TOP 7 સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote

Facebook
Twitter
Telegram
WhatsApp

સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો : સ્વામી વિવેકાનંદ ના શક્તિશાળી વિચારો વાંચવાથી દરેક વ્યક્તિમાં શક્તિનો સંચાર થાય છે. આધ્યાત્મિકતાથી જેમણે સમગ્ર માનવજાતમાં મનુષ્ય પ્રત્યે સેવાનો ભાવ ઉમેર્યો એવા યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનું પ્રેરક વાક્ય સદાય ઉપકારક રહેશે… ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

  • જો તમે કોઈ માણસને અવારનવાર કહ્યા જ કરો કે ‘તું અધમ છે, તું નીચ છે,’ તો કાળક્રમે જરૂર તે પોતે તેવો જ છે એમ માનતો થઈ જવાનો. આનું નામ સંમોહન.
– સ્વામી વિવેકાનંદ

ઊઠો, જાગ્રત થાઓ ! આ નિર્બળતાની ભૂરકીને ખંખેરી નાખો. વાસ્તવિક રીતે કોઈ દુર્બળ નથી; આત્મા સનાતન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. માટે ઊભા થાઓ, તમારો હક રજૂ કરી, તમારામાં ઈશ્વર રહેલો છે એવી ઘોષણા કરો; તેને નકારો મા ! આપણી પ્રજામાં સુસ્તીનો અતિરેક, દુર્બળતાનો અતિરેક, નબળાઈની ભૂરકીનો અતિરેક થઈ ગયો હતો. . તમે ભૂરકીને ખંખેરી નાખો.

– સ્વામી વિવેકાનંદ

Motivational Gujarati Quote By Swami Vivekanand
મોટીવેશનલ ગુજરાતી સુવિચારો – સ્વામી વિવેકાનંદ

  • શક્તિ, શક્તિ, આ જીવનમાં આપણને શક્તિની સૌથી વધારે જરૂર છે. આપણે જેને પાપ અને શોક કહીએ છીએ એ બધાંયનું કારણ આપણી નિર્બળતા છે. નિર્બળતાની સાથે આવે છે અજ્ઞાન, અને અજ્ઞાનની સાથે દુખ રહેલું છે જ. – Swami Vivekanand
  • કદી નિર્બળ ન બનો; શક્તિમાન બનો, તમારામાં અનંત શક્તિ ભરેલી છે.
  • તે જ વ્યક્તિ મુનિ છે જે જેનો આત્મા કદી દુર્બળ બનતો નથી, કે જે દરેકનો સામનો કરે છે. – Swami Vivekanand
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote |  સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
  • બધાં દુષ્ટ કાર્યોમાં પ્રેરકબળ છે નબળાઇ ; બધા સ્વાર્થોનું મૂળ છે દુર્બળતા. માણસને બીજાને નુકસાન પહોંચાડવાની પ્રેરણા આપે છે નબળાઇ. પોતે જે વાસ્તવિકરૂપે નથી તે સ્વરૂપે મનુષ્યોને દેખાડનાર છે નબળાઇ, પોતે જે વાસ્તવિકરૂપે નથી તે સ્વરૂપે મનુષ્યોને દેખાડનાર છે નબળાઇ. – Swami Vivekanand
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | મોટીવેશનલ | Swami Vivekanand Motivational Quote |  સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો
સ્વામી વિવેકાનંદ નાં 4 શક્તિશાળી વિચારો | સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો

પ્રથમ તમારું શરીર ઘડો; ત્યાર પછી જ તમને તમારા મન ઉપર કાબૂ મળશે – Swami Vivekanand

સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો

Sukracharya લિખીત Sukraniti મુજબ કેવા મિત્રો રાખવા જોઇએ?

Shukranīti (शुक्रनीति–Śukranīti) also known as Shukranītisara (शुक्रनीतिसार–Śukranītiśāstra)

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના