Bauddh Dharm વિશે જાણવા જેવું | બૌદ્ધ ધર્મ |buddha purnima

Facebook
Twitter
Telegram
WhatsApp

Bauddh Dharm : હિન્દુ પુરાણોમાં વિષ્ણુના દસ અવતાર દર્શાવવામાં આવ્યા છે. તેમાં નવમો અવતાર બુદ્ધનો છે. વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ, વાયુપુરાણ જેવા ગ્રુંથોમાં બુદ્ધના અવતારનું વર્ણન જોવા મળે છે. એમ પણ મનાય છે કે બુદ્ધ વિષ્ણુનો જ અવતાર છે. હિંદુ લોકો એમ માને છે કે અસુરોને મોહમાં રાખવામાં આવેલા અને દેવો પાસે અસુરોનો નાશ કરાવ્યો હતો. વિષ્ણુપુરાણમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે.

બૌદ્ધ ધર્મ (Bauddh Dharm|Buddh Dharm) ના પ્રવર્તક શાક્ય ગૌતમ એ જ બુદ્ધ. આ બુદ્ધે ક્યારેય પણ એવું કહ્યું નથી કે તે વિષ્ણુંનો અવતાર છે કે પછી કોઇ દેવ છે. બૌદ્ધ ધર્મકારો બુદ્ધને અવતાર માનતા નથી. આ બૌદ્ધ ધર્મકારોનું માનવું એવું છે કે શાક્ય ગૌતમે ધ્યાનયોગ, દિવ્યજ્ઞાન અને પવિત્ર આચરણના યોગથી મનુષ્યજાતિને દુર્લભ એવી દેવ જેટલી કે તેથી પણ વધારે ઉંચા પદે પહોંચીને બુદ્ધ થયા. ગૌતમ બુદ્ધના પ્રબળ પ્રભાવને કારણે બ્રાહ્મણ ગ્રંથકારો પણ બુદ્ધને વિષ્ણુનો અવતાર માનતા હશે એવું કહી શકાય.

ત્રિપિટકમાં પણ બૌદ્ધ કે બુદ્ધ વિશેની સંપૂર્ણ વાત કરવામાં નથી

ગૌતમ બુદ્ધ ઇ.સ. પૂર્વે લગભગ 500-600 વર્ષ પહેલા થઇ ગયા. પ્રાચિન બૌદ્ધ સાહિત્યમાં બુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં ઉપલબ્ધ છે. આ બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટક નામનાં ગ્રંથમાં છુટાછવાયા બુદ્ધચરિત્રનાં અંશો જોવા મળે છે. ત્રિપિટકમાં પણ બૌદ્ધ કે બુદ્ધ વિશેની સંપૂર્ણ વાત કરવામાં નથી આવી.

ત્રિપિટકમાં બુદ્ધના ઘણા નાના-મોટા પ્રસંગોને જોડીને બૌદ્ધ કથાકારોએ બુદ્ધચરિત્ર રચેલું છે. ત્રિપિટકમાં ઘણા બધા બૌદ્ધ સાહિત્યકારો અને ગ્રંથકારોનાં લેખોનો ઉલ્લેખ છે. આ લેખોમાં બુદ્ધ ના ચરિત્ર વિશે અને બુદ્ધના વિચારો વચ્ચે પણ વિવેચન થયેલું જોવા મળે છે. કથાઓ સાચી કે ખોટી છે એનું પણ ધ્યાન ત્રિપિટકમાં રાખવામાં આવ્યું નથી. બુદ્ધ ચરિત્ર અને બુદ્ધકથા પહેલા બૌદ્ધ ધર્મ (Bauddh Dharm|Buddh Dharm) વિશે સમજીએ.

બૌદ્ધ ધર્મ (Bauddh Dharm|Buddh Dharm) પરિચય

બૌદ્ધ ધર્મનાં સ્થાપક – ગૌતમ બુદ્ધ
ગૌતમ બુદ્ધ જન્મ – ઇ.પૂ. 563
ગૌતમ બુદ્ધ મૃત્યુ – ઇ.પૂ. 483
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ
ગૌતમ બુદ્ધના માતાનું નામ – મહામાયા
ગૌતમ બુદ્ધ પાલકમાતા – ગૌતમી
ગૌતમ બુદ્ધનાં પિતા – શુદ્ધોધન ( શાક્ય વંશના ક્ષત્રિય રાજા)
ગૌતમ બુદ્ધનાં પત્ની – યશોધરા
ગૌતમ બુદ્ધનો પુત્ર – રાહુલ
ગૌતમ બુદ્ધે 29 વર્ષે ગૃહ ત્યાગ કર્યો હતો જેને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે.
તપશ્ચર્યા – 6 વર્ષ સુધી
ગૌતમ બુદ્ધનું આયુષ્ય – 80 વર્ષ
ગૌતમ બુદ્ધનું મૃત્યુસ્થળ – કુશીનગર
બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ – ત્રિપિટક
મુખ્યપંથ – હિનયાન, મહાયાન
પ્રથમ ઉપદેશસ્થળ – શિપત્તન ( સારનાથ)
ઉપદેશની ભાષા – પાલી
ગૌતમ બુદ્ધનાં ઘોડાનું નામ – કથક
ગૌતમ બુદ્ધનાં સારથીનું નામ – ચન્ના. ચન્ના ઇશ્વરને આત્માના અસ્તિત્વને નકારે છે

વિકિપીડિયા(Bauddh Dharm|Buddh Dharm)
બૌદ્ધ એક ભારતીય ધર્મ છે, ૫૦ કરોડથી પણ વધુ અનુયાયીઓ સાથે આ વિશ્વનો ચોથો સૌથી મોટો ધર્મ છે. બોદ્ધ ધર્મ નો ઉદય ભારતમાં થયો હતો. આ ધર્મનો ઉદ્ભવ ઇ.સ. પૂર્વેની 6ઠ્ઠી થી 4થી સદી દરમિયાન થયો હોવાનું મનાય છે. ગૌતમ બુદ્ધ આ ધર્મના સ્થાપક હતા. ઇ.સ. પૂર્વે 563ના વર્ષમાં બુદ્ધનો જન્મ વર્તમાન નેપાળના લુંબિની નગરમાં શાકય પરિવારમાં થયો હતો.

જન્મ સમયે તેમનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતાં તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમ બુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.


બોધિગયા નગરમાં આ ધર્મનું કેન્દ્રસ્થાન છે. આ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ “ત્રીપિટક” છે જે પાલિ ભાષામાં લખાયો છે. આ ધર્મના ધર્મસ્થાનને પેગોડા, ચૈત્ય, સ્તુપ કહે છે. બૌદ્ધ ધર્મનો હેતુ નિર્વાણને પામવાનો છે અને તેમના જીવનમાં પંચશીલ મનુષ્યનું માપદંડ અને સાદગીનું મહત્વ છે. તેના માર્ગને આર્ય અષ્ટાંગ માર્ગ કહે છે. આ ધર્મમાં ધ્યાનનું સવિશેષ મહત્વ છે. વિપશ્યના ધ્યાનની રીતનો ફેલાવો ભગવાન બુદ્ધે કર્યો હતો.

Bauddh Dharm
Bauddha Dharma | Buddhism | Siddhartha Gautama | Buddhists |

બુદ્ધ દ્વારા પ્રતિપાદીત અષ્ટાંગિક માર્ગ

સમ્યક્ દ્રષ્ટિ – સત્ય અને અસત્યને ઓળખવાની દ્રષ્ટિ
સમ્યક્ સંકલ્પ – હિંસા અને ઇચ્છા રહીત સંકલ્પ
સમ્યક્ વાણી – મૃદુ, પ્રિય અને સત્ય વચન
સમ્યક્ કર્મ – દાન, દયા, અહિંસા, સદાચાર વગેરે યુક્ત કર્મ
સમ્યક્ આજીવ – ઉચિત અને સદાચારપૂર્ણ જીવન જીવવાનો પ્રયાસ
સમ્યક્ વ્યાયામ – વિવેકયુક્ત પ્રયત્ન
સમ્યક્ સ્મૃતિ – કરણીય અકરણીય પર ધ્યાન આપવું
સમ્યક્ સમાધિ – ચિત્તની એકાગ્રતા

બૌદ્ધમતાનુસાર ચાર આર્ય સત્ય
દુ:ખ – સંસાર દુ:ખમય છે.
દુ:ખ સમુદાય – દુ:ખનું કારણ તૃષ્ણા છે.
દુ:ખ નિરોધ – ઇચ્છા ઉપર વિજય પ્રાપ્તિ કરવાથી દુ:ખ સમાપ્ત થાય છે.
દુ:ખ નિરોધ-ગામિતિ પ્રતિપ્રદા – દુ:ખ મુક્તિ માટે અષ્ટાંગિક માર્ગનું અનુસરણ એકમાત્ર ઉપાય છે.

