World Cancer Day 2023 : વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે 4થી ફેબ્રુઆરીનાં રોજ ઉજવવામાં આવે છે. કેન્સર રોગનાં કેસોની સંખ્યા ઘટાડવા અને નશીલી પદાર્થોનું વ્યસન થતું અટકાવવા માટે આ દિવસે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરાય છે. કેન્સર રોગનાં સંભવિત કારણોમાંનું એક મહત્વપૂર્ણ કારણ સિગરેટનું સેવન છે. ઘણાં લોકો સિગરેટ છોડવા માંગતા હોય છે પરંતું એમને રસ્તો મળતો હોતો નથી. સિગરેટ છોડવા માટે વિવિધ ડોક્ટરો આ પ્રમાણેની સલાહ આપે છે જે વાંચવા લાયક છે.
સિગરેટનાં વ્યસન બાદ બેચેની, હતાશા, નિરાશા જન્મે છે. મનની સ્થિરતા ગુમાવી બેસવાનો ડર ઘણાને હોય છે. આ કારણે ઘણા લોકો સિગરેટની લત છોડાવવા માંગતા હોય છે. આ લત છોડવા માટે એકવીસમી સદીમાં પણ લોકો અંધશ્રદ્ધાનો આશરો લેતા હોય છે. આ અંધશ્રદ્ધાનાં ચંગુલમાં આવતા બચવું જોઈએ. જો તમારે સિગરેટ છોડવી હોય તો મનોચિકિત્સકો પાસે જવું જોઈએ. મનોચિકિત્સક એટલે મનમાં ડોક્ટર જ માનો. આપણા મનની વાત જાણીને તેનું સમાધાન લાવતા હોય છે. જ્યારે નરેશભાઈ સિગરેટ છોડાવવા ગયા તો મનોચિકિત્સકે કહ્યું આ રહ્યા સિગરેટનું વ્યસન છોડવાનાં ઉપાયો.
સિગરેટનું વ્યસન છોડવાના ઉપાયો
મન હોય તો માળવે જવાયની કહેવત છે એવું જ સિગરેટ છોડવા માટે પણ છે. સિગરેટ છોડતા પહેલાં મન મક્કમ કરવું જરૂરી છે. મન ચંચળ હોય છે. જેને કારણે સિગરેટનો વ્યસની મનનું માનીને સિગરેટ ખરીદે છે. માટે મનને કંટ્રોલમાં રાખવું જરૂરી છે.
મન કાબુમાં રાખવા માટેનાં ઉપાયો
- મનને કાબુમાં લાવવા નિયમિત ધ્યાન કરવું જોઈએ.
- મનને નિશ્ચય આપીને પોતાની રીતે વ્યસ્ત રાખવું જોઈએ.
- મન ચંચળ છે માટે વ્યક્તિએ બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ.
- મનની સ્વચ્છતા માટે સવારે વહેલાં ઉઠી, પ્રાર્થના કરવી જોઈએ
- સૂર્ય ઉગ્યા પહેલાં ઉઠીને સવારે આકાશ જોવું જોઈએ
બુદ્ધિનું કામ છે તમાકુ છોડવાની દવા ભૂલાવવાનું
તમાકુ છોડવાની દવા લેવા ફરતો વ્યક્તિ જો પોતાની બુદ્ધિથી તમાકુ છોડવા પર કંટ્રોલ કરે તો દવા લેવાની જરૂર નહીં રહે. દવાએ વ્યક્તિનાં માનસિક આરોગ્યને મેન્ટેન્ટ કરવાનું કામ કરે છે. કોઈ પણ વ્યસન ત્યારે જ છુટે છે જ્યારે વ્યક્તિનું મન મક્કમ હોય. બુદ્ધિ અહીં એક પગલું આગળ હોય છે અને મનને મનાવતા કહે છે કે,
- તું સિગરેટ મુકી દઈશ તો પૈસાનો બચાવ થશે,
- મન તું સિગરેટ મુકીશ તો તારી ઉંમર વધશે
- તું સિગરેટ શરાબ મુકી દઈશ તો જુવાન જ રહીશ
- ઓ મન તું સિગરેટ મુકી દઈશ તો ઘરડો નહીં લાગે
- મન જો તું સિગરેટ મુકી દઈશ તો પરિવારમાં સુખી રહીશ
વ્યસનને કારણે કેન્સર થાય છે. આ કેન્સર થતું અટકવું જોઈએ. એ જ પ્રયાસ સૌનો છે.