મરીઝ ની ગઝલો : મરીઝ એટલે ગુજરાતનાં ગાલીબ. આજે લોકોએ મરીઝ ડે ઉજવવો જોઇએ. સુરતના સમાચારને કારણે પ્રેમનો તહેવાર ગણાતો વેલેન્ટાઇન હવામાં થોડેક અંશે ઓગળ્યો છે. પ્રેમના રંગોને જેમને જોયા છે એ સપ્તરંગી રંગોના રંગો ફિકા પડી રહ્યા છે. મને બીક લાગી રહ્યી છે કે જેનાં માટે આ જીંદગી આપી છે. એ જ પ્રેમતત્વને આપણે ખોઇ રહ્યા છીએ. યુવાનો તરવરાટ સો ટકા હોવો જ જોઇએ. યુવાનીમાં જ સાહસી કામો કરવા જોઇએ. પરંતું કેવું સાહસ કરવું જોઇએ એ આપણી યુવા પેઢી ભૂલી રહ્યી છે. આજના શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ તો થઇ રહ્યો છે પરંતું પ્રેમોલોજીને ભૂલી ગયા છીએ. પ્રેમોલોજીને યાદ રાખવામાં મદદ કરશે મરીઝ.
પ્રેમ… શબ્દને પરીણામે જ ફૂલો સુગંધી લાગે છે. હવાનો સ્પર્શ અનુભવાય છે. લેપટોપ પર આંગળીઓને બદલે ટેરવા લખે છે. ગીતનાં સંગીતમાં લય, લેખકના લેખમાં, કવિની કવિતામાં , શિલ્પકારનાં કોઇ શિલ્પમાં અને ચિત્રકારે દોરેલા ચિત્રમાં લાગણીઓ અને જીવતી વાર્તાઓ અનુભવાય છે. નવ મહિના એક માતાના પેટમાં રહેલા બાળક માટે ઘરનાં સભ્યોની કેટકેટલી લાગણીઓ સમાયેલી હોય છે. તમને જાણ હશે.
આ લાગણીઓને કારણે પરીવાદવાદ જીવતો બને છે. બાળકના જન્મ બાદ એના પાંચ વર્ષના થતા સુધી કેટકેટલી કાળજીઓ લેતું પરીવાર અને સ્વજનો. મને યાદ છે કે મારા પિતાને નાના બાળક પ્રત્યે અણગમો રહે. અમે બેઉ સાથે કોઇનાં ઘરે મહેમાગતિ કરવા જઇએ અને ભૂલથી જો એ ઘરમાં નાનું બાળક હોય તો મારા પિતા ચિડાઇ જાતા. આ અણગમાનું કારણ શું હતું ? એ મેં જ્યારે જાણ્યું ત્યારે મને ઘણું હસવું આવેલું. કેમકે એ વાતો તમને જણાવતા તમે પણ કદાચ હસી પડશો.
મારા પિતાના ખોળામાં આવીને કોઇ બેસી જાય અને પેશાબ કરી જશે તો..! અને રમતા રમતા જો મારી પેન લઇને જતું રહેશે તો! કોઇ મહત્વપૂર્ણ વાતો ચાલી રહ્યી હોય ત્યારે આ બાળક વાતને નકામી ફેરવી દે છે! એટલે કે એક અહંકાર મારા પિતામાં જીવી રહેલો કે હું મોટો છું. મારા કરતા બધા નાના. અને આજે મારા ઘરમાં નાનું બાળક છે. મારી ભત્રીજી ઘરમાં મારા પિતાને હેરાન કરે છે. છતાં પણ મારા પિતાને એ ગમે છે. આવું કેમ બન્યું અચાનક ? આનો જવાબ એની જ પાસે હોય જેના ઘરમાં નાનું બાળક હોય અથવા જેની પાસે લાગણી હોય.
ગુજરાતી ગઝલ મરીઝ
આજે વેલેન્ટાઇન ડે છે. આજે તો પ્રેમની જ વાતો કરવાનું મન થાય છે. પ્રેમની અભિવ્યક્તિમાં મરીઝના શેરને, મરીઝની ગઝલો લોકોએ વાંચવી જોઇએ. કેટલું અલૌક્ય વિચારનું વ્યક્તિબળ. શું આ માણસે આટઆટલું જોઇ નાખ્યું? આટઆટલા માણસોને વાંચી નાખ્યા? આ મરીઝને કોઇ શેર લખવાનો થાય તો ઘણી વાર કોઇ કાગળ પણ નહોતો મળતો તો બાકસની પાછળ શેર ટપકાવી નાંખતા હતા. મરીઝ લખે છે કે,
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ;
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
મરીઝ કહે છે, આ વ્યથાપણું કોઇ જગ્યાએ કાયમી નથી. કેમકે કાયમી રાખવા જેવી જ નથી. આ વ્યથાઓને ભૂલવાની હોય. આ શેરમાં માત્ર હા એને ના નાં જવાબની વાત છે. હા જવાબ કવિને હા જ જોઇએ છે. પણ જો ના હોય તો શું? એનો જવાબ બીજા મિસરામાં આપે છે. પણ.. ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ. આ વ્યથાને કારણે જ જીવવાની મજા આવે છે. કોઇ આપણને ના કહે તો એ જવાબ પચાવવો પણ પ્રેમ છે. એ જવાબ હા હોઇ શકત પરંતં ના કેમ છે એનો જવાબ જીંદગીના અનુભવોમાંથી સમયસર મળી જવો જોઇએ. મરીઝનો બીજો શેર,
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
કલા અને પ્રેમને સમજવા જેવી છે. કોઇ છોકરીએ છોકરાને ના પાડી કે ના હું તને પ્રેમ નથી કરતી. તો એ પ્રેમ કેમ નથી કરતી એ સમજવું જોઇએ. શું ખામી રહી ગઇ આપણાથી કે હું જે પાત્રને ગમાડું છું એ મને ગમાડતું નથી? આપણને એવું જ હોય કે એ પાત્રને મારાથી સારું પાત્ર મળશે જ નહીં. આ પાત્રને હું બધી રીતે સાચવી લઇશ. પણ બેરોજગાર યુવક કઇ યુવતીને સારી રીતે સાચવી શકે ભલા માણસ! એ છોકરી આધુનિક જમાનાની છે દોસ્ત. એને તમારે સમય મુજબ કેફે કે મોલમાં લઇ જવું પડે.
એને શું જોઇએ છે એ જાણવું જોઇએ. પણ તમે તો રહ્યા ભોળા માણસ. પ્રેમ માંગવા જતા રહ્યા કે આપો મને પ્રેમ.. હા, દોસ્ત તારી પાસે સો કેરેટનો પ્રેમ હશે. પરંતું એ સો કેરેટના સોનાને વેચીને એમાંથી તારા ગમતા પાત્રને તું વીંટીં લાવી આપ. કાંતો તું સારા કપડા પહેરતો થા. તું પણ કલામય બન. અપડેટ થાય. મરીઝનો શેર વાંચ કે પ્રેમ સાદી રીતે ના થાય દોસ્ત. પ્રેમ કરવા માટે પણ કલાનું હોવું જરૂરી છે. વારંવાર ઇમ્પ્રેશ કરતા રહેવું પડે. નિયમિત મળવું પડે. આવું તું આજે કરી શકે છે તો જ તું પ્રેમ કરવાને લાયક છે. આગળ…
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.– મરીઝ
આજે મરીઝેવેલેન્ટાઇન ઉજવવા જેવો હોય એવું લાગે છે. પ્રેમ અને મરીઝની ગઝલ પ્રેમરસથી તરબતર છે. બાકી મરીઝ કહે છે,
જીવન-મરણ છે એક, બહુ ભાગ્યવંત છું.
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું, હું તેથી અનંત છું.– મરીઝ
પ્રેમમાં રાચતા રહીએ. મસ્ત રહીએ. પ્રેમમય રહીએ. આ પ્રેમના દિવસો વચ્ચે ખૂશ્બુ બાકી રહેવી જોઇએ તો જ વસંતની આબરું સચવાઇ રહેશે. પ્રેમ પામવા માટે પ્રેમ કરવો જરુંરી પણ એ ટકાવવો ઘણો અઘરો. આવનારો સમય પ્રેમની પરીક્ષાનો સમય છેય ડગલે ને પગલે પ્રેમદેવ આપની પરીક્ષા લેશે.
આ સમયમાં તમને કોઇ ટીપ્સ આપવા નહીં આવે. કોઇ મિત્ર તમારી સાથે નહીં આવે. પ્રેમ તમે કર્યો છે એટલે એનો પાસવર્ડ અને ટેકનિક તમારી પાસે જ હોવા જોઇએ. રોબોટ મુવીમાં રજનિકાંતની જ સામે એનો ચિંટીં નામનો રોબોટ આંખ કાઢે છે.
આ કંટ્રોલ ન હોતો એટલા માટે રોબોટ માણસ પર હાવી થયો. સ્નેહ, પ્રેમ અને સજાગતા વચ્ચે આ વેલેન્ટાઇન ડે ના દિવસે વેલને બદલે બેડ ન્યુઝ મળી રહ્યા છે કે, આપણે પ્રેમતત્વ ખોઇ રહ્યા છીએ. આ સમાચારોને ખોટા પાડીએ. ગાલિબ કહે છે. ઇતિહાસમાં પહેલીવાર હિન્દી ભાષાનાં અનુવાદિત પુસ્તક રેત સમાધિને મળ્યું બુકરપ્રાઇઝ
હજારો ખ્વાઇશ ઐસી કી હર ખ્વાઇશ પે દમ નિકલે
બહોત નિકલે મેરે અરમાન ફિર ભી કમ નિકલે
- સત્યજીત ગુલાબવાલા