ધોરણ 12 આર્ટસ પછી શું?|What After Standard 12 Arts? please

Facebook
Twitter
Telegram
WhatsApp

What After Standard 12 Arts? | ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામો આવી ગયા છે. સામાન્ય પ્રવાહમાં આર્ટસ અને કોમર્સ એમ બે વિષયોનો સમાવેશ થાય છે. મોટા ભાગે એવું કહેવામાં આવે છે જેમની પાસે ગણિત વિષયની પકડ હોય તેઓ કોમર્સની પસંદગી કરે છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ આર્ટસની પસંદગી કરતા હોય છે. ધોરણ 12 આર્ટસ પછી શું? એવો પ્રશ્ન ધોરણ 12 આર્ટસ (Standard 12 Arts) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં વાલી અને વિદ્યાર્થી પૂછતા હોય છે. આ માટે ધોરણ 12 આર્ટસ (Standard 12 Arts) પછી આજે સફળતાનાં શિખરો પાર કરનારા અભ્યાસક્રમોની વાત કરીએ.ધોરણ 12 આર્ટસ પછી શું? મુંઝવણ હોય તો વાંચો |12th Arts |

https://news.google.com/publications/CAAqBwgKMP6Lsgswi6fJAw?ceid=IN:en&oc=3

ધોરણ 12|What After Standard 12 Arts?
What After Standard 12 Arts?

ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી એનાં પોતાનાં ગમતા વિષય અથવા પોતાની હોબીમાં પારંગત હોય છે. ધોરણ 12 આર્ટસ (Standard 12 Arts) પછી શું? એવો પ્રશ્ન જો ઘરમાં પૂછશે તો ઘરનાં લોકો ઘણા બધા ઓપ્સન મૂકી દેશે. સાથે ઉદાહરણ પણ આપશે. ધોરણ 12 આર્ટસ (Standard 12 Arts) પછી કોઇ પણ વિદ્યાર્થી ટીચીંગ લાઇનમાં જઇ શકે છે. એટલે કે ટીચર બની શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી પોતાની હુનર કળાને પ્રસ્થાપિત કરવા આર્ટીસ્ટ બની શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી ભાષાશાસ્ત્રી બની શકે છે. ધોરણ 12 આર્ટસ (Standard 12 Arts) નો વિદ્યાર્થી સમાજસેવક બની શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી મનોચિકિત્સક બની શકે છે.

ધોરણ 12 નો વિદ્યાર્થી ભાષાઓ જેવી કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, ફ્રેન્ચ, વગેરે ભાષાઓ ભણી શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી કોમ્પ્યુટર ઓપરેટર બની શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી સારો ફોટોગ્રાફર બની શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી સારો લેખક કે કવિ બની શકે છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી પત્રકાર બની શકે છે. સૌથી મહત્વનું એ કે ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી સરકારની વહીવટી શાખાઓ ચલાવી શકે છે. એટલે કે GPSC કે UPSC ની પરીક્ષા આપ્યા બાદ સરકારી નોકરીમાં મામલતદાર, કલેક્ટર તેમજ મોટા અધિકારી બની શકે છે.


રસ રૂચીનો કોઇ વિષય હોય તો તેમાં આગળ વધી શકાય

If there is any topic of interest, it can be pursued


Standard 12 Arts પછી જે વિદ્યાર્થીને ભાષાનાં વિષયમાં સારા માર્કસ હોય તેમજ એમનાં રસ રૂચીનો કોઇ વિષય હોય તો તેમાં આગળ વધી શકાય છે. જેમકે અંગ્રેજી વિષયમાં જેની પકડ સારી હોય અને અંગ્રેજી કડકડાટ બોલતા-લખતા કે સાંભળતા આવડતું હોય તો અંગ્રેજી વિષયને મુખ્ય વિષય તરીકે પસંદગી કરીને સ્નાતક (કોલેજનાં ત્રણ વર્ષ – બેચલર ડિગ્રી) ની ડીગ્રી મેળવી શકાય. અંગ્રેજી શિખવાની ઇચ્છા હોય અને એમાં આગળ વધવાની ઇચ્છા હોય તો વિષય પસંદગી કરી શકાય. આવી જ રીતે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વિષયની પસંદગી કરીને પ્રવેશ મેળવી શકાય. કોલેજનાં ત્રણ વર્ષનાં અભ્યાસ ક્રમમાં ભાષા, સાહિત્ય તેમજ વ્યાકરણ ઉપર વધારે કામ થાય છે. ધોરણ 12 પછી શું? ભાષામાં આગળ વધીને કરિયર બનાવી શકાય. તો હા, કરિયર બનાવી શકાય. શિક્ષક, લેખક, વક્તા, કોન્ટેન્ટ રાઇટર, સ્ક્રીપ્ટ રાઇટર, અનુવાદક (ટ્રાન્સલેટર), ફિલ્મ લેખક વગેરે તરફ જઇ શકાય છે.

સમાજશાસ્ત્ર (Sociology) વિષયની પસંદગી કરી સમાજીક કાર્યકર (Social worker) બનો

Become a social worker by choosing the subject of Sociology


ધોરણ 12 આર્ટસ પછી સમાજશાસ્ત્ર (Sociology) વિષયની પસંદગી કરીને સમાજ સેવક બની શકાય છે. સમાજશાસ્ત્ર વિષયમાં મેનેજમેન્ટનાં ગુણો, ગ્રામ્યશિક્ષણ, એનજીઓ સાથે સંપર્ક, લોકવ્યવહાર વગેરે તરફ પોતાનું લક્ષ્ય મુકી શકાય છે. સમાજશાસ્ત્રમાં કોઇ વ્યક્તિને સમાજ હિત માટે ગામડાઓમાં ફરવું હોય. બદલાવ લાવવો હોય તેમજ શહેરમાં પણ લોકવ્યવહાર કેળવવો હોય તો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરી શકાય. બાળ સુરક્ષા અધિકારી, મહિલા જાગૃતતાનાં કોમો તેમજ સામાજીક મુદ્દાઓ અંતર્ગત થતા બદલાવો અંગે સમાજ જાગૃતતાની વાતોને વાચા આપી શકાય છે. MSW,MRS જેવા કોર્ષ કરીને સામાજીક કાર્યકર બની શકાય છે.

મનોવિજ્ઞાન (Psychology) નો અભ્યાસ કરીને મનોચિકિત્સક (Psychologist) બની લોકોનાં મગજ વાંચી પ્રશ્નો સોલ્વ કરો

Become a Psychologist by studying Psychology Read people’s brains and solve questions


ઘણા લોકો પોતાનાં મનમાં રહેલી વાત કોઇને કહેતા નથી. જેમકે, પિતા ઘરમાં ગુસ્સા વાળા છે મારે પિતાને બદલવા હોય તો શું કરું? મારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ મને બોલાવતો નથી તો શું કરવું? હું રોજ મારા જ વિચારોમાં રહું છું. મને ખબર નથી પડતી કે આવું કેમ થાય છે? આવા તમામ પ્રશ્નોનાં જવાબ તમે આપી શકો છો જો તમે મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય. મનોવિજ્ઞાન વિષયમાં આજે સારા ટકા હોય તો જ એડમિશન મળતા હોય છે. કેમકે આ વિષયમાં સફળતાની તકો તેમજ કરિયર ઓપ્સન વધારે હોવાને કારણે મનોવિજ્ઞાન વિષયની પસંદગી લોકો કરતા હોય છે. મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન ગણવામાં આવે છે. આધુનિક સમયમાં લોકો ઘણી માનસિક સમસ્યાઓ સામે લડી રહ્યા છે. લોકોને આજે માનસિક રીતે સ્વસ્થ રહેવામાં મનોચિકિત્સક મદદ કરતા હોય છે. અમેરીકામાં 10 મીનિટની એક મુલાકાત માટે મનોચિકિત્સકો 15000 જેટલા વસૂલ કરે છે.

dhoran 12

LLB કરીને વકીલ (Advocate) બની શકાય

You can become an Advocate by doing LLB


ગ્રેજ્યુએશન બાદ 2 વર્ષનો LLB નો કોર્ષ વકીલ બનવા મદદ રૂપ થાય છે. સમાજમાં બનતા ગુનાઓને પોતાનાં ઇન્વેસ્ટીગેશન તેમજ કાયદાનાં અભ્યાસ દ્વારા દુર કરી શકાય છે. લીગલ એડવાઇઝરની ભૂમિકામાં પણ આજે નવો ઉમેરો થયો છે. ધોરણ 12 આર્ટસ પછી LLBનો અભ્યાસક્રમ થાય છે. આજે ઘણી શિક્ષણ સંસ્થાઓમાં ધોરણ 12 પછી સીધા પાંચ વર્ષનાં LLBમાં પણ પ્રવેશ મળે છે. વકીલની ભૂમિકા ખોટા માણસને સજા કરાવવામાં મદદરૂપ બને છે કોઇ ખૂની ખૂન કરીને નાસી ગયો હોય અને કોઇ ગુનામાં નિશાન ન છોડ્યા હોય તે વખતે ઇન્વેસ્ટીગેશન તેમજ પોતાનાં સોર્સ (સંપર્ક) મદદરૂપ થતા હોય છે. બુદ્ધીશાળી તેમજ વહીવટનો જાણકાર આ વ્યવસાય ક્ષેત્રે સફળ બને છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર 38 દોષિતને મૃત્યુદંડ અને 11 દોષિતોને આજીવન કેદ

અંગ્રેજી વિષય (English Subject) પસંદગી અને નોકરીની તકો

English Subject Selection and Job Opportunities


અંગ્રેજી વિષયમાં તમે સારી રીતે અભ્યાસ કરો તો સફળતાની ઘણી બધી તકો રહેલી છે. અંગ્રેજી ભાષા જો તમને બોલતા આવડતી હોય તો તમે કોલસેન્ટરોમાં સારો પગાર મેળવી શકો છો. ગુજરાતમાં તેમજ તમે જ્યાં રહો છો ત્યાંથી અમેરીકાની મોટી કંપનીઓમાં કામ કરી શકો છો. આજે અંગ્રેજી ભાષા વિશ્વવ્યાપી છે. જેનું અધ્યયન દ્વારા વિશ્વ સાથે જોડાણ થાય છે. અંગ્રેજી બોલતા આવડતું હોય તો કોમ્યુનિકેશન તેમજ મિત્રોમાં સારી છાપ પડતી હોય છે. ઘણા લોકો પોતાની કોમ્યુનિકેશન સ્કિલમાં અપડેટ રહેવા અંગ્રેજીનો અભ્યાસ કરતા હોય છે. વેકેશનોમાં 6 મહિનાનાં કોર્ષમાં ઘણા લોકો કડકડાટ અંગ્રેજી બોલોનાં વર્ગખંડો ચલાવતા હોય છે. ઘણી કોચીંગ ઇન્સ્ટીટ્યુટમાં અંગ્રેજી જાણકારોની જરૂરત હોય છે. સારું અંગ્રેજી જાણકાર શિક્ષક બની વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે. ન્યુઝ એન્કર તેમજ ફ્રિલાન્સર તરીકે અંગ્રેજી લખનાર સારું કમાય છે. ઇલોન મસ્ક શું વિચારે છે ? | Elon musk Quotes

કોમ્યુટર ઓપરેટર (Computer Operator) માં જોડાઇ શકાય
બેચલર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો અભ્યાસ આર્ટસમાં પણ થાય છે. લોકો એવું જ સમજતા હોય છે કે જેમનું સાયન્સ અને મેથ્સ સારું હોય એ જ કોમ્યુટર ફિલ્ડમાં જઇ શકે છે. કોમ્પ્યુટરનો જાણકાર વિવિધ સરકારી નોકરીઓમાં ક્લાર્ક તરીકે કાર્યરત હોય છે. કોમ્યુટરમાં લખાણની સ્પીડ સારી હોય તો સારું કમાઇ શકાય છે. કોમ્યુટર ઓપરેટર તરકે માઇક્રોસોફ્ટ વર્ડ, પાવર પોઇન્ટ, એક્સલ નો જાણકાર માર્કશીટ બનાવવા, બેંકીંગ ક્ષેત્ર તેમજ પ્રાઇવેટ નાની-મોટી દુકાનોમાં જોબ પ્લેસમેન્ટ મેળવી શકે છે. કોમ્પ્યુટર વિશેનું જ્ઞાન બગડેલા કોમ્યુટરને રીપેર કરનારો પણ સારું કમાઇ શકે છે. – બીસીએ બૌદ્ધ ધર્મ પરિચય

UPSC-GPSC તેમજ સરકારી નોકરી મેળવી શકાય
આજે ઘણા લોકો સરકારી નોકરીની મહત્વકાંક્ષા ધરાવે છે. લોકો તમને સાહેબ કહીને બોલાવે તો તમને ગમશે જ. સરકારી નોકરી અને એમાં પણ અધિકારી લેવલ સુધી પહોંચવા ક્લાસ 1 ની પરીક્ષા પાસ કરીને મોટા અધિકારી બની શકાય છે. જેમ આપણા ઘરમાં નેતૃત્વ કરનાર એક વડા તરીકે પિતા હોય છે એમ ગામ શહેર તેમજ વહીવટીશાખાઓનું નેતૃત્વ પણ કરી શકાય છે. આ નેતૃત્વ માટે તેમજ માહિતી માટે આર્ટસનો અભ્યાસ કરવો જરૂરી બને છે. જનરલ નોલેજ તેમજ સામાન્ય વિષયોનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી આર્ટસનો હોય છે. આર્ટસ વિષયમાં આવતા વિષયો જેવા કે ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા તેમજ કોમ્યુટર જેવા વિષયોનાં અભ્યાસક્રમનો મહાવરો અધિકારી બનવા જરૂરી થઇ પડે છે.

UPSC (UNION PUBLIC SERVICE COMMISSION) અને GPSC (Gujarat Public Service Commission) ની પરીક્ષા આપવા લાખો લોકો તૈયારી કરતા હોય છે. સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરવું પણ એક ટાસ્ક હોય છે. આ પરીક્ષાઓ પાસ કર્યા પછી કલેક્ટર કે પછી પોલીસ અધિકારીનાં રૂપે પણ સારી રીતે રાજ્ય તેમજ દેશ નેતૃત્વ કરી શકાય છે. તલાટી, મામલતદાર, ક્લાર્ક,પોલીસ અધિકારી, કોન્સટેબલ, ડ્રાઇવર, કંડક્ટર, પ્યુન જેવી પરીક્ષા પાસ કરવા માટે પણ આજે સામાન્ય જ્ઞાનમાં વિશેષ જ્ઞાન આવડવું જરૂરી થઇ પડે છે. UP’s Shruti Sharma, a student of history tops UPSC Civil Services 2021 exam, gets AIR 1

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટસનો અભ્યાસ કરેલો છે
આમ તો આપણે ડીગ્રીની તુલના લોકો સાથે કરતા હોઇએ છીએ. આપણે આપણા ઘરમાં પણ બાજુંવાળા ગગાનાં કેટલા માર્કસ આવ્યા એવું વિચારતા એની માર્કસીટ જોતા હોઇએ છીએ. આજે આપણી સામે આપણા વડાપ્રધાન મોદીનો અભ્યાસક્રમ મુકવો પડે. આર્ટસનાં વિદ્યાર્થીએ સમજવું જોઇએ કે અભ્યાસ એ પોતાની પ્રતિભા ઘડે છે. વડાપ્રધાન મોદી એ પણ બેચલર ઓફ આર્ટસની ડીગ્રી મેળવેલી છે. એમને પોલીટીકલ સાયન્સ એટલે કે રાજ્યશાસ્ત્ર એટલેકે રાજનીતિશાસ્ત્રનો અભ્યાસ કરેલો છે. આપણે ત્યાં ઠોઠ શબ્દ પ્રચલિત છે. ધોરણ 12 આર્ટસનો વિદ્યાર્થી ઠોઠ હોત તો એ કલેક્ટર કે પછી સરકારી અધિકારી બની ન શકે. આજે આપણે માનસિકતા કેળવવાની જરૂર છે. દરેક માતા-પિતાએ પોતાનાં બાળકની જીજીવિશા સમજવાની જરૂર છે. 10માંની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા પિતાએ લખ્યો પુત્રને પત્ર

What After Standard 12 Arts?

આમ તો ધોરણ 12 આર્ટસ પછી ભણવા માટે તેમજ નવું ઘણું બધું શિખવા માટે ખુલ્લા પ્લેટફોર્મ જેવું છે. ધોરણ 12 આર્ટસ પછી નોકરી માટેની પણ અઢળક તકો છે. આમ તો દરેક વ્યક્તિને પોતાનો મનગમતો વિષય પસંદગી જ પોતાનું સારું કરિયર બનાવવામાં મદદ રૂપ થતો હોય છે. ગુગલે પણ હમણાં પોતાનો નવો નોકરીનો નિયમ પાડીને શિક્ષણઉદ્યોગને અચંબામાં મૂકી દિધા છે. ગુગલે કહ્યું છે કે અમારે ત્યાં નોકરી મેળવવા માટે કોઇ ડીગ્રીની જરૂર નથી. તમે આવો અને તમારી સ્કિલ બતાવો અમને. આમ તો એક અભણ ડ્રાઇવર કે પછી દૂધની દૂકાન વાળા પણ સારું એવું કમાઇ લેતા હોય છે. અહીં તમારે નોકરી કરવી છે? ભણવું છે? શીખવું છે? આગળ વધવું છે ? બીજા કરતા કૈંક અલગ કરવું છે? તો ભણવું જરૂરી થઇ પડે છે. તમે હજું પણ વિચારતા હોવ કે મારે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઇએ ? અથવા તો હું બિઝનેશ કરું, નોકરી કરું કે અભ્યાસ કરું? જેવા વિચારો જો તમને રસ્તો ન બતાવતા હોવ તો કોમેન્ટબોક્ષમાં કોમેન્ટ કરી જણાવો કે તમારે વધારે કયા વિષય અંગે જાણવું છે. બાબા સાહેબ આંબેડકરનાં મનોબળશાળી વિચારો

કોલેજોમાં થતા નીચે મુજબનાં આર્ટસનાં કોર્ષ ( નવા વિષયો ઉમેરાઇ શકે છે)
ધોરણ 12 પછી ઘણી બધી કોલેજોમાં વિવિધ વિષયો અંગેનાં અભ્યાસક્રમો ચાલે છે જેમકે,

Gujarati |English |Hindi |Sanskrit |Economics |Sociology |Psychology |Political Science |Drama (Theater Arts) |Philosophy |Computer Application |Geography | History |Indian Culture/Indology|Home Science |

આ વિષયોનો અભ્યાસ આર્ટમાં તમને સફળતા આપી શકે છે. તમારા જ્ઞાનમાં વધારો કરી શકે છે.

તમારે શું બનવું છે, તમારે ધોરણ 12 પછી શું કરવું છે ? એ અમને કોમેન્ટ બોક્ષમાં જણાવો. અથવા અમને મેસેજ કરો. અમે આપને સંપૂર્ણ કોર્ષ વિશે માહિતી આપીશું.
Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના