જૈન ધર્મનાં તિર્થંકરો | જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોને બળે આપણે આજે જીવી રહ્યા છીએ ત્યાંથી પાછા વાળવા આપણને સારા મુલ્યોનો સહારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય. આજથી ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થ શાહ વાત કરશે તિર્થંકરવાણી (જૈન ધર્મનાં તિર્થંકરો). આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજથી જૈન ધર્મનાં તિર્થંકરો માં જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવની વાત.
પ્રથમ જિનેશ્વર પ્રણમીએ ,જાસ સુગંધી રે કાય
કલ્પ વૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી ,નયન જે ભૃંગપરે લપટાય .
आदिमं पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम्.
आदिमं तीर्थनाथं च, ऋषभ-स्वामिनं स्तुमः
જિનશાસન માં પરમતારક ,વિશ્વહિત ચિંતક એવા ચોવીશ તીર્થંકર પરમાત્માની પરંપરા છે . જેમાં ચોવીશ તીર્થંકર માં પ્રથમ તીર્થંકર પ્રથમ સંયમધર અને માનવ વ્યવસ્થાના આદ્ય પ્રણેતા ,એવા પરમ તારક પરમાત્મા ઋષભ દેવને મારા વંદન. પરમાત્મા ઋષભદેવ કહો કે આદિનાથ બંને એક છે. પરમાત્માના જીવન ઉપર આપણે વિચાર કરીએ તો પરમાત્માના સમ્યક્ત્વ મળ્યા પછી તેર ભવ થયા. તેઓના પ્રથમ ભવમાં ધન્ના સાર્થવાહના ભાવમાં સાધુ ભગવંતને ઘી વહોરાવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઇ. ભગવાન અષાઢ માસની કૃષ્ણ ચતુર્દશીના દિવસે ઉત્તારાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતા ભગવાન માતા મરુદેવાની કુક્ષિએ અવતર્યા અને નાભિ રાજા ના કુલ માં અવતર્યા. તે જ રાત્રે માતાએ ઉત્તમ અને મહા પ્રભાવિક એવા ચૌદ સ્વપ્ન જોયા.
પ્રથમ સ્વપ્ન માં વૃષભના દર્શન થયા હતા. માટે ભગવાન નો જન્મ થાય ત્યારે પ્રભુ નું નામ ઋષભ રાખવું એવો વિચાર પ્રકટ કર્યો. એ પ્રમાણે નવ માસ અને સાડા આઠ દિવસ વ્યતિત થતા ચૈત્ર માસની કૃષ્ણ અષ્ઠમીએ જયારે સર્વે ગ્રહ ઉચ્ચ સ્થાને હતા ત્યારે ઉત્તરષાઢા નક્ષત્રમાં માતા એ પ્રભુને જન્મ આપ્યો. આ સમયે નરકના જીવોને પણ શાતાનો અનુભવ થયો હતો. સૂતિકા કર્મ માટે 56 દિક કુમારી વિવિધ લોકમાંથી આવી હતી. રાજાએ કદી પરસ્ત્રીને પ્રેમ કરવો જોઇએ નહીં. – વાંચો શુક્રાચાર્યની શુક્રનીતિ
ભગવાન અનંત રૂપવાન અને 500 ધનુષ લાંબી કાયાના ધારક હતા. ભગવાન જ્યારે મોટા થયા ત્યારે તેઓના લગ્ન સુમંગલા અને સુનંદા સાથે થયા અને ત્યારથી યુગલિક કાળનો ઉચ્છેદ થયો હતો. અનાસક્ત એવા ભગવાનને ભોગ ભોગવતા 100 પુત્ર અને 2 પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. ભગવાને લોકવ્યવસ્થાની સ્થાપના કરી અને અનેક વિદ્યાઓ શીખવી હતી. ભગવાને દીક્ષા લીધા પૂર્વે વર્ષ દરમિયાન ત્રણસો કરોડ એંશી લાખ સોનામહોર નું દાન આપ્યું હતુ. ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીએ ચતુઃ મુષ્ટિ લોચ કરી સંયમ અંગીકાર કર્યો અને ભગવાન સાથે ચાર હજાર લોકો એ દીક્ષા લીધી હતી. પ્રભુ ને પૂર્વ ના કર્મના ઉદ્દયના પરિણામે એક વર્ષ (તેર મહિના)અન્ન વગર રહ્યાં અને તેર માસના અંતે શ્રેયાંસ કુમારના હાથે ઈક્ષુ રસ વડે પારણું કર્યું હતું. તેના અનુસંધાન માં વર્ષીતપની શરૂઆત થઈ હતી. બૌદ્ધ ધર્મ વિશે જાણો.
ભગવાનને ફાગણ વદી અગિયારસ ના દિવસે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેમના પૌત્ર પુંડરિક સ્વામીએ દીક્ષા લઈ પ્રભુના પ્રથમ ગણધર બન્યા હતા. ભગવાન શેત્રુંજય ગિરિરાજ પર પૂર્વ 99 વાર સમોવસર્યા . ભગવાનની દેશનાનો મુખ્ય વિષય શ્રમણ અને શ્રાવક ધર્મ નો હતો. પ્રભુના 84000 સાધુ અને 300000 સાધ્વી હતા. ભગવાન 84 લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી અષ્ટાપદ પર્વત પર મહા વદી તેરસના દિવસે મોક્ષને પામ્યા હતા. પ્રભુના 20000 સાધુ મોક્ષગમી હતા. પ્રભુના મુખ્ય સ્થાનમાં પાલીતાણા,રાણકપુર ,હસ્તીનાપૂર વગેરે સમાવિષ્ટ છે. હજારો લોકો પાલીતાણાં માં પ્રભુ ના દર્શન પામી ધન્યતા અનુભવે છે. સૂરિમંત્ર જેની આરાધના આચાર્યો કરે છે. તેના આદ્ય પ્રણેતા આદિનાથ ભગવાન એટલેકે ઋષભ દેવ હતા.ભગવાન નું એક ગીત ખુબ પ્રચલિત છે .
“જેની કિકી કાલી છે એની આંખ રૂપાળી છે , આદિશ્વર નું મુખમલકતું રૂપ ની પ્યાલી છે “. ભારતના ઇતિહાસમાં પહેલી વાર 38 દોષિતને મૃત્યુદંડ અને 11 દોષિતોને આજીવન કેદ
- તિર્થ શાહ
વાંચો પક્ષીઓ વિશે જાણવા જેવું. Click
વાંચો ફળો વિશે જાણવા જેવું. Click
જૈન ધર્મ વિશે ઘણું બધું જાણો. Click
જૈન ધર્મનાં ચોવીસ તિર્થંકરો કોણ છે?
24 Tirthankaras of Jainism| જૈન ધર્મનાં તિર્થંકરો| જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે. પ્રથમ તિર્થંકર ઋષભદેવ એટલે કે આદિનાથનું પ્રતિક વૃષભ છે. એમ ક્રમશ: જોઇએ.
જૈન ધર્મનાં બીજા તિર્થંકર અજીતનાથ છે.બીજા તિર્થંકર અજીતનાથનું પ્રતિક હાથી છે.
જૈન ધર્મનાં ત્રીજા તિર્થંકર સંભવનાથ છે. ત્રીજા તિર્થંકર સંભવનાથનું પ્રતિક ઘોડો છે.
જૈન ધર્મનાં ચોથા તિર્થંકર અભિનાથ છે.ચોથા તિર્થંકર અભિનાથનું પ્રતિક વાનર છે.
જૈન ધર્મનાં પાંચમા તિર્થંકર સુમતિનાથ છે. પાંચમા તિર્થંકર અજીતનાથનું પ્રતિક કૌંચ છે.
જૈન ધર્મનાં છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુ છે. છઠ્ઠા તિર્થંકર પદ્મપ્રભુનું પ્રતિક પદ્મ છે.
જૈન ધર્મનાં સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથ છે. સાતમા તિર્થંકર સુપાર્શ્વનાથનું પ્રતિક સ્વસ્તિક છે.
જૈન ધર્મનાં આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુ છે.આઠમા તિર્થંકર ચંદ્રપ્રભુનું પ્રતિક ચંદ્ર છે.
જૈન ધર્મનાં નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંત છે. નવમા તિર્થંકર સુવિધિનાથ પુષ્પદંતનું પ્રતિક મગર છે.
જૈન ધર્મનાં દસમા તિર્થંકર શીતલનાથ છે. દસમા તિર્થંકર શીતલનાથનું પ્રતિક શ્રીવત્સ છે.
જૈન ધર્મનાં અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથ છે. અગિયારમા તિર્થંકર શ્રેયાંસનાથનું પ્રતિક ગેંડો છે.
જૈન ધર્મનાં બારમા તિર્થંકર વાસુપૂજ્ય છે.બારમા તિર્થંકર વાસુપૂજ્યનું પ્રતિક પાડો છે.
જૈન ધર્મનાં તેરમા તિર્થંકર વિમલનાથ છે.તેરમા તિર્થંકર વિમલનાથનું પ્રતિક સૂવર છે.
જૈન ધર્મનાં ચૌદમા તિર્થંકર અનંતનાથ છે.ચૌદમા તિર્થંકર અનંતનાથનું પ્રતિક બાજ છે.
જૈન ધર્મનાં પંદરમા તિર્થંકર ધર્મનાથ છે.પંદરમા તિર્થંકર ધર્મનાથનું પ્રતિક વ્રજ છે.
જૈન ધર્મનાં સોળમા તિર્થંકર શાંતિનાથ છે.સોળમા તિર્થંકર શાંતિનાથનું પ્રતિક હરણ છે.
જૈન ધર્મનાં સત્તરમા તિર્થંકર કુંથુંનાથ છે.સત્તરમા તિર્થંકર કુંથુંનાથનું પ્રતિક બકરી છે.
જૈન ધર્મનાં અઢારમા તિર્થંકર અરમાથ છે.અઢારમા તિર્થંકર અરનાથનું પ્રતિક નન્ધાવર્ત છે.
જૈન ધર્મનાં ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથ છે.ઓગણીસમા તિર્થંકર મલ્લિકાનાથનું પ્રતિક કળશ છે.
જૈન ધર્મનાં વીસમા તિર્થંકર મુનિસુવ્રત છે.વીસમા તિર્થંકર મુનિસુવ્રતનું પ્રતિક કાચબો છે.
જૈન ધર્મનાં એકવીસમા તિર્થંકર નેમિનાથ છે.એકવીસમા તિર્થંકર નેમિનાથનું પ્રતિક નીલકમલ છે.
જૈન ધર્મનાં બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિ (નેમિનાથ) છે. બાવીસમા તિર્થંકર અરિષ્ટનેમિનું પ્રતિક શંખ છે.
જૈન ધર્મનાં ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથ છે.ત્રેવીસમા તિર્થંકર પાર્શ્વનાથનું પ્રતિક સર્પ છે.
જૈન ધર્મનાં ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામી છે. ચોવીસમા તિર્થંકર મહાવીર સ્વામીનું પ્રતિક સિંહ છે.
જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો આ લેખ આપને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટબોક્ષમાં જણાવશો.