સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી વાંચો એમનાં Top 16 મનોબળશાળી વિચાર | National Youth Day 2023

સ્વામી વિવેકાનંદ
Facebook
Twitter
Telegram
WhatsApp

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી (National Youth Day 2023) : આજે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ (Swami Vivekananda Jayanti 2023) છે. સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવારની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું.

સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ (National Youth Day 2023) તરીકે ઉજવાય છે. આજે સમગ્ર ભારતનાં યુવાનોનાં પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદનાં વિચારો વાંચીએ.

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી 2023
સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી 2023

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી 2023

National Youth Day 2023

  • ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
  • ઓ સિંહો ! તમે ઘેટાઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છે, તમે સ્વતંત્ર આત્માઓ છો, તમારા ઉપર આશિષ ઊતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે; ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.
  • જો તમે કોઈ માણસને અવારનવાર કહ્યા જ કરો કે ‘તું અધમ છે, તું નીચ છે,’ તો કાળક્રમે જરૂર તે પોતે તેવો જ છે એમ માનતો થઈ જવાનો. આનું નામ સંમોહન.
  • કોઈ બીજાને પાપી કહેવો તે તો સૌથી ખરાબ કામ કર્યા જેવું છે.
  • સૌ કોઈ સંમોહિત જ છે. મુક્તિ મેળવવાનું કાર્ય કે પોતાના સાચા સ્વભાવનો સાક્ષાત્કાર કરવાનું કાર્ય એ સંમોહનથી મુક્ત થવાનું કાર્ય છે.
  • ઉઠો અને જાગો અને જ્યાં સુધી તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત ન કરો ત્યાં સુધી રોકશો નહીં

Swami Vivekananda Jayanti 2023

  • તમે જે વિચારો છો, તમે બની જશો. જો તમે તમારી જાતને કમજોર માનો છો, તો તમે નબળા બનશો, જો તમે તમારી જાતને મજબૂત માનો છો, તો તમે મજબૂત બનશો.
  • એક સમયે એક જ કામ કરો અને તે કરતી વખતે તમારો આખો આત્મા તેમાં લગાવો અને બાકીનું બધું ભૂલી જાઓ.
  • અમે તે છીએ જે અમારા વિચારોએ અમને બનાવ્યું છે, તેથી તમે શું વિચારો છો તેની કાળજી રાખો.
  • શાશ્વત સુખના વારસદારો – કેવું મધુર અને આશાજનક સંબોધન! ભાઈઓ, મને તમને સહુને એ મધુર નામથી સંબોધવા દો.
  • તમે સહુ પરમાત્માનાં બાળકો છો, શાશ્વત સુખના સહભાગીદાર છો, પવિત્ર અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ ! તમને પાપી કેમ કહી શકાય ? માનવને પાપી કહેવો એ પાપ છે – માનવસ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે.
    જ્યા સુધી જીવવું, ત્યાં સુધી શીખવું, અનુભવ એ વિશ્વનો શ્રેષ્ઠ શિક્ષક છે
  • લોકો તમારી પ્રશંસા કરે અથવા તમારી નિંદા કરે, ધ્યેય તમારા માટે દયાળુ હોય કે ન હોય, તમે આજે અથવા ભવિષ્યમાં મૃત્યુ પામો, તમે ક્યારેય ન્યાયના માર્ગથી વિચલિત ન થાઓ
  • તમે જે કામ માટે વચન આપો છો, તે જ સમયે કરવું જોઈએ, નહીં તો લોકોનો વિશ્વાસ ઉઠી જશે.
  • ઊઠો, જાગ્રત થાઓ ! આ નિર્બળતાની ભૂરકીને ખંખેરી નાખો. વાસ્તવિક રીતે કોઈ દુર્બળ નથી; આત્મા સનાતન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે. માટે ઊભા થાઓ, તમારો હક રજૂ કરી, તમારામાં ઈશ્વર રહેલો છે એવી ઘોષણા કરો; તેને નકારો મા ! આપણી પ્રજામાં સુસ્તીનો અતિરેક, દુર્બળતાનો અતિરેક, નબળાઈની ભૂરકીનો અતિરેક થઈ ગયો હતો. તમે ભૂરકીને ખંખેરી નાખો.
  • માત્ર બાહ્ય કે ભૌતિક જ્ઞાનનો અભ્યાસ કરીને માનવ પોતે કંઈ નથી.
  • સ્વામી વિવેકાનંદ જયંતીઃ જાણો સ્વામી વિવેકાનંદના જીવન સાથે સંકળાયેલા રોચક પ્રસંગો

FAQ

  • સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ કયા વર્ષે ઉજવવામાં આવી હતી ?

વર્ષ 2012માં 150મી જન્મ જયંતિ ઉજવાઇ હતી.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના