સાયબર ફ્રોડ | Facebook માં ફરી રહ્યી છે સાયબર ફ્રોડ ની લીંક તમે ક્લિક કરતા પહેલા 100 વખત વિચારજો

સાયબર ફ્રોડ

Share This Post

સાયબર ફ્રોડ | આમ તો ગુજરાતી લોકોને સાયબર ફ્રોડ નાં અનુભવો કદાચ ઓછા થતાં હશે, પરંતું સાયબર ફ્રોડને કારણે આપણે ત્યાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી અને એનો પરિવાર રસ્તા પર આવી ગયો. હવે આત્મહત્યા એ કોઇ ઉપાય નથી એ મારે તમને સમજાવવું છે. આજથી ઘણું બધું અંતર્ગત સોશિયલ મીડિયાની એવી વાતો હું તમને જણાવીશ કે જે આપના, આપના પરિવારનાં અને આપના સ્નેહીજનોનું જીવન બચાવવામાં મદદ કરશે. આજે મેં જ્યારે ઇન્સ્ટાગ્રામ પર વોટ માંગવા વિષયો મૂક્યા ત્યારે એને ચાર નામો આપ્યા હતા. આ ચાર નામોમાંથી એકનું સિલેક્શન કરવાનું હતુ, 1. સાયબર કથાઓ 2. સાયબર ક્રાઇમ ની આજું બાજું 3. ઇન્ટરનેટની ડાર્ક સાઇડ અને 4. સોશિયલ મીડિયા અપડેટ. આ ચાર નામો પૈકી મિત્રોએ સૌથી વધારે પસંદગી Social Media Update પર વોટ આપ્યો છે. હવેથી દર સોમવારે આપણે વાત કરીશું Social Media Update વિશે. આજે વાત જીગ્નેશભાઇની. જીગ્નેશભાઇનાં ફેસબુક મેસેન્જરમાં એક લીંક આવી અને પછી એવું તો શું થયું કે જીગ્નેશભાઇ ગભરાઇ ગયા?

સાયબર ફ્રોડ

મારા એક મિત્ર છે. નામ એમનું જીગ્નેશભાઇ. જીગ્નેશભાઇને હું જીગાભાઇ કહીને બોલાવું છું. તો આ વાત છે બે દિવસ પહેલાની. જીગ્નેશભાઇએ મને ફેસબુક મેસેન્જરમાં એક મેસેજ કર્યો. મેં એ મેસેજ જોયો અને પછી હું ગંભીર થયો. મારી ગંભીરતાનું કારણ હતું કે આ મેસેજ જીગાએ મને કેમ મોકલ્યો? આવો મેસેજ જીગાથી મને મોકલાતો હશે? કેમકે જીગાને ખબર છે કે હું સોશિયલ મીડિયાનાં દરેક એવા મેસેજને લઇને ગંભીર છું કે જે ફ્રોડ મેસેજ હોય. મેં જીગાભાઇને અગાઉ કહ્યું હતું કે, ભાઇ જો ઇન્ટરનેટની દુનિયામાં કદી પણ કોઇ લીંક ફરતી હોય તો જોયા વિના વાયરલ નહીં કરી દેવાની. અને આવી લીંકો જોવાની પણ શું કામ?

આજે જીગાએ મને લીંક મોકલી. લીંકમાં લખ્યું હતું કે મારી ગર્લફ્રેન્ડનો ડાન્સ કરતો વિડીયો જોજો ભાઇ (અંગ્રેજીમાં લખેલું હતુ). આ મેસેજ જોઇને હું ચમક્યો અને મેં તરત જીગાને ફોન કર્યો કે ભાઇ આ મેસેજ તારી પાસે કેવી રીતે આવ્યો? તો જીગાને કૈં ખબર નહોતી એણે પૂછ્યું, કેવો મેસેજ વિપુલભાઇ? મેં કહ્યું, ભાઇ એ જ મેસેજ જે તે મને મેસેન્જરમાં મોકલ્યો. જીગાએ મેસેજ જોયો અને મને કહ્યું વિપુલભાઇ આ તો મોટી ભૂલ થઇ ગઇ જુઓને. આ મેસેજ તમને એકલાને નથી ગયો પરંતું મારા ફેસબુક લિસ્ટમાં જેટલા પણ મિત્રો છે એ બધાને મેસેજ ગયો છે. હું ચમક્યો…. અને મેં એને ગુસ્સામાં કહ્યું તને સો વાર ના પાડી છે કે કોઇ લીંક ઉપર ક્લિક ન કરવાની હોય તો પછી કેમ કરી? જીગો ધીમા અવાજે બોલ્યો, ભાઇ એ લીંક મને ફેસબુક મેસેન્જરમાં મારા કાકીએ મોકલેલી એમાં લખ્યું હતું કે જો તારા કાકીનો એક્ટીંગ કરતો વીડિયો. અને એ લીંક ખોલી અને આ બધું થયું.

આ મેસેજ ક્યાંથી આવ્યો ? (cyber crime)


આ મેસેજ આવ્યો છે ચાઇનાથી. ચાઇનાવાળા ભારતની વધારે પોપ્પુલેશનને ધ્યાનમાં રાખીને આ રીતે જાહેરાત આપી રહ્યા છે. આમ તો એમના દેશમાં આપણા દેશ કરતા વધારે પોપ્યુલેશન છે. પરંતું ચાઇનાને ખબર છે કે આપણા ભારતનાં લોકો હજું પણ સાયબર ફ્રોડને લઇને જાગૃત નથી. સાયબર ફ્રોડ ને કારણે એ લોકો આપણા ડેટાને ચોરી શકે છે. જેટલાં પણ લોકો મેસેન્જર વાપરી રહ્યા છે એમને ટાર્ગેટમાં રાખ્યા છે. છેલ્લા પાંચ દિવસથી આ મેસેજ જુદી જુદી લીંક દ્વારા ફરી રહ્યો છે. ધ્યાન રાખો આ મેસેજની લીંક પર ક્લિક કરવાથી તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.

મેસેજનીં લીંક ખોલતા શું થશે ?


મેં તો જીગાને સલાહ પહેલેથી જ સલાહ આપી હતી એને મેસેજની લીંક ખોલવાની ના પાડી હતી. તે છતાં એ જીગાએ લીંક ખોલી તો એમાં બે ચાઇનીઝ ગર્લ ડાન્સ કરી રહ્યી હતી. ડાન્સમાં હતા કપડા. આ કપડાનાં વેચાણ માટેની જાહેરાત હતી. જો તમારે આ આવા કપડા ખરીધવા હોય તો તમે એ લીંક ઉપર ક્લિક કરતા કપડા ખરીદી શકો. ઘણી વાર આવી લીંકોમાં ક્લિક કરવાથી તમારા ખાતામાંથી અમૂક રકમ પણ ઓટોમેટીક કટ થઇ શકે છે.

સાયબર ફ્રોડ

આ જાહેરાત ભારતમાં કેમ?


આ જાહેરાત પાછળનાં કારણો ઘણાં બધાં છે. ઘણું બધું નો પ્રકલ્પ પણ એ જ છે કે તમને આવા ફ્રોડથી અમે બચાવી શકીએ. કારણોમાં પહેલું કારણ એ જ કે આ લીંક ઉપર ક્લિક કરવાથી ( એડવર્ટાઇઝ) દેખાય. આ જાહેરાત જોઇને તમે એ પ્રોડક્ટ ખરીદ્યી લો. હા, ભારતનાં લોકો આવી જાહેરાતો જોઇને જલ્દીથી પ્રોડક્ટ ખરીદ્યી લેતા હોય છે. આ વાત જ્યારે ચાઇનાનાં દુકાનદારો અને બિઝનેસમેનોએ જાણી ત્યારે એમને આ રસ્તો સરળ લાગ્યો.

આવી લીંક ઉપર ક્લિક કરવાથી આપણે કોઇ પ્રોડક્ટ ખરીદ્યીએ તો સારી વાત કહેવાય. પહેલા આપણે જાહેરાત જોઇ, બ્રાન્ડ જોઇ અને પછી ખરીદ્યી. હવે ખરીદ્યા પછી એ પ્રોડક્ટ આપણા સુધી ન પહોંચે કે પછી ખોટી પ્રોડક્ટ આપણે હાથ લાગે તો પણ આપણા રુપિયા મોટા ફ્રોડથી બચી ગયા સમજો. કેમકે આવી લીંકોમાં ઘણી લીંકો એવી પણ ફરતી હોય છે જેનાં પર ક્લિક કરવાથી આપણા બેંકમાં રહેલું બધું બેંક બેલેન્સ ખાલી થઇ જાય. બેંક બેલેન્સ ખાલી થઇ જાય તો પણ આપણે સમજીએ કે પૈસા ફરી મળી જશે પોલીસ કેસ કરીશું તો.. પણ ના ભાઇ ના, તમે આ ખોટું વિચારી રહ્યા છો. કેમકે આ ફ્રોડ ચાઇનાથી થયેલો છે. આ છે સાયબર ફ્રોડ. સાયબર ક્રાઇમની દુનિયામાં અત્યાર સુધી કદાચ 2 ટકા લોકોને એમનાં જ રુપિયા પાછા મળ્યા છે કે જેમનું ફ્રોડ એમનાં દેશ કે રાજ્યમાંથી થયું હોય. સમજજો માત્ર 2 ટકા. ધોરણ 12 આર્ટસ પછી શું? મુંઝવણ હોય તો વાંચો

બીજી વસ્તુ એવી પણ બને કે લીંક પર ક્લિક કરતા તમારા મોબાઇલ, લેપટોપ કે પીસીમાં રહેલો ડેટા ચોરાઇ જાય. આ ડેટામાં તમારા ફોટોગ્રાઇ, વીડિયો ગ્રાફ તેમજ તમે માણેલી અંગત પળોનાં પણ કે પછી સિક્રેટ ડોક્યુમેન્ટ હોઇ શકે છે. આ ડેટાનો ઉપયોગ ફ્રોડ કરનારા તમને બ્લેકમેલ કરીને પૈસા વસૂલી શકે છે.

સાયબર ફ્રોડ (cyber crime) થી બચવા શું કરવું?


સાયબર ફ્રોડથી બચવા કશું જ કરવાની જરૂર નથી. તમે નિશ્ચીંત રહો. તમારે ડરવાની જરૂર નથી, કેમકે આવનારો સમય આ સાયબર ફ્રોડનો જ છે. તમારે સાયબર ફ્રોડથી બચવા સતર્ક રહેવું પડશે. કોઇ પણ લીંક ઉપર ક્લિક કરવાનું ટાળવું પડશે. એ લીંક પછી ગમે તે હોય. કેમકે જીગાભાઇને જેમણે લીંક મોકલી હતી એ એમનાં સગા કાકી હતા. હવે આવી જ લીંક તમને તમારું વિશ્વાસપાત્ર વ્યક્તિ, મિત્ર, કાકા, મામા, મામી, ફૂવા, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ કે પછી તમારા માતા-પિતા-ભાઇ-બહેન મોકલી શકે છે. તમારા ટીચર પણ તમારા અસાઇન્મેન્ટની લીંક મોકલે તો પણ ખાતરી કરીને લીંક પર ક્લિક કરવાનું રાખો. આ તો વાત રહ્યી ક્લીકની પરંતું એક ક્લિક ઘણી ઘાતક હોઇ શકે છે.

આ લીંકથી મારા મિત્રનાં 8000 રૂપિયા ઉડી ગયા હતા. તમારી પાસે પૈસા હોય અને ઇચ્છતા હોવ કે આપણને વાંધો નહીં તો પછી તમે ક્લિક કરજો. પરંતું ધ્યાન રાખો તમારી સાથે ફ્રોડ થયા પછી તમારું માનસિક સંતુલન કેળવવાની જરૂર થઇ પડશે. તમારે વિચારવાનું છે કે મારે મન પૈસા, માન, મર્યાદા કે મોભા કરતા પણ વિશેષ મારો પરિવાર છે. મારે આમની માટે જીવવાનું છે. તમારું જીવન કોઇકનું સ્વરક્ષણ હોઇ શકે છે. માટે ધ્યાન રાખો જો ક્યારેય પણ તમને કૈં આવો વિચાર આવે તો અમારો કોન્ટેકટ કરજો. જેથી અમે તમારી સમસ્યાઓનું સમાધાન લાવી શકીએ.

આ લીંક કરોડોમાં પહોંચશે અટકાવો


મિત્રો આ લીંક એવી છે કે તમે આ લીંક ખોલશો તો તમારું એકાઉન્ટ હેક થઇ જશે. હાલ ફેસબુકમાં આ મેસેજ વાયરલ થઇ રહ્યો છે. હિન્દી ભાષામાં મેસેજ વાયરલ થઇ રહ્યો છે. તમે આ લીંક પર ક્લિક કરશો એનાં પછી તમારા દ્વારા ઓટોમેટીક મેસેજ તમારા બધા મિત્રોને મોકલાઇ જશે. તમેં આ લીંક પર ક્લિક ના કરતા. આ લીંક દ્વારા તમે ચાઇનાને સપોર્ટ ન કરો. તમારી એક લીંકથી તમારા તમામ 3000 જેટલા ફેસબુક મિત્રો સાયબર ફ્રોડ નો ભોગ બનશે. તમારે આ ફ્રોડ રોકવાનો છે. આ લીંક કરોડોમાં પહોંચી ન જાય એટલા માટે અહીં જ અટકાવો. આવનારા સમયમાં આવી લીંક વોટ્સએપ કે પછી ટેક્સ્ટ મેસેજમાં વાયરલ થશે. Cyber ​​Crime: वाट्सएप पर फोटो किसी की, रुपये कोई और मांग रहा, ऐसे शातिरों से सावधान रहें

જીગાભાઇએ લોકોની માંફી માંગતા મેસેજ ટાઇપ કરેલો
પ્રિય, મિત્રો આપના મોબાઈલમાં મારા દ્વારા મોકલેલો મેસેજ ઓપન ન કરવા વિનંતી. આ મેસેજ પર ક્લિક કરશો તો આપ પણ સાયબર ફ્રોડ નો ભોગ બનશો. કૃપયા મેસેજની લીંક પર ક્લિક ન કરશો.
Please Don’t Clik to Link

આ લેખ આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્ષમાં જણાવો. અમે આપનાં જીવનને બચાવવા માંગીએ છીએ.

  • વિપુલ અમરાવ

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video