સાવિત્રીબાઈ ફૂલે નિબંધ લખવા માટે જ Savitribai Fule in Gujarati લખો છો?

Facebook
Twitter
Telegram
WhatsApp

સાવિત્રીબાઈ ફૂલે ભારત દેશના પ્રથમ શિક્ષિકા મહિલા હતા, 1848માં તેમના પતિ જ્યોતિબા ફૂલેએ ભારતની પ્રથમ કન્યાશાળા સ્થાપી હતી જેનાં તેઓ શિક્ષિકા બન્યા હતા. અશ્પૃશ્યતા, વિવિધ પ્રથાઓ નાબૂદ કરવા અને મહિલાઓને શિક્ષણ મળે તે પર ભાર આપ્યો હતો. પતિ જ્યોતિબાના અવસાન બાદ સત્યશોધક સમાજની જવાબદારી તેમણે સ્વીકારી હતી. આઓ જાણીએ ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા વિશે ઘણું બધું.

સાવિત્રીબાઈ ફૂલે પરિચય

Savitribai Phule Introduction

સાવિત્રીબાઈ ફૂલે નો જન્મ 3 જાન્યુઆરી 1831માં મહારાષ્ટ્રના સતારા નજીક નાયગાંવમાં થયો હતો. તેમના પિતાનું નામ ખંડોજી નેવર્સ પાટીલ અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું. તેમના પિતા ખંડોજી પાટીલ પોતાના ગામ અને સમાજના મુખ્ય અગ્રણી વ્યક્તિ તરીકે જાણીતા હતા.

સાવિત્રીબાઈનું બાળપણ તેમના પિતાનાં ઘરે ખૂબ જ લાડકોડથી વિત્યું હતું. તેઓ તેમના પિતાના ખૂબ જ લાડકી હતા. તેઓ તેમના પિતાની જેમ જ ખૂબ સમજદાર અને બહાદુર હતા.પિતાની જેમજ નેતૃત્વશાળી ગુણોએ તેમનામાં સમાજસેવાનાં ગુણોનો સંચાર કર્યો હતો.ઈ.સ.1840માં 9 વર્ષીય સાવિત્રીબાઇના લગ્ન 13 વર્ષીય જ્યોતિબા ફૂલે સાથે થયા હતા.નાનપણમાં લગ્ન અને સાસરીમાં જ રહેવાને કારણે જ્યોતિબા અને સાવિત્રીબાઈ એકબીજાના ખૂબ સારા મિત્રો બની ગયા હતા.

મિલનસાર સ્વભાવને કારણે સાવિત્રીબાઇએ પરિવાર અને જ્યોતિબાનાં બહેન સગુણાબાઈ સાથે ખૂબ જ ગાઢ મિત્રતા કેળવી હતી. વચ્ચે નણંદ-ભોજાઈ કરતા બહેનપણી જેવા મિત્રતાના સંબંધો વધારે બની ગયા હતા. જ્યોતિબાએ જ તેમના બહેન અને પત્ની સાવિત્રીબાઇને લેખન-વાંચન કરવાની પ્રેરણા આપી હતી.

સાવિત્રીબાઈ ફૂલે
સાવિત્રીબાઇ ફૂલે પરિચય

ભારતની પ્રથમ કન્યાશાળા પુનામાં સ્થાપી

વર્ષ 1848માં જ્યોતિબા ફૂલેએ ભારતની પ્રથમ કન્યાશાળા પુનામાં સ્થાપી હતી. આ કન્યાશાળામાં શિક્ષક તરીકે સાવિત્રીબાઇને નિયુક્ત કરવામાં આવ્યા અને આમ તેઓ ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા હતા.

સાવિત્રીબાઇએ કન્યાશાળામાં વધારેમાં વધારે કન્યાઓ શિક્ષિત થાય એવો વિચાર રાખતા હતા. ફૂલે દંપતિએ કન્યાઓને શિક્ષણ કેમ આપવું જોઇએ એ વાત સમજાવવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સંઘર્ષ વચ્ચે ચાર વર્ષમાં 18 જેટલી શાળાઓ સ્થાપી હતી.આ દરમિયાન એક મહિલા શિક્ષણ આપે છે તેનો પણ ઘણો બધો વિરોધ થયો હતો.

