Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Facebook
Twitter
Telegram
WhatsApp

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા નથી. પરંતુ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી ફિલ્મોની ખ્યાતી માત્ર રાષ્ટ્રીય નહીં પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરે થવા લાગી છે. આજે ગુજરાતી ફિલ્મોની શ્રેષ્ઠ ફિલ્મોની વાત નથી કરવી પણ આવનારા સમયમાં જે હોરર કોમેડીની નાવિન્યતા છે એની વાત કરવી છે. આજે સાઉથની ફિલ્મોની તોલે આવે એવી હોરર ફિલ્મો બની રહ્યી છે અને બોલીવુડ પણ કોપી કરવા લાગ્યું છે તો કઈ હોરર ફિલ્મો છે કે ગુજરાતી ફિલ્મોનો સિતારો બનીને આવી છે જોઈએ.

વશ (Vash : હોરર થ્રિલર)


વશ એ વર્ષ 2023ની ભારતીય ગુજરાતી ભાષાની અલૌકિક હોરર થ્રિલર ફિલ્મ છે. જેનું નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ કે.એસ એન્ટરટેઈનમેન્ટ, પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયો અને અનંતા બિઝનેસ કોર્પ દ્વારા અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી કરવામાં આવ્યું છે. અને પનોરમા સ્ટુડિયો દ્વારા તેનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ ફિલ્મી પડદી રીલીઝ થઈ હતી. જેમાં કલાકારો જાનકી બોડીવાળા, નીલમ પંચાલ, હિતુ કનોડિયા, હિતેન કુમાર, આર્યબ સંઘવી નજરે પડે છે.

ગૌરવની વાત એ છે કે ગુજરાતી ફિલ્મ (Gujarati Movie) વશ ની રિમેક હિન્દી ભાષા માં પણ બની છે. જેમાં મુખ્ય કલાકારો જાનકી બોડીવાળા , અજય દેવગણ , જ્યોતિકા અને આર.માધવન છે. આ ફિલ્મ 8 માર્ચ 2024 નાં રોજ સમગ્ર ભારતનાં સિનેમાઘરોમાં પ્રકાશિત થઈ હતી.

ઝમકુડી (Zamkudi : હોરર કોમેડી)

ઝમકુડી એ વર્ષ 2024ની શરૂઆતી હોરર ફિલ્મ છે. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલના પ્રોડક્શન હાઉસ સોલ સૂત્ર સ્ટુડિયોના નેજા હેઠળ આ ફિલ્મ તૈયાર થઈ છે. 31 મે 2024ના રોજ ગુજરાતી હોરર ફિલ્મ (Gujarati Movie) ઝમકુડી રિલીઝ થઈ ચૂકી છે. સંજય ગોરડિયા, ચેતન દયા, હેતલ મોદી, નિસર્ગ ત્રિવેદી, ઓજસ રાવલ અને જયેશ મોરે પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.

ઝમકુડી ફિલ્મના ટ્રેલરને કારણે જ ગુજરાતીઓને બોલીવુડ ફિલ્મ ભૂલભૂલૈયાની યાદ આવી હતી. વાર્તાના પાત્રોની ભજવણી અને ફિલ્મની વાર્તા પણ દર્શકોને ગમી હતી. ઝમકુડી ફિલ્મનું ગીત પણ હાલ ટ્રેંડીંગમાં છે ‘એક રાજાની 100-100 રાણી ઝમકુડી રે ઝમકુડી…’

કારખાનું (Karkhanu : સ્માર્ટ હોરર કોમેડી)

કારખાનું એ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ જણાઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી અને નિર્માણ મર્કટ બ્રોસ ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. 2 ઓગસ્ટ 2024ના રોજ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ રીલીઝ થશે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, કાજલ ઓઝા વૈદ્ય, રાજુ બારોટ, પાર્થ મધુકૃષ્ણ, મકરંદ અન્નપુર્ણા, હર્ષદિપસિંહ જાડેજા, દધિચી ઠાકર અને હાર્દિક શાસ્ત્રી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

કારખાનું ફિલ્મનું ટ્રેલર આવવાનું બાકી છે. પરંતુ કારખાનું ફિલ્મનું ટ્રીઝર જોતા જ સૌને ખ્યાલ આવી ગયો છે કે આ ફિલ્મમાં ભૂતની સ્ટોરી બોલીવુડ ફિલ્મ સ્ત્રી મુવી જેવી હોવાની. પરંતુ હજુ સુધી ટ્રેલર આવ્યું નથી એટલે સ્ટોરી શું છે કોઈને ખબર નથી. પરંતુ જે રીતે ગુજરાતી ફિલ્મોમાં ‘કેવી રીતે જઈશ’, ‘છેલ્લો દિવસ’ અને ‘રોંગ સાઈડ રાજુ’ બાદ ગુજરાતી ફિલ્મોની ચમક બદલાઈ હતી એવી આ હોરર ફિલ્મોથી બદલાશે.

કારખાનું ફિલ્મનું ટીઝર જોવા માટે અહીં ક્લિક કરો

શુક્રનીતિ કહે છે, રાજા શૂરવીર, શસ્ત્રવિદ્યામાં નિપુણ અને બુદ્ધીમાન હોય છે

Facebook
Twitter
Telegram
WhatsApp
Ghanubadhu

Ghanubadhu

Top Stories

Dhanera ની પ્રેરણા હાર્ટ & મેડિકલ હોસ્પિટલમાં હાઈ ટેક AIથી સંચાલિત નિયો સ્માર્ટ ક્લિનિક નો પ્રારંભ, Ahmedabad ના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરનો પરામર્શ મળશે હવે ધાનેરામાં

Dhanera : ધાનેરા કારગિલ હોટલ ખાતે તા.24 જુલાઈ 2024ના રોજ રાત્રે 8 કલાકે , નિયો હેલ્થટેક અને પ્રેરણા હાર્ટ અને મેડિકલ હોસ્પિટલ, ભારતિય મેડિકલ એસોસિયેશન

Gujarati Movie માં વધતો હોરર કોમેડી ફિલ્મોનો ક્રેઝ1 : Zamkudi,Vash અને Karkhanu.

Gujarati Movie : ગુજરાતી ફિલ્મોની હરણફાળ હવે રોકાવાની નથી એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એક સમય હતો કે સૌ કહેતા હતા કે ગુજરાતી ફિલ્મોમાં નાવિન્યતા

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ ગેમ ઝોનમાં આગ માં 32 ભડથું થયાં. CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા.

રાજકોટ અગ્નિકાંડ : રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના