Har Ghar Tiranga Abhiyan : ભારત દેશ વિશે જાણવા જેવું | Har Ghar Tiranga Certificate Download

Har Ghar Tiranga Certificate Download

Share This Post

હર ઘર તિરંગા અભિયાન શું છે ? | Har Ghar Tiranga Certificate Download

હર ઘર તિરંગા પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું?

ભારત દેશ વિશે જાણવા જેવું

Har Ghar Tiranga Abhiyan : આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ભારતભરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. ભારત સરકારે પણ હર ઘર તિરંગા અભિયાન નું સુત્ર આપીને દેશને એકતામાં જોડવાનું મુલ્ય ઉપજાવ્યું છે. આઝાદીના આ પર્વમાં તિરંગાનું માન જળવાય તે માટે પહેલાં ભારત વિશે જાણવું જરુરી છે. શું છે હર ઘર તિરંગા અભિયાન અને ભારત વિશે તમે કેટલું જાણો છો એ જાણી લો.

Har Ghar Tiranga Abhiyan
Har Ghar Tiranga Abhiyan
ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિ જન્મે તે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી આ ઝૂંબેશ ચાલું રહેશે. જનરલ નોલેજ માં પૂછાતા પ્રશ્નોનો જવાબ જ્યારે જાહેરમાં આપવાનું થાય તો હર ઘર તિરંગા નિબંધ વાંચવો જરુરી છે. Har Ghar Tiranga Certificate Download કરવા આર્ટીકલની લીંક.. Link

Har Ghar Tiranga : ભારત દેશ વિશે જાણવા જેવું

અધિકૃત નામ – રિપબ્લિક ઑફ ઇન્ડિયા

સ્વાતંત્ર્ય દિન – 15મી ઓગસ્ટ, 1947

પ્રજાસત્તાક દિન – 26મી જાન્યુઆરી, 1950

બંધારણનો અમલ – 26મી જાન્યુઆરી, 1950

બંધારણીય વડા – રાષ્ટ્રપતિ

શાસન પદ્ધતિ – સંસદીય લોકશાહી

પાટનગર – નવી દિલ્હી

રાષ્ટ્રીયતા – ભારતીય (એક નારગિકતા)

રાષ્ટ્રીય મુદ્રા – ચાર સિંહવાળી આકૃતિ

રાષ્ટ્રીય સૂત્ર – સત્ય મેવ જયતે

રાષ્ટ્રીય ભાષા – હિન્દી

રાષ્ટ્રીય પ્રાણી – વાઘ

રાષ્ટ્રીય પક્ષી – મોર

રાષ્ટ્રીય રમત – હૉકી

રાષ્ટ્રીય ફૂલ – કમળ

રાષ્ટ્રીય ધર્મ – બિનસાંપ્રદાયિક

રાષ્ટ્રીય ગીત – જન ગણ મન…

રાષ્ટ્રીય ગાન- વંદે માતરમ…

રાષ્ટ્રીય અભિવાદન – નમસ્કાર

રાષ્ટ્રીય ધ્વજ – ત્રિરંગો

રાષ્ટ્રીય વૃક્ષ – વડ

રાષ્ટ્રીય ફળ – કેરી

ભારતનો રાષ્ટ્રધ્વજ


ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. રાષ્ટ્રધ્વજ 1947ની 22મી જુલાઈના રોજ ભારતની બંધારણીય સમિતિ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રધ્વજનાં રંગોની વાત કરીએ તો સરખી પહોળાઈના ત્રણ રંગપટ્ટાઓમાં સૌથી ઉપરનો પટ્ટો ઘેરા કેસરી રંગનો છે. રાષ્ટ્રધ્વજની વચ્ચે અને બીજા ક્રમે આવેલો પટ્ટો શ્વેત એટલેકે સફેદ રંગનો છે. નીચેનો પટ્ટો ઘેરા લીલા રંગનો છે. મધ્યમાં આવેલા સફેદ પટ્ટાની વચ્ચે પટ્ટાની પહોળાઈનો વ્યાસ ધરાવતું ચોવીસ ચક્રોવાળું નેવી-બ્લુ રંગનું અશોક ચક્ર જોવા મળે છે.

