International Day of Yoga 2022 ની ઉજવણીમાં શું નવું છે? |યોગ વિશે જાણવા જેવું|

International Day of Yoga
Facebook
Twitter
Telegram
WhatsApp

દર વર્ષે 21 જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ (International Day of Yoga) દિવસ મનાવવામાં આવે છે વર્ષ 2014 થી યોગ દિવસ મનાવવાની શરૂઆત થઇ હતી. આ વખતનો આઠમો યોગ દિવસ મનાવવામાં આવશે. 11મી ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) તરીકે જાહેર કર્યું છે.

યોગ દિવસની શરૂઆત કોણે કરી હતી
International Day of Yoga ની શરૂઆત વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદી એ કરી હતી. 21 જૂન 2015 ના રોજ પ્રથમ વખત યોગ દિવસની ઉજવણી કરી હતી અને ત્યારથી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાની શરૂઆત થઈ છે. આયુષ મંત્રાલયે ભારતમાં જરૂરી વ્યવસ્થા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ રજૂ થયાના માત્ર 3 મહિનાની અંદર આંતરરાષ્ટીય યોગ (International Day of Yoga) દિવસનું આયોજન કરવાનું જાહેર કરી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વમાં 35 હજારથી વધુ લોકો અને 84 દેશોના પ્રતિનિધિઓએ દિલ્હીના રાજપથ પર યોગના 21 આસન કર્યા હતા.
International Day of Yoga
International Day of Yoga

બે ગિનિસ બુક રેકોર્ડ્સ કર્યા હતા


21 જૂન 2015 ના રોજ પ્રથમ વખત International Day of Yoga ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે બે ગિનિસ બુક રેકોર્ડ્સ કર્યા હતા. પ્રથમ રેકોર્ડ 35,985 લોકોએ એક સાથે યોગાસન કર્યું હતુ તે સંદર્ભે બે ગિનિસ રેકોર્ડ મેળવ્યા હતો. બીજો રેકોર્ડ્ 84 દેશોના પ્રતિનિધિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) ને અનુસંધાને કાર્યક્રમમાં એક સાથે ભાગ લઇને હાજરી આપી હતી.

શા માટે 21 જૂનની પસંદગી કરવામાં આવી?


21 જૂનના દિવસે આંતરરાષ્ટીય યોગ દિવસ (International Day of Yoga) તરીકે ઉજવવા પાછળનું ઘણું મોટું કારણ છે જે તમને જાણ નહીં હોય. આ દિવસની ખાસ રીસર્ચ કર્યા બાદ જાહેર કરવામાં આવી હતી. હકીકતમાં આ દિવસ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે, જેને ગ્રીષ્મ સંક્રાતિ પણ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના દ્રષ્ટિકોણથી ગ્રીષ્મ સંક્રાતિ બાદ સૂર્યનો દક્ષિણાયનનો સમય અધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં ખૂબ જ લાભદાયી છે. આ જ કારણથી 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) તરીકે ઉજવવામાં આવે છે.

યોગ અને શિવનું મહત્વ


શિવને યોગના સર્જક માનવામાં આવે છે. ભારતીય પૌરાણીક કથા મુજબ શિવ વર્ષો સુધી ધ્યાનની સ્થિતિમાં બેઠા હતા. એ બાદ સાત લોકો તેમના નિશ્ચયના સ્તરથી પ્રભાવિત થયા હતા. એ સાત લોકોએ તેમની પાસેથી યોગ (YOGA) શીખવા નક્કી કર્યું હતુ. આ સાત લોકો યોગની તિવ્ર ઝંખના લઇને શિવ પાસે આવી પહોંચ્યા હતા. આ સાત મહાનુભાવો 84 વર્ષથી વધુ સમય સુધી શિવની પ્રતિક્ષા સાથે સ્થિર બેઠા હતા. જ્યારે ભગવાન શિવે ઉનાળાના અયનકાળના દિવસે આ સાત જીવોને જોયા ત્યારે અચંબો પામી ગયા હતા. શિવે આ સાત જ્ઞાનનાં હકદારોની તરસ જોઇને ધ્યાનનું વિજ્ઞાન સપ્તઋષિઓ ( 7 ઋષિઓ ) ને પહોંચાડ્યું હતુ.

યોગના ફાયદાઓ


યોગ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. મન શાંત રહે છે. માનસિક તણાવ અને હાઈપરટેન્શન જેવા રોગો શરીરમાંથી દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ નિયમિત 20થી 30 મિનિટ યોગ કરે છે, તો તેનું શરીર થાકતું નથી. યોગ કરવાથી સકારાત્મક વિચારોમાં વધારો થાય છે. યોગ કરવાથી સ્નાયુઓ મજબૂત બને છે. જીમમાં વેઈટ એકસરસાઈજ કરવાથી મસલ્સ મજબુત બને છે, જ્યારે યોગ દ્વારા મસલ્સ મજબૂત સાથે તે ફ્લેક્સિબલ પણ બને છે. આ કારણે આર્થરાઈટિસ અને કમરનો દુખાવો થતો નથી. યોગ કરવાથી માનવ મુદ્રામાં સુધારો થાય છે. યોગ કરવાથી લોહીનું તાપમાન સારું રહે છે, શરીરના ધબકારા અનિયમિત હોય તો યોગ નિયમિત કરાવે છે. યોગ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. યોગ બ્લડ પ્રેશરને નિયત્રિત કરવામાં અને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. યોગ વ્યક્તિને હંમેશા ખુશ રાખે છે. મન શાંત રહેવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે.

યોગ દિવસ 2022ની ઉજવણી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે


શરીર અને મનને સંપૂર્ણ સ્વસ્થ જાળવવામાં યોગનું મહત્વ વધી જવાને કારણે International Day of Yoga ની ઉજવણી કરવામાં આવે છે. યોગનો વિવિધ અભ્યાસ કરવાથી વ્યક્તિના ડર અને ચિંતા દૂર થાય છે. આ જ રીતે મન પણ શાંત થાય છે. International Day of Yoga નું મહત્વ માનસિક અને શારીરિક સુખાકારીની જાગૃતિ ફેલાવવાના પ્રકાશમાં થવું જોઈએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નો ઉદ્દેશ્ય માનસિક શાંતિ અને સ્વજાગૃતિ માટે ધ્યાનની આદત કેળવવાનું પણ છે. તણાવ મુક્ત વાતાવરણમાં ટકી રહેવા માટે યોગનો અભ્યાસ જરૂરી છે. ગુજરાત રાજ્યના પ્રવાસન ઐતિહાસીક તથા શૈક્ષણિક મહત્વ ધરાવતા 75 આઇકોનિક સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં 750થીવધુ યોગ કોચ અને 60 હજારથી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે. આ અભ્યાસ લોકોને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જોડે છે. ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું બધું મહત્વ છે

શુક્રનીતિ મુજબ રાજાએ પોતાની આસપાસ કડક સુરક્ષા રાખવી જોઇએ |Sukraniti|

જાંબુ વિશે જાણવા જેવું

PM Modi to be in Karnataka for 2 days, participate in Yoga Day

2022 ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની થીમ :
માનવતા માટે યોગ(YOGA FOR HUMANITY) મંત્રાલય દ્વારા વિકલાંગ અને ટ્રાન્સજેન્ડર વસ્તી મહિલાઓ અને બાળકો માટે વિશેષ કાર્યક્રમો તૈયાર કર્યા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Day of Yoga) ની 8મી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે. જેમાં 7500 લોકો જોડાશે. રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જીલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્ર, પોલીસ હેડકવાર્ટર રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો એકસાથે મળીને કરી સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે સમગ્ર દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુંદર માર્ગદર્શન અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી ના આયોજન હેઠળ રાજ્યના ધાર્મિક પ્રવાસ અને ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા 75 સ્થળો જેવાકે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદરણ, મોઢેરા સૂર્ય મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં પાંચ હજારથી વધુ યોગના ક્લાસ શરૂ કરવામાં આવે અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પણ યોગ વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી 21 જૂન 2022 યોગ દિવસ (International Day of Yoga)ની ઉજવણી મૈસુરમાં કરશે.
  • સંકલન – જીતેન્દ્ર પરમાર
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો