અમદાવાદ : નટમંડળ આયોજીત “ વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 નો શુભારંભ આજે તા. 24-1-2023 બપોરે 3-00 વાગે થશે. જાણીતા લેખક અને જ્ઞાનપીઠ પુરસ્કૃત ડૉ. રધુવીર ચૌધરી નાટ્યસ્પર્ધાનાં ઉદ્ઘાટક અને અતિથિ વિશેષ તરીકે જાણીતા નાટ્યકાર અને દિગ્દર્શક રાજુ બારોટ ઉપસ્થિત રહેશે. યુવાનોમાં રંગમંચનાં ગુણોનો વિકાસ થાય તે અન્વયે દર વર્ષે આ નાટ્ય સ્પર્ધાનું આયોજન થાય છે. તારીખ 25 જાન્યુઆરીનાં રોજ જાણીતા કવિ, દિગ્દર્શક, અભિનેતા સૌમ્ય જોશી અને જાણીતા અભિનેત્રી જીજ્ઞા વ્યાસ સ્પર્ધાનાં સમાપન સમારંભમાં વિજેતાઓનાં નામ ઘોષીત કરશે.
નાટ્યવિદ્ રસિકભાઈ પરીખ સ્મૃતિનિધિ પ્રેરિત સ્વ.શ્રી ડૉ.રણછોડભાઈ કિરીના પારિવારિક સૌજન્ય અંતર્ગત અને નટમંડળ આયોજીત “વીણાવેલી” એકાંકી નાટ્ય સ્પર્ધા 2023 ના નાટકો વિનામૂલ્યે માણી શકાશે. એટલે કે આ નાટકો કોઇ પણ વ્યક્તિ વિનામૂલ્યે જોઇ શકશે.
વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા ટાઇમ ટેબલ
તા. 24-1-2023 બપોરે 3-00 વાગ્યાથી મોડી સાંજ સુધી
- કેટલીક અધુરી વાર્તાઓ (ગુજરાતી)
ઉપાસના સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ. - ડાર્વીન (હીન્દી)
જી.એલ.એસ. યુનિવર્સિટી – ફેકલ્ટી ઓફ કોમર્સ, અમદાવાદ - ખીચડી (ગુજરાતી)
ફેકલ્ટી ઓફ કોમર્સ જી.એલ.એસ.આઈ.સી. અમદાવાદ - ધ રાઈટર્સ મેડનેસ (ગુજરાતી)
એન.આઈ.એમ.સી.જે., અમદાવાદ - મંકોડા (ગુજરાતી)
અમદાવાદ શ્રી નારાયણ કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ - ચીલ્ડ્રન ઓફ કેઓસ
અમદાવાદ યુનિવર્સિટી, અમદાવાદ
તા. 25-1-2023 બપોરે 9-00 વાગ્યાથી શરૂ
- સૃષ્ટિ કા આખરી આદમી (હિન્દી)
ઉપાસના સ્કુલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ,અમદાવાદ - વિકલ્પ (હિન્દી)
સી.ઈ.એસ. પસ્ફોર્મિંગ એન્ડ ફાઈન આર્ટ્સ, આણંદ - મૃત્યુ (ગુજરાતી)
શ્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,વડોદરા - હોલી – કુછ રંગ જલતે હુએ (હિન્દી)
જી.એલ.એસ. યુનિ. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ,અમદાવાદ
તા. 25-1-2023 બપોરે 3-00 વાગ્યાથી મોડી સાંજ સુધી
- લાલટેન (હિન્દી)
એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ, પાલનપુર - એ આવશે કે ? (ગુજરાતી)
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ,અમદાવાદ - માટીનો માનવી -માનવી માટીથી રમત ના કર (ગુજરાતી)
તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, આદીપુર - માય ડીયરેસ્ટ ફ્રેન્ડ (ગુજરાતી)
એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ,પાલનપુર - લાલ પેન્સીલ (હીન્દી)
ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ,અમદાવાદ