1927માં લખાયેલ શિવાજી નું હાલરડું સિંધુડોમાંથી લેવામાં આવ્યું છે | Shivaji nu Halardu

shivaji nu halardu શિવાજી
Facebook
Twitter
Telegram
WhatsApp

ભારત વર્ષની જનેતા અને સંતાનોને કારણે આજે સમગ્ર ભાગતમાં સંસ્કાર બીજનો ઉદય થયો છે. ભારતવર્ષના સંતાનોના ગુણો અને અવગુણો માત્ર એમના થકી સિમિત નથી. આજે આપણે વાત કરવાની છે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી રાજે ભોંસલેના ગુણોની. શિવાજી મહારાજની જન્મતારીખોનું પ્રમાણ મળ્યું નથી પરંતું તારિખ 19 ફેબ્રુઆરી અથવા 6 એપ્રિલ અથવા 10 એપ્રિલ માનવામાં આવે છે. એમનો જન્મ પુણેથી 60 કિલોમીટર અને મુંબઇથી આશરે 100 કિલોમીટર દૂર આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો. ઇ.સ. 1674 દરમિયાન ભારતમાં મુઘલોનું શાસન હતું. પર્વતીય પ્રદેશમાં ઉપયોગી ગેરિલા એટલે કે છાપામાર પદ્ધતિનો ખૂબ ચતુરાઇથી ઉપયોગ કરીને છત્રપતિ શિવાજી મહારાજે મુઘલો પાસેથી મરાઠા પ્રદેશ જીત્યો હતો. ભારતનાં આ વીરપુરુષની ઘણી બધી દંતકથા અને લોકકથાઓ દ્વારા સૌ કોઇ સુધી વીરરસ પહોંચ્યો છે. આજે વાત કરવી છે આ વીરત્વ શિવાજીમાં આવ્યું ક્યાંથી..

શિવાજીનું હાલરડું કોણે લખ્યું હતું

આપણું ગુજરાતી સાહિત્ય અણમોલ છે. ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયર તરીકે નવાજ્યા હતા એવા ઝવેરચંદ મેઘાણીની શૌર્યવાન કથા કે કાવ્યથી સૌ કોઇ પરિચિત છે. શિવાજીની વાત ગુજરાતીમાં આવે તો સૌ પ્રથમ એક જ શબ્દ યાદ આવે.. હાલરડું (Shivaji nu Halardu lyrics). હાલરડાની વાતો પછી કરીશું પરંતું એક માતા પોતાના બાળકને સુવડાવવા એના મુખેથી જે ગીત ગાતા હતા એનું નામ હાલરડા આપ્યું. આમ તો હાલાલાલા હાલા… કરીને બાળક સુઇ જતું પરંતું આમાં જ્યારે એક માતા પોતાના બાળકને વાર્તાઓ કહે કવિતા કે ગીત કહે ત્યારે બાળકને પણ મજા આવે અને બાળક આ કથા કે હાલરડા સાંભળીને સુઇ જાય. શિવાજીનું હાલરડું ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતુ.

શિવાજી પણ આવા હાલરડા સાંભળીને, રામાયણ, મહાભારતની કથા વાર્તા સાંભળીને વીરરસ પામ્યા એવું કહેવાય છે. નાનપણમાં જે સંસ્કારો બાળકને પીરસવામાં આવે એવું જ બાળક વર્તન કરવા લાગે છે. આજે સમાજમાં જીજાબાઇ જેવા માતા પોતાના બાળકના ઘડતર અને સંસ્કારોનું સિંચન કરવાનો પ્રયત્ન કરે છે. છતાંય યુવાવયે પહોંચ્યા બાદ સંતાન ખોટા રસ્તે જાય છે એ વાંક કોનો ગણવો? આધુનિક સમયમાં આપણને જરૂર છે આવા વીરરસ હાલરડાઓની. વાંચો ઝવેરચંદ મેઘાણી લિખિત શિવાજીનું હાલરડું..

shivaji nu halardu શિવાજી

શિવાજીનું હાલરડું | Shivaji nu Halardu

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજીબાઇને આવ્યાં બાળ –

બાળુડાને માત હિંચોળે:
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજીબાઈ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી.- શિવાજીને૦

પોઢજો રે, મારા બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રે’શે.-શિવાજીને૦

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રે’શે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા.-શિવાજીને૦

પે’રી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ના’શે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે.-શિવાજીને૦

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રે’વાની
રાતી બંબોળ ભવાની.-શિવાજીને૦

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !-શિવાજીને૦

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધુંવાધાર તોપ મંડાશે.-શિવાજીને૦

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પો’ર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે.-શિવાજીને૦

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી.-શિવાજીને૦

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર-બંધૂકા.-શિવાજીને૦

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વે’લો આવ, બાળુડા !
માને હાથ ભેટ બંધાવા.-શિવાજીને૦

જાગી વે’લો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે:
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે:
ધણણણ ડુંગરા બોલે.

1927માં લખાયેલ આ હાલરડું સિંધુડોમાંથી લેવામાં આવ્યું છે. સિંધુંડોમાં કાલ જાગે, કવિ તને કેમ ગમે, સ્વતંત્રતાની મીઠાશ, યજ્ઞ-ધૂપ, તરુણોનું મનોરાજ્ય, ભીરુ, વીર જતીન્દ્રનાં સંભારણાં
નવ કહેજો!, ઝંખના, મોતનાં કંકુ-ઘોળણ, શિવાજીનું હાલરડું, ઊઠો, છેલ્લી પ્રાર્થના, કસુંબીનો રંગ, કોઈનો લાડકવાયો, સૂના સમદરની પાળે, વિદાયને સમાવ્યા છે.

શિવાજીનું હાલરડું આજે જગત વિખ્યાત છે. આ હાલરડાનું ગાન સમયાંતરે બદલાતું રહ્યું છે. માતા જીજાબાઇએ શિવાજીને નાનપણમાં ધીમું ઝેર આપવાનું શરુ કર્યું હતુ. આને કારણે એમના દુશ્મનો એમને ઝેર આપીને હરાવવા માંગે તો એ હારે નહીં એ વિચાર હતો. માતા જીજાબાઇને વંદન.

readmore about shivaji click

read our new article click

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના