રામનો જન્મ 22-2-7119 BCE માં થયો હતો એવું લેખકે એમના પુસ્તકમાં જણાવ્યું

કોઇ તમને એવું કહે કે, દ્વારકાના દરિયામાં કૃષ્ણની હવેલી ડૂબી ગઇ હતી, એ હવેલીની એક સોનાની મોહર દ્વારકામાં આવેલ ડની નામનાં ટાપુ પર મળશે. આ ડની ટાપુની મુલાકાતે રોજ મધરાતે એક સપ્તરંગી માછલી આવે છે અને આ માછલીના પેટમાં એ સોનામહોર મળશે. માછલીને મારવાની નથી. માછલીને સ્પર્શ કરતા તમને સોનાની મહોર મળી જશે. આ સોનામહોરને લઇને તમે મહેસાણામાં આવેલા તોરણવાળીમાતાનાં મંદિરમાં બેસતા પુજારીને આપજો. આ પુજારી તમને એવી જ બીજી સોનામહોર આપશે. આ સોનામહોર લઇને તમે……. આ વાક્ય અહીં પુરું થયું. શું મેં લખેલી આ વાત તમે માનશો? શું હું કહું કે તોરણવાળીમાતાનાં મંદિરના દર્શન કરવાથી તમારું અટકેલું કામ પુરું થઇ જાશે તો તમે અત્યારે જ કેનેડાથી ફ્લાઇટ પકડીને આવી જશો? તો જવાબ છે હા, તમે મારી વાત માનશો. પરંતું જો તમે મને જાણતા હશો તો તમે આ વાત માનશો. આજે શ્રી રામનો જન્મદિવસ છે હું એવું કહું તો તમે માનશો? તમે માનો કે ન માનો પરંતું કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અને સંશોધન કર્તા મૌલિક ભટ્ટ માને છે.

કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અને સંશોધન કર્તા મૌલિક ભટ્ટ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે. શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઇમલાઇન. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામનો જન્મ 22-2-7119 BCE માં થયો હતો. આજની યુવા પેઢીને જાણ નથી કે ચૈત્ર સુદ નવમીને દિવસે રામનો જન્મ થયો હતો. આજની પેઢી તારીખો યાદ રાખે છે. તારીખો આજની પેઢીને યાદ રહે છે. મૌલિક ભટ્ટ દ્વારા 13 વર્ષના સંશોધન બાદ રામનો જન્મ ક્યારે થયો હતો એની તારીખ જણાવવામાં આવી છે.

પુસ્તકમાં શું છે?
શ્રી રામનો જન્મ ક્યારે થયો ?
શ્રી રામનો જન્મ કેટલા વર્ષ પહેલા થયો હતો?
આજના કેલેન્ડર પ્રમાણે શ્રી.રામની જન્મતારીખ કઇ?
શ્રી રામનાં લગ્ન ક્યારે થયા હતા?
શ્રી રામ અને રાવણનું યુદ્ધ ક્યારે થયું હતું?

પુસ્તક લખાયું છે ગણિત તેમજ ખગોળીય ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને. આ ઘટનાઓમાં જ્યોતિષ શાસ્ત્ર અને વિજ્ઞાનનું પણ પ્રત્યક્ષીકરણ થાય છે. આકાશના તારા, નક્ષત્રો અને રાશિઓનો અભ્યાસ કર્યા બાદ આ પુસ્તકમાં શ્રી રામને રજુ કરવામાં આવ્યા છે. ભગવાન રામના જીવનચરિત્રને આલેખવું ખૂબ કપરું છે ત્યારે આ પુસ્તકમાં એવી કેટકેટલી બાબતોને જણાવવામાં આવી છે. આજે ઘણા બધા લોકો વેદ, શાસ્ત્ર, જ્યોતિષ, ખગોળીય ઘટના, નક્ષત્રો, રાશિઓ કે કોઇપણ વિદ્યાનો સ્વીકાર કરતા નથી. આ વિદ્યાઓમાં જુદા જુદા ઋષિઓએ પોતપોતાના અનુભવો સિધ્ધ કરીને વિદ્યાને શિખી હશે. આ વિદ્યા કેટકેટલા લોકો પાસે હશે. ઘણા લોકો કોઇને જણાવતા નથી.

લેખકે સંશોધનમાં કેટકેટલીય ખગોળીય ઘટનાઓને જાણી છે. સમજી છે અને રજૂ કરી છે. ગણિતના દાખલાની જેમ 13 વર્ષ સુધી શ્રી રામનો જન્મ કઇ તારિખે થયો હતો એનું સંશોધન કર્યું છે. વાલ્મિકી કૃત રામાયણના અભ્યાસ કર્યા બાદ જુદા જુદા ગ્રંથો અને ખગોળીય ઘટનાઓને પરિણામે શોધ્યું છે આજે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. આજે તારીખ 22 ફેબ્રુઆરી છે. શ્રી રામનો જન્મ 22-2-7119 BCE માં થયો હતો એવું લેખકે એમના પુસ્તકમાં જણાવ્યું છે.

હવે મહત્વની વાત એ છે કે આ સંશોધન જો સાચું હોય તો શું ભારત સરકાર દ્વારા 22 ફેબ્રુઆરીનો દિવસ રામજન્મોત્સવ તરીકે ઉજવાશે? સંશોધનકર્તાએ 13 વર્ષનો અભ્યાસ કર્યા બાદ ગણિત અને આકાશની મદદ લઇને માહિતી આપી છે.

શિવ એટલે કોણ? Click

1 Comment

Leave a Reply

Your email address will not be published.