World Sports Journalists Day 2022 : આપણાં જીવનમાં રમતનું મહત્વ શારીરીક કૌશલ્યનું પીઠબળ

Journalists Day
Facebook
Twitter
Telegram
WhatsApp
World Sports Journalists Day 2022 | આજે વર્લ્ડ સ્પોર્ટસ જર્નાલિસ્ટ ડે છે. આ દિવસ એવા પત્રકારોને સમર્પિત છે જેઓ રમત-ગમત એટલે કે સ્પોર્ટસનાં સમાચાર આપે છે. રમત-ગમત ક્ષેત્રેનું પત્રકારત્વ માટે વધારે અભ્યાસ અને યોગ્ય જાણકારી હોવી આવશ્યક હોય છે. આ વખતની આઇપીએલમાં એક અખતરો કરવામાં આવ્યો હતો જે આપણે સૌએ સાંભળ્યો હતો. આપણા ગુજરાતી રેડિયો જોકીને આઇપીએલની કોમેન્ટરી કરવાની હતી. આ એક નવો જ પ્રયોગ કહી શકાય અને સ્પોર્ટસ જર્નાલિસ્ટો માટે પ્રોત્સાહન પણ.. આજે આપણે સૌ વિવિધ રમતોથી પરિચિત હોઇએ છીએ. ક્રિકેટનાં વળગણને પગલે બીજી બધી રમતોને પ્રોકત્સાહન મળતું હોતું નથી. આજે World Sports Journalists Day 2022 અનુસંધાને આપણે એ જાણવાની જરુરત છે કે જે રમત હજું પણ બહાર નથી આવી એને બહાર લાવીએ. આજનો લેખ નિરવ દરજીનો. હવેથી ઘણું બઘુંમાં આપને વાંચવા મળશે સ્પોર્ટસની ચારેબાજુંનું પ્રત્યક્ષીકરણ.

ઇન્ટરનેશનલ સ્પોર્ટસ પ્રેસ એસોશિયેશન (AIPS) ને 1994 મેં વિશ્વ રમત-ગમત પત્રકાર દિવસની સ્થાપના કરવામાં આવી હતી. (AIPS) સંગઠન બાદ 2 જુલાઇ 1924નાં રોજ પેરિસમાં ગ્રિષ્મ ઓલંપિક વખતે શરુ થયું હતુ. આ દિવસે ઘણા બધા સ્પોર્ટસ જર્નાલિસ્ટને સન્માનવામાં આવે છે.

રમત-ગમત (Sports) એ શારીરિક ગતિવિધિ છે. જે પ્રતિયોગી સ્વભાવના કૌશલ્ય વિકાસમાં મદદ કરે છે. સામાન્ય રીતે બે કે વધુ સમુહ એક બીજા સાથે મનોરંજન કે ઈનામ પ્રાપ્ત કરવા માટે એકબીજા સાથે પ્રતિસ્પર્ધા કરે છે. મહિલાઓ અને પુરૂષો બંને માટે રમત-ગમત (Sports) ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે. કારણ કે આ એક વ્યક્તિની શારીરિક, માનસિક સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિને પ્રોત્સાહિત કરે છે. નાગરિકોના ચરિત્ર અને સ્વસ્થ્યના નિર્માણ દ્વારા રાષ્ટ્રને મજબૂતી પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રમત-ગમત (Sports) મનુષ્યના કાર્ય કરવાની રીતમા ગતિ અને સક્રિયતા લાવે છે.

