Suparsvanatha : જૈન ધર્મના 7 મા તીર્થંકર વિશે જાણો

Facebook
Twitter
Telegram
WhatsApp

Suparsvanatha : આજે જૈન ધર્મનાં સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથની વાત

જૈન ધર્મની વાતો આજે જાણવી જરૂરી થઇ પડી છે. હિંસાનાં મુલ્યોની આસપાસ આપણે જીવી રહ્યા છીએ. આ હિંસામાંથી બહાર નિકળવા માટે આપણને સારા મુલ્યોનો સથવારો જોઇશે. આપણે આજે ઘણું બધું ચૂકી ગયા છીએ. આમ તો ચૂકી જવુંનો પર્યાય ભૂલી જવું પણ થાય.

ઘણું બધુંનાં પ્રકલ્પબીજ રૂપે દર ગુરૂવારે તિર્થંકરવાણીમાં તિર્થ શાહ તિર્થંકરો વિશે જણાવી રહ્યા છે. આમ તો જૈન સમુદાયનાં સંશોધન બાદ ઘણાં લોકો ઘણું બધું લખી શકે. પરંતું અમે અહીં પ્રયાસ કર્યો છે કે જૈન ધર્મની વાત જૈન ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ વાત કરે તો એમાં થોડા ગુણનો પણ ઉમેરો થાય. આજે જૈન ધર્મનાં સાતમા તિર્થંકર શ્રી સુપાર્શ્વનાથની વાત. |Jain Dharm na Tirthankar|

Suparsvanatha
Suparsvanatha
શ્રીસુપાર્શ્વજિતેંદ્રાય મહેંદ્રમહિતાંધયે
નમશ્વતુર્વર્ણસંઘ ગગનાભોગભાવતે II

ચાર પ્રકારના સંઘ રૂપ આકાશ પ્રદેશમાં સૂર્ય સમાન તથા મહાન ઈન્દ્રોએ જેના ચરણોને પૂજ્યા છે એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર ચાઓ.

Suparsvanatha : જૈન ધર્મના 7 મા તીર્થંકર વિશે જાણો

શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના 3 ભવ થયાં તેમાં પૂર્વભવે પ્રભુનો આત્મા ગ્રેવેયક નામના વિમાનમાં હતા ત્યાંથી 28 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાં રહેલ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનની સાથે ઈક્ષ્વાકુવંશના કાશ્યપ ગોત્રના કાશીદેશની વારાણસીનગરીના રાજા પ્રતિષ્ઠ ની પૃથ્વીદેવી રાણીની કુક્ષીએ શ્રાવણ વદ-8ના તુલા રાશિ વિશાખા નક્ષત્રમાં મધ્યરાત્રિએ ચ્યવન થયું ત્યારે માતાએ 14 સ્વપ્ન જોયા,

સ્વપ્નનું ફળ જ્યોતિષીઓએ તીર્થંકર કે ચક્રવર્તી બની શકે તેમ કહેલ, ભગવાનનું નામ સુપાર્શ્વનાથ પાડવાનું કારણ ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાના બન્ને પડખા કોઢ રોગે કરી વ્યાપ્ત હતા ભગવાન આવતા તે સુવર્ણવર્ણના અને સુકોમળ થયા તેથી અને ભાવાર્થ થાય છે કે નજીકમાં શુભ હોવાથી સુપાર્શ્વ પ્રભુ માતાના ઉદરમાં 9 માસ 19 દિવસ રહ્યા.

એ બાદ જેઠ સુદ-12ના વિશાખા નક્ષત્રમાં મધ્યરાત્રિએ જન્મ થયેલ ત્યારે છપનદિકુમારીકાઓએ આવીને સૂતીકર્મ કર્યું હતું. પછી 64 ઈન્દ્રોએ મેરુપર્વત ઉપર એક કરોડ સાઈઠ લાખ કળશ વડે જન્માભિષેક મહોત્સવ કર્યો હતો. પ્રભાત કાળે પ્રભુના પિતાએ જન્મોત્સવ ઉજવ્યો હતો. પ્રભુ જન્મથી જ ચાર અતિશયથી યુક્ત હોય છે.

