આમ આદમી પાર્ટી નાં કેજરીવાલ જેનાં ઘરે જમવા ગયેલાં એ રીક્ષાચાલક વિક્રમ દંતાણીએ કહ્યું, હું નરેન્દ્ર મોદીનો આશિક છું. ભાજપ નો છું.

ભાજપ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની શરુઆત પહેલાં રાજકીય રણનીતિઓ સામે આવવા લાગી છે. દિલ્લીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નાં રાષ્ટ્રીય કન્વિનર અરવિંદ કેજરીવાલ જેનાં ઘરે જમવા ગયેલા એ રીક્ષાચાલક વિક્રમ દંતાણી ભાજપનો જ સભ્ય છે એવું કહેતા રાજકારણ ગરમાયું છે. સાથે એણે કેજરીવાલનાં તમામ પાસા બહાર પાડ્યા હતા.

ભાજપ
વિક્રમ દંતાણી અરવિંદ કેજરીવાલ સાથે | વિક્રમ દંતાણી ભાજપનાં કાર્યકર્તાઓ સાથે

જે રીક્ષાચાલકને ઘરે અરવિંદ કેજરીવાલ જમવા ગયેલાં એ વિક્રમ દંતાણીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં ઉપસ્થિત રહીને સૌને ચોંકાવી દીધા હતા. વિક્રમ દંતાણીએ ભાજપનો ખેસ પણ પહેર્યો હતો. વિક્રમ દંતાણીએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે હું તો મોદી સાહેબનો આશિક છું.પંજાબનાં અંદર રીક્ષાવાળાનાં આમંત્રણને માન આપીને જમવા ગયા હતા. મેં પણ આમંત્રણ આપ્યું હતુ. મેં તો ખાલી કેજરીવાલને ઘરે જમવા આમંત્રણ આપ્યું પણ મને નહોતી ખબર એ આવી જશે. એમનું અપમાન ન થાય એટલે મેં જમાડીને મોકલી દીધા હતા, હું તો પહેલાંથી જ ભાજપ સાથે જોડાયેલો છું.

આમ આદમી પાર્ટી નાં કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું

જમવાનાં વિષયે વાત કરતા રીક્ષાચાલક વિક્રમ દંતાણીએ કહ્યું, રીક્ષા યુનિયનની મિટીંગ થઇ હતી જેમાં મેં પણ હાજરી આપી હતી.યુનિયનની મિટીંગમાં મને કહેવામાં આવ્યું હતું કે મારે અરવિંદ કેજરીવાલને જમવાનું આમંત્રણ આપવાનું છે. મેં એમ જ પૂછ્યું હતુ કે આવે છે કે નહીં? એમણે હા પાડી એટલે પછી જમવા માટે ના ન પડાય એટલા માટે મહેમાનને જેમ આપણે ઘરે જમાડીએ એમ મારા ઘરે જમાડયા હતા.

યુનિયનવાળાએ જે કહેવાનું કહ્યું એ જ મેં કહ્યું હતું – વિક્રમ દંતાણી

અમે પહેલેથી જ ભાજપને વોટ આપતા હતા અને અમે આપતા રહીશું. યુનિયનવાળાએ જે કહેવાનું કહ્યું એ જ મેં કહ્યું હતું. મને તો ખબર જ નહોતી કે એમને મહેમાનગતિએ બોલાવવાય કે કેમ? યુનિયનની મિટીંગમાં અમે રીક્ષા બાબતે જે પણપ્રશ્નો હોય એની વાતો કરતા હોઇએ છીએ. હું પહેલાથી જ ભાજપ સાથે જોડાયો છું.યુનિયનની મિટીંગ હતી એમને આ બઘી ખબર છે. કેજરીવાલને ખબર છે કે નહીં ખબર નથી.

હું પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો છું.

– વિક્રમ દંતાણી, રીક્ષાચાલક

પહેલેથી જ નરેન્દ્ર મોદી સાહેબનાં આશિક છીએ.

– વિક્રમ દંતાણી, રીક્ષાચાલક

જ્યારથી હું વોટ આપવાનું શીખ્યો છું ત્યારથી મોદી સાહેબને જ વોટ આપું છું.

– વિક્રમ દંતાણી, રીક્ષાચાલક

વિક્રમ દંતાણીની આ વાતથી એટલું સ્પષ્ટ થાય છે કે અરવિંદ કેજરીવાલે જેમ પંજાબમાં રણનીતિ બનાવી હતી એ રણનીતિ ગુજરાતમાં ખુલ્લી પડી ગઇ છે. જાતે જ વિક્રમ દંતાણી કબૂલી રહ્યા છે કે મને રીક્ષા યુનિયને જે કહ્યું એવું જ મેં કર્યું છે. તો આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું રસાકસી થશે એ જોવાનું રહેશે. હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દે આમ આદમી પાર્ટીનાં લોકો શું કહેશે?

1 Comment

  1. […] ગયા હતા. એ રીક્ષા ચાલક આજે મહાભ્રષ્ટ ભાજપનો ખેસ પહેરી મહાભ્રષ્ટ ભાજપની સભામાં ગયા છે. એક […]

Comments are closed.