ગુજરાતી લેખક વાંચે : ક્વોરાની ગુજરાતી વેબસાઇટમાં એક પ્રશ્ન પુછાયો કે, એક ગુજરાતી લેખક પૈસા કેવી-કેવી રીતે કમાય છે? ગુજરાતી લેખકોનું ભવિષ્ય કેવું રહેશે? આ પ્રશ્નનો જવાબ આપતા જવાબદારે લેખનકળા, કલા સાધના અને લેખનશૈલીને આગળ મુકી હતી.
ઘણું બધું : લેખક કેવી રીતે બનાય ? એવા પ્રશ્ન સામે આવા પ્રશ્નો પણ પૂછાય છે,
એક ગુજરાતી લેખક પૈસા કેવી-કેવી રીતે કમાય છે?
ગુજરાતી લેખકોનું ભવિષ્ય કેવું રહેશે?
આ એક સારો પ્રશ્ન છે. જવાબ બનતા સુધી જેટલો આપી શકાય એટલો આપું છું.
લેખન કળા એ કલા છે. તમે કળા પણ કહી શકશો. આ કલા સાધનાને કારણે અને યોગ્ય ઉપાસનાને કારણે મળે છે. આ વાત ભારેભરખમ લાગતી હશે પરંતું લેખન કલા એ દરેક વ્યક્તિનું કામ છે જ નહીં. કેમ કે જ્યારે શરુઆતમાં ફેસબુક આવ્યું ત્યારે લોકો આજનાં ટ્વિટર જેમ ઉપયોગ કરતા હતા.
આજે તો વાર્તાઓ અને બીજા ઘણાં લાંબા લચક પ્રવાસો પણ વાંચી શકાય છે. મૂળ વાત પર આવીએ.
ઘણું બધું ડોટ કોમ પર લખાણ કરતો દરેક વ્યક્તિ લેખક હશે એવું માની લઇએ. જો આ લેખન શૈલીથી પૈસા કમાવવા હોય તો એનાં યોગ્ય કસ્ટમર સુધી પહોંચવું પડે. જેમકે, હાલ હું એક સમાચાર પત્રમાં કોપી એડિટર તરીકે ગુજરાતી ભાષામાં ફિચર્સ આર્ટિકલ લખું છું. આ આર્ટિકલ તો સૌ કોઇ લખી શકે પરંતું કયો શબ્દ ક્યાં વાપરવો એનું નામ કલા કે કળા….
પહેલાનાં સમયમાં આપણા ત્રણ નન્નાએ સાહિત્ય રચ્યું અને નામ કમાયા. એ જ સમયગાળામાં જો દલપતરામ પર નજર કરીએ તો ફાર્બસને જોડીને તેમણે ગુજરાતી ભાષાનું નોંધપાત્ર કામ હાથે લીધેલું. દલપતરામ સારી એવી નોકરી છોડીને આવેલા કદાચ. તે છતાં ફાર્બસ એમને કૈંક રકમ આપતા જ હશે માની લઇએ. આ પછી એમનાં પુત્ર નાન્હાલાલે ઝૂલણા છંદ રચ્યા અને પછી એમાં પોતાનું નામ કર્યું.
એમ જુદા જુદા એ વખતનાં લેખકો અને કવિઓએ નામ કર્યું. આ નામને કારણે તેમણે પોતાનું એવું માર્કેટ બનાવ્યું કે ગુજરાતી ભાષાનું કોઇ પણ કામ હોય તો આ લોકો પાસે આવે. આ લોકો એટલે સારસ્વતો.
જવાબ એટલો જ કે તમારે એ આભા માર્કેટમાં પ્રસ્તાપિત કરવી પડે કે તમારી લેખનશૈલી આગળ બધું ફિક્કું. આમ તો મારા જેવા સારા વાર્તાકારને વાર્તા લખવાનું કોઇ કહેતું નથી પરંતુ સતત લોકસંપર્ક રાખવાથી જ વાત આગળ વધશે.
પત્રકારત્વનાં અભ્યાસમાં લોકો અભ્યાસમાં શીખતા હોય છે કે, આપણાં ગુજરાતનાં જાણીતા નાટ્યકાર અને ગઝલકાર શ્રી ચીનુ મોદી ઉર્ફે ઇર્શાદએ નિરમાની જીંગલ લખી હતી. હવે તમારે સમજવું પડશે કે આ જીંગલ એટલે શું. પત્રકારત્વનાં અભ્યાસમાં શીખવા મળે કે જીંગલ એટલે કવિતા જેવું મુખડું અથવા લોકોને ગમી જાય એવી નાનકડી લાઇન, પંક્તિ… વગેરે..
જેમકે…. ગુજરાતી કવિતા લાગતી જીંગલ
દૂધ સી સફેદી નિરમા સે આઇ
રંગીન કપડા ફિક ધૂલ મીલ જાય
સબકી પસંદ નિરમા
વોશિંગ પાવડર નિરમા
નિરમા
ઉપર તમે નોંધમાં લેશો છે મહત્વનું છે છેલ્લું નિરમા…
લેખન કલાને લોકો સુધી લઇ જવા ગુજરાતી ભાષા શીખવી પડશે.
એવા લોકો પાસે સતત સંપર્કમાં રહેવું પડશે કે જેઓને આ ભાષા આવડે છે. આ ભાષા આપણને તો આવડે જ છે તો પૈસા કેમ કમાતા નથીનું કારણ એ જ કે આપણી વગ ઓછી પડતી હોવી જોઇએ અથવા અજ્ઞાનતા.
પ્રકાશકો, લેખકો અને આજે તો સોશિયલ મીડિયામાં કોન્ટેન્ટ ક્રિયેટરોની ઢગલા બંધ જગ્યાઓ માટે સારા લેખકો જ મળતા નથી. લેખકોએ પોતાનો રસ્તો જાતે ઘડવાનો હોય છે. મૂળે લેખકે જો પુસ્તકો છપાઇને પુસ્તકો વેચવા હોય તો કોઇ પ્રકાશનનો સંપર્ક કરવો પડે. (આજે કાગળનાં ભાવ વધવાને કારણે ઘણાં સમાચાર પત્રોનાં પાનાં ઓછા થયા છે)
બીજી તરફ, ઓનલાઇન પ્લેટફોર્મમાં કોન્ટેન્ટ રાઇટરને સારા પૈસા મળે છે.
ત્રીજું, ફિફિલીપી જેવી વેબસાઇટ જાતે બનાવો. વાર્તાઓ ફ્રીમાં મંગાવો. શુંશું એફ એમમાં એક વાર્તા 100 રુપિયાની વેચી દો. 1000 વાર્તા લેખે 100 ગુણ્યા 1000 ગણી લો રુપિયા.
ક્રમશ..
લેખક પૈસા કેવી પીતે કમાય છે એ તો સારું કમાતો લેખક કહી શકે પરંતુ, લેખક કેવી રીતે બનાય એવા લેખ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.