પ્રભુ બાલ્યકાળુ ઈન્દ્રે પ્રભુ અંગુઠામાં મૂકેલ અમૃતના આહાર વડે ઉછરે છે પણ સ્તનપાન ક્યારેય કરતા હોતા નથી. પછી આહારાદિકને કરે છે. પ્રભુની જમણી જાંઘ ઉપર સ્વસ્તિકનું લંછન હતું. કાંચન વર્ણના અને 200 ધનુષ્યની કાયાવાળા હતા. પોતાના 120 આંગળ પ્રમાણ હતા. પ્રભુ સર્વોત્કૃષ્ટ રૂપ અને અનંતબળને ધારણ કરતાં ૫ લાખ પૂર્વ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા પછી 14 લાખ પૂર્વ + 20 પૂર્વાંગ વર્ષ રાજ્ય પાલન કર્યું. પ્રભુને 12 પુત્ર હતા.

પ્રભુ મનોરમા શિબિકામાં બેસીને સહસામ્ર વનમાં પધાર્યા

પ્રભુનો દીક્ષાનો અવસર થતાં લોકાંતિકદેવો આવીને પ્રભુને તીચ સ્થાપના કરી જગતનું હિત-કલ્યાણ-ઉદ્ધાર-કરવા વિનંતી કરે છે. જો કે પ્રભુ સ્વયંબુદ્ધ હોય છે તેથી પોતાનો દીક્ષા કાળ જાણતા હોય છે પરંતુ તે દેવોનો તેવા પ્રકારનો આચાર હોય છે. પછી પ્રભુએ વર્ષ સુધી દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન આપી દીક્ષા માટે ચંદ્રપુરી નગરીમાંથી દીક્ષાનો વરઘોડો નીકળ્યો. પ્રભુ મનોરમા શિબિકામાં બેસીને સહસામ્ર વનમાં પધાર્યા.

ત્યાં અશોકવૃક્ષની નીચે 5 મુઠીલોય કરીને છટ્ટભક્તનો તપ કરી 19 લાખ પૂર્વ – 20 પૂર્વાંગ વર્ષની પાછલી ઉંમરે જેઠ સુદ-13ના તુલા રાશિ અને વિશાખા નક્ષત્રમાં પશ્ચિમાહ સમયે 1000ની સાથે દીક્ષાને ગ્રહણ કરી ત્યારે પ્રભુને ચોથું મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.

દીક્ષા સમયે ઈન્દ્રે આપેલ દેવદુષ્ય જીવનભર રહ્યું હતું, દીક્ષા પછી પાટલીખંડનગરીમાં તદ્ભવ મોક્ષગામી મહેન્દ્ર ના હાથે દીક્ષાના બીજા જ દિવસે પરમાન-ખીરથી પ્રથમ પારણુ થયું. ત્યારે પંચદિવ્ય પ્રગટ થયા અને સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.

પ્રભુ દીક્ષા પછી 9 માસમાં પ્રમાદ નીદ્રા જરાપણ કર્યા વિના અપ્રમતપણે આર્ય દેશમાં વિચરતાં ભટેનીનગરીના સહસામ્ર ઉદ્યાનમાં છટ્ઠનો તપ કરતાં શિરીષવૃક્ષની નીચે ધ્યાનમાં હતા ત્યારે મહા વદ-6ના દિવસે વિશાખા નક્ષત્રમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને લોકાલોકના સર્વભાલોને જાણતા અને જોતા થયા.

સાથે અઢાર દોષથી રહિત થયા આઠ પ્રાતિહાર્ય અને 34 અતિશયથી યુક્ત થયા. ત્યારે દેવોએ આવીને સમવસરણની રચના કરી તેમાં મધ્ય સિંહાસને 2400 ધનુષ્ય ઉંચા અશોકવૃક્ષની નીચે બેસીને પ્રભુએ ચાર મુખે અન્યત્વ ભાવનાને સમજાવતી 35 ગુણથી યુક્ત વાણી વડે દેશના

આપતા અનેક પુરુષોએ અને અનેક સ્ત્રીઓએ દીક્ષા લીધી. તેમાં 95 ગણધર થયા. અને પછી પ્રભુના પરિવારમાં 3,00,000 સાધુ સોમા આદિ 4,30,000 સાધ્વી, 2,57,000 શ્રાવક, 4,93,000 શ્રાવિકાઓ હતી. તથા 11000 કેવળી, 2030 ચૌદપૂર્વી, 9150 મનપર્યયજ્ઞાની 9000 અવધિજ્ઞાની, 15300 વૈક્રિયલબ્ધિધારી 8400 વાદી હતા.

20 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ

પ્રભુ વિચરતાં વિચરતાં સમ્મેતશિખર પધારે છે ત્યાં માસક્ષમણ પ કરતાં, કાયોત્સર્ગ મુદ્રામાં ૫૦૦ ની સાથે મહા વદ-7ના દિવસે પૂર્વાહ કાળે, વૃશ્વિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં મોક્ષે ગયા ત્યારે પ્રભુનો ચાસ્ત્રિ પર્યાય 1 લાખ પૂર્વ – 20 પૂર્વાંગ વર્ષનો અને 20 લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયેલ

પ્રભુનું પ્રાયેઃ શાસન 900 કરોડ સાગરોપમ વર્ષ સુધી ચાલ્યું. પ્રભુના શાસનમાં એક દિવસ પછી મોક્ષ માર્ગ શરૂ થયેલ જે સંખ્યાત પુરુષ પાટપરંપરા સુધી ચાલતો રહેલ. પ્રભુના ભક્તરાજા દાનવીર્ય હતા. પ્રભુના માતા મોક્ષે તથા પિતા ઈશાન દેવલોકે ગયેલ.

પ્રભુનો આત્મા પૂર્વના ત્રીજા ભવે ધાતકી ખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રની રમણીય વિદેહની શુભાપુરી નગરીમાં નંદિષેણ રાજા નામે થયેલ અને પછી અરિદમન ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. 11 અંગનો અભ્યાસ કરી વિશસ્થાનકના કેટલાક પદની આરાધના કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ. પ્રભુની સેવામાં માતંગ યક્ષ અને શાંતા દેવી યક્ષિણી નિરંતર રહે છે.

જેઓ ભક્તની ભીડ ભાંગે છે. પ્રભુના જાપ કરવાથી શુક્ર ગ્રહ તરફથી લાભ થાય છે. પ્રભુની આરાધનાથી ઈચ્છિત જવાબની પ્રાપ્તી થાય છે. પ્રભુ મિથુન, સિંહ, ધન, કુંભ રાશિવાળાને શુભ છે. કર્ક, કન્યા, રાશિવાળાને શ્રેષ્ઠ છે મકર રાશિવાળાને શ્રેષ્ઠતમ છે. વૃષભ રાશિવાળાને પ્રીતિકારક છે. પ્રભુના તીર્થો માંડવગઢ-ભદૈની (બનારસ) પ્રખ્યાત છે જેમાં પ્રભુજી મૂળનાયક તરીકે
બિરજમાન છે .

જૈન ધર્મનાં ચોવીસ તિર્થંકરો કોણ છે? | Who are the twenty four Tirthankaras of Jainism?
જૈન શાસ્ત્રો મુજબ કુલ 24 તિર્થંકરો થયા છે. જૈન ધર્મની સ્થાપના ઋષભદેવે કરી હતી. જૈન ધર્મનાં પ્રથમ તિર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં તિર્થંકર હતા. મૂળે તિર્થંકરનો અર્થ પવિત્ર કરનાર એવો થાય છે.
જૈન ધર્મના તીર્થંકર | જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર| જૈન ધર્મના પ્રથમ તીર્થંકર |
જૈન સાહિત્ય | જૈન તીર્થંકર | જૈન ધર્મના સ્થાપક | Suparsvanatha Suparsvanatha Suparsvanatha Suparsvanatha Suparsvanatha

જૈન ધર્મનાં તિર્થંકરો વિશેનો ની કઇ વાત આપ જાણો છો જે લોકોને વાંચવી ગમશે. તો અમને જણાવો.

Facebook
Twitter
Telegram
WhatsApp
Parmar Jaydip

Parmar Jaydip

Top Stories

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના

બનાસકાંઠા લોકસભા બેઠક

બનાસકાંઠા લોકસભા બેઠક ના ગેનીબેન ઠાકોર જીતશે : માતાજીના ભૂવા

બનાસકાંઠા લોકસભા બેઠક : બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થકો આ સમાચાર સાંભળીને ગેલમાં આવી જશે. કારણકે વાત જ એવી છે. ગેનીબેન ઠાકોર જીતવાનો