‘મહિલા સેવા મંડળ’ ની શરૂઆત કરી

14 જાન્યુઆરી 1852ના રોજ ફૂલેદંપતિએ તિલગુડ સંમેલનમાં ‘મહિલા સેવા મંડળ’ની શરૂઆત કરી હતી. આ મંડળનો ઉદ્દેશ એ હતો કે સમાજમાં મહિલાઓનું સન્માન થાય, મહિલા સશક્ત થાય અને સમાજમાં રહેલા ભેદભાવ,અસ્પૃશ્યતા તેમજ બાળ વિવાહ પ્રથા દૂર થાય.આ પહેલમાં તેમણે વર્ષ 1860માં વિધવા વિવાહની પહેલ કરી હતી જે અંતર્ગત 8 માર્ચનાં રોજ પુનાના ગોખલેવાડામાં એક વૈષ્ણવ જાતિના વિધવા જોડાનાં લગ્ન કરાવ્યા હતા.

‘બાળ હત્યા પ્રબંધક ગૃહ’ અને ‘પ્રસૂતિગૃહ’ ની સ્થાપના

ફૂલે દંપતિને જ્યારે જાણ થઇ કે દીકરીને દૂધ પીતી રીવાજો જેવા જ કુરીવાજો હજુય ચાલુ છે તે માટે પણ ગર્ભપાત, આત્મહત્યા, પુરુષો દ્વારા થતા અત્યાચારો પર હંમેશા વિરોધ કરતા હતા. પુરુષ સમાજની પ્રધાનતાને કારણે ઘણી મહિલાઓ અને બાળાઓ પર અત્યાચારો થતા હતા. આ અત્યાચારમાં ઘણી દીકરીઓ કુવારી મા બનતી હતી. કોખ દ્વારા જન્મેલ જીવને બચાવવા માટે ફૂલે દંપતિ આગળ આવ્યું હતુ.તેમણે જન્મેલ અવૈધ બાળકો માટે ‘બાળ હત્યા પ્રબંધક ગૃહ’ તેમજ ‘પ્રસૂતિગૃહ’ ની સ્થાપના પણ કરી હતી.જેથી કોઇ બાળકને ત્યજી ન દે અને જીવહત્યા ન કરે.

ફૂલે દંપતિનો જીવિત વ્યક્તિની જ સેવામાં ખરી માનવતા ગણતા હતા.

જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઇ ફૂલે

જ્યોતિબા ફૂલે એ સત્ય શોધક સમાજની સ્થાપના કરી

પતિ જ્યોતિબા ફૂલે એ વર્ષ 24 સપ્ટેમ્બર 1873માં સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી. સત્યશોધક સમાજ વિવિધ રીતી રીવાજો અને કુરીવાજો દૂર કરવા તેમજ મહિલા સશક્તિકરણ તરફ આગળ વધે એ હતુ.

જ્યોતિબા ફૂલેનું અવસાન

28 નવેમ્બર 1880માં જ્યોતિબા ફૂલેનું અવસાન થતા સાવિત્રીબાઈએ પોતાના જીવનસાથી, સાચા મિત્ર, પતિ અને પ્રેરણા આપનાર ગુરુની ખોટ પડી હતી. જોતિબાએ પોતાનાં અંતિમ સંદેશમાં કહ્યું હતું કે – “મારા મૃત્યુ પછી મારા અધૂરા કાર્યો અટકવા ન જોઈએ.’’ મહાત્મા જોતિરાવનાં આ આખરી વચનો સાવિત્રીબાઈ ફૂલેનાં કાનોમાં અથડાતા હતા. તેઓએ સઘળી નિરાશાઓને ત્યાગીને ‘સત્ય શોધક સમાજ’ સંસ્થાનું નેતૃત્વ સંભાળ્યું.

કાર્યકર્તાનું માર્ગદર્શન કરીને લોકસેવા, શિક્ષણ, જનજાગૃતિનાં કામો પૂરા જોશ સાથે પુનઃ શરૂ કરી દીધા હતા. સંગઠન સાથીઓની સાથે રહીને ગરીબો, શોષિતો તથા સ્ત્રીઓ અને ખેતમજૂરોનાં હક અધિકારની લડત આગળ ચલાવી. સાથોસાથ બ્રાહ્મણવાદ વિરુદ્ધ સામાજિક સંઘર્ષની ધુરા મહાત્મા ફૂલેનાં અવસાન બાદ સંપૂર્ણ રીતે પૂરા સાહસથી પોતાનાં હાથોમાં લીધી. ‘બાળહત્યા પ્રતિબંધક ગૃહ’ તેમજ અન્ય સંસ્થાઓનું સંચાલન પણ તેમણે સંભાળ્યું હતું.

ઈ.સ.1891માં મહાત્મા જ્યોતિરાવના પ્રથમ વાર્ષિક સ્મૃતિ દિવસ પર મહાધર પાટીલ દ્વારા લિખિત ‘જ્યોતિબાનું જીવનચરિત્ર’ પ્રકાશિત કરવામાં આવ્યું. લેખકે આ પુસ્તક સાવિત્રીબાઈને અર્પણ કરતા જણાવ્યું કે – “આજે મહાત્મા જોતિરાવ ફૂલે આપણી વચ્ચે નથી. તેમનાં કાર્યોની સંપૂર્ણ જવાબદારી તેઓ જીવિત હતા ત્યારથી જ સાવિત્રીબાઈએ સંભાળી લીધી હતી હતી.

ઈ.સ.1993માં પુનાનાં સાસવડ ખાતે સત્ય શોધક સમાજનું વીસમું વાર્ષિક અધિવેશન સાવિત્રીબાઈના અધ્યક્ષસ્થાને ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું. સાવિત્રીબાઈએ લોકોને અંધશ્રદ્ધા, કુરિવાજો અને કર્મકાંડો છોડવાની સલાહ સાથે સમાજમાં ફેલાયેલા વ્યસન, જુગાર, વેશ્યાવૃત્તિ જેવા અનૈતિક દૂષણોથી દૂર રહેવા જણાવ્યું હતુ.

સાવિત્રીબાઈ ફૂલે નું નિર્વાણ

ઈ.સ.1896માં મહારાષ્ટ્રમાં ફરીથી ભીષણ દુષ્કાળે તારાજી સર્જી હતી. આથી સંગઠનો દ્વારા સાવિત્રીબાઈ ફૂલેએ રાહત અને સેવાનાં કાર્યો શરૂ કર્યા તથા સત્ય શોધક સમાજ સંસ્થા દ્વારા આંદોલન કરી મહારાષ્ટ્ર સરકારને રાહત આપવા મજબૂર કર્યું હતુ. દુષ્કાળનાં એક વર્ષ પછી તરત જ સમગ્ર મહારાષ્ટ્રમાં પ્લેગની મહાબિમારી ફાટી નીકળી હતી.

નગરથી લઈને ગામડાઓ સુધી પ્લેગની બીમારનાં ઝપટમાં લોકો મરવા લાગ્યા. સાવિત્રીબાઈના નેતૃત્વમાં ‘સત્ય શોધક સમાજ દ્વારા બચાવ અને ઉપચારનાં કાર્યો શરૂ કરાયા હતા. ગામેગામ સંગઠનના સાથીઓ પહોંચીને બીમારગ્રસ્ત લોકોને દવાખાનાની સારવાર માટે લાવવા-લઈ જવાનું અભિયાન શરૂ કરાયું.

સાવિત્રીબાઈ પણ લોકોના ઘરે ઘરે જઈને પ્લેગનાં બીમાર દર્દીઓની શોધ કરીને તેમનાં ઇલાજ માટેની વ્યવસ્થામાં જોડાયા અને બીમારગ્રસ્ત પરિવારને હિંમત આપવાનું કામ પણ તેઓ કરતા હતા. દિવસ-રાત પ્લેગનાં દર્દીઓની સારવાર અને સેવામાં દોડધામ કરતા સાવિત્રીબાઈ ફૂલે ખુદ પણ પ્લેગની બીમારીનો શિકાર બન્યા અને પથારીવશ થઈ ગયા.

દિવસે દિવસે તેમનું સ્વાસ્થ્ય વધારે ને વધારે ખરાબ થવા લાગ્યું. સમાજનાં શોષિત-પીડિત શૂદ્રો, સ્ત્રીઓ અને અછૂતો માટે આજીવન લડનારા સાવિત્રીબાઈ ફૂલે 10, માર્ચનાં 1897નાં રોજ 66 વર્ષની ઉંમરે બીમારગ્રસ્ત અવસ્થામાં જ અવસાન પામ્યા.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના