Queen Elizabeth II : 70 વર્ષ રાજ કર્યા બાદ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્રિતીય નું 96 વર્ષની વયે નિધન

Facebook
Twitter
Telegram
WhatsApp

Queen Elizabeth II has died : બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્રિતીય ( Queen Elizabeth II ) નું 96 વર્ષની વયે નિધન થયું છે. Queen Elizabeth II ને ડોક્ટરોએ એમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. એ બાદ ડોક્ટરોની સુરક્ષા વચ્ચે પણ એમને બચાવી શકાયા નહોતા. બર્ગિઘમ પેલેસ થી મળેલી જાણકારી મુજબ Queen Elizabeth II છેલ્લા વર્ષથી episodic mobility બિમારીથી પીડાઇ રહ્યા હતા.

Queen Elizabeth II
Queen Elizabeth II

CNN ના પત્રકાર યાલદા હકીમે સૌથ પહેલી ટ્વીટ કરીને જાણકારી આપી હતી તે 96 વર્ષની ઉંમરમાં મહારાણી એલિઝાબેથ 2 નું અવસાન થયું છે. આ બાદ એમને પોતાની ટ્વિટને ડિલીટ કરી દિધી હતી. એમને બીજી ટ્વીટ કરીને કહ્યું કે, મેં ટ્વિટ કરીને કહ્યું હતું કે ઘોષણા વગર મેં ટ્વિટ કરી દિધી હતી તે માટે હું ખોટો છું. એ સમાચાર ખોટા હતા.

BBC 1 એ સાંજે 6 વાગ્યા સુધીનાં પોતાના તમામ કાર્યક્રમોને રદ કર્યા

એમની તબિયત બગડતા અવસાન પામ્યા હતા. શાહી પરિવારે એમના દરેક કાર્યક્રમો રદ કરી દિધા છે. શાહી પરિવાર બારમોરલ જઇ રહ્યા છે. આ સમાચાર જાણીને જાણીતી ન્યુઝ કંપની BBC એ પણ પોતાની વેબસાઇટને બ્લેક કરી દિધી છે. સાથે BBC નાં સંવાદદાતાઓ પણ ઓન-એર કાળા કપડામાં આવ્યા હતા. BBC 1 એ સાંજે 6 વાગ્યા સુધીનાં પોતાના તમામ કાર્યક્રમોને રદ કર્યા હતા.

70 વર્ષની એમની હકુમત વખતે માત્ર ઇન્ગલેન્ડમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ભારે ધમાચકડી મચી હતી. આર્થિક સ્થિતિ અને રાજકારણ વચ્ચે ઘણી માથાકુટ વચ્ચે જનતાના વિશ્વાસનો મત જીતવાનું કામ કર્યું હતુ મહારાણી એલિઝાબેથે.

Queen Elizabeth II વિશે કેટલું જાણો છો?

એલિઝાબેથ દ્રિતીય એ સમયે બ્રિટનની મહારાણી બની જ્યારે વિશ્વભરમાંથી બ્રિટનની છાપ બગડી રહ્યી હતી. સમાજમાં ક્રાંતિકારી બદલાવ આવી રહ્યા હતા. બ્રિટનમાં ઘણા લોકો રાજાશાહી હકુમત વચ્ચે પ્રશ્નો ઉભા કરી રહ્યા હતા. આ સમયે દરેક પ્રકારની સમસ્યાઓ સામે લડીને, પોતાની સમજદારી અને જવાબદારીને સમજીને બ્રિટનનાં રાજપરિવારનો વિશ્વાસ જનતા વચ્ચે બનાવી રાખ્યો હતો.

6 વર્ષની ઉંમરે ઘોડેસવારી શીખતી વખતે એનાં ઉસ્તાદને કહ્યું

21 એપ્રિલ 1926નાં રોજ બર્કલેમાં બ્રિટનના એલિઝાબેથ દ્રિતીયનો જન્મ થયો હતો. એલિઝાબેથ એ વખતે બ્રિટનનાં રાજા જોર્જ પંચમનાં બીજા પુત્ર, ડ્યુક ઓફ યોર્ક, અલ્બર્ટની મોટી પુત્રી છે. એલીઝાબેથકદી સ્કુલે નહોતી ગઇ.

એમની નાની બહેન માર્ગરેટનો અભ્યાસ રાજમહેલમાં જ થયો. એલિઝાબેથ પોતાના પિતા અને દાદા એમ બંનેની લાડલી હતી. 6 વર્ષની ઉંમરે ઘોડેસવારી શીખતી વખતે એનાં ઉસ્તાદને એલિઝાબેથે કહ્યું હતુ કે,

હું ગામડામાં રહેતી છોકરી બનવા માંગુ છું અને ઘણાં બધાં ઘોડા અને કૂતરા પાળવા માંગું છું.

એલિઝાબેથ ભલે સ્કુલે નહોતી ગઇ પરંતું એણે ઘણી ભાષાઓ શીખી

Queen Elizabeth II ભલે સ્કુલે નહોતી ગઇ પરંતું એણે ઘણી ભાષાઓ શીખી હતી. એણે બ્રિટનનું બંધારણ અને ઇતિહાસનો સારી રીતે અભ્યાસ કર્યો હતો. એલિઝાબેથ અને એમની નાની બહેન માર્ગરેટ પોતાની ઉંમરની છોકરીઓ સાથે ભણી શકે અને હરી ફરી શકે તે માટે બકિંઘમ પેલેસમાં ગર્લ્સ ગાઇડ કંપની બનાવવામાં આવી હતી.

સમયને ચાલતા વર્ષ 1936માં કિંગ જોર્જ પંચમની મોત બાદ મોટા પુત્ર ડેવિડ એડવર્ડ અષ્ટમને રાજગાદી પર બેસાડવામાં આવ્યા પરંતું એક અમેરીકન મહિલાને જીવનસાથી તરીકે પસંદ કરતા જનતા એ વિરોધ કર્યો હતો. કેમકે આ અમેરીકન મહિલા બે વાર તલાકશુદા હતી. ધાર્મિકતાને પગલે બ્રિટનમાં ઘણો વિરોધ ચાલ્યો અને એડવર્ડ અષ્ટમને ગાદી છોડવી પડી હતી.

  • એલિઝાબેથનાં પિતા રાજા બનવા માંગતા નહોતા

આ બાદ એલિઝાબેથનાં પિતા ડ્યુક ઓફ યોર્ક, કીંગ જોર્જ ષષ્ઠમ ના નામથી રાજગાદી પર બેઠા. એલિઝાબેથનાં પિતા રાજા બનવા માંગતા નહોતા. આ વચ્ચે એલિઝાબેથને પણ પોતાની જવાબદારીઓનો ખ્યાલ આવવા લાગ્યો હતો. એ બાદ પોતાના અનુભવોને કામે લગાડ્યા હતા.

વર્ષ 1939માં 13 વર્ષની વયે નેવલ કોલેજમાં એલિઝાબેથ અભ્યાસ માટે કોલેજ ગઇ. અહીં એની મુલાકાત એનાં ભવિષ્યનાં પતિ ગ્રીસનાં પ્રિંસ ફિલિપ સાથે થઇ. આ બાદ વિશ્વયુદ્ધ સમયે ટેરિટોરિયલ સર્વિસમાં જોડાઇ ગઇ હતી. એલિઝાબેથે ગાડી ચલાવવું અને સુધારવાનું શીખી. 8 મે 1945માં વિશ્વ યુદ્ધમાં જીત બદલ એલિઝાબેથે પરિવાર સાથે ઉત્સવમાં ભાગ લીધો હતો.

આ મુલાકાત પિતા-પુત્રી માટે છેલ્લી મુલાકાત હતી

20 નવેમ્બર 1947માં પ્રિન્સ સાથે લગ્ન, 1948માં પહેલું સંતાન થયું હતુ. જાન્યુઆરી 1952માં એલિઝાબેથ એમનાં પતિ સાથે વિદેશ પ્રવાસ માટે નિકળવાનાં હતા. એ સમયે રાજા જોર્જ ખરાબ તબિયત હોવા છતાં પણ પોતાનાં જમાઇ અને પુત્રીને એરપોર્ટ પર મુકવા આવ્યા હતા. આ મુલાકાત પિતા-પુત્રી માટે છેલ્લી મુલાકાત હતી.