World Sports Journalists Day
World Sports Journalists Day

સ્વાસ્થ્ય, ધન અને રાષ્ટ્રના નિર્માણમાં રમતની ભૂમિકા

રમત-ગમત (Sports) નુ મહત્વ અને ભૂમિકાને કોઈના પણ દ્વારા નજરઅંદાજ કરી શકાતુ નથી. કારણ કે આ હકીકતમાં ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. લોકો પોતાના વ્યક્તિગત વિકાસ સાથે જ વ્યવસાયિક વિકાસ માટે રમત ગતિવિધિઓમાં સામેલ થઈ શકે છે. આ યુવક અને યુવતીઓ બંને માટે સારા શરીરનુ નિર્માણ કરવા માટે ખૂબ સારુ છે. આ લોકોને માનસિક રૂપે સતર્ક, શારીરિક રૂપથી સક્રિય અને વધુ લાભકારી થઈ શકે છે. તેઓ વધુ અનુશાસિત, સ્વસ્થ, સક્રિય, સમયનિષ્ઠ બની શકે છે અને સહેલાઈથી વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં કોઈપણ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી શકે છે. રમતમાં નિયમિત રૂપથી સામેલ થવુ સહેલાઈથી ચિંતા, તનાવ અને ગભરાટમાંથી બહાર નીકળવામાં મદદ કરે છે.

રમત (Sports) શરીર અને મનની શક્તિ અને ઉર્જાનુ સ્તર વધારે છે

Sports શરીરના અંગોના શારીરિક કાર્યોને શ્રેષ્ઠ બનાવે છે અને આ રીતે આખા શરીરના કાર્યોને સકારાત્મક રૂપથી નિયંત્રિત કરે છે. શરીરના સ્વાસ્થ્યને કાયમ રાખવામાં મદદ કરે છે અને આ રીતે મન કે દિમાગ શાંતિપૂર્ણ, ઝડપી ન સારી એકગ્રતા સાથે સક્રિય રહે છે. શરીર અને મનની શક્તિ અને ઉર્જાનુ સ્તર વધારે છે. આ સાથે રમત(Sports) દરેકના નીરસ જીવનમાં એક સારો બ્રેક આપે છે. રમત-ગમત (Sports) ઉજવળ વ્યવસાયિક કેરિયર ધરાવે છે તેથી, તેમા રૂચિ રાખનારા યુવાઓને ચિંતા કરવાની જરૂર નથી અને તેમને ફક્ત સંપૂર્ણ લગન સાથે પોતાની આ રૂચિને નિયમિત રાખવાની છે. આ ટીમમાં સહયોગ અને ટીમ નિર્માણની ભાવનાના વિકાસ દ્વારા બધાને ટીમમાં કાર્ય કરવાનુ શીખવાડે છે. રમત (Sports) પ્રત્યે વધુ ખેંચાવ એક વ્યક્તિ અને એક રાષ્ટ્ર બંનેને સ્વસ્થ અને નાણાકીય રૂપથી વધુ મજબૂત બનાવે છે. તેથી રમત-ગમત (Sports) ને માતા-પિતા, શિક્ષક અને દેશની સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવુ જોઈએ.

આજે World Sports Journalists Day 2022 ની ઉજવણી વિશ્વભરમાં થાય છે. સ્પોર્ટસ જર્નાલિસ્ટ આ ગતિવિધિ પર નજર રાખતા હોય છે કે આ ફિલ્ડમાં કોઇ નવું વ્યક્તિ પ્રવેશ્યું કે કેેમ.? પત્રકારત્વમાં નવા પત્રકારોને પ્રોત્સાહન એટલું જ જરુરી છે જેટલું રમતવીરોને. જો સ્પોર્ટસ જર્નાલિસ્ટ જ નહીં હોય તો સાચી માહિતી રમત રસીયાઓ સુધી કેવી રીતે પહોંચશે. રમતગમત પ્રત્યે રસ દાખવનાર રિપોર્ટર જ રમત-ગમતની સાચી માહિતી આપી શકે છે. પૂર્ણ અવલોકન તેમજ પ્રત્યક્ષ અવલોકન દ્વારા જેૃ-તે રમતોનાં મેદાનો તેમજ રમતવીરોની માહિતી પ્રદાન કરે છે. ગુજરાતી મીડિયા ક્ષેત્રે રમત-ગમત ક્ષેત્રેનાં પત્રકારો ઓછા છે. આ રમત ગમતની બીટને સમજવા પહેલા રમતપ્રેમ હોવો એટલો જ આવશ્યક છે. આજે World Sports Journalists Day એ એ નક્કી કરીએ રમતવીરો સાથે પત્રકારોને પણ પ્રોત્સાહન મળે.

World Sports Journalists Day: All you need to know about its origin

યોગ વિશે જાણવા જેવું

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો