સંત રવિદાસ જયંતિ : સંત રૈદાસ કોણ હતા? જાણો સંપૂર્ણ પરિચય

Share This Post

સંત રવિદાસ : ભારત દેશ વિવિધતાઓથી ભરેલો છે. અહીં તહેવારો ઉત્સવો અને મહાનુભાવોના કાર્યોની સુગંધને પરિણામે વર્ષો બાદ પણ યાદ કરવામાં આવે છે. પૂનમનું મહત્વ આપણે ત્યાં ઘણું બધું છે. આજે મહાસુદ પૂનમ છે. 2022માં વડાપ્રધાન મોદી દિલ્લીના કારોલ બાગ ખાતે આવેલા શ્રી ગુરૃ રવિદાસ વિશ્રામ ધામ મંદિરે પહોંચ્યા હતા. શ્રી ગુરૃ રવિદાસના દર્શન કર્યા બાદ તેઓ શબ્દ કિર્તનમાં પણ જોડાયા હતા.

લોકસંસ્કૃતિ અને લોકજાગૃતિનાં સતકાર્યોને જણાવવા સંતો અને મહંતોએ ઘણા સેવાકાર્યોની સુગંધ ફેલાવી છે. ધાર્મિર, આધ્યાત્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, પારંપરિક અને રીતરિવાજો વગેરેનું જતન-રક્ષણ પોતાના ધર્મ દ્વારા કરતા હોય છે. અસ્પૃશ્યતા રોકવા માટે અને સમાજના હિત માટે ગુરુ રવિદાસના કાર્યોની નોંધને પરિણામે આજે રવિદાસ જયંતિની ઉજવણી કરવામાં આવી રહ્યી છે ત્યારે જાણીએ ગુરુ રવિદાસ વિશે.

સંત રવિદાસ કોણ હતા જાણો


ઇ.સ. 1377માં વિક્રમ સંવત 1433માં રવિવારે મહા સુદ પુનમના દિવસે સંત રવિદાસનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ રાઘવ અને માતાનું નામ કરમાદેવી હતું. સંત રવિદાસનું કુટુંબ ચામડાને પકવવું, રંગવું તથા તેમાંથી જીન, જોડા અને લગામ જેવી ચીજવસ્તુઓ બનાવવાનું કામ કરતું હતું. તેમણે જોડા સીવતાં સીવતાં જ્ઞાન અને ભક્તિનું ઉંચું શિખર મેળવ્યું હતું.

નાત જાતનાં ભેદભાવના તેઓ વિરોધી હતા. તેઓ તીર્થયાત્રા, વ્રત, ચાંલ્લાં કરવાને માનતા નહોતા. સદાચાર પર માનતા સંત રવિદાસને કારણે રૈદાસી કે રવિદાસી પંથ પ્રચારમાં આવ્યો અને આજે પંજાબ, ગુજરાત અને ઉતરપ્રદેશમાં પ્રચાર પામ્યો છે. રોહિત જાતિમાં જન્મેલા રોહિદાસ કબીરમા સમકાલિન હતા. મીરાંબાઇ રવિદાસનાં શિષ્યા હોવાનું મનાય છે. તેમને રૈદાસ, રોહીદાસ તેમજ રામદાસ નામ સાથે પણ જાણે છે.

પરમ તત્વ સત્ય છે અને તે અનિવર્ચનીય છે. – સંત રવિદાસ

તે એકરસ છે અને તે જડ તથા ચેતનમાં સમાનપણે અનુસ્યૂત છે. પરમ તત્વ અક્ષર અને અવિનાશી છે. જીવાત્મા રૂપે પ્રત્યેક જીવમાં રહેલું છે. – સંત રવિદાસ

સંત રવિદાસ
ફોટો : સંત રવિદાસ – સોર્સ : ઘણું બધું ટીમ

મન ચંગા તો કથરોટ મેં ગંગા

એક દિવસ રવિદાસના સ્નેહીજનો ગંગા-સ્નાન માટે જઈ રહ્યા હતા. રોહિદાસના શિષ્યોમાંના એકે તેમને પણ ગંગા સ્નાન માટે આવવાનો આગ્રહ કર્યો. ત્યારે તેમણે કહેલું, ગંગા-સ્નાન માટે હું અવશ્ય આવતો પરંતું મેં એક વ્યક્તિને પગરખાં બનાવીને આજે જ આપવાનું વચન આપી દીધું છે. જો હું તેમને આજે પગરખાં નહીં આપી શકું તો મારો વચન ભંગ થશે.

ગંગા સ્નાન માટે આવીશ તો પણ મારું મન અહીં પગરખામાં જ અટક્યું હશે. મન જે કામ કરવા માટે અન્ત:કરણ થી તૈયાર હોય તેજ કામ કરવું ઉચિત છે. મન સારું હશે તો તેને કથરોટના જળમાં જ ગંગાસ્નાનનું પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે. કહેવાય છે કે આ પ્રકારનાં તેમના વ્યવહાર બાદ એ કહેવત પ્રચલિત થઈ કે – “મન ચંગા તો કથરોટ મેં ગંગા”

  • રવિદાસીયા ધર્મ
  • સંત રવિદાસે એમના પદમાં ‘મેરી જાતિ વિખ્યાત ચમાર’ એમ કહ્યું હતું.
  • ચર્મકાર જાતિના લોકોએ સંત રવિદાસના નામ સાથે પોતાના સમાજને સ્વાભિમાની બનાવવા તેમણે રવિદાસીયા ધર્મની સ્થાપના કરી હતી.
  • રવિદાસજીના ઉપદેશ અને આદેશ એમના માટે માટે સંજીવની સાબિત થયા છે.
  • પંજાબ, ઇન્ગલેન્ડ, યુકે, આંધ્રપ્રદેશ અને ફ્રાંસમાં પણ રવિદાસીયા ધર્મમંદિરો, ધર્મસભાનું નિર્માણ કરવામાં આવેલું છે.
  • સંત રવિદાસે તેમના ભજનો, પદોમાં ભગવાનની પૂજા, ઉપાસના, આરાધના ધ્યાનની પદ્ધતિઓ પોતાની ગુરુવાણીમાં સમજાવી છે.
  • રવિદાસ કબીરની જેમ ભણેલા નહોતા. લોકો રવિદાસને ભગવાન તરીકે ઓળખે છે.
  • તેમના પદોમાં અલૌક્યતા વાદ દેખાય છે. ગુરુગ્રંથસાહેબમાં તેમના અનેક પદો છે.

સંત રોહિદાસના ભજન

જાતિ-જાતિ માંજાતિ હૈં, જો કેતન કે પાત |

રૈદાસ મનુષ ના જુડ઼ સકે જબ તક જાતિ ન જાત ||

કૃષ્ણ, કરીમ, રામ, હરિ, રાઘવ, જબ લગ એક ન પેખા
વેદ કતેબ કુરાન, પુરાનન, સહજ એક નહિં દેખા

प्रभु जी तुम चंदन हम पानी।

जाकी अंग-अंग बास समानी॥
प्रभु जी तुम घन बन हम मोरा।

जैसे चितवत चंद चकोरा॥
प्रभु जी तुम दीपक हम बाती।

जाकी जोति बरै दिन राती॥
प्रभु जी तुम मोती हम धागा।

जैसे सोनहिं मिलत सोहागा।
प्रभु जी तुम स्वामी हम दासा। ऐसी भक्ति करै ‘रैदासा॥

સંદર્ભ આભાર
ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ્ર વેબસાઇટ
મહાર જાતિ ચમાર – લેખક ધવલ કે. પરમાર

guru ravidas jayanti 2023 pic

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video