પિતાનું ફેફસાનાં કેન્સરને કારણે અવસાન થયું છે આ સમાચાર એલિઝાબેથ માટે આઘાતજનક હતા. એલિઝાબેથ પિતાનાં આ સમાચાર સાંભળીને બ્રિટન આવ્યા ત્યાં એમને મહારાણી તરીકે જાહેર કરી દિધા હતા.

જૂન 1953માં એલિઝાબેથને મહારાણીનો તાજ પહેરાવવામાં આવ્યો

આ સમયે એલિઝાબેથે લખ્યું,

મારા પિતાનું જલ્દી અવસાન થઇ ગયું છે. મને એમની સાથે રહીને શાહી કામકાજ શીખવાનો અનુભવ મળ્યો નથી. આ માટે અચાનક મળેલી જવાબદારીને સારી રીતે ચલાવવા માટે મારા માટે આ એક પરીક્ષા છે.

આ બાદ જૂન 1953માં મહારાણી એલિઝાબેથને મહારાણીનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આનું લાઇવ પ્રસારણ હતું અને આ લાઇવ પહેલી વાર થયું હતું. વિશ્વ યુદ્ધ બાદ બ્રિટનની છાપ ખરાબ થઇ ગઇ હતી. એમનું સામ્રાજ્ય ધ્વસ્ત થઇ ગયું હતુ. ભારત સહિત ઘણા દેશો બ્રિટનથી મુક્ત થઇ ગયા હતા. આ માટે બ્રિટનનું ગૌરવ પાછું અપાવવા મહારાણી એલિઝાબેથે કોમનવેલ્થ દેશોની સફર કરવાનું નક્કી કર્યું.

આ બાદ સમયાંતરે ઘણાં નિર્ણયો લીધા અને બ્રિટનને ઉભરતું કર્યું. એપ્રિલ 2021માં એલિઝાબેથનાં પતિ પ્રિંસ ફિલિપનું નિધન થયું હતુ.

એકવીસ વર્ષની ઉંમરે પોતાનું જીવન જનતાને સમર્પિત કર્યું

એકવીસ વર્ષની ઉંમરે પોતાનું જીવન જનતાને સમર્પિત કર્યું હતું. પચ્ચીસ વર્ષની વયે મહારાણી એલિઝાબેથે પોતાનાં જન્મદિવસ પ્રસંગે દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ વખતે જનતાને સંબોધીને કહ્યું હતું કે,

હું જ્યારે એકવીસ વર્ષની હતી ત્યારે જ મેં મારી જાતને જનતાની સેવા માટે સમર્પિત કરી દિધી હતી. એ સમયે ભગવાન પાસે આ જવાબદારી સંભાળવા માટે મદદ માંગી હતી. એ મારા નાનપણનાં દિવસો હતા. જ્યારે મને સાચા-ખોટામાં કોઇ ખબર નહોતી પડતી. પરંતું જે વાયદો મેં એ વખતે કર્યો હતો. એનાં પર આજ પણ હું કાયમ છું. હું એનાં એક પણ શબ્દથી મેં પાછી પાની કરી નથી.

વધું વાંચો Click : महारानी एलिज़ाबेथ द्वितीय: कर्तव्य पथ पर समर्पण की लंबी यात्रा

Queen Elizabeth II has died, Buckingham Palace announces

Click and Read : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : આ વખતે કોનું સંગઠન મજબૂત?

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે

National Voters Day |રાષ્ટ્રીય મતદાતાઓ દિવસના મહત્વ | મતદાનનો અર્થ

રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ: ભારતમાં લોકતંત્રનો ઉદ્દીપન ભારતના સંવિધાનના પસંદગ્રહ તારીખનો ઉજવણું કરતાં, પ્રતિ વર્ષ 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતાઓ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના