વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા પરિણામ 2023 જાહેર થઇ ચૂક્યું છે. તા. 24 અને 25 જાન્યુઆરી 2023 એમ બે દિવસ ચાલેલા આ નાટ્ય મહોત્સવને નાટ્ય રસિક પ્રેક્ષકો એ મોટી સંખ્યામાં હાજર રહી માણ્યો હતો. વર્ષ 1978થી શરૂ થયેલી વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા અંતર્ગત પ્રતિ વર્ષ યોજાય છે. આ વર્ષે 16 નાટકોએ ભાગ લીધો હતો. આવી સ્પર્ધાઓને કારણે જ નાટક ના પ્રકાર, નાટ્યશાસ્ત્ર અને નાટ્યકલા શીખવાનો અવસર મળતો હોય છે.
વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધાનો પરિચય
ગુજરાતના બહુશ્રુત વિદ્રાન અને સંસ્થાના વડીલ સ્વ. પા. રસિકભાઈ છે. પરીખની નિશ્રામાં સંસ્થામાં નટમંડળ નામે નવી રંગભૂમિની નાટયમંડળી પ્રવૃત્ત થઈ હતી. 1975-76 ની સાલમાં શ્રી એચ.કે. આર્ટ્સ કૉલેજના પ્રા. શ્રી રઘુવીર ચૌધરીએ ડાહ્યાભાઈ ધોળશાજીનું ત્રિઅંકી નાટક “વીણાવેલી” ભજવ્યું હતું અને કૉલેજના વિદ્યાર્થીઓ એ સમયે એક મોટી રકમની આવક સંસ્થા માટે ઉભી કરી આપી હતી. આ આવકમાંથી શ્રી એચ.કે. આર્ટ્સ કોલેજે ગુજરાતની જુદી જુદી કોલેજો માટે નાટકની સ્પર્ધા ચાલુ કરી હતી. આ સ્પર્ધાનું નામ આપવામાં આવ્યું ‘વીણાવેલી’’ એકાંકી નાટ્ય સ્પર્ધા.
આમ, એચ.કે.કોલેજ પરિસરમાં કાર્યરત નટમંડળના ઉપક્રમે છેલ્લા ચાલીસ વર્ષથી વીણા-વેલી એકાંકી નાટય સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હોય છે. વર્ષ 1978થી શરૂ થયેલી આ વીણાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા પ્રતિ વર્ષ યોજાય છે. સમય જતાં આ સ્પર્ધા સાથે નાટ્યવિદ્ પ્રા. રસિકભાઈ છો. પરીખનું નામ જોડાયું. એકધારી સતત ચાલતી આ સ્પર્ધાને કારણે નાટ્ય ક્ષેત્રે કાર્યરત મદદગારોએ વિદ્યાર્થી કલાકારોને પ્રોત્સાહિત કરવા નવા પુરસ્કાર પણ ઉમેરવામાં આવ્યા છે.
હિન્દી નાટકને પ્રોત્સાહન મળે એ હેતુથી શ્રેષ્ઠ હિન્દી નાટક માટે સુધાબેન શ્રીવાસ્તવ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી. નાટ્ય લેખન માટે અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ પારિતોષિક, અને શ્રેષ્ઠ પ્રકાશ આયોજન માટે સ્વ. શ્રી વી.પી.ચાવડા પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી.
સમય જતાં વધતી મોંધવારી સામે નાટક ઉભું કરવાનો ખર્ચ વધતો જતો ચાલ્યો હતો. જેને કારણે વચ્ચે થોડાક વર્ષો નાટકની સંખ્યા ઘટી હતી. આને જોતા ઈનામની રકમ વધારવાનો નિર્ણય લેવાયો અને આ વર્ષે 2023 થી શ્રેષ્ઠીવર્ય સ્વ.શ્રી રણછોડભાઈ કિરીના પારિવારીક સૌજન્યથી ઇનામની રકમમાં વધારો કરતાં કુલ 16 કોલેજોએ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. ને પરિણામે બે દિવસીય નાટ્ય મહોત્સવ જેવું વાતારણ ઘડાયું હતુ એવું પ્રેસનોટ મારફતે સંસ્થાએ જણાવ્યું હતુ.
તા. 24 અને 25 જાન્યુઆરી 2023 એમ બે દિવસ ચાલેલા આ નાટ્ય મહોત્સવને નાટ્ય રસિક પ્રેક્ષકો એ મોટી સંખ્યામાં હાજર રહી માણ્યો હતો. બે દિવસ ચાલેલ આ નાટ્ય સ્પર્ધામાં નાટ્યક્ષેત્રે જાણીતા તજજ્ઞો અક્ષર સૈયદ, સ્વાતી દવે અને અભિનય બેંકરે નાટકોને મૂલવી વિજેતા કલાકારો નક્કી કર્યા હતા.
તા. 24 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે લેખક રઘુવીર ચૌધરીના હસ્તે આ નાટ્ય સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે જાણીતા અભિનેતા – દિગ્દર્શક રાજુબારોટ અતિથી વિશેષ પદે હાજર રહ્યાં. 25 જાન્યુઆરીના રોજ સ્પર્ધાના અંતે જાણીતા લેખક-દિગ્દર્શક- અભિનેતા સૌમ્ય જોશી અને જાણીતા અભિનેત્રી જીજ્ઞા વ્યાસના હસ્તે વિદ્યાર્થી કલાકારોને રોકડ પારિતોષિક, ટ્રોફિ અને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વીણાવેલી એકાંકી નાટ્યસ્પર્ધા પરિણામ 2023
રસિકભાઈ છો.પરીખ સ્મૃતિનિધિ પ્રેરિત એવર્ષ સ્વ. ડૉ.રણછોડભાઈ કિરાના પારિવારિક સૌ જન્મથી નમંડળ આયોજીત વીસાવેલી એકાંકી નાટ્ય સ્પર્ધા (તા. 24,25 જાન્યુઆરી 2023)
શ્રેષ્ઠ નાટક વિજેતા
પ્રથમ, શ્રેષ્ઠ નાટક (10,000/-)
નાટકનું નામ : ચીલ્ડ્રન ઓફ કૅઓસ
કોલેજનું નામ : અમદાવાદ યુનિવર્સિટી
દ્વિતિય, શ્રેષ્ઠ નાટક (9,000/-)
નાટકનું નામ : લાલ પેન્સિલ
કોલેજનું નામ : ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
તૃતિય, શ્રેષ્ઠ નાટક (4,000/-)
નાટકનું નામ : મકોડા
કોલેજનું નામ : શ્રી નારાયણા કોલેજ ઓફ કોમર્સ
શ્રેષ્ઠ દિગ્દર્શક (જયશંકર સુંદરી પારિતોષિક અને શ્રી ભરત દવે પુરસ્કાર
શ્રેષ્ઠ દિગ્દર્શક : રવિ ઉધરેજિયા
નાટકનું નામ : લાલ પેન્સિલ
કોલેજનું નામ : ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
હિન્દી એકાંકી પ્રોત્સાહક ઈનામ સુધાબેન વાસ્તવ પારિતોષિક
નાટકનું નામ : સુષ્ટિકા આખરી આદમી
કોલેજનું નામ : ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ
શ્રેષ્ઠ અભિનય કલાકાર : પુરુષ (જશવંત ઠાકર પારિતોષિક)
પ્રથમ, જશવંત ઠાકર પારિતોષિક
કલાકાર (પાત્ર) – શુભમ ભાદાઝી (લખો)
નાટકનું નામ – એ આવશે કે ?
કોલેજનું નામ – ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
દ્રિતિય, જશવંત ઠાકર પારિતોષિક
કલાકાર (પાત્ર) – કર્દમ તેરૈયા (વાલીડો)
નાટકનું નામ – એ આવશે કે ?
કોલેજનું નામ – ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
તૃતિય, જશવંત ઠાકર પારિતોષિક
કલાકાર (પાત્ર) – હેત શાહ (કોચ)
નાટકનું નામ – ચીલ્ડ્રન ઓફ કેઓસ
કોલેજનું નામ – અમદાવાદ યુનિવર્સિટી
શ્રેષ્ઠ અભિનય કલાકાર : સ્ત્રી (હેપી ભાવસાર પુરસ્કાર)
પ્રથમ, હેપી ભાવસાર પુરસ્કાર
કલાકાર (પાત્ર) – ધ્રુવી ગોસ્વામી (દેવી)
નાટકનું નામ – ચીલ્ડ્રન ઓફ કેઓસ
કોલેજનું નામ- અમદાવાદ યુનિવર્સિટી
દ્રિતિય, હેપી ભાવસાર પુરસ્કાર
કલાકાર (પાત્ર) – મોક્ષા શુક્લ (સંતોક)
નાટકનું નામ – મકોડા
કોલેજનું નામ- શ્રી નારાયણ કૉલેજ ઓફ કોમર્સ
તૃતિય, હેપી ભાવસાર પુરસ્કાર
કલાકાર (પાત્ર) – મેશ્વા પટેલ (આર્કિટેક)
નાટકનું નામ – ડાર્વિન
કોલેજનું નામ- ફેકલ્ટી ઓફ કોમર્સ જી.એલ.એસ.યુનિવર્સિટી
શ્રેષ્ઠ લેખક (અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ પારિતોષિક
લેખકનું નામ – અંકિત ગૌર
નાટકનું નામ – ચિલ્ડ્રન ઓફ કેઓસ
કોલેજનું નામ – અમદાવાદ યુનિવર્સિટી
શ્રેષ્ઠ લાઈટ (મલ્લિકા એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક સ્વ. શ્રી વી.પી.ચાવડા પુરસ્કાર)
લાઈટમેનનું નામ – રિષભ શુકલા
નાટકનું નામ – ચિલ્ડ્રન ઓફ કૅસ
કોલેજનું નામ – અમદાવાદ યુનિવર્સિટી
શ્રેષ્ઠ હાસ્ય કલાકાર : પુરુષ (સ્વ. નરેન્દ્રભાઈ પ્રાણશંકર ઠાકર પુરસ્કાર)
શ્રેષ્ઠ હાસ્ય કલાકાર – દેવાંગ નાયક ()
નાટકનું નામ – લાલ પેન્સિલ
કોલેજનું નામ – ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ
શ્રેષ્ઠ હાસ્ય કલાકાર : સ્ત્રી (સ્વ. નરેન્દ્રભાઈ પ્રાણશંકર ઠાકર પુરસ્કાર)
શ્રેષ્ઠ હાસ્ય કલાકાર – સાક્ષી પટેલ (મીનાક્ષી)
નાટકનું નામ – ખીચડી
કોલેજનું નામ – ફેકલ્ટી ઓફ કોમર્સ જી.એલ.એસ. આઈ.સી.
- નાટક ના પ્રકાર, નાટ્યશાસ્ત્ર અને નાટ્યકલા શીખવાનો અવસર
- veenaveli one act competition result 2023
- ગુજરાતી વિશ્વકોશ નો લેખ : વીણાવેલી