ઇતિહાસમાં પહેલીવાર હિન્દી ભાષાનાં અનુવાદિત પુસ્તક રેત સમાધિને મળ્યું બુકરપ્રાઇઝ

Facebook
Twitter
Telegram
WhatsApp

જાણીતા લેખિકા ગીતાંજલિ શ્રીને વર્ષ 2022 માટે International Booker Prize 2022થી સન્માનીત કરવામાં આવ્યા છે.લેખિકા ગીતાંજલિ શ્રીની હિન્દી નવલકથા રેત સમાધિ માટે તેમને બુકરપ્રાઇસ મળ્યું છે.ઇન્ટરનેશનલ બુકરપ્રાઇઝ 2022 (International Booker Prize 2022) વિજેતા પુસ્તક મૂળ હિન્દી નવલકથા રેત સમાધીને અંગ્રેજીમાં ટોમ્બ ઓફ સેન્ડ નામે લેખક ડેઝી રોકવેલ દ્વારા અનુવાદ કરવામાં આવ્યું હતુ.રેત સમાધી હિન્દી ભાષાની પ્રથમ નવલકથા છે જેને બુકરપ્રાઇઝ મળ્યું છે.

સાહિત્યિક વિશ્વમાં બુકરપ્રાઇઝ ખૂબ મહત્તા ધરાવે છે.હિન્દીમાં લખાયેલી કોઇ નવલકથાને પ્રથમવાર બુકરપ્રાઇઝ મળ્યું છે.ટોમ્બ ઓફ સેન્ડે 50 હજાર પાઉન્ડ ઇનામ મેળવ્યું છે.145 પુસ્તકોને બુકર પુરસ્કારોનાં જજોએ વાંચ્યા હતા.એ બાદ 6 પુસ્તકોની અંતિમ પસંદગી થયા પછી મૂળ હિન્દીનાં રેત સમાધીને આંતરરાષ્ટ્રીય બુકરપ્રાઇઝ 2022 (International Booker Prize 2022) નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.લેખિકા ગીતાંજલિ શ્રી મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવાસી છે.તેમનો જન્મ 1957માં મૈનપુર જીલ્લામાં થયો હતો.હાલ તેઓ દિલ્લી ખાતે કહે છે.લેખિકા તેમની લઘુકથા અને નવલકથા માટે તેઓ જાણીતા છે.તેમનું પુસ્તક અંગ્રેજી અને ફ્રેંચ ભાષામાં અનુવાદ થયું હતુ.આ સિવાય જર્મન, સર્બિયન અને કોરિયા ભાષામાં પણ એમનાં પુસ્તકો અનુવાદ થયા છે.તેઓ ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય અને જાપાન ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે.

રેત સમાધી ગીતાંજલિ શ્રીની પાંચમી નવલકથા છે.રેત સમાધી નવલકથા 2018માં પ્રકાશીત થઇ હતી.એ બાદ અનુવાદ થયું હતુ.લંડન ખાતે બુકરપ્રાઇઝથી સન્માનિત કરાયા હતા.ગીતાંજલિ શ્રીએ કહ્યું હતું કે,મેં કદી વિચાર્યું નહોતુ કે હું આવું કરી શકું છું,હું હેરાનની સાથે ખુશ પણ છું.મારા અને આ પુસ્તક વચ્ચે હિન્દી અને અન્ય દક્ષિણ એશિયાની ભાષાઓમાં સમૃદ્ધ અને સાહિત્યક પરંપરા છે,આ ભાષાઓનાં સારા લેખકોને ઓળખવા માટે સમૃદ્ધ થવું પડશે. આવી રીતે જીવનમાં શબ્દોની ડીક્શનરી વધશે. આ પુસ્તક હવે વિશાળ સમુદાય સુધી પહોંચશે. ભારતીય ભાષાનાં અને સમગ્ર એશિયાઇ દેશો માટે આનંદની વાત છે. હું અશોક મહેશ્વરીનો આભાર માનું છું. મારા અને આ પુસ્તકની પાછળ હિંદી અને અન્ય દક્ષિણ એશિયાઇ ભાષાઓની ઉભરતી અને સમૃદ્ધ સાહિત્યિક પરંપરા ઉભી છે. International Booker Prize 2022

ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા બેલપત્ર હતી. 1887 માં એમની પ્રથમ વાર્તા પ્રકાશિત થઇ હતી. બેલપત્ર વાર્તા હંસ મેગીઝીનમાં છપાઇ હતી. એમના અન્ય પુસ્તકોમાં માઇ પુસ્તકને ક્રોસવર્લ્ડમાં સન્માનિત કરાયા હતા. તિરોહિત – મહિલા સમલિંગતાની વાતો છે. વૈરાગ્ય,હમારા શહર ઇસ બરસ, યહાં હાથી રહતે હૈ જેવા પુસ્તકો સમાજની વિભિન્નતા દર્શાવે છે.

અગાઉ ભારતીય લેખકો બુકરપ્રાઇઝથી સન્માનિત થઇ ચૂક્યા છે. સલમાન રસદીને મીડનાઇટ ચિલ્ડ્રન માટે વર્ષ 1981માં બુકરપ્રાઇસ મળ્યું હતું. પ્રથમ ભારતીય મહિલા અરુંધતી રોય હતા જેમને 1997માં બુકરપ્રાઇઝ મળ્યું હતુ. પરંતું હિન્દી ભાષામાં લખાયેલા પુસ્તકનાં અનુવાદને આ વર્ષે પ્રથમવખત આ રીતે International Booker Prize 2022 પુરસ્કૃત કરવામાં આવ્યા છે. બુકરપ્રાઇઝ યુકે અને આયરલેન્ડમાં પ્રકાશીત થયેલા અંગ્રેજી પુસ્તકને આ પુરસ્કાર આપવામાં આવે છે. અન્ય લેખકોને આ વર્ષે 2500 પાઉન્ડ આપવામાં આવ્યા છે.

ગીતાંજલિ શ્રી ની ભાષા પાણીદાર છે

રેત સમાધિ લખવા પાછળ લેખિકા ગીતાંજલિ શ્રીને 7-8 વર્ષ લાગી ગયા હતા.રેત સમાધીમાં 80 વર્ષિય વૃદ્ધાની વાત છે. વૃદ્ધા 1946માં ભારત-પાકિસ્તાનનાં ભાગલામાં પોતાના પતિને ખોઇ દે છે. માનસિક રીતે પોતાની જાતને સંભાળે છે. અંતે પછી પાકિસ્તાન જવાનો નિર્ણય કરે છે. નવલકથામાં ભારત-પાકિસ્તાનની સરહદોની વાત છે. 80 વર્ષિય વૃદ્ધા પારિવારીકતાની સુક્ષ્મતા બાદ પાકિસ્તાન જાય છે. 2 મહિલાઓ રહ્યી. અન્ય લેખકોએ જણાવ્યું હતું કે, આ પુસ્તકમાં પ્લોટ મહત્વનો નથી. પરંતું જે રીતે પ્રસ્તુત કરવામાં આવી છે એ મહત્વનું છે. એક માતાનું પાત્ર વિશ્વસનિય છે. ગીતાંજલિ શ્રી ની ભાષા પાણીદાર છે. મનની અંદરી વાત અને બહારી વાતો સરળતાથી કરે છે.

Read Elon Musk Quotes in Gujarati. Link

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના