તલાટીના ફોર્મ 2432303 ભરાયા – યુવરાજસિંહ જાડેજા

ગુજરાત રાજ્યના રોજગાર વાંચ્છુકો માટે સૌથી મોટો ખુલાશો બહાર આવ્યો છે. બિનસચિવાલય ભરતી બાદ આંદોલનથી જાણીતા બનેલા યુવરાજસિંહ જાડેજાએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું છે કે, તલાટી 3437 ભરતી પ્રક્રિયામાં જે લાસ્ટ ફોર્મ ભરાયું તેનો આંકડો 2432303 છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી) વર્ગ- 3 ની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કુલ 3437 જેટલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવ્યા હતા. ઉમેદવારોએ તારીખ 28 જાન્યુઆરી, 2022 થી 15 ફેબ્રુઆરી, 2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની હતી પરંતું અઠવાડીયા અગાઉ વેબસાઇટમાં એરરને કારણે બે દિવસ ફોર્મ ભરવાની તારીખ વધારવામાં આવી હતી. ઉમેદવારોએ 17 ફેબ્રુઆરી, 2022 સુધી ફોર્મ સબમીટ કર્યા હતા.

ફોર્મ ભરવા માટેના ફોર્મની મુદ્દત વધારવામાં આવતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. આ દરમિયાન બાકી રહેલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ કેટલા ભરાયા એની માહિતી ટ્વીટરનાં માધ્યમથી યુવરાજ સિંહે આપી છે. વિદ્યાર્થીઓના યુયુત્સુ ગણાતા યુવરાજસિંહ જાડેજા લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની પડખે ઉભા રહ્યા છે. યુવાનોને સાચી દિશા બતાવવા ડેટાની મદદથી માહિતી પહોંચાડી રહ્યા છે. યુવરાજસિંહે જણાવ્યું કે તલાટીના ફોર્મ 24 લાખ 32 હજાર 303 ભરાયા છે.

કોણ છે યુવરાજસિંહ જાડેજા ?
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો યુવરાજસિંહ જાડેજાનાં નામ સાથે અજાણ હોય તો એમ સમજવું કે એમણે પરીક્ષાની તૈયારીની શરૂઆત આજથી કરી હશે. રાજકોટના ગોંડલમાં અભ્યાસ કર્યા બાદ જીપીએસસી અને અન્ય પરીક્ષાઓમાં પ્રિલીમ પાસ થયેલ આ યુવાને લોકરક્ષક દળની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા પાસ કર્યા બાદ અરવલ્લીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની પોસ્ટીંગ મેળવી હતી પરંતું જોબ કરી નહોતી. પોલીસ સબ ઇન્સપેક્ટર બનવાની મહેચ્છા ધરાવનાર યુવરાજસિંહ 3 ગુણ ઓછા આવવાથી હતાશ થઇ ગયેલા. સ્ટોક માર્કેટની જાણકારી ધરાવનાર યુવરાજસિંહ ગાંધીનગર આવ્યા બાદ સરકારી ભરતીની તૈયારીમાં લાગ્યા હતા. હાલ યુવાનોની પડખે ઉભા રહીને શિક્ષીત બેરોજગારોને ન્યાય અપાવી રહ્યા છે.

કોણ છે શિક્ષીત બેરોજગારો ?
શિક્ષીત હોય અને બેરોજગાર પણ હોય એવા લોકો માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પહેલાના સમયમાં એવું હતું કે તમે ધોરણ 10 કે 12 પાસ થાઓ તો તરત સરકારી નોકરી મળી જતી હતી. શિક્ષણનો યુગ આવ્યો અને પરીક્ષામાંના પ્રશ્નપત્રોમાં પુછાયેલા પ્રશ્નોના સાચા જવાબ લખ્યા હોય એ પરીક્ષા ઉતીર્ણ થતા. શિક્ષણને અને સરકારી નોકરી કરવાના મહેચ્છા ધરાવનાર લોકોએ પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય આપ્યું. શાળામાં જેમનો એકથી ત્રણ નંબર આવતો હોય અને જાણતા બને એમ સરકારી પરીક્ષા પાસ કરનાર પોતાના વિસ્તારમાં જાણકાર બનતા હોય છે. આજે ઘણા બધા યુવાનો માત્ર ધોરણ 10 કે 12 પાસ નથી પરંતું ગ્રેજ્યુએશન, માસ્ટર્સ તેમજ પીએચડીની ડિગ્રીઓ ધરાવે છે. આવા યુવાનો વર્ષોથી સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. સારું શિક્ષણ અને યોગ્ય લાયકાત ધરાવનાર યુવાનો આજે બેરોજગાર છે.

વર્ષ 2019ની બિનસચિવાલયની પરીક્ષા રદ થઇ હતી. પરીક્ષા રદ થવાનું કારણ એ હતું કે પેપર ફૂટ્યું હતું. પેપર ફૂટવું શું છે એ આ દિવસો દરમિયાન જણાયું હતું. આગળ પેપર ફૂટતા હશે પરંતું સૌથી વધારે પ્રકાશ ત્યારે પડ્યો કેમકે એમની પડખે ઉભું રહેનાર કોઇ આવ્યું. આ પેપર રદ થતા કેટલાય નામી અનામી ચહેરાઓ ગાંધીનગર પહોંચ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં આ યુવાનો ઠર્યા હતા. સરકારને આ યુવા આંદોલનને પ્રતાપે ભરતી પ્રક્રીયા રદ કરવી પડી હતી.

તલાટીની 3437 જગ્યા માટે 24 લાખ 32 હજાર 303 ફોર્મ ભરાયા છે ત્યારે સ્પર્ધાત્મક તૈયારી કરતા યુવાનોએ વધારે મહેનત શરુ કરવી પડશે. સાથે એ પણ જાણવું જરૂરી બન્યું છે કે આવનારા સમયમાં કઇ ભરતી પ્રક્રીયા યોજાશે.

Leave a Reply

Your email address will not be published.