Ramayana : ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ જેવાં બે રાષ્ટ્રીય મહાકાવ્યો રામાયણ અને મહાભારત. ભારતીય તત્વચિંતનમાં અને ભારતીય જીવનઘડતરમાં આ મહાકાવ્યોનો મહત્વનો ફાળો છે. રામનવમીના પ્રસંગ અનુરુપ રામાયણ કઇ રીતે લખાઇ તેવું આજના યુવાનો નથી જાણતા. વાલ્મીકિ લુંટારો શબ્દ દૂર થઇને કોઇ વ્યક્તિ વાલ્મીકિ બને તે જ માનવજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જીવન પરિવર્તન અને જીવદયાને ભાવને પગલે વાલ્મીકિ દ્રવી ઉઠેલા બે પક્ષીઓના મૃત્યુ થવાથી. આ પક્ષીઓ હતા કૌંચ યુગલ. કૌંચ યુગલ એટલે આપણા સારસ-સારસી. એક કથા છે કે સારસ મૃત્યુ પામે તો એના વિયોગમાં સારસી મૃત્યુ પામે અને સારસી મૃત્યુ પામે તો એના વિયોગમાં સારસ પોતાનો પ્રાણ છોડી દે. રામનવમીને પ્રસંગે એવી વાતો કે જે રામાયણને ન જાણનારા વધું જાણે અને જાણનારા વધું પ્રમાણે.
ઋષિ વાલ્મિકી તમસા નદીના કિનારે ધ્યાન કરી હતા. આ સાંધ્ય ક્રિયાઓમાં ધ્યાન મગ્ન વાલ્મીકિ ઋષિનું ધ્યાન અચાનક નદીમાં રતિક્રિડા કરી રહેલા કૌંચ પક્ષીનાં યુગલ પર પડે છે. ઋષિ વાલ્મિકી મુગ્ધભાવે કૌંચ યુગલની રતિક્રિયા નિહાળી રહ્યા હોય છે. ત્યાં અચાનક નદીકિનારાની ઝાડી નજીકથી એક તીર આવીને નર કૌંચ નો વધ કરી નાખે છે. પોતાના પ્રિય પાત્રનું મૃત્યુ થતા માદા કૌંચપક્ષી વિરહમાં પોતાનું માથું જમીન પર પછાડીને પોતાનો જીવ આપી દે છે. માદા કૌંચ પક્ષીનું મૃત્યું થવાની રાહ જોઇને અને હાથમાં તીરકામઠુ લઇને બેઠેલો એક પારધી કૌંચયુગલ બંનેના મૃતદેહ લઇને ચાલ્યો જાય છે.
બે પક્ષીઓનો પ્રણય અને બે બે પક્ષીઓ કોઇને પણ નડ્યા વિના એકાંતવાસ માણી રહ્યા હતા. આ તે એવો કેવો સમય કે બે જણ પોતાનો સાથ સંગાથ ન વિતાવી શકે ? આ કૌંચ પક્ષીઓના જોડકાની હત્યા તે કેવી કહી શકાય. કોઇ પાપીને તેના પાપની સજા આપી શકાય. પરંતું, આ તે કેવો સમય કે કેવો વ્યક્તિ જે પોતાના સ્વાર્થ ખાતર બીજા જીવનો વધ કરે. આ બધું ય વિચારતા વાલ્મિકી ઋષિએ એ પારધીને સંસ્કૃતમાં બોલી દિધું.
मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः।
यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥
અર્થાત, હે નીચ , હે પાપી , હે અધમ હે મહામુર્ખ હે તે આ શું કર્યુ ? રતિક્રિડામાં લીન કૌંચ યુગલના વધ બદલ હું તને શ્રાપ આપુ છુ કે..
Ramayana માં વાલ્મિકીનું મન પિગળે છે
ઋષિ ના મુખે શ્રાપની વાત સાંભળી પારધી ભાનમાં આવે છે. પારધી ઋષિના ચરણો માં આળટવા લાગે છે. એ કહે છે, ગુરૂવર મને માફ કરો . મેં આ પાપ કર્યું છે તો એ મારા પરિવાર માટે કર્યું છે. જો હું આ પક્ષીઓનો વધ ન કરું તો મારા પરિવારને ભૂખે મરી જવાનો વારો આવે. જંગલમાં આ સમયે ફળ કે ફૂલ પણ મળી શકે એમ નથી અને મને માત્ર શિકાર કરતા આવડે છે. મારા સંતાનોનું રક્ષણ કરવા અને એમનું પેટ ભરવા માટે શિકાર ન કરું તો શું કરું ? પારધીના શબ્દો પરિવારના પોતાના સંતાનો અને પરિવાર માટે કરેલું આ કાર્ય જોઇને વાલ્મિકીનું મન પિગળે છે.
તેઓ વિચારવા લાગે છે કે આ પારધી પાસે રહીને એને ખેતી શિખવું અને ઓજારો બનતા શિખવું. જેથી એને શિકાર ન કરવો પડે. આ વિચાર સાથે બીજો વિચાર પણ આવ્યો કે હું આ પારધી સાથે રહીશ તો હું ઋષિત્વ ભૂલી ગયો તો મારી વાતો કોઇ નહીં સાંભળે. અંતે પારધીને માફ કરીને પોતે આશ્રમ આવે છે. પારધીનું વર્તન અને આ ઘટનાથી ઋષિ વાલ્મિકીને રાત્રે ઉંઘ નથી આવતી. તે વિચારે છે કે જંગલમાં રહેતા લોકો, શોષિતોના કલ્યાણ માચે શું કરી શકાય? તેમના મનમાં સૌનો ઉદ્ધાર કરે તેવા રાજાની પરિકલ્પના યાદ આવે છે. અને કહેવાય છે કે તેઓ એક મહાગ્રંથ લખે છે. એ રામાયણ.
બ્રહ્માએ કહ્યું વાલ્મિકી રામાયણ તૈયાર કરો
રતિક્રિડામાં રત કૌંચ યુગલ પૈકી એકનું પારધીના બાણ વડે વધ કરવામાં આવે છે. ત્યારે અન્યનો તરફડાટ જોઇને વાલ્મિકી દ્રવી ઉઠે છે. એને પરિણામે વાલ્મિકીનો શોક मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः। यत्क्रौंचमिथुनादेकम् अवधीः काममोहितम्॥ શ્લોક રૂપે પ્રકટ થાય છે. વૈદિક સાહિત્યમાં આ શ્લોક અનુષ્ટુભ છંદનું વૈદિકેતર લૌકિક સાહિત્યમાં પ્રથમ વાર અવતરણ થવાથી બ્રહ્માની દ્રષ્ટી આ શ્લોક પર પડે છે.
બ્રહ્મા વાલ્મિકીને આદિ કવિનું બિરુદ આપીને શ્રી રામચંદ્રનું ચરિત્ર લખવાનું કહે છે. ઇ.પૂ. 1500 આસપાસનું શ્રી રામચંદ્રનું ચરિત્ર લખવા 24000 શ્લોક વાળા રામાયણની ઉત્પતિ થઇ. પિતા-પુત્ર, પતિ-પત્નિ, ભાઇ-ભાઇ, સેવક-સેવ્ય, રાજા-પ્રજા વગેરે કૌટુંબિક, સામાજિક અને રાજકીય આદર્શોની પ્રતિષ્ઠા કરી ગ્રંથ તૈયાર કર્યો. હજારો વર્ષોથી ભારતીય સમાજમાં તેમને જીવંત રાખનારો આ ગ્રંથ માત્ર ઇતિહાસ કે કાવ્ય તરીકે ઇ.પૂ. 4 થી સદીથી ઇ. સ. 3 જી સદી સુધીના સમયને ગણાવે છે.
ક્લિક કરીને વાંચો – રામનો જન્મ રામનવમીને દિવસે નહીં પરંતું ફેબ્રુઆરીમાં થયો હતો.
Ramayana : રામકથા સાત કાંડ
ઋષિ વાલ્મિકીએ રામાયણને સાત કાંડમાં વહેચ્યા છે.
1. બાલકાંડ,
2. અયોધ્યાકાંડ ,
3. અરણ્યકાંડ ,
4. કિષ્કિન્ધા કાંડ ,
5. સુંદર કાંડ,
6. યુદ્ધકાંડ
7. ઉત્તરકાંડ
તુલસીદાસે સંવત 1631ની રામનવમીના દિવસે શ્રીરામચરિત્રમાનસ લખવાનો પ્રારંભ કર્યો હતો. સંવત 1633ના માગસર સુદ પક્ષમાં રામવિવાહના દિવસે સાતેય કાંડ પુરા કર્યા હતા. ગ્રંથની રચનાને આજે આશરે 440 વર્ષ થયા. જ્યારે વાલ્મિકી ઋષિ શ્રી રામના સમકાલિન હતા. તેમણે વાલ્મિકી રામાયણની સ્થાપના ત્રેતાયુગમાં કરી હતી. આ જે જે પણ Ramayana ઉપલબ્ધ છે એ વાલ્મિકી રામાયણનો જ આધાર છે. એટલે કે વાલ્મિકી રામાયણ એ દરેક રામાયણની જનની છે. જૈન ધર્મ વિશે જાણો