World Rabies Day : હડકવા રોગનાં ચિન્હો અને સારવાર, પ્રતિવર્ષ હડકવાથી 59000 લોકોનાં મૃત્યું થાય છે

World-Rabies-Day
Facebook
Twitter
Telegram
WhatsApp

World Rabies Day : દર વર્ષે 28 સપ્ટેમ્બરનાં રોજ World Rabies Day ( વિશ્વ હડકવા દિવસ) તરીકે ઉજવાય છે. આ વર્ષે 6th World Rabies Day ઉજવાશે. WHO મુજબ વિશ્વમાં એક વર્ષમાં 59,000 લોકો હડકવાથી મૃત્યું પામે છે. આ રોગને અટકાવવા રસી લેવી જરુરી બને છે. પાલતું પ્રાણી કે જંગલી પ્રાણીનાં કરડવા પર ગાફેલ ન રહેતા ગંભીર બની હડકવા વિરોધી રસી લેવી જોઇએ. આ રોગ વિશે વધું જાણીને આપનું આને આપનાં સ્નેહીજનોની સુરક્ષાનું ધ્યાન રાખો.

World Rabies Day
Ghanubadhu
World Rabies Day 2022
આ વખતની થિમ This year’s World Rabies Day theme is: “One Health, Zero Death”

હડકવા નામના રોગથી સૌ કોઈ પરિચિત હોય છે. હડકવાને યમલોક રોગ માનવામાં આવે છે. એક વખત હડકવા થયો એટલે મૃત્યુ નિશ્ચિત સમજવું. કારણ કે એની કોઈ સારવાર નથી. હા, પ્રાણી ક૨ડ્યા બાદ જો પૂરતી તકેદારી અને સારવાર કરવામાં આવે તો હડકવા થતો અટકાવી શકાય છે. આ રોગને કારણે થતા મૃત્યું અટકે તે માટે World Rabies Day ઉજવાય છે. અહીં આ રોગ વિશેની પ્રાથમિક માહિતી મેળવીએ.

World Rabies Day : હડકાયું કૂતરું કરડે તો ?

હડકવા એ મધ્યસ્થ ચેતાતંત્રની વાયરસ (વિષાણુ) થી થતી ચેપી બીમારી છે. રોગગ્રસ્ત ચેપી પ્રાણીની લાળમાં આવા વાયરસ છૂપાયેલા હોય છે. એટલે ચેપી પ્રાણીના કરડવાથી અને ઘામાં લાળ ભળવાથી આ રોગ મુખ્યત્વે થાય છે. કોઈ કિસ્સામાં ખુલ્લા ઘા માં હવા વડે વાયરસ ભળવાથી તથા ચેપી દર્દીના અંગોનું પ્રત્યારોપણ કરવાથી પણ થાય તેવી શક્યતા નકારી શકાય નહીં.

 • દુનિયાના મોટાભાગના દેશોમાં કૂતરું કરડવાથી આ રોગ થાય છે. તેમ છતાં અન્ય પ્રાણીઓ જેવાં કેઃ બિલાડી, શિયાળ, નોળિયો, વરુ, ભૂંડ તથા ચામાચીડિયું કરડવાથી પણ થઈ શકે.
 • ભારતમાં દર વર્ષે હડકવાના 30,000 કેસ નોંધાય છે. ( વિશ્વ આખામાં 59,000 લોકો હડકવાથી મૃત્યું પામે છે)
 • ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ચામડીમાં થતા ઘા માં પ્રાણીની વાયરસ ધરાવતી વાળ ભળે છે. જખમવાળી આવી જગ્યાએથી વાયરસ ચેતાતંત્ર દ્વારા કરોડરજ્જુમાં પહોંચે છે અને ત્યાંથી મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પહોંચે છે. મગજ અને ચેતાતંત્રમાં વાયરસનો પગપેસારો થાય એટલે હડકવાની શરૂઆત સમજવી.
 • ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી શરૂ કરીને રોગની શરૂઆત થવા વચ્ચેનો ઉપરોક્ત ગાળો 10 દિવસથી શરૂ કરી 1 વર્ષ સુધીનો હોઈ શકે છે. અર્થાત ચેપગ્રસ્ત પ્રાણીના કરડ્યા પછી એક વર્ષ સુધીમાં આ રોગ થઈ શકે છે ! પ્રાણી કરડ્યા પછીનો રોગ થવાનો આ ગાળો દર્દીની આ રોગ સામેની પ્રતિકારશક્તિ, શરીર ઉપર કરડવાની જગ્યા તથા કરડયાના જખમમાં ઠલવાયેલા વાયરસની સંખ્યા ઉપર અવલંબે છે. જખમ જેટલો મગજની નજીક તેટલો વહેલો આ રોગ થાય. એટલે કે હાથ કે પગ પર કરડેલાં પ્રાણી કરતાં ચહેરા ઉપર કરડેલ પ્રાણી વધુ જોખમી ગણાય છે.

World Zoonoses Day 6 July : પ્રાણીઓ દ્વારા ઝૂનોસીસ રોગ ફેલાય છે

હડકવાના ચિહ્નો :

 • દર્દીને શરૂઆતમાં માથામાં તથા સ્નાયુઓમાં દુઃખાવો થાય, બેચેની લાગે, વધુ પડતો થાક અનુભવાય, ભૂખ મરી જાય, ઊબકા ઊલટી થાય, ગળામાં સોજો આવે અને સૂકી ઉધરસ શરૂ થાય.
 • ઘાની આસપાસ વધુ પડતી સંવેદના અનુભવાય.
 • રોગ આગળ વધતાં દર્દી વધુ પડતો ઉત્તેજિત થઈ જાય, આંખની કીકી અનિયમિત ફૂલે, વધુ પડતાં આંસુ આવે, લાળ વહેવા લાગે, પરસેવો નીતરવા લાગે અને લોહીનું નીચું દબાણ થાય.
 • તાવ આવે, આંચકી અને ધ્રૂજારી અનુભવાય, શરીર અક્કડ થવા લાગે. હડકવાના દર્દીને પાણી દેખાડવામાં આવે કે પીવડાવવામાં આવે તો ગભરાઈને ચીસ પાડી ઊઠે અથવા વધું ભરાયું થાય, જેને Hydrophobia કહે છે. આ લક્ષણ આ રોગના થયાની ચોક્કસ સાબિતી આપે છે. (દર્દી સામે ફૂંક મારવામાં આવે તો પણ ઉપરોક્ત વર્તન કરે). દર્દીને જમવામાં અને ખોરાક ગળે ઊતારવામાં તકલીફ થાય, મોઢે ફીણ આવે, મસ્તિષ્ક ચેતાઓનો લકવો થઈ આવે તો છેલ્લે શ્વાસોચ્છ્વાસની ક્રિયા મંદ પડી જાય અને દર્દી બેભાનાવસ્થામાં સરી જઈને મૃત્યુ પામે.

હડકવાની સારવાર :

એક વખત હડકવા થયો એટલે મૃત્યુ નિશ્ચિત, એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. હા. કૂતરું કરડે કે અન્ય પ્રાણી કરડ્યા બાદ નીચે પ્રમાણેની કાળજી લેવામાં આવે તો તેને અટકાવી શકાય.

(1) ઘા-જખમની સારવાર :

 • આપણે ત્યાં કૂતરું કરડે ત્યાં ઘા ઉપર, ધા ને સાફ કર્યા વગર, બજર કે મરચું દબાવવાની પ્રથા છે. ઘામાં ઠલવાયેલા વાયરસને ઘામાં જ દફનાવવાની આ ક્રિયા અતિ જોખમી બની શકે છે. કૂતરું કરડે એટલે વિનાવિલંબ ડૉકટર પાસે પહોંચી જવું, ડૉકટર પાસે પહોંચતા પહેલાં નીચે દર્શાવ્યા પ્રમાણે ઘાની સારવાર કરવી જોઈએ.
 • ઘાને પાણી અને સાબુથી ધોઈ નાખો. ઘા ઉપર સીધો પાણીનો નળ જ ચાલુ કરી દો.
 • સગવડ હોય તો ફિનોલ, ડેટોલ, સ્પિરીટ કે ટીંકચર જેવા જંતુનાશકથી ઘા સાફ કરી શકાય. આ રીતે ઘાને સાફ કરવાથી તેમાં દાખલ થયેલ વાયરસ ધોવાઈ જાય છે.
 • ઘા ઉપર પાટાપીંડી ન કરવા તેને ખુલ્લો જ રાખવો અને વહેલી તકે ડૉકટર પાસે પહોંચી જવું. ટાંકા પણ ન લેવા.

(2) હડકવાની રસી : જૂની અને નવી

જૂની રસી :

 • કૂતરું કરડે એટલે દૂંટીની આસપાસ ચૌદ (10 થી 20) ઈંજેકશનો લેવા પડે ! દરરોજ એક, હડકાયાં કૂતરાંની હડફેટે ચડી જાય એટલે માણસ પાસે બે જ વિકલ્પ બાકી રહે : ચૌદ ઈંજેકશનો (10 થી 20)ની પીડા અથવા હડકવા. દુઃખતા ઉપર ડામ સહન કરે એમ ડાહ્યા માણસો ઈંજેકશનોની પીડા ઊંહકારામાં ઊડાડી દેતા હોય છે. ફ્રૂટીની આસપાસ ફૂટી નીકળતી દરરોજની એક ઈંજેકશનની દટ્ટી ગણીગણી એ ચૌદ ઈંજેકશનોનું અંધારિયું પખવાડિયું પૂરું કરતાં હોય છે.
 • ઘૂંટીની નજીકના સંબંધી જેવા આવા ઈંજેકશનો સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્ય મળે છે. આ ઈંજેકશનો જોડે લેવું જોઈતું ધનૂરનું ઈંજેકશન પણ ડૉકટર
 • આપે અને કરડ્યાના ઘાની સારવાર પણ થઈ શકે. આ બધાં ફાયદાઓ સામાન્યજન માટે આશ્વાસન લેવા જેવા ગણાય.

આધુનિક રસી :

બજારમાં અને ખાનગી હોસ્પિટલોમાં હડકવાની તદ્દન આધુનિક રસી મળે છે. જેની કિંમત સાંભળી કૂતરું કરડવાથી નીકળે એવડો ઊંહકારો નીકળ જાય તો પણ એના સદ્દગુણોના કારણે આ રસી સ્વીકારવા જેવી ખરી. ખરું પૂછો તો સગવડ અને સલામતી ધ્યાનમાં લઈએ તો એના સદ્દગુણોનું લિસ્ટ લાંબુ બને.

(1) આ રસી ખૂબ જ અસરકારક હોવાથી લાંબા સમય સુધી પૂરેપૂરું રક્ષણ આપે છે.

(2) રી-એકશન આવતું નથી.

(3) ઈંજેકશન દૂંટીની આસપાસ નહીં પણ ખભા ઉપર લઈ શકાય.

(4) દરરોજ નહીં પણ ડૉકટરની સલાહ પ્રમાણે છૂટક છૂટક દિવસોએ (દિવસ 0,3,7,14,30,90) ઈંજેકશનો લેવાના હોય છે.(ડૉકટરોએ આવા ઈંજેકશનો ખભાના સ્નાયુઓમાં જ આપવા કુલ્લા ઉપર ન આપવા)

(5) આવા ઈંજેકશનોની સંખ્યા 10 થી 20 નહીં પણ માત્ર પાંચ અને વધુમાં વધુ છ હોય છે.

આ રસી વિશે આટલી માહિતી પૂરતી ગણાય. વિશેષ માહિતી ડૉકટર પાસેથી મેળવવી અને એ વાતનો ખ્યાલ રાખવો કે આવા ઈંજેકશનો કૂતરું કરડ્યાના દિવસથી જ શરૂ કરાવવા. અનિવાર્ય સંજોગોવશાત્ મોડું થયું હોય તો પણ વહેલી તકે શરૂ કરાવવા.

નોંધ : માત્ર કૂતરું જ નહીં અન્ય પ્રાણીઓ કરડે તો પણ ઈંજેકશનો મૂકાવવા. ખાસ કરીને ભૂંડ, ઉંદર કે શિયાળ કરડે તો તે ઘટનાને કૂતરું કરડ્યા જેવી જ ગંભીર ગણવી.

હડકાયું કૂતરું માત્ર મનુષ્યને જ કરડે તેવું નથી તે અન્ય પ્રાણીઓને પણ છોડતું નથી !

World Rabies Day

હડકાયું કૂતરું કરડે તો | હડકવાનાં રોગ વિશે જાણવા જેવું

Zero by 30: the global strategic plan to end human deaths from dog-mediated rabies by 2030

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો

Cervical Meaning in Gujarati

Cervical Meaning in Gujarati

સીવિકલ અર્થ ગુજરાતીમાં: આધુનિક જીવનશૈલીની વ્યસ્તતા સાથે, કઈ મુખ્ય સમસ્યાઓ અને રોગોનો સામે લીધે વ્યક્તિઓને પ્રભાવિત કરી રહ્યાં છે. Cervical Meaning in Gujarati તેમની સાથે