બૌદ્ધ દ્વારા પ્રતિપાદીત દસ શીલ

અહીંસા
સત્ય
અસ્તેય
અપરિગ્રહ
વ્યભિચાર ન કરવો
નશો ન કરવો
કસમયે ભોજનનો ત્યાગ
સુખમય પથારીનો ત્યાગ
નાચ-ગાનથી બચવું
બ્રહ્મચર્યનું પાલન કરવું

ત્રિરત્ન
બુદ્ધ
ધર્મ
સંધ

ચાર દ્શ્ય
રોગી
વૃદ્ધ
નનામી
સાધુ

ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ પ્રતિક
જન્મ – કમળ અને સાંઢ
ગૃહત્યાગ – ઘોડો
જ્ઞાન – પીપળાનું વૃક્ષ
નિર્વાણ – પગનું ચિહ્ન
મૃત્યું – સ્તૂપ

બૌદ્ધ સંઘ (Bauddh Dharm|Buddh Dharm)

  • બૌદ્ધ સંઘમાં જોડાનાર પુરુષને ભિક્ષુ અને સ્ત્રીને ભિક્ષુણી કહેવામાં આવે છે.
  • ભગવાને ઉપદેશ બાદ સૌ પ્રથમ છ વ્યક્તિઓનો સંઘ બનાવ્યો જેમાં પાંચ બ્રાહ્મણ અને એક વેપારી હતો.
  • ભિક્ષુક અને ભિક્ષુણીએ ઘર સંસાર ત્યાગીને સંન્યાસીની જેમ જીવન વિતાવવાનું હોય છે.
  • સંઘમાં 15 વર્ષથી ઓછી વયની વ્યક્તિ, ચોર, ખૂની, દેવાદાર, રાજ્યનો દાસ કે રોગીષ્ટ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો નથી.
  • સંઘમાં જોડાનાર વ્યક્તિઓના નિયમો ખૂબ જ કડક હતા.
  • સંઘમાં જોડાનાર વ્યક્તિ માટે સૌ પ્રથમ પ્રવજ્યા એટલે કે સામાન્ય નિયમો પાળવાના હતા, જેને શ્રામણેતર કહેવામાં આવે છે.
  • શ્રામણેતરને ભિક્ષા માંગવી, વૃક્ષ નીચે સૂવાનું, ગૌમૂત્ર સેવન કરવાનું , ફાટેલાં પણ થીગડા મારેલાં કપડાં પહેરવાનાં.
  • શ્રામણેતરમાં પાંચ વર્ષ બાદ કુપરાંપદની દીક્ષા આપવામાં આવતી, ત્યારબાદ દસ શીલનો અભ્યાસ કરવાનો હતો. તેમાંથી પસાર થનારને શિક્ષા પદ આપવામાં આવતું હતું. ત્યારબાદ ભિક્ષુક દીક્ષા આપવામાં આવતી.

શ્રીલંકા ( સિલોન) માં બૌદ્ધ ધર્મ નો પાયો ને વિકાસ – સતીષ પરમાર
શ્રીલંકા અને ભારત વચ્ચે પ્રાચીનકાળથી સાંસ્કૃતિક સંબંધ રહે છે. અશોક ના શિલાલેખો શ્રીલંકા નો ઉલ્લેખ તામ્રપરર્ણીદ્રીપ ના નામે થયો છે. પરંપરા અનુસાર બુદ્ધના પરિનિર્વાણ ના વર્ષમાં લાટ દેશમાંથી એટલે કે ગુજરાતમાંથી વિજયસિંહ પોતાના મિત્રો સાથે શ્રીલંકા પહોંચ્યું તેણે ત્યાં પોતાનું શાસન સ્થાપ્યું અને ભારતીય સંસ્કૃતિની પ્રભા ફેલાવી થી શ્રીલંકા નું નામ સિહલ પડ્યું. વિજય લંકા પહોંચ્યો તે પછી લગભગ 200 વર્ષે અશોક પુત્ર મહેન્દ્રથેર શ્રીલંકા ગયા. તેમણે ત્યાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે લાખો સ્ત્રી-પુરુષોએ આ નવો ધર્મ અપનાવ્યો અને હજારો પુરુષો વિકસિત થયા અને વિહારો બનવા લાગ્યા અને તેમની વ્યવસ્થા માટે દાન મળવા લાગ્યા શ્રીલંકા ના રાજા દેવાનપ્રિય તિસસ ઇ.સ. પૂર્વે 247 થી 207 ધર્મના સિદ્ધાંતો થી પ્રભાવિત થયો.

પુરુષો અને કેટલીક સ્ત્રીઓએ પ્રવજજયા લેવાની ઇચ્છા દર્શાવી પરંતુ કોઈ ભિક્ષુ આપી શકતો ન હતો તેથી અશોકને સંદેશો મોકલવામાં આવ્યું કે પ્રસિદ્ધિ ભિક્ષુણીઓને શ્રીલંકા મોકલવામાં આવે એટલે એમણે પોતાની પુત્રી સંઘમિત્રા ને શ્રીલંકા (સિલોન) મોકલી આપ્યા પછી અનેક સ્ત્રીઓ ભિક્ષુણીઓ બની .

સંઘમિત્રા અનુરાધા પુરવા બોધિવૃક્ષ આ ઘટનાનું સ્મરણ આજે પણ બૌદ્ધ ધર્મની શ્રીલંકા વાસીઓને પવિત્ર ઊજૉ આવે છે . મહેન્દ્રને સંઘમિત્રા લગભગ 48 વર્ષ શ્રીલંકામાં ધર્મ પ્રચાર કર્યો અને ત્યાં જ તેમણે પોતાનો પાર્થિવ દેહ છોડ્યા.

બોધિ વૃક્ષ રોપણ જેટલી જ મહત્વપૂર્ણ ઘટના 500 વર્ષ પછી બની આ ઘટનાથી ભગવાન બુદ્ધના દાંતને લાવવાની આપણે જાણીએ છીએ કે રાજા વટટગામીન ઈ.સ. પૂર્વે 29- 17 માં આશ્રયે બોલાવવામાં આવેલી સંગીતી એ શ્રુતિ પરંપરાથી ચાલ્યા આવતા ત્રિપિટક અને લેખન બંધ કરી અત્યંત મહત્વપૂર્ણ કાર્ય કર્યુ. 16મા સૈકા મા-બાપને મારી ગાડી એ આવનારા રાજસિંહ પાસે પિતૃ પ્રાયશ્ચિત માગ્યું ભિક્ષુ સંઘે આ અંગે નિર્ણય જાહેર કર્યો કે પ્રાયશ્ચિત આપવું એ ભિક્ષુ સંઘના હાથની વાત નથી. તેથી રાજસિંહ સેવા ધર્મ અને બૌદ્ધ ભિક્ષુઓ વિહાર વગેરેનો નાશ કર્યો તો દેશમાંથી આવેલા તો એ આખા ગામમાં અને આ કાર્યમાં ખુબ મોટો ભાગ ભજવી પરંતુ લોકોના અંતરમાં વસી ગયેલી ધર્મભાવના થઈ શક્યો નહીં રાજસિંહ પાંચ વર્ષની કારકિર્દીમાં બૌદ્ધ ધર્મ અને ખૂબ સહન કરવું પડ્યું અને લગભગ નાશ પામે પરંતુ તેનું સત્વ લોકહૃદયમાં જીવિત રહેવું.

રાજ તેની પાંચ વર્ષની કારકિર્દી બાદ થી તેમનું મૃત્યુ પછી ગાદીએ આવેલા રાજા વિમલ સુરી ફરી બૌદ્ધ ધર્મની પ્રતિષ્ઠા કરી સંઘની સ્થાપના માટે તેણે શ્યામ થી અને નિયંત્રણ કારણ કે રાજ સિંહ નો નાશ કરી નાખ્યો હતો આમ ભારતમાં ઉપર આક્રમણ કર્યા પછી સેવ શ્રીલંકામાં તેના પર આક્રમણ કર્યું પરંતુ ત્યાં બૌદ્ધ ધર્મ ટકી રહ્યો આજ પણ શ્રીલંકા બૌદ્ધ ધર્મ દેશના અગ્રણી છે શ્રીલંકામાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ બદનસીબ ધર્મ દ્વારા પડે છે.

ભારતમાં જેમ વિધર્મી એ આક્રમણ કરી બૌદ્ધ ધર્મ અને નાશ કરવા માટે પ્રયત્ન કર્યો હતો તેવી જ રીતે તેઓએ શ્રીલંકામાં પણ તેના ઉપર આક્રમણ કર્યું હતું.

  • સતીષ પરમાર, નવા કાળીબેલ, ગલાલિયાવાડ પ્રાથમિક શાળા દાહોદ
    સંદર્ભ સ્ત્રોત
  1. બૌદ્ધ ધર્મ દશૅન
  2. ભારત બહાર બૌદ્ધ ધર્મ
  3. બૌદ્ધ ધર્મ દશૅન
  4. ભારત બહાર બૌદ્ધ ધર્મ

શિવ વિશે જાણવા વાંચો – લીંક

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Leave a Comment

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો