સ્વામી વિવેકાનંદના વિચારો એ ભારતની પ્રજાનું પ્રેરકબળ છે. સદીઓ વહી ગઇ છતાંય એમનાં વિચારો આજેય યુવાનોના ચેતનમનને અસર કરે છે. આ વિચારોમાં એવી તો શું તાકાત છે કે સૌ કોઇ એમના તરફ આકર્શાય છે. આ સંશોધનના વિષય અને એમના વિશેની વાતો પછી કરીશું પણ આજે એમના મજબૂત વિચારોની વાત કરવી છે.
સ્વામી વિવેકાનંદને આપ વાંચ્યા હશે તો આપને જાણ હશે જ કે સ્વામી વિવેકાનંદને જ્યારે ખબર પડી કે આ સંસારને કોઇ શક્તિ ચલાવી રહ્યી છે ત્યારે એમની જીજ્ઞાસા વધી ગઇ કે આ હવાને કોણ ચલાવે છે. આ સુગંધ, વાતાવરણ, પક્ષીઓનો કલરવ અને દરિયાનો ઘુઘવાટને કોણ કંટ્રોલ કરે છે એ જાણવા તેમણે કેટલાય લોકોની વાતો સાંભળી. દરેક ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો. છેવટે રામકૃષ્ણ પરમહંસની મુલાકાત બાદ તેઓ એ કુદરતી શક્તિને જાણી શક્યા અથવા જોઇ પણ હશે એટલા જ માટે તેઓએ રામકૃષ્ણ પરમહંસને પોતાના ગુરુ માન્યા.
સ્વામી વિવેકાનંદના વિચારો
કોરોનાની મહામારી બાદ આપણા જનમાનસ બદલાઇ ગયા છે એ આપ ધ્યાનપૂર્વક વિચારજો. ઘરમાં, મિત્રો સાથે કે પછી આપણે જે સ્થળે જોબ કરીએ છીએ ત્યાં પણ આપણા મગજનું કામ ઓછું થવા લાગ્યું છે. આપણા સૌની ઉંઘમાં પણ બદલાવ આવ્યો છે. આ સૌની વચ્ચે મુખ્ય વાત એ કે આપણે પહેલા જેવા હતા એવા રહ્યા નથી. તમે તમારા વિશે કોઇ નોટબુકમાં લખીને જાણી શકશો કે મારામાં શું બદલાવ આવ્યો.
આ બદલાવની પાછળનું કોઇ કારણ હોય તો તે છે બદલાયેલો સમય. સમય અને સમયસૂચકતા વચ્ચે કેટલાય આયોમો આજે અરસ કરી રહ્યા છે. આપણે દુર્બળ થઇ ગયા છે. આપણા વિચારો હવે આપણા કંટ્રોલમાં રહ્યા નથી. આ વિચારોને કંટ્રોલમાં રાખવા વિવેકાનંદના વિચારો જ શક્તિ આપનારા છે.
- સર્વ શક્તિ તમારી અંદર રહેલી છે, તમે એમાં શ્રદ્ધા રાખો.. તમે એ માનો નહીં કે તમે દુર્બળ છો, જાગો, ઉભા થાઓ અને તમારી અંદર રહેલી દિવ્યતા પ્રગટાવો. – સ્વામી વિવેકાનંદ
- શક્તિનો સ્ત્રોત આપણે પોતે જ છીએ. આપણે આપણા વિચારોમાં શ્રદ્ધા રાખવી જોઇએ. – સ્વામી વિવેકાનંદ
શ્રદ્ધા વિના વિશ્વાસ કેળવાતો નથી. આજે શ્રદ્ધા અને વિશ્વાસ બેઉ એક જ છે. જલન માતરીનો શેર છે ને, શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરુર, કુરાનમાં ક્યાંય પયંગબરની સહી નથી. આપણે આપણી શ્રદ્ધા ખોઇશું એ દિવસે આપણા પોતાનાં હુંમાંથી ખોવાઇ રહ્યા છે. આપણી અને આપણી વચ્ચે પ્રેરણાબળ બનતા આપણા વિચારોને કારણે જ આપણું અસ્તિત્વ ટક્યું છે. માટે જેમ બને એમ પોઝીટીવીટીને ટકાવી રાખો.
સ્વામી વિવેકાનંદ વિશે માહિતી pdf વાંચો
સ્વામી વિવેકાનંદ વિશે કેટલીક પ્રખ્યાત વાર્તાઓ શું છે?
આજુબાજુંની નેગેટીવીટીને દૂર કરો. સંસારની પીડાને જોતા શીખો અને પોતાની પીડાને ભૂલીને સંસારમાં શક્તિપૂર્વક રહો. તમારા જેવા કેટલાય લોકો હિંમત હારીને ખોટા રસ્તે દોરાય છે. ખોટા રસ્તે એ જ વ્યક્તિ જાય છે જેનામાં સંસાર સામે લડવાની કે ઝઝૂમવાની હિંમત હોતી નથી. આ સંસારમાં ટકી રહેવા માટે દુર્બળતાને ત્યજવી જોઇએ. દુર્બળ એ જ હોય છે જેનાંમાં હિંમત હોતી નથી.
આપણામાં એટલી શક્તિ ભરેલી છે કે આપણે જે ઇચ્છીએ એ કરી શકીએ છીએ. પોતાનો વિશ્વાસ અને હિંમતને જોતા શિખવું જોઇએ. આપણે દરેક કામ કરી શકીએ છીએ. પોતે જ પોતાને નાનો માણસ માનીને મોટો બનાવીએ છીએ અને પોતાની જાતને નીચી માનીએ છીએ. માટે,
બધી જ નિર્બળતા અને દુર્બળતાનો ત્યાગ કરો.
સ્વામી વિવેકાનંદ
- ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો – સ્વામી વિવેકાનંદ ના સુવિચાર
ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો નું સુત્ર ધ્યાને રાખો. જાગો અને ઉભા થાય અને હિંમતભેર તમારામાં રહેલી દિવ્યતાને પ્રગટાવો અને પોતાની જાતને કહો ‘ હું કૈં પણ કરી શકું છું. હું દિવ્ય છું. મારા અંદર રહેલી શક્તિ મારું પ્રેરણાબળ છે અને મને હિંમત આપે છે. હિંમત રાખો. શ્રદ્ધા રાખો. પોતાની દિવ્યતાને પ્રગટાવો.