અષાઢી બીજનાં રોજ નિકળતી Jagannath Rath Yatra સાથે રાધા કથાની 1 જોડાયેલ કથા

Jagannath-Rath-Yatra
Facebook
Twitter
Telegram
WhatsApp

Jagannath Rath Yatra | ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કૃષ્ણનો મહિમા અલગ છે. કૃષ્ણની પૂજા અર્ચના માટે વૈવિધ્યતા રહેલી છે. હવે કૃષ્ણ માત્ર ભારત સુધી સિમિત રહ્યા નથી પરંતુ વિશ્વભરમાં એમનાં વિચારો પહોંચ્યા છે. કૃષ્ણ સાથે જ જોડાયેલો ભક્તિભાવનો દિવસ એટલે અષાઢી બીજ. અષાઢી બીજનાં રોજ નિકળતી રથયાત્રા (Jagannath Rath Yatra) એ ભગવાન જગન્નાથ, બલરામ તેમજ સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ ઉત્સવ છે. ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને ઉજવવામાં આવે છે. અષાઢી બીજ ઉજવવાનું સાચું કારણ એ છે કે ભગવાન નગર ચર્યાએ નિકળે છે પોતાનાં દર્શન કરાવવા. ભગવાન પોતાનાં દર્શન ભક્તોને કરાવે એવું નારદજીએ કહ્યું હતુ. તો વાંચો ઘણું બધુંમાં આજે ભગવાન જગન્નાથ (Jagannath Rath Yatra)ની પ્રેરક કથા.

Jagannath Rath Yatra
(Jagannath Rath Yatra)

રથયાત્રા (Jagannath Rath Yatra) વિશેની સંપૂર્ણ કથા


એક વખત ભગવાન કૃષ્ણ તેમના ભાઇ બલરામ સાથે દ્વારકા નગરી બહાર વિહાર કરવા નિકળ્યા હતા. દ્વારકાનગરીની બહાર જતા કૃષ્ણ અને બલરામને જોઇને ભગવાન કૃષ્ણની 16,108 રાણીઓ માતા રોહિણી પાસે ગઇ હતી. આ વખતે પ્રભુ બલરામના માતા રોહિણી માતા એકલા બેઠા હતા. રાહિણી માતા પાસે જઇને આ 16,108 રાણીમાંથી એક જણે પ્રશ્ન કર્યો, માતા અમે કૃષ્ણની દિવસ-રાત સેવા કરીએ છીએ, એમનો પડ્યો બોલ ઝીલીએ છીએ, અમે એમને કોઇ પણ કામ જાતે ન કરવું જોઇએ એની તમામ કાળજી રાખીએ છીએ, અમે એવી કોઇ વાણી-વર્તન કે વિચાર દ્વારા અહિત પણ વિચાર્યું નથી. તો પછી કૃષ્ણ અમારા હોવા છતાં કેમ આખો દિવસ રાધા… રાધા..નું નામ લે છે?

આ પ્રશ્નનો જવાબ આપવા માતા રોહિણી બોલ્યા કે, રાણીઓ હું આ પ્રશ્નનો જવાબ આપુ પણ એક જ શરતે.
રાણીઓએ કહ્યું, તમે જે પણ શરત કહો એ અમને મંજુંર છે માતા.
રોહિણી માતાએ કહ્યું કે, આપણી વચ્ચે વાત થઇ રહ્યી હોય અને એવે સમયે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પાછા ન પ્રવેશે તો હું વાત કહું.
16,108 રાણીઓ માતા રોહિણીનો ભાવ સમજી ગઇ હતી. રાણીઓએ વિચાર કરીને ભગવાન કૃષ્ણ અને બલરામનાં બહેન સુભદ્રાને દરવાજાની બહાર કૃષ્ણ અને બલરામ આવે તો જાણ કરવાનું જણાવી ધ્યાન રાખવાનું કહે છે. માતા રોહિણી કૃષ્ણ અને સિતાની કથા શરુ કરે છે.

બીજી તરફ સુભદ્રાને પણ એ જાણવાની ઇચ્છા થાય છે કે એવી તો શું વાત છે કે મારા બંને ભાઇઓને છુપાવવાની છે. આ વિચારી માતા રોહિણી કૃષ્ણ અને રાધાની વાત કહેતા હોય છે સુભદ્રા બારણે કાન રાખીને સાંભળવા લાગે છે.

જે કામ માટે સુભદ્રાને બારણે ઉભા રાખ્યા હોય છે એ કામને ભૂલીને સુભદ્રા બારણે કાન ધરીને કથા સાંભળી રહ્યા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશે છે ત્યારે સુભદ્રા તેમને જોઇ જાય છે. આમ અચાનક રોકતા કૃષ્ણને જાણવાની જૂજ્ઞાસા થાય છે કે આમ કેમ રોક્યા. એ વખતે સુભદ્રા બારણે કાન રાખીને ફરીથી વાત સાંભળવા લાગે છે. એ જ રીતે કૃષ્ણ અને બલરામ પણ બારણે કાન રાખીને કથા સાંભળવા લાગે છે. આ કથા સાંભળતા સાંભળતા આ ત્રણેય ભાઇ-બહેન કથામાં ઓતપ્રોત થઇ જાય છે. ભક્તિભાવના આ પરમાર્થને કારણે ત્રણેય ભાઇ-બહેનનાં શરીર સંકોચવા લાગે છે અને આંખો મોટી થવા લાગે છે. ત્રણેય ભાઇ બહેનનાં સ્વરુપને જોતા નારદમુની પાસે આવીને રહે છે કે, પ્રભુ આપનું આ રુપ જગતને બતાવવું જોઇએ. એ વખતે ભગવાન કૃષ્ણ એમના રુપને ત્રેતાયુગમાં બતાવવાનું વચન આપે છે. (Jagannath Rath Yatra)

ત્રેતાયુગથી આજે પણ રથયાત્રા (Jagannath Rath Yatra) દ્વારા પ્રભુ નગર ચર્યાએ નિકળે છે. પ્રભુની મોટી આંખોનાં દર્શન કરાવા માટે વર્ષોથી લાખો લોકો પાવન થાય છે.

રથયાત્રા (Jagannath Rath Yatra) જાણવા જેવું

અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે ફણગાવેલાં મગ, કાકડી, કેરી અને જાંબુનો હજારો 30,000 થી 40,000 કીલો પ્રસાદ વહેંચવામાં આવે છે. અમદાવાદના જમાલપુર ખાતે ભગવાન જગ્ગન્નાથનું મંદર આવેલું છે. જમાલપુર ખાતે આવેલ જગન્નાથ ભગવાનનું મંદિર 400 વર્ષ જૂનું છે. અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધો સામે જીતનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ (Juggernaut), જગન્નાથપુરીની રથયાત્રા (Jagannath Rath Yatra) પરથી લેવામાં આવેલ છે. દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. રથોની ઉંચાઇ લગભગ 45 ફુટ (4-5 માળ) જેટલી હોય છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી. રથયાત્રા (Jagannath Rath Yatra) નાં દિવસે કોઇ પણ ભેદ ભાવ વગર દરેક વ્યક્તિ દર્શન કરી શકે છે સાથે રથ ખેંચી શકે છે.

Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ?

શું કહે છે રથયાત્રાની કથા ?

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો