Rakesh Radheshyam Jhunjhunwala: ભારતનાં વોરેન બફેટ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાની રહેણીકરણી અને બુદ્ધીની ઓળખ શેયર માર્કેટનો દરેક વ્યક્તિ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ તેઓ સોશિયલ મીડિયામાં એમનાં શર્ટને લઇને વાયરલ થયા હતા. શેયર માર્કેટનાં બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલા નું 62 વર્ષની વયે નિધન થયું હતુ. Padma Shri Awards 2023 થી રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Radheshyam Jhunjhunwala)નું સન્માન કરાયું છે. શેર માર્કેટનાં સાહેબો માટે ખાસ આ લેખ.
Rakesh Radheshyam Jhunjhunwala

રાકેશ ઝુનઝુનવાલા ભારત દેશના શેર માર્કેટના દિગ્ગજ રોકાણકાર હતા. રાકેશ ઝુનઝુનવાલાને બિગ બુલ પણ કહેવામાં આવે છે. તેમના એક-એક પગલાં પર કરોડો રોકાણકારની નજર હોતી હતી. રાકેશ ઝુનઝુનવાલા જે શેરમાં હાથ લગાવતા એ સોનું થઇ જતું હતુ. તેમની કોપી કરીને પણ શેરમાં રોકાણ કરનારા ઘણા બધા લોકો અમીર થઈ ગયા છે. સ્ટોક માર્કેટમાં બિગબુલ ગણાતા રાકેશ ઝુનઝુનવાલાની હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છ
રાકેશ ઝુનઝુનવાલાની કારકિર્દીની શરૂઆત માત્ર 5,000 રૂપિયાથી થઈ હતી. હારુન ઈન્ડિયાની અમીરોની યાદી અનુસાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પરિવારનુ નેટવર્થ લગભગ 22,300 કરોડ રૂપિયા છે. દેશની ઘણી કંપનીઓમાં તેમની મોટી ભાગીદારી હતી. શેર માર્કેટમાં અઢળક રૂપિયા મેળવ્યા બાદ બિગબુલે એરલાઈન સેક્ટરમાં પણ રોકાણ કર્યું હતું. તેમણે ‘આકાસા એર’ નામની એરલાઈન કંપનીમાં ભારે મોટું રોકાણ કર્યું હતું.
રાકેશ જુનજુનવાલાને એક ઈન્વેસ્ટર પર ગુસ્સો આવી ગયો
હિન્દુ ઈકોનોમિક ફોરમના કાર્યક્રમ દરમિયાન ભારતમાં બેકારી અંગે વારવાર સવાલો પૂછતાં Rakesh Jhunjhunwala ગુસ્સે થયા હતા.તેમણે ઈન્વેસ્ટરને સલાહ આપી હતી કે, જો ભારતમાં બેકારીની આટલી જ ચિંતા હોય તો તે પાકિસ્તાન જઈને રોકાણ કરી શકો છે.
ઝુનઝુનવાલાએ આ ફોરમમાં કહ્યુ હતુ કે, એક ઇન્વેસ્ટર તરીકે મારે સ્વીકારવું જોઇએ કે કોર્પોરેટ ટેક્સમાં ભારત સરકારે કરેલા મોટા ઘટાડા બાદ વિદેશી રોકાણકારોએ ભારતમાં પાછુ ફરવુ જ પડશે. હું આ વાત દેશપ્રેમી હોવાના કારણે નથી કહી રહ્યો પણ એક ઈન્વેસ્ટર તરીકે કહી રહ્યો છું. જેમને રોકાણમાં સારુ રિટર્ન મેળવવુ છે તે ભારત જરુર આવશે.
રાકેશ ઝુનઝુનવાલા ક્વોટ : Padma Shri Rakesh Jhunjhunwala Quote
બેરોજગારી દુર કરવા માટેનો એક જ ઉપાય છે અને તે છે ઝડપથી રુપિયા કમાવવા લાગો.
ભારતના વિકાસ પર શંકા કરનારા લોકો પાસેથી રોકાણની જરૂરત નથી.
- અસ્ત વ્યસ્ત શર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર Rakesh Radheshyam Jhunjhunwala
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેશના એવા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને એમનાં પત્ની મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સોશ્યલ મીડિયા પર રાકેશ ઝુનઝુનવાલાનાં ફોટો વાયરલ થયા હતા. અસ્ત વ્યસ્ત શર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આત્મવિશ્વાસથી મળનાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમનો પરિવાર લગભગ 22,300 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હોવા છતાં દેખાવ પર ધ્યાન કેન્દ્રીત નહોતું કર્યું.
Rakesh Jhunjhunwala was indomitable. Full of life, witty and insightful, he leaves behind an indelible contribution to the financial world. He was also very passionate about India’s progress. His passing away is saddening. My condolences to his family and admirers. Om Shanti. pic.twitter.com/DR2uIiiUb7
— Narendra Modi (@narendramodi) August 14, 2022
રાકેશ ઝુનઝુનવાલાએ એ સાબિત કર્યુ હતું કે વસ્ત્રથી વ્યક્તિની ઓળખ થતી નથી. દુનિયાના કોઈ પણ મહાન કે તાકાતવાર માણસને પણ મળવા માટે આત્મવિશ્વાસ હોવો જોઇએ. બીજું એ પણ છે કે જો આપની પાસે હજારો કરોડનુ નેટવર્થ હોય તો આત્મવિશ્વાસ આપમેળે આવી જાય છે. રાકેશ ઝુનઝુનવાલા અને તેમના પત્ની રેખા ઝુનઝુનવાલાએ થયેલી મુલાકાત બાદ લોકોએ સોશ્યલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા.