IPC 302 મુજબ મૃત્યુદંડ કે આજીવન કેદની સજા મળે

સુરતમાં એકતરફી પ્રેમ કરનાર ફેનિલે કામરેજના પાસોદરા પાટિયા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્માને તેની સોસાયટીમાં જઇને એનાં પરિવારની સામે ગ્રીષ્માને મારી નાખી હતી. ગુજરાતભરમાં આ બનાવ ચકચાર થવા પામ્યો છે. શનિવારે બનેલી આ ઘટનામાં યુવકે યુવતીની હત્યા કર્યા બાદ પોતે ઝેર પીધા પછી પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. રવિવારે સાંજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માનાં પરિવારને મળીને સાંત્વના આપી હતી અને આ કૃત્ય કરનાર સામે કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવશે એ વાત કરી હતી. આ બનાવ શનીવાર સાંજે બન્યો હતો. રવિવારે એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ એફઆઇઆરમાં ગુનાહીત વ્યક્તિને કઇ શિક્ષા શઇ શકશે તે અંગે જાણીએ.

FIR એટલે શું ?
ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR. ભારત, પાકિસ્તાન અને જાપાન જેવા દેશની પોલીસ દ્વારા કોઇણ ગુનાહિત કૃત્ય માટે અપરાધનો ભોગ બનનાર વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશન જઇને ફરીયાદ કરવામાં આવે છે. આ ફરીયાદ કરવામાં પોલીસ સ્ટેશનમાં જે કાગળ કે ઓનલાઇન ફરીયાદ લખવામાં આવે છે એને એફઆઇઆર કહેવામાં આવે છે. આ FIR કોઇપણ ગુનાને શિક્ષા કરવા માટેનું અથવા ગુનો થતો રોકવા માટેનું પ્રથમ સ્ટેપ ગણવામાં આવે છે. મૂળે પ્રાથમિક સૂચના રિપોર્ટ એટલે FIR.

આ ઘટનામાં કઇ શિક્ષા થશે ?
ફોજદારી પ્રક્રિયા ધારો એટલે કે CRPC (ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973) ની કલમ 154 હેઠળ ગુનો કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમ એટલે કે IPC (ઇન્ડિય પિનલ કોડ 1860) અંતર્ગત કલમ – 302 અને કલમ – 307 મુજબ શિક્ષા કરવામાં આવશે.

CRPC (ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973) ની કલમ 154
સીઆરપીસીની કલમ 154 પ્રમાણે FIR નોંધવામાં આવે છે. FIRની 2 કોપી તૈયાર કરવામાં આવે છે. એક કોપી પોલીસ પાસે અને બીજી કોપી ફરીયાદીને અપાય છે. ફરીયાદી કરનાર ફરીયાદ લેખિત અથવા મૌખિક હોઇ શકે છે. ચાલો સમજીએ ફરીયાદ વિશે.

ફરીયાદ એટલે શું ?
ફરીયાદ લેખિત કે મૌખિક હોઇ શકે છે. ફરીયાદ જાણીતી કે અજાણ વ્યક્તિની હોઇ શકે છે. ફરિયાદએ ન્યાયિક કાર્યવાહી એટલે કોર્ટ દ્વારા કાયદેસરના પગલા લઇ શકાય તે મુજબની હોવી જોઇએ. ફરીયાદમાં FIRનો સમાવેશ થતો નથી. પરંતું જે સંજોગોમાં ફરીયાદી હાજર ન હોય તેવા કેસમાં FIR નો સમાવેશ ફરીયાદમાં થઇ શકે છે. આપને જણાવી દઇએ કે ગ્રીષ્માના નાના ભાઇ ધ્રુવએ એફઆઇઆર લખાવી છે. ધ્રુવની ઉંમર 17 વર્ષ છે.

CRPCની કલમ 41 પ્રમાણે વગર વોરંટે ધરપકડ કરી શકે છે.

Facebook માં ફરી રહ્યી છે સાયબર ફ્રોડ ની લીંક તમે ક્લિક કરતા પહેલા 100 વખત વિચારજો

https://en.wikipedia.org/wiki/Indian_Penal_Code

IPC ની કલમ 302 – ખૂનની શિક્ષા
ફેનિલે જાહેરમાં ચપ્પુ લઇને ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી હતી. આ ઘટનાને પરીણામે FIRમાં ઇન્ડિયન પિનલ કોડ મુજબ કલમ 302 અંતર્ગત શિક્ષા કરવામાં આવશે. IPCની કલમ 300માં ખૂનની વ્યાખ્યા આપવામાં આવી છે. કોઇ વ્યક્તિ ખૂન કરે છે તો તેને કલમ 302 અંતર્ગત આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા કરવામાં આવે છે.

ખૂનની વ્યાખ્યા
IPCની કલમ 300માં ખૂનની વ્યાખ્યા આપવામાં આવી છે. ખૂનની વ્યાખ્યા મુજબ મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી એવી કોઇ ક્રિયા કરવામાં આવે જેનાથી મૃત્યુ નિશ્ચીત હોય અને ઇરાદો સ્પષ્ટ હોય તો તેને ખૂન કહેવામાં આવે છે.

IPC ની કલમ 307 – ખૂનનો પ્રયત્ન
જો કોઇ વ્યક્તિ કોઇ ઇરાદા કે જાણકારી સાથે અવું કૃચ્ય કરે કે જે કૃત્ય કરવાથી અન્ય કોઇ વ્યક્તિનું મૃત્ય થઇ શકે તો તેવા કૃત્ય બદલ 10 વર્ષની બેમાંથી કોઇ પણ એક પ્રકારની કેદ અને તેવા કૃત્યથી જો કોઇ વ્યક્તિને વ્યથા કે મહાવ્યથા થાય તો આજીવન કેદની શિક્ષા પણ થઇ શકે છે.

મહત્વનું એ છે કે હવે આ ગુનાનાં પડઘા માત્ર સુરત સુધી સિમિત નથી રહ્યા. આ ગુનાનાં પડઘા ગુજરાતભરના વાલીઓના કાને પડ્યા છે. બીજી તરફ સોશિયલ મિડીયામાં છોકરીને ગરબા ક્લાસને બદલે કરાટે ક્લાસમાં મુકો અને બીજો વર્ગ છોકરાઓને શિખવો કે કોઇ પણ ઘરની સ્ત્રીનું મહત્વ શું હોય છે. સોશિયલ મિડીયાની પોસ્ટ્સ કેટલા સિમાડા ઓળંગશે એ જોવા જેવું રહેશે. બીજી તરફ કઇ શિક્ષા થશે એ પણ નોંધનીય બની રહેશે.

3 Comments

Leave a Reply

Your email address will not be published.