અરવિંદ કેજરીવાલ નું ‘હિન્દુત્વ કાર્ડ’ : ‘ભારતીય ચલણી નોટોમાં ગણેશજી અને લક્ષ્મીજી હોવા જોઇએ’ AAP ને કેટલો ફાયદો થશે?

અરવિંદ કેજરીવાલ

Share This Post

આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે નવા વર્ષે હિન્દુત્વ કાર્ડ ખેલીને ભારતની જનતા સમક્ષ ‘હું પણ હિંદુ છું’ જણાવી દિધું છે. આવું એટલા માટે ખ્યાલ આવે કે આજે નવા વર્ષે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવેદન કર્યું છે કે, ‘ભારતીય ચલણની એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી-ગણેશજીની તસવીર હશે તો સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળશે.’

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાનને અપીલ કરી છે કે, ‘ભારતીય ચલણ પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી-ગણેશજીની તસવીર લગાવવામાં આવે. ભારતીય ચલણની એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મી-ગણેશજીની તસવીર હશે તો સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળશે. ઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં 85 ટકા વસ્તી મુસ્લિમ છે અને 2 ટકાથી ઓછી હિંદુ છે, પરંતુ તેમની નોટ પર ગણેશજીની તસવીર છે.’

અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી કે, અમે એવું નથી કહી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ, પરંતુ દર મહિને છપાયેલી નવી નોટોની સંખ્યા પર આ શરૂ કરી શકાય છે. ભારતીય અર્થવ્યવસ્થા અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે અને તેનો માર સામાન્ય માણસને ભોગવવો પડે છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારત એક વિકસિત અને સમૃદ્ધ દેશ બને. આ માટે આપણે મોટી સંખ્યામાં શાળાઓ, હોસ્પિટલો ખોલવી પડશે અને વીજળી અને રસ્તાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે. આપણે બધા પ્રયત્નો કરીએ છીએ, પરંતુ પ્રયત્નો ત્યારે જ ફળે છે જ્યારે આપણને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે, આપણે બધા જોઈ રહ્યા છીએ કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ બહુ સારી નથી. ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણે બધા જોઈ રહ્યા છીએ કે કેવી રીતે ડોલર સામે રૂપિયો દિવસેને દિવસે નબળો પડી રહ્યો છે. આપણા દેશના એક સામાન્ય માણસને આ બધી બાબતોનો ભોગ બનવું પડે છે. એવું કેમ છે કે આઝાદીને 75 વર્ષ વીતી ગયા, પરંતુ આજે પણ ભારત વિકાસશીલ દેશ છે અને ભારતને ગરીબ દેશ ગણવામાં આવે છે.

આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારત વિકસિત દેશ બને. આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારત સમૃદ્ધ દેશ બને અને આપણે બધા ઈચ્છીએ છીએ કે ભારતનો દરેક પરિવાર સમૃદ્ધ પરિવાર બને. આ માટે ઘણાં પગલાં ભરવાની જરૂર છે, ઘણી મહેનતની જરૂર છે. આપણે મોટી સંખ્યામાં શાળાઓ અને હોસ્પિટલો ખોલવી પડશે. આપણે વીજળી અને રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર ખૂબ મોટા પાયા પર બનાવવાનું છે. પરંતુ પ્રયત્નો ત્યારે જ ફળદાયી છે જ્યારે આપણને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે. પ્રયત્નો કરવા જોઈએ અને આપણે બધા આપણા જીવનમાં પ્રયત્ન કરીએ. પરંતુ આપણે ઘણી વખત જોઈએ છીએ કે પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ તેનું પરિણામ નથી આવતું. તે સમયે એવું લાગે છે કે જો દેવી-દેવતાઓની કૃપા હોય તો પ્રયત્નો ફળ આપવા લાગે છે અને તેનું પરિણામ આવવા લાગે છે.

તેમણે વધુંમાં જણાવ્યું કે, 24 ઓક્ટોબરે દિવાળી હતી. દિવાળી પર આપણે બધા ગણેશજી અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. આપણે બધાએ સુખ અને શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી. આપણે બધાએ પોતાના પરિવાર અને દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આપણે જોઈએ છીએ કે વેપાર કરતા વ્યાપારી અને ઉદ્યોગપતિઓ પોતાના રૂમમાં લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિઓ રાખે છે અને રોજ સવારે કામ શરૂ કરતા પહેલા તેમની પૂજા કરે છે. આજે હું કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનજીને અપીલ કરું છું કે ભારતીય ચલણની એક તરફ ગાંધીજીની તસવીર છે. તે એવી જ રીતે રહેવી જોઈએ, પરંતુ બીજી તરફ ગણેશજી અને લક્ષ્મીજીની તસવીરો ભારતીય ચલણ પર લગાવવી જોઈએ.

વાંચો : આમ આદમી પાર્ટી નાં કેજરીવાલ જેનાં ઘરે જમવા ગયેલાં એ રીક્ષાચાલક વિક્રમ દંતાણીએ કહ્યું, હું નરેન્દ્ર મોદીનો આશિક છું. ભાજપ નો છું.

Arvind Kejriwal એ અમદાવાદ માં સરકારી ભરતીનું સંપૂર્ણ કેલેન્ડર જણાવ્યું અને ભરતી કરવાનું વચન આપ્યું | અરવિંદ કેજરીવાલનું વિધાનસભા ચૂંટણી કેલેન્ડર

આપણે આપણી અર્થવ્યવસ્થાને સુધારવા અને ભારતને પ્રગતિના પંથે લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરવાની જરૂર છે, પરંતુ તેની સાથે દેવી-દેવતાઓના આશીર્વાદની પણ જરૂર છે. જો ભારતીય ચલણની એક તરફ ગાંધીજીની તસવીર હોય અને બીજી બાજુ લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય તો સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળશે. લક્ષ્મીજીને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે અને ગણેશજીને અવરોધોને દૂર કરનાર દેવતા માનવામાં આવે છે. તેથી, ભારતીય ચલણ પર આ બંને દેવતાઓનું ચિત્ર ચિત્રિત કરવું જોઈએ. અમે એવું નથી કહી રહ્યા કે બધી નોટો બદલવી જોઈએ, પરંતુ દર મહિને જેટલી નવી નોટો છાપવામાં આવે છે, તેટલી નવી નોટો પર આ શરૂ કરી શકાય છે અને ધીમે ધીમે લક્ષ્મીજી અને ગણેશજીની નવી નોટો ચલણમાં આવશે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે. ઈન્ડોનેશિયામાં 85 ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે અને ત્યાં 2 ટકાથી ઓછા હિંદુઓ છે, પરંતુ ત્યાં તેમની નોટ પર ગણેશજીની તસવીર છપાયેલી છે. મને લાગે છે કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જે કેન્દ્ર સરકારે ઉઠાવવું જોઈએ. આજે, મીડિયા દ્વારા, આ દેશના 130 કરોડ લોકો વતી, હું કેન્દ્ર સરકાર અને માનનીય વડાપ્રધાનજીને અપીલ કરું છું કે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર ભારતીય ચલણ પર લગાવો.

ગુજરાતની જનતા તેમના 27 વર્ષના કુશાસનથી દુઃખી છે અને આ વખતે જનતા ચૂંટણી લડશે: અરવિંદ કેજરીવાલ

ગુજરાત ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ વખતે ગુજરાતની જનતા ચૂંટણી લડશે. દિલ્હીના લોકો અહીં ચૂંટણી લડશે અને ગુજરાતના લોકો ત્યાં ચૂંટણી લડશે. અહીં દિલ્હીના લોકો તેમના 15 વર્ષના કુશાસનથી નાખુશ છે તો બીજી તરફ ગુજરાતના લોકો તેમના 27 વર્ષના કુશાસનથી નાખુશ છે. હું પડકાર ફેંકું છું કે જો 15 વર્ષના શાસનમાં ભાજપે MCDમાં એક પણ સારું કામ કર્યું હોય તો મને જણાવો. MCDમાં ભાજપ 15 વર્ષથી કામ કરી રહ્યું છે. તેને તેનું એક કામ ગણવા દો, જે તેણે સારું કર્યું હોય તો. ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી કાર્યરત છે. ત્યાં એક કામ ગણો, જે તેઓએ સારું કર્યું હોય. 7 વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે કેટલું સારું કામ કર્યું છે, તેની ગણતરી રસ્તા પર ચાલતો સામાન્ય માણસ પણ ગણાવી દેશે.

રાજનીતિમાં હિન્દુત્વનું કાર્ડ દર વખતે ભાજપ ખેલતું આવ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટીનાં અરવિંદ કેજરીવાલ કૈંક અલગ રણનીતિ લઇને ગુજરાત વિધાનસભાની ચૂંટણી વિશે વિચારી રહ્યા છે. આપને જણાવી દઇએ કે વડોદરાની સભા પહેલાં કેજરીવાલનાં પોસ્ટરો લાગ્યા હતા. સમગ્ર ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં અરવિંદ કેજરીવાલનાં મુસ્લિમ ટોપીનાં ફોટો વાયરલ થયા હતા. ભારતીય ચલણી નોટો બાબતે હિન્દુત્વ કાર્ડ ખેલીને કેજરીવાલને કેટલી સીટો મળે છે એ જોવું રહ્યું.

ગુજરાત ચૂંટણી : કેજરીવાલની ચલણી નોટ પર ગણેશ-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ અંગે વિવાદ કેમ?

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

સમાચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિને PM વિશ્વકર્મા યોજના લોન્ચ, 18 વ્યવસાયકારો ને થશે ફાયદો |PM Vishwakarma Yojana

PM વિશ્વકર્મા યોજના : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 77મા સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને ‘વિશ્વકર્મા યોજના’ શરૂ કરવાનું વચન આપ્યું હતું. વિશ્વકર્મા જયંતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના કુશળ શ્રમયોગીઓ માટેની ‘PM વિશ્વકર્મા’ યોજનાનો દિલ્હી ખાતેથી શુભારંભ કરાવ્યો હતો. PM Vishwakarma Yojana CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દેશના યશસ્વી

સમાચાર

અમીરગઢ તાલુકામાં વરસાદ પડતા જ વીજળી ગુલ,69 ગામડાઓમાં અસર

અમીરગઢ : બનાસકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા મથક અમીરગઢમાં છેલ્લે કેટલાય સમયથી ઈલેક્ટ્રીસીટી નાં ત્રાસથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. સરકાર દ્વારા 24 કલાક લાઇટની વાત કરવામાં આવે છે, પરંતુ અહીંયા તો ચાર વરસાદી છાંટા પડતાં જ બતી ગુલ થઇ જાય છે. ત્યારે અમીરગઢ ની પ્રજા દ્વારા વીજ કર્મીઓ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. કે

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video