ગુજરાત યુનિવર્સિટી : ભાવી પત્રકારોએ પપેટ શો દ્વારા શીખવ્યા સજીવ ખેતીનાં પાઠ

ગુજરાત યુનિવર્સિટી ના પત્રકારત્વ વિભાગના MMCJ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી આધારિત પપેટ શૉ ‘ કુદરત કા કરિશ્મા’નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં પપેટ એટલે કે કઠપૂતળી કળા ભૂલાતી જઈ રહી છે. આ અન્વયે આ કળાથી વિદ્યાર્થીઓ અવગત થાય તે અંતર્ગત વિદ્યાર્થીઓએ જાતે જ પપેટ તૈયાર કર્યા હતા.

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી : ભાવી પત્રકારોએ પપેટ બનાવ્યા

કુદરત કા કરિશ્મા વિષય અંતર્ગત માસ કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓએ પપેટના વિવિધ પાત્રો દ્વારા સજીવ ખેતી અને તેનાથી થતા વિવિધ લાભ વિશે માહિતી આપી હતી. આ પપેટ શૉમાં મુખ્ય મહેમાન સૃષ્ટિ ઇનોવેશનના કો-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિના લાભથી અવગત કરાવ્યાં હતા. માસ કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગના વડા ડૉ.સોનલ પંડ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસર્સ ડૉ.ભૂમિકા બારોટ અને ડૉ.કોમલ શાહે વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતો.

જાણીતાં નાટ્યકાર ચિરાગ પારેખ દ્વારા આ પપેટ શો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.