ભારતનું રાષ્ટ્રગીત


રવીન્દ્રનાથ ટાગોર દ્વારા મૂળ બંગાળીમાં રચાયેલું ‘જન-ગણ-મન’ ગીત હિન્દી ભાષામાં અનુવાદ થયું હતુ. વર્ષ 1950ની 24મી જાન્યુઆરીના રોજ ભારતની બંધારણીય સમિતિ દ્વારા ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું હતુ. રાષ્ટ્રગીતનું સૌ પ્રથમ ગાન 1911ની 27 ડિસેમ્બરના રોજ કોલકાતા ખાતે કરવામાં આવ્યું હતુ. ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં રાષ્ટ્રગીત રજું થયુ હતુ. આ સંપૂર્ણ ગીત પાંચ સામૂહિક કડીઓ સાથે રચવામાં આવ્યું છે. પહેલી કડી-સમૂહમાં રાષ્ટ્રગીતની પૂર્ણ સંકલ્પના સમાવિષ્ટ થઈ જાય છે.

जनगणमन अधिनायक जय हे, भारतभाग्यविधाता।
पंजाब सिन्धु गुजरात मराठा, द्राविड़ उत्कल बंग।
विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंग।
तव शुभ नामे जागे, तव शुभ आशिष मागे।
गाहे तव जयगाथा।
जनगणमंगलदायक जय हे, भारतभाग्यविधाता।
जय हे, जय हे, जय हे, जय जय जय जय हे॥

રાષ્ટ્રગીતનું પૂર્ણપણે ગાન કરવાની સમયમર્યાદા અંદાજે 52 સેકંડની છે. સ્વીકારાયેલું રાષ્ટ્રગીત નિયત પ્રસંગે ગવાય છે, જેની ગાન સમય-મર્યાદા અંદાજે 20 સેકંડની હોય છે.

પ્રેરણાગીત

સ્વાતંત્ર્યસંગ્રામમાં લોક જાગૃતિ અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના તસમું ‘કે માતરમ્’ ગીત બંકિમચંદ્ર ચેટરજી દ્વારા સંસ્કૃતમાં રચાયેલું છે. આ ગીતને પણ જન-ગણ-મન રાષ્ટ્રગીત જેટલો જ દરજ્જો અપાયો છે. વંદે માતરમનું સર્વપ્રથમ ગાન 1896માં યોજાયેલી ભારતની રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકીય પ્રસંગટાણે કરવામાં આવ્યું હતુ. તેના પ્રથમ ભાગની કડી આ પ્રમાણે છે :

વંદે માતરમ્ !
સુજલામ્, સુફલામ્, મલયજુશીતલામ્,
શસ્યશ્યામલામ્, માતરમ્
શુભ્રજ્યોત્સ્નાપુલકિતયામિનીમ્,
ફુલ્લકુસુમિતદ્રુમદલશોભિનીમુ, સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્,
સુખદામ્ વરદામ્, માતરમ્ !
વંદે માતરમ્ |

ભારતની રાજ્ય મુદ્રા


ભારતની રાજ્ય મુદ્રા તરીકે અશોકના સમયની સારનાથમાંની સિંહ મુખાકૃતિને સ્વીકૃતિ આપવામાં આવેલી છે. મૂળ શિલ્પમાં સ્તંભના ઉપરના ભાગ 5 તેની નીચે કંડારાયેલા ભાગમાં ઘંટ આકારે ગોઠવેલા કમળના આસન ઉપર આંતરે આંતરે મૂકેલાં છે. ચોથી વિભાજિત હાથી, દોડતો અશ્વ, વૃષભ અને સિંહની શિલ્પાકૃતિઓને ઉપસાવેલી છે. ઘસીને લીસા બનાવેલા રેતીખડકના એક જ પાષાણ ભાગને બનાવીને તેના શિરોભાગને ધર્મચક્રથી નવાજ્યું છે. વર્ષ 1950ની 26મી જાન્યુઆરીએ ભારત સરકારે અપનાવેલી રાજ્યમુદ્રામાં માત્ર ત્રણ સિંહો જ દેખાય છે. ચોથો સિંહ પાછળના ભાગમાં હોવાથી દેખી શકાતો નથી. મધ્યમાં ઊપસી આવતા ચક્રની જમણી બાજુએ વૃષભ અને ડાબી ઘોડાનું પ્રતિક જોવા મળે છે.

રાષ્ટ્રીય પંચાંગ


1957ની 22 માર્ચથી નીચે પ્રમાણેના અધિકૃત હેતુઓ માટે રંગરિયન પંચગની સાથે સાથે શક સંવત આધારિત ચૈત્રને પ્રથમ માસ અને 35 દિવસનું સામાન્ય વર્ષ ગણીને રાષ્ટ્રીય પંચાંગ અપનાવવામાં આવેલું છે : (1) ભારતીય ગેઝેટ, (2) આકાશવાણી દ્વારા સમાચાર પ્રસારણ, (3) ભારત સરકાર દ્રારા બહાર પડતાં પંચાંગો (4) જાહેર જનતાને સંબોધીને અપાતા રાષ્ટ્રજોગ સહકારી સંદેશા રાષ્ટ્રીય પંચાંગની તારીખોને ગ્રેગરિયન પંચાંગની તારીખો સાથે આ પ્રમાણે ગોઠવેલી છે. ચૈત્રની પહેલી તારીખે સામાન્ય વર્ષોમાં 22 માર્ચ જ્યારે લીપ વર્ષમાં તે 21 માર્ચ આવે.

ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી


ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ (Panthera tigris – Linnaeus) છે. વાઘની જાણીતી આઠ જાતિઓ પૈકીની ભારતીય જાતિ, શાહી બંગાળી વાઘ (Royal Bengal Tiger) વાધ્ય વિસ્તાર તેમજ નેપાળ, ભુતાન અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોના અપવાદને બાદ કરતાં ભારતમાં બધે જ જોવા મળે છે. ભારતમાં ક્રમશ: ઘટતી જતી વાઘની વસ્તીને નિયંત્રણમાં લાવવા 1973ના એપ્રિલમાં પ્રોજેક્ટ ટાઈગર – પ્રકલ્પને અમલમાં મૂક્યો છે.

ભારત દેશનું રાષ્ટ્રીય પક્ષી


રંગમાં ઉત્તમ, હંસના કદ જેટલા, માથા પર મુકુટ હોય એવા પંખાકાર કલગીથી શોભતા, આંખોની નીચે સફેદ ચિહ્નવાળા તથા લાંબી, નમણી ડોક ધરાવતા ભારતીય મોર (Pavo cristatus – Linnaeus) પર ભારતના રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદગી કરવામાં આવેલી છે. માદા નર તેના પૂચ્છભાગમાં આશરે 200 જેટલાં લાંબાં લીલાં ચમકીલાં પીંછાં ધરાવતો હોવાથી તથા ચમકીલી ભૂરી ગરદન અને ભૂરો વક્ષભાગ ધરાવતો હોવાથી ભવ્ય દેખાય છે.

સંપૂર્ણ રાષ્ટ્રગીત


જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા
જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

સારનાથનો સ્તંભ

ભારત સરકારે પોતાની રાજમુદ્રા તરીકે અપનાવેલ આ પ્રસિદ્ધ સિંહશીર્ષવાળો સ્તંભ ભગવાન બુદ્ધે સારનાથમાં પ્રથમ ધર્મોપદેશ આપ્યો હતો ત્યાં ઊભો કરાવ્યો હતો. આ માટે અશોકે બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધ ધરાવતાં સ્થાનો પર એકાશ્મ એટલે કે સળંગ એક જ પાષાણશિલામાંથી બનાવેલ સ્તંભો ઊભા કરાવ્યા હતા. યુઅન-શ્વાંગે અશોક દ્વારા સ્થાપિત કરેલા પંદર શિલાસ્તંભો જોયા હતા.

યુઅન શ્વાંહે નોંધ્યું હતુ કે, સારનાથનો આ શિલાસ્તંભ 70 ફૂટ ઊંચો છે. આ સ્તંભની શિરાવટી ઉપર પ્રસિદ્ધ મહાધર્મચક્ર અને ચતુર્મુખ સિંહાકૃતિ અંકિત કરેલી જોવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ આ સ્તંભ અને તેનું શીર્ષ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. સારનાથમાં ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ આપી ધર્મચક્રપ્રવર્તન કર્યું હતું તેની રજૂઆત અહીં જોવામાં આવે છે. શીર્ષની પડઘીની ચારે તરફ ધર્મચક્રનું ચિહન અંકિત કરવામાં આવ્યું છે.

ધર્મચક્રને 24 આરા કરેલા છે ને તેની ચારે તરફ ચાર પશુઓ

ધર્મચક્રને 24 આરા કરેલા છે ને તેની ચારે તરફ ચાર પશુઓ – હાથી, વૃષભ, અશ્વ અને સિંહ – અંકિત કરેલાં છે. મથાળે ચારે દિશાઅ ઉન્મુખ ચાર સિંહો મૂકેલા છે. એમનો પીઠ ભાગ એક બીજા સાથે જોડેલો છે. આ ભાગોનો વ્યવસ્થિત ગોઠવવામાં સાધવામાં શિલ્પીએ અદભુત નિપુણતા દાખવી છે. આ સિંહોના મસ્તક પર ધર્મચક્ર મૂકેલું હતું, જેના ટુકડાઓ ઉપલબ્ધ થયા છે. આ ચક્રનો વ્યાસ લગભગ 80 સેમી. હોવાનું જણાય છે. એમાં 32 આરા હતા. પાશવી શક્તિ પર ધાર્મિક વિજયના સંકેત રૂપે આ ચક્ર સિંહો પર મુકાયું હોય તેમ મનાય છે.

કેટલાકને મતે નીચેનાં ચાર પશુઓ ચાર દિશાનાં પ્રતીક, સિંહ શાક્યમુનિ બુદ્ધના પ્રતીક રૂપે અને ચક્ર ધર્મના પ્રતીક રૂપે છે. સિંહોની આકૃતિમાં કલાકારે કલ્પના અને વાસ્તવિકતાનો સુંદર સુમેળ કરેલો છે. એણે જાણીબૂઝીને આ પશુની સ્વાભાવિક ઉગ્રતા, હિંસકતા અને પ્રચંડતા વ્યક્ત કરી નથી. તેમ છતાં તેની છટામાં એનું મૃગેન્દ્રત્વ નષ્ટ પણ થવા દીધું નથી. સિંહનાં ઘાટીલાં અને સુગઠિત અંગ- પ્રત્યંગો સપ્રમાણ અને સફાઈદાર તેમજ ઓપદાર છે. ચહેરા આસપાસની કેશવાળીની એકેએક લટ બારીકપણે કોતરેલી છે. આ સિંહશિલ્પોને પ્રસિદ્ધ કલાવિવેચક વિન્સેન્ટ સ્મિથે જગતની પ્રાચીન પશુમૂર્તિઓમાં સર્વશ્રેષ્ઠ ગણાવ્યાં છે.

હર ઘર તિરંગા અભિયાન શું છે?


ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીના હેતુસર શરૂ કરાયેલ “હર ઘર તિરંગા” ઝુંબેશ, ભારતીયોને લગભગ કોઈ પ્રતિબંધ વિના રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ છે. ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓના હૃદયમાં દેશભક્તિ જન્મે તે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી આ ઝૂંબેશ ચાલું રહેશે.

હર ઘર તિરંગા પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું?

har ghar tiranga certificate download


13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી જે રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેમને હર ઘર તિરંગા (Har Ghar Tiranga) નું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. ઘર તિરંગા ઝુંબેશ અને તેના પ્રમાણપત્ર માટે ક્લિક કરો : harghartiranga.com

Har Ghar Tiranga

Hoist a flag at your house from

13-15 August 2022

Show your commitment by pinning a flag.

Har Ghar Tiranga Certificate Download

સિંહ દિવસ 2022 : વિશ્વ સિંહ દિવસ પર જાણો ગીર થી વિશ્વ સુધીનું પ્રયાણ | Lion Day

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore

Gujarat university Degree Convocation
સમાચાર

ગુજરાત યુનિવર્સિટી સમાચાર 2023| Gujarat University Convocation 2023 | Gujarat university Degree Convocation

Degree Certificate Gujarat University : ગુજરાત યુનિવર્સિટી દ્વારા વાર્ષિક પદવીદાન સમારંભ-2023 (gujarat university convocation) માટેનાં આવેદન ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટીફિકેટ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ સિવાય ગુજરાત યુનિવર્સિટીનાં પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ આ ઓનલાઇન ફોર્મ ભરીને પોતાનું ડીગ્રી સર્ટીફિકેટ મેળવી શકે છે. અગાઉ ઓનલાઇન ફોર્મ અને

ગુજરાત

Gujarat Technological University 2007થી 2023 કેટલી બદલાઈ?

gujarat technological university (ઇન્ટરનેશનલ ઇનોવેટિવ યુનિવર્સિટી), જેને સામાન્ય રીતે GTU તરીકે ઓળખવામાં આવે છે, તે ગુજરાત રાજ્ય, ભારતમાં ઘણી ઇજનેરી, ફાર્મસી અને મેનેજમેન્ટ કોલેજોને સંલગ્ન રાજ્યની યુનિવર્સિટી છે. યુનિવર્સિટીનું નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે અને તે 16 મે 2007ના રોજ અસ્તિત્વમાં આવી હતી. લાલભાઈ દલપતભાઈ એન્જિનિયરિંગ કૉલેજ, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ

Do You Want To Create Your website?

drop us a line and keep in touch

Home
Search
Video