેલાં પ્રાણીઓ કે પક્ષીઓ દ્વારા જાણતાં કે અજાણતાં મનુષ્યને થતા રોગોને અંગ્રેજીમાં ZOONOSES (ઝૂનોસીસ) કહે છે. કોરોના મહામારી પાછળ ચામાચિડીયું જોડાયેલું હતુ જે ઝૂનોસીસનો જ એક ભાગ છે.

ZOONOSES રોગોની સંખ્યા આંકડો 300 થી પણ વધારે હશે

પશુઓમાંથી માણસમાં પ્રવેશતા રોગો ઝૂનોસીસનો ભોગ સૌ પ્રથમ માલધારીઓ, પશુચિકિત્સકો, પશુ દવાખાનાનાં કર્મચારીઓ, પ્રાણીજ પેદાશનો ઉપયોગ કરતા લોકો, ચીડિયાઘર કે પ્રાણીસંગ્રહાલયમાં નોકરી કરતા કર્મચારીઓ બને છે. બાળકો પણ પાળેલાં પ્રાણીઓ સાથે રમત રમતા વધારે સમય વિતાવતા હોય છે.

માટે બાળકોમાં પણ ZOONOSES રોગો પ્રવેશવાનો ભય સતત રહ્યા કરે છે. પ્રાણીનાં સંપર્કથી મનુષ્યમાં આવતા આવા રોગો (ZOONOSES)ની સંખ્યા આંકડો 300 થી પણ વધારે હશે. આ આંકડો ઘટે એટલા માટે World Zoonoses Day ની ઉજવણી કરવામાં આવે છે.

મુખ્ય પ્રાણીજન્ય રોગો (ZOONOSES)

હડકવા, એન્ટ્રેક્સ, બ્રુસેલોસીસ, ક્ષય (ટીબી), પ્લેગ – મરકી, સાંસર્ગિક કમળો (Leptospirosis), આંતરનાં કૃમિ, પટ્ટી કૃમિ, ખસ, ઢોરનું માંસ ખાવાથી, હાયડેટીડ સીસ્ટ (Hydatid Cyst), સીટાકોસીસ, સાલ્મોનેલા, (રાનીખેત).

ZOONOSES ફેલાવનાર પ્રાણીનું નામ – ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઊંટ, ઘોડા ગાય, ભેંસ, સાંઢ, બકરી, ઘેટાં, કૂતરાં, બિલાડી, શિયાળ, કરડવાથી

વ્યક્તિ દ્વારા સ્વચ્છતા અને સાવચેતી રાખવામાં આવે તો કોઇ પણ રોગ થતો નથી. હા, રોગ (ZOONOSES) થવાના ડરથી ઘરમાં પાળેલાં એકાદ બે પ્રાણીઓ પ્રત્યે સૂગ રાખવાની જરૂર નથી.

આપણાં રોજિંદા જીવનમાં જેના ઉપર આપણે લાડ કોડથી હાથ ફેરવીએ છીએ તેવાં પેટ્સ ફ્રેન્ડસના સારાં-માઠાં પરિણામ વિશે તકેદારી રાખવી જોઇએ. આ સિવાય ભારતમાં પોપટ પક્ષી જોવા મળતા નથી પરંતુ ઘરે પાળેલા સૂડો, રાજહંસ જેવા પક્ષીઓ દ્વારા પણ ઝૂનોસીસ રોગ થાય છે.

કૂતરું હડકાયું ન હોય તો પણ ઈંજેકશનો લેવાની દરેક ડૉકટર સલાહ આપે છે

પાલતું પ્રાણીઓને પેટ્સ કહેવામાં આવે છે. આ પેટ્સને પાળનારા પેટ્સ લવરે ઘણી કાળજી લેવાની હોય છે. કૂતરાં વિશે વાત કરીએ તો, કૂતરું પાળનાર કુટુંબીજનો શોખ સંતોષવા ઉપરાંત તેના તરફથી થતી ‘ચોકી’ને પણ લક્ષમાં લેતા હોય છે. આમ છતાં તે મિત્રભાવે એકાદ હળવું બચકું ભરી લે તો પણ, સાત કે ચૌદ ઈંજેકશનો લેવાની તૈયારી રાખવી પડે, નહીં તો હડકવા થવાનો ભય સતત પજવ્યા કરે છે.

આમ કૂતરાની ચોકીના ભરોસે આરામની ઊંઘ ખેંચતા કુટુંબીઓની ઊંઘ ક્યારેક હરામ થઈ જાય છે. કૂતરું હડકાયું ન હોય તો પણ ઈંજેકશનો લેવાની દરેક ડૉકટર સલાહ આપે છે. કૂતરાં ઉપરાંત બિલાડી કે શિયાળ કરડે તો પણ આવા ઈંજેકશનો લેવા પડે !

એલર્જી નામનો રોગ પણ થઈ શકે છે

કૂતરું પાળનાર શ્વાન પ્રેમીઓએ એટલું ખાસ યાદ રાખવું કે માત્ર ડોકમાં પટ્ટો બાંધી, મોતી કે ટોમી જેવાં લાડલાં નામ આપવાથી, આ કાર્ય પૂરુ થતું નથી. તેને નવડાવવા, ધોવડાવવા પાછળ એક બાળક જેટલી કાળજી રાખવી પડે છે. આવી કાળજી ન રખાય તો ‘એલર્જી’ નામનો રોગ પણ થઈ શકે છે.

એલર્જીના રોગથી પરિચિત થવું હોય તો એ જાણી લો કે આવા પ્રાણીઓની રુંવાટી અને તેના ઉપર ચોટેલાં રજણો મનુષ્યના શ્વાસ વાટે નાકમાં જઈ એલર્જી કરે છે. જેમાં, નાકમાંથી પાણી આવ્યા કરે, છીંકો આવે, કાયમી શરદી ઘર કરી જાય અને ક્યારેક દમ કે અસ્થમા જેવા રોગોનો પણ પનારો પડે.

પાળેલા પ્રાણીઓનો ચેપ મનુષ્યને ક્યારે લાગે તેનો ખ્યાલ પણ રહેતો નથી

રીંગવોર્મના નામે ઓળખાતી ધાધર પણ ખાસ કરીને કૂતરાં કે બિલાડાંને થતી હોય છે જેનો ચેપ મનુષ્યને ક્યારે લાગે તેનો ખ્યાલ પણ રહેતો નથી. ખસ થઈ હોય એવા ઘણાં કૂતરાં શેરીમાં રખડતાં તમે જોયા હશે. ખસ એ ચેપી રોગ છે. કૂતરામાંથી તે માનવીને લાગુ પડી શકે છે. પાળેલું કૂતરું જો વારંવાર નખથી ચામડી ખજવાળતું હોય તો વહેલી તકે પશુચિકિત્સક પાસે તેનું નિદાન અને સારવાર કરાવી ચેપના ભયથી મુક્ત થવું જોઈએ.

‘ટોક્સોપ્લાઝમોસીસ’ નામના એક રોગની નોંધ પણ લેવી જોઈએ

કૂતરાં-બિલાડાં દ્વારા મનુષ્યને થતા રોગોની વાત માંડી છે તો ‘ટોક્સોપ્લાઝમોસીસ’ નામના એક રોગની નોંધ પણ લેવી જોઈએ. આ રોગ આમ તો થોડે ઘણે અંશે નિર્દોષ છે,તો પણ સગર્ભા સ્ત્રીને લાગુ પડે તો ગર્ભમાં ઉછરતાં બાળકના પાણી ભરેલા ફુગ્ગા જોવા મળે છે, જેને ઓપરેશન કરી અતિકાળજીથી ડૉકટરો બહાર કાઢી શકે છે.

કૂતરા દ્વારા મનુષ્યને ક્યો રોગ થાય ? આવો પ્રશ્ન જો વેટરનરી ડૉકટરોને પૂછવામાં આવે તો સૌ પ્રથમ નામ આ રોગનું આવે. કૂતરાના આંતરમાં ઉછરતાં આ રોગનાં ઈંડાંઓ તેના મળ દ્વારા બહાર આવી મનુષ્યને ચોટે છે, અને ત્યારબાદ શરીરમાં પ્રવેશી HYDATID CYST નામનો ઉપરોક્ત રોગ કરે છે.

દૂધ વિશે આપ કેટલું જાણો છો? | દૂધ વિશે જાણવા જેવું | World Zoonoses Day

World Zoonosis Day 6 July: Online learning supports governments to operationalize a One Health approach in